યોજનાઓ ( yojanao

http://gujarat-help.blogspot.com/
*સ્વર્ણજ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના : (એસ.જી.**એસ.વાય.)*
સ્વર્ણ જ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના એટલે શું ?યોજના હેઠળ ચાવીરૂપ
પ્રવૃત્તિની પસંદગી તાલુકા/જીલ્લા કક્ષાની સમિતિ દ્રારા લોકોની સહભાગીદારીથી
કરવામાં આવે છે.તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રતિનિધિ, બેંક અને સરપંચ એમ ત્રણ
સભ્યોની ટીમે નક્કી કરેલ ચાવીરૂપ પ્રવૃત્તિ હેઠળ ગરીબી રેખા નીચે જીવતાં
કુટુંબોમાંથી યોજના હેઠળ આવરી લેવા માટેની યાદી તૈયાર કરશે, જે પૈકી પંચાયતના
સરપંચ વ્યક્તિગત સ્વરોજગારીની પસંદગી ગ્રામ્ય સભામાં દર વર્ષે કરશે.
તાલુકા કક્ષાની એસ.જી.એસ.વાય. સમિતિ 5 થી 10 આર્થિક પ્રવૃત્તિઓની પસંદગી કરે
છે.(કુદરતી સંપત્તિ, માળખાકીય સુવિધાઓ અને આર્થિક તકોની ઉપલબ્ધતા ઉપર આધારીત)
પંચાયતની સામાન્ય સભા આર્થિક પ્રવૃત્તિઓની પસંદગીની ભલામણ કરશે. જિલ્લા
કક્ષાની એસ.જી.એસ.વાય. સમિતિ ભલામણ કરેલ પસંદગીની પ્રવૃત્તિઓ પૈકી ચાર થી પાંચ
પ્રવૃત્તિઓને મંજુર કરશે અને ગવર્નિગ બોડીની બહાલી મેળવશે.
 (1) દરેક આર્થિક પ્રવૃત્તિ માટે ગામોનું જૂથ પસંદ કરવાનું રહેશે. જૂથમાં
ઓછામાં ઓછી 11 થી 20 વ્યક્તિ રહેશે. (2) ઘટક દીઠ અને દરેક આર્થિક પ્રવૃત્તિ
માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. (3) સ્વસહાય જૂથોને પ્રાધાન્ય
આપવાનું રહેશે. (4) બી.પી.એલ.યાદીમાંથી ગ્રામ સભામાંથી પસંદ થયેલ
સ્વરોજગારીઓને વ્યક્તિગત અથવા જૂથ ધિરાણ પણ મળી શકે છે.
યોજના હેઠળ સહાયનું ધોરણ 
વ્યક્તિગત ધિરાણ
અ.જા,અ.જ.જા, પ્રોજેક્ટ કોસ્ટની 50%પરંતુ વિકલાંગ રૂ।. 10,000/-ની મર્યાદામાં
અન્ય પ્રોજેક્ટ કોસ્ટના 30% રૂ।. 7,500/- ની મર્યાદામાં
જૂથ ધિરાણ
અ.જા,અ.જ.જા, વિકલાંગ
પ્રોજેક્ટ કોસ્ટની 50%જૂથમાં વ્યક્તિદીઠ રૂ।. . 10,000/-ની મર્યાદામાં અથવા
રૂ।. 1.25/- લાખની મર્યાદામાં, ત્રણમાંથી જે ઓછું હોયતે.
સિંચાઇ કામ માટે પ્રોજેક્ટ કોસ્ટના 50% (સહાયની રકમની કોઇ મર્યાદા નથી.)
આંતર માળખાકીય કા્ર્યક્રમ હેઠળ વીમા માટે પ્રીમીયમ અને સરકારી સંસ્થાઓ જોખમ
ફંડ અંગે થયેલ ખર્ચમાં સદર હેઠળ મેળવી શકશે. કૌશલ્ય આધારીત સુગ્રથીત પરીયોજનાઓ
માટેનો ખર્ચ 50,000/- ને આધીન રહીને કરી શકાય. મેળાઓ અને પ્રદર્શનો યોજવામાં
અને સ્વરોજગારીના તેમાં ભાગ લેવા થયેલ ખર્ચ સુવિધા માત્ર માળખાકીય સુવિધા હેઠળ
મેળવી શકશે.
લઘુ ધિરાણ : જૂથ ભંડોળમાં બેન્ક દ્રારા રોકડ સહાયની મર્યાદામાં રીવો ફંડ
(ફરતું ભંડોળ) ઘટક બનશે અને બેન્કના જોડાણોના કાર્યક્રમ હેઠળ કેશ ક્રેડીટ
મેળવી શકશે.બેંક દ્રારા 15,000/- ની કેશ ક્રેડીટ મળે છે.
સ્વસહાય જુથ 11 થી 20 વ્યક્તિઓનું બનેલું હોવું જોઇએ અને વિકલાંગ વ્યક્તિઓની
બાબતમાં સંખ્યા 5 થી 20 ની હોઇ શકે.
નબળા વર્ગો માટેની સુવિધા સ્વરોજગારી
અ.જા./અ.જ.જા.ના 50%
મહિલાઓ માટે 40%
અપંગ માટે 3% ધ્યાનમાં લેવામાં આવે છે.
યોજના હેઠળ લાભ લેવા કોનો સંપર્ક કરવો ?
ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક/તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા
પંચાયત કચેરી અને જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક કરવાનો
રહેશે.
યોજનાનુ અમલીકરણ કોણ કરે છે ?
યોજનાનુ અમલીકરણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા પંચાયત કરે છે તેમજ
બેંક તથા અન્ય નાણાંકીય સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય લાઇન
ડિપાર્ટમેન્ટ આ યોજનાના અમલીકરણમાં સહયોગ આપશે.ઈન્દીરા આવાસ યોજના(આઇએવાય)
આ યોજનામાં લાભ કોને મળે છે ?
ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા લક્ષ્યાંક જૂથના અનુ.જાતિ/જનજાતિ,
મુક્ત કરાયેલા વેઠિયા મજુરો તથા અન્ય લક્ષ્યાંક જૂથના લાભાર્થીઓ.
આ યોજના હેઠળ શું લાભ આપવામાં આવે છે ?
આવાસની નિયત થયેલ યુનિટ કોસ્ટની મર્યાદામાં નવા આવાસ તથા કાચા મકાનની ગુણવત્તા
સુધારણા (અપગ્રેડેશન)નો લાભ મળે છે.
આવાસના લાભ માટેના લાભાર્થીઓની પસંદગી કોણ કરે છે ?
ગરીબી રેખા હેઠળ લક્ષ્યાંક જૂથ પૈકીના લાબાર્થીઓમાંથી પસંદગી સ્થાનિક કે
ગ્રામ્ય સભા મારફતે કરાય છે.
યોજના હેઠળ (એક) આવાસની યુનિટ કોસ્ટ કેટકેટલી હોય છે ?
એક નવા આવાસની યુનિટ કોસ્ટ રૂ. 43,000/- છે, પણ આવાસ ભૂકંપ પ્રતિરોધક બનાવવું
ફરજિયાત છે. એક કાચા મકાનની ગુણવત્તા સુધારણા (અપગ્રેડેશન) અંગે જરૂરિયાત મુજબ
રૂ. 12,500 ની મર્યાદામાં લાભ મળી શકે છે.
યોજના હેઠળ આવાસ કેટલા વિસ્તારમાં બાંધવાનું હોય છે ?
20 ચો.મી. પ્લીન્થ એરિયા ધરાવતું આવાસ બાંધવાનું રહે છે.
આવાસ લાભાર્થી ક્યાં ક્યાં બાંધી શકે ?
સરકારે ફાળવેલ ઘરથાળનો પ્લોટ અથવા માલિકીના ખેતર કે પ્લોટ ઉપર પાકું મકાન
બાંધી શકે છે.
આવાસમાં કઇ કઇ સવલત બનાવવી ફરજીયાત છે ?
આવાસમાં શૌચાલય અને નિર્ધૂમ ચૂલા બનાવવા ફરજીયાત છે.
આવાસ કેવા પ્રકારનું બાંધવાનું હોય છે ?
લાભાર્થીઓ જે તે વિસ્તારની આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક લોકોની રૂચિ
અન્વયે આવાસ બાંધી શકે છે.
આવાસનું કામ કોના દ્રારા કરવાનું રહે છે ?
આવાસ લાભાર્થી દ્રારા બાંધવાનું છે, તેમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ છે.
આવાસ કોના નામે ફાળવવાનું હોય છે ?
આવાસ મહિલાના નામે આપવાનું છે. જો શક્ય ન હોય તો સંયુક્ત નામે આપવાનું રહે છે
અને એ રીતે સનદ સંયુક્ત રાખવાની રહે છે.
આ યોજનામાં આવાસમાં કેટલી લોન/સબસિડી આપવામાં આવે છે ?
આ યોજનામાં રૂ. 36,000/-ની મહત્તમ મર્યાદામાં સહાય આપવામાં આવે છે, તેમજ
મકાનની કક્ષા ઉંચી લાવવા સારૂ મહત્તમ રૂ.12,500/-સહાય આપવામાં આવે છે.
આ યોજનામાં અનુસૂચિત જાતિ/જનજાતિ માટે કોઈ વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે ?
આ યોજનામાં 60% મકાનો અનુ.જાતિ અને જનજાતિના ગ્રામીણ ગરીબોને ફાળવવામાં
આવે છે.ગરીબી
રેખા હેઠળ જીવતાં કુટુંબોને ઇંન્દિરા આવાસનો અગાઉ લાભ મળેલ હોય અને પાંચ વર્ષ
ઉપરના મકાનોને મરામત કરવા માટે સહાય.

નાણાંકીય સહાય
રૂ।.12,500/- સુધી મકાનદીઠ (કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય)

લાયકાત
બીપીએલ કુટુંબનાલાભાર્થી અને પાંચ વર્ષથી વધુ જુનુ મકાન હોવું જોઈએ.


સમય મર્યાદા
યોજનાનો સમય જે તે નાણાંકીય વર્ષ માટે અમલમાં છે.

 હેતુ
યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા તમામ પરિવાર માટે નાણાંકીય વર્ષમાં
બાહેંધરી આપેલ ઓછામાં ઓછા 100 દિવસના સવેતન રોજગારનો હક્ક પરિવાર દીઠ પ્રમાણે
છે. પરિવારના રજીસ્ટર થયેલા પુખ્ત સભ્યો એકંદરે 100 દિવસના રોજગાર માટે અરજી
કરી શકશે.યોગ્યતા

  -

  જાહેર કરેલ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં જે પુખ્ત સભ્યો બિન કુશળ મજુરી
  કામ કરવા ઈચ્છતા હોય અને જેમને વેતનિક રોજગારીની જરૂરીયાત હોય તેવા તમામ
  BPL/APL કુટુંબો આ યોજનાનો લાભ લઈ શકશે
  -

  આ યોજના કુટુંબ દીઠ 100 દિવસ રોજગાર આપવા માટે છે.








*રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ના સહયોગમાં સખીમંડળો
(સ્વસહાય જુથો/એસ.એચ.જી.) ની રચના દ્વારા સશક્તિકરણ કરવાની યોજના*
યોજનાનું નામ
આ યોજના "સખીમંડળ" સ્વસહાય જુથો/એસ.એચ.જી તરીકે પણ ઓળખાય છે. આ યોજનાની મુદત
પ્રથમ તબક્કે આ ઠરાવની તારીખથી તા.31/1/2010 સુધીની રહેશે. આ યોજના સંકલીત બાળ
વિકાસ કાર્યક્રમ (આઈ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવે છે.

યોજનાનો ઉદેશ

  - આ યોજના હેઠળ રચાયેલા સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી) તરીકે ઓળખાય છે.
  - આ યોજના ગ્રામીણ વિસ્તારમાં તા.2/2/2007થી અમલમાં મુકવામાં આવેલ છે. અને
  તે તા.31/1/2010 સુધી અમલમાં મુકેલ. જેની અવધિ તા. 03/11/2011 સુઘી અને
  ત્યારબાદ નિર્ણય થાય ત્યાં સુઘી અમલમાં રહેશે.
  - આ યોજના સંકલીત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવે છે.
  - સ્વસહાય જુથો રચી સંગઠીત કરી તેમને સક્ષમ કરવા કૌશલ્ય વર્ધન તાલીમ પુરી
  પાડવી, આંતરિક માળખાકીય સુવિધાઓ પુરી પાડી આર્થિક પ્રવૃતિ સાથે સાંકળવા તેમજ
  રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ સાથે જોડવા.
  - રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના સહયોગમાં સ્વસહાય જુથોને સક્રીય
  કરવાની અને બેંક લીંકેજ સાથે જોડવાની સખીમંડળો નામાભિધાન દ્વારા અભિયાન
  સ્વરૂપે સશક્તિકરણ કરવાનો નવો અભિગમ અપનાવવો.


યોજનાની વ્યુહરચના

પ્રવર્તમાન સ્વસહાય જુથોને ઓળખવા બેંક સેવા સાથે સાંકળવા વગેરે અંગે જરૂરી
ડેટા અને પત્રકો તૈયાર કરવાની કામગીરી ગ્રામ વિકાસ વિભાગના પરામર્શમાં નાબાર્ડ
તૈયાર કરશે.
આ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર્તા, એ.સી.ડી.પી.ઓ., સુપરવાઈઝર અને
સી.ડી.પી.ઓ.ને ઈન્સેટીવ (પ્રોત્સાહક રકમ) મળવાપાત્ર છે.
રીવોલ્વીંગ ફંડ

આ યોજના હેઠળ રચવામાં આવનાર સખીમંડળને રૂ.5000/- રીવોલ્વીંગ ફંડ ગ્રાન્ટ
(ઓછામાં ઓછું રૂ.10000/- બેંક ધિરાણ) મેળવવાને પાત્ર થશે સખીમંડળને રીવોલ્વીંગ
ફંડ ચુકવવામાં આવશે.

રાજ્યનાં તમામ ગામોને ચોક્કસ સમયમર્યાદામાં સમાન ધોરણોએ પાયાની ન્યૂનતમ
સુવિધાઓ મળી રહે. રાજ્યનું પ્રત્યેક ગામ સુવિધા સંપન્ન, સ્વચ્છ અને સુંદર બને.
આ યોજનાનો લાભ કોને મળે છે ?

રાજ્યનાં તમામ ગામોને ક્રમશ : અને તબક્કાવારના આયોજન દ્રારા યોજના અંતર્ગત
આવરી લેવાનું યોજનામાં નક્કી કરેલ છે. ન્યૂનતમ પ્રાથમિક સુવિધાઓના અભાવના
એકમાત્ર માપદંડને ધ્યાને રાખીને યોજના હેઠળ આવરી લેવાનાં થતાં ગામોની પસંદગી
કરવામાં આવશે.
આ યોજના હેઠળ કઈ કઈ સુવિધાઓ પૂરી કરવામાં આવે છે ?

યોજના અંતર્ગત સુનિશ્ર્ચિત કરાયેલી પ્રાથમિક સુવિધાઓ પૈકીની ખૂટતી સુવિધાઓનાં
કામો જે તે પસંદ થયેલા ગામે હાથ ધરવાની જોગવાઇ છે.
યોજના હેઠળ કેટલો નાણાંકીય ખર્ચ કરવાની જોગવાઇ છે ?

યોજના હેઠળ આવરી લેવાનારા પ્રત્યેક ગામ માટે તેની ખૂટતી પાયાની સુવિધાઓના
સંદર્ભમાં અંદાજે રૂ. 15.00 લાખ સુધીની રકમો ખર્ચવાનુ આયોજન છે. જે પૈકી ગામ
દીઠ રૂ. 5.00 લાખ સુધીની રકમો યોજના અંતર્ગત કરાનારી અંદાજપત્રિય જોગવાઇઓમાંથી
આપવાનું અને બાકીની ખૂટતી રકમો જુદાં-જુદાં માધ્યમો દ્રારા મેળવવાનું આયોજન છે.
યોજનાનું અમલીકરણ કોણ કરે છે ?

યોજનાનું અમલીકરણ રાજ્ય કક્ષાએ ગ્રામ વિકાસ વિભાગ, કમિશ્નરગ્રામ વિકાસ,જિલ્લા
કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગ્રામ કક્ષાએ યોજના અંતર્ગત ગામના
સરપંચશ્રીની અધ્યક્ષતામાં ગામના લોકોના પ્રતિનિધિત્વમાં રચાયેલી કાર્યક્રમ
અધ્યક્ષતામાં ગામના લોકોના પ્રતિનિધિત્વમાં રચાયેલી કાર્યક્રમ અમલીકરણ સમિતિ
દ્રારા કરવામાં આવે છે. રાજ્ય કક્ષા આ કાર્યક્રમનું અમલીકરણ ,નિરીક્ષણ અને
મોનીટરીંગ ગ્રામ વિકાસ વિભાગ, કમિશ્નર ગ્રામ વિકાસ હસ્તક છે. જિલ્લા કક્ષાએ જે
તે જિલ્લા માટે સરકારશ્રી દ્રારા નિમવામાં આવેલ પ્રભારી મંત્રીશ્રી/ પ્રભારી
સચિવશ્રી દ્રારા પણ નિયમિત ધોરણે મોનીટરીંગ કરવાની જોગવાઇ છે. તેમજ સંબંધિત
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેનશ્રી અને નિયામકશ્રીને અમલીકરણની સઘળી
જવાબદારીઓ સોંપવામાં આવી છે.

આમ આદમી વિમા યોજના કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા પુરસ્કૃત યોજના છે.
જે લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગર દ્વારા સંચાલીત છે.
યોજનાનો ઉદેશ, વ્યાપ અને પાત્રતા:

સદર યોજનાનો ઉદેશ રાજયના ગ્રામ્ય વિસ્તારના ગરીબીરેખા હેઠળ જીવતા 0 થી 16
ગુણાંક ધરાવતા જમીન વિહોણા અને 18 થી 59 વર્ષની ઉમર ધરાવતા ગ્રામીણ જમીન
વિહોણા કુટુંબના વડાનું અથવા કુટુંબના કમાનાર સભ્યનું કુદરતી મૃત્યુ અથવા
અકસ્માતના કિસ્સામાં મૃત્યુ કે કાયમી અશકતતા અને અંશતઃ કાયમી અશકતતાના
કિસ્સામાં ઉકત કુટુંબના વારસદાર/નોમીનીને વિમા સુરક્ષા દ્વારા આર્થિક સહાય
આપવાનો છે.

આ યોજના હેઠળ સભ્ય તરીકે નોંધણી માટે ગરીબીરેખા હેઠળ 0 થી 16 ના ગુણાંક ધરાવતા
જમીન વિહોણા કુટુંબના વડા અથવા કુટુંબના કમાનાર વ્યક્તિ કે જે 18 થી 59 વર્ષની
ઉમર ધરાવતી હોય તેની પાત્રતા રહેશે. આ યોજના હેઠળ કોઈપણ પ્રકારની લોન મળી શકશે
નહી.
આમ આદમી વિમા યોજના હેઠળ વિમા સુરક્ષાઃ

સદર યોજના હેઠળ આવરી લેવાયેલ સભ્ય કે જેઓ કુટુંબના વડા અથવા કમાતા સભ્ય હોય
અને તેમનું અકસ્માતથી મૃત્યુ કે કુદરતી મૃત્યુ થવાના કારણે અથવા અકસ્માતથી થતી
કાયમી અસમર્થતતા કે આંશિક કાયમી અસમર્થતતાના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબની
વિમા સુરક્ષા પુરી પાડવામાં આવશે.

  - માસ્ટર પોલીસીની નિશ્ચિત નકકી થયેલ મુદત સુધીમાં સભ્તયનું કુદરતી રીતે
  મૃત્યુ થાય તો વારસદાર/નોમીનીને રૂ.30,000/- ની વિમાની રકમ ચુકવવાની રહેશે.
  - અકસ્માતથી મૃત્યુના કિસ્સામા તથા સંપૂર્ણ કાયમી અશકતતાના કિસ્સામાઃ *રૂ.
  75,000/-*
  - અકસ્માતથી બે આંખ ગુમાવવી કે બે હાથ કે બે પગ ગુમાવવાના સંપૂર્ણ કાયમી
  અશકતતાની કિસ્સામાં અથવા એક આંખ અને એક હાથ કે બે પગ ગુમાવવાના સંપૂર્ણ કાયમી
  અશકતતાની કિસ્સામાઃ- *રૂ. 75,000/-*
  - અકસ્માતના કારણે એક આંખ અથવા એક હાથ કે એક પગ ગુમાવનાર આંશિક કાયમી
  અશકતતાના કિસ્સામાઃ *રૂ. 37,500/-*

વય મર્યાદા અને પાત્રતાઃ

  1. સભ્યની ઉમર 18 થી 59 વર્ષ વચ્ચેની હોવી જોઈએ
  2. ગરીબીરેખા નીચે જીવતા જમીન વિહોણો કુટુંબના મુખ્ય વડા અથવા આવા કુટુંબની
  કમાતી એક વ્યક્તિ

આ યોજના માટે અમલીકરણ અને ડેઝીગ્નેટેડ અધિકારીઃ


અ.નં.

વિસ્તાર

અધિકારીશ્રી

1

ગ્રામ્યકક્ષાએ

તલાટી કમ મંત્રીશ્રી/ગ્રામસેવક

2

તાલુકાકક્ષાએ

તાલુકા વિકાસ અધિકારીશ્રી (ડેઝીગ્નેટેડ અધિકારી)

3

જિલ્લાકક્ષાએ

નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, (નોડલ અધિકારી)
નિયંત્રણ અધિકારીઃ

 સબંધિત જિલ્લાના નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી.
http://gujarat-help.blogspot.com/

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular