રાષ્ટ્રપતિના હોદ્દાના તર્ક/કારણો

http://gujarat-help.blogspot.com/
રાષ્ટ્રપતિના હોદ્દાના તર્ક/કારણો

QUE.:  ભારતના રાષ્ટ્રપતિ માત્ર પ્રતીકાત્મક/શોભારૂપ પ્રધાન છે?  બદલાતા રાજકારણના વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં (હોદ્દો) સમજાવો. આપ ક્યા તર્ક/કારણોના આધારે કહી શકો કે ભારતના રાષ્ટ્રપતિ ભારતના કેબિનેટના નિર્ણયોનો રબર સ્ટેમ્પ માત્ર છે? આ બાબતના વિરોધના મત પણ જણાવો.


ઉત્તર: કાયદાના નિષ્ણાતો અને રાજનૈતિક વિશ્લેષણોનો એક વર્ગ ભારતના રાષ્ટ્રપતિને વાસ્તવિક પ્રધાન (હોદ્દેદાર) ન માનીને શોભારૂપ પ્રધાન માને છે પણ બદલાતા રાજનીતિક પરિપ્રેક્ષ્ય એટલે કે ગઠબંધન (Coalition govt.) તેમજ પ્રાદેશિક પ્રશ્નોના વધતા મહત્વના સંદર્ભમાં રાષ્ટ્રપતિની ભૂમિકાને આ પ્રકારે જોઇ શકાય નહીં.


:- બંધારણીય સત્ય:
                ભારતના સંવિધાનમાં રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. (સેકશન ૭૯) મુજબ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર વિના ખરડો કાયદો બની શકતો નથી. સંઘની કારોબારીની શક્તિ, સત્તા પણ રાષ્ટ્રપતિમાં સમાવિષ્ટ હોય છે.

:-રાષ્ટ્રપતિના હોદ્દાના તરફેણનાં કારણો/તર્ક:
            ભારતમાં સંઘની સમગ્ર કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે, પરંતુ વાસ્તવિક રૂપમાં એ સભાઓ ઔપચારિક જણાય છે કારણ કે ૪૨મા બંધારણ સુધારા દ્વારા રાષ્ટ્રપતિને કેબિનેટની સલાહ માનવા બંધનકર્તા ગણાવ્યા છે. જો કે પુન: ૪૪મા બંધારણ સુધારા દ્વારા એકવાર પુન:વિચારણા માટે આ સલાહને કેબિનેટને પરત કરવાનો અધિકાર અપાયેલ છે.

રાષ્ટ્રપતિને ચૂંટવા તેમજ હટાવવાની સત્તા સંસદ પાસે છે.
આર્ટિ. ૩૬૮થી બંધારણ સુધારાની સત્તાઓ સંસદ પાસે છે.
નાણાં વિધેયક ઉપર રાષ્ટ્રપતિનું કોઇ નિયંત્રણ નથી.
રાષ્ટ્રપતિ પોતાની કટોકટીની સત્તાઓ, વટહુકમ પાડવાની સત્તાનો ઉપયોગ કેબિનેટની સલાહ અનુસાર જ કરી શકે છે.
                આથી, ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો પ્રતીકાત્મક છે.

:-પ્રતીકાત્મક ન હોવાના તરફેણનાં કારણો/તર્ક:
                આપણે ત્યાં સંસદ નહીં, બંધારણ સર્વોપરી છે. રાષ્ટ્રપતિ એ બંધારણની રક્ષાની સપથ લેવાની હોય છે.
આર્ટિ. ૭૮(બી) મુજબ રાષ્ટ્રપતિ કેબિનેટ પાસેથી શાસન તથા કાયદાની જાણકારી માગી શકે છે જે તેની સત્તાઓનો નિર્દેશ કરે છે.
આર્ટિ. ૭૮ (સી) મુજબ કોઇ મુદ્દે મંત્રીએ નિર્ણય કર્યો છે પરંતુ સમગ્ર કેબિનેટે નિર્ણય નથી કર્યો, ત્યારે રાષ્ટ્રપતિ આ મુદ્દો કેબિનેટ તરફ વિચાર માટે મોકલી શકે છે.
આર્ટિકલ ૮૬(૨) મુજબ રાષ્ટ્રપતિ સંસદમાં લાંબા સમયથી પડતર કોઇ વિધેયક બાબતે નિર્ણય લેવા જણાવી શકે છે.
વીટો વાપરી વિધેયકને કાર્યાન્વિત થતું રોકી શકે છે, તથા કાર્યકારી સરકારને નીતિવિષયક નિર્ણય કરતા રોકી શકે છે.
કોઇ પક્ષ કે ગઠબંધન પૂર્ણ બહુમતી ન હોવાને કારણે સરકાર બનાવવા આમંત્રણ આપવાનો નિર્ણય કરવાની સત્તાઓ.

:-નિષ્કર્ષ:
                આથી ફલિત થાય છે કે ભારતના રાષ્ટ્રપતિ બ્રિટનનાં મહારાણીની જેમ નામ માત્રનો હોદ્દો ધરાવતા નથી તેમજ યુએસએના રાષ્ટ્રપ્રમુખની જેમ વાસ્તવિક હોદ્દો ધરાવતા નથી, પરંતુ બંધારણની ભાવનાઓને અનુરૂપ ભારતના રાષ્ટ્રપતિને સત્તાઓ મળે છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ગઠબંધન સરકાર તેમજ પ્રાદેશિક પક્ષોના વધતા મહત્વના સંદર્ભમાં રાષ્ટ્રપતિની ભૂમિકા વિશેષ મહત્વપૂર્ણ બની છે.
                રાજ્યપાલ સંદર્ભે એક મહત્વનો મુદ્દો વિચારીએ (જેમાં જવાબમાં ૧૫૦ શબ્દ કે ૨૦ શબ્દોની સીમા જાળવવાની હોય).

:-સંભવિત પ્રશ્ન:
            વટહુકમ કોને કહે છે? તેની સત્તાઓનો વિસ્તાર કેટલો હોય? વટહુકમ (૧૫૦ શબ્દો). રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની વટહુકમની સત્તામાં તફાવત શું? (૨૦ શબ્દો).

વટહુકમ: કેન્દ્રમાં સંસદના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિને તાત્કાલિક કાર્યવાહી કરવી આવશ્યક લાગે તેમ જણાય, ત્યારે તેઓ આર્ટિ. ૧૨૩ મુજબ વટહુકમ જાહેર કરી શકે છે. રાજ્ય સ્તરે આ સત્તાઓ રાજ્યપાલને મળે છે.

સત્તાઓ: રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તાની મર્યાદા એટલી જ છે જેટલી સંસદની વૈધાનિક સત્તાઓ/કાયદો ઘડવાની. એટલે કે એ કોઇપણ વિષય ઉપર વટહુકમ બહાર પાડી શકે છે. તેના પર સંસદને કાયદો ઘડવાનો અધિકાર છે. તફાવત માત્ર એટલો છેકે સંસદ દ્વારા ઘડેલા અધિનિયમ સ્થાયી કાયમી હોય છે. જ્યારે વટહુકમ અસ્થાયી હોય છે, જેને ધારાસભામાં પશ્વાત્વર્તી સમર્થન જરૂરી છે.

મર્યાદાઓ: વટહુકમથી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન થવું જોઇએ. આ જ કારણથી આર્ટિ. ૧૩(ક)માં આ પરિસ્થિતિને સ્પષ્ટ રીતે સુનિશ્વિત કરેલ છે કે કાયદામાં વટહુકમનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ આ સત્તાનો ઉપયોગ કેબિનેટની સલાહ અનુસાર જ કરી શકે છે. રાજ્યપાલને આ વટહુકમની સત્તાઓ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે વિધાનસભા ચાલુ ન હોય. આ વિવેક અધિકાર નથી, માત્ર કેબિનેટની સલાહ અને સહકારથી જ થઇ શકે. રાજ્યપાલનો વટહુકમ માત્ર જે તે રાજ્ય માટે અમલી બને છે. જ્યારે રાષ્ટ્રપતિનો વટહુકમ સમગ્ર રાષ્ટ્રને લાગુ પડે છે.

સ્પાર્ક પ્લગ:
                જ્યારે સમગ્ર દેશના સરેરાશ મનુષ્યોને ઇમાનદારી-પ્રામાણિકતાની સાથે રાષ્ટ્રગરિમાનું ઝનૂન ઉપડે ત્યારે જ વાસ્તવિક માનવ વિકાસ સૂચકાંક ઉંચકાય છે
http://gujarat-help.blogspot.com/

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular