Showing posts with label exam guide. Show all posts
Showing posts with label exam guide. Show all posts

ગુજરાત - સવાલ જવાબ



http://gujarat-help.blogspot.com/
ક્રમ
સવાલ જવાબ
1
ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
2
ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ? Ans: કચ્છના દરિયાકિનારે
3
કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે ? Ans: સુરજબારી
4
પૂર્ણા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ? Ans: ડાંગ
5
ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? Ans: કનૈયાલાલ મુનશી
6
‘મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ - નામનું પદ લખનાર કોણ છે ? Ans: પ્રેમાનંદ
7
ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? Ans: ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી
8
સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી
9
ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ
10
દલપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો. Ans: મિથ્યાભિમાન
11
ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે? Ans: દમણ-ગંગા
12
મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ? Ans: શામળાજી
13
ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું અંગ્રેજી ભાષામાં જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
14
સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
15
કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર
16
ગુજરાતના કયા જિલ્લામાં તાપી નદી ખંભાતના અખાતને મળે છે? Ans: સુરત
17
રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય
18
ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા
19
લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં કયાં ભરાય છે? Ans: ગિરનાર પર્વતની તળેટીમાં
20
ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
21
ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
22
સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની માસિક પત્રિકાનું નામ શું છે ? Ans: સામ્મનસ્યમ્
23
અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ
24
ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? Ans: ઈ.સ.૧૫૩૭
25
સ્વતંત્ર ગુજરાત રાજયમાં પંચાયતી રાજ કયારથી અમલમાં આવ્યું? Ans: ૧ એપ્રિલ, ૧૯૬૩
26
રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
27
ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? Ans: ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
28
ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? Ans: અમદાવાદ - વડોદરા
29
ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર
30
ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ
31
ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? Ans: અલિયા બેટ
32
આદિવાસીઓનો ત્રિનેત્રેશ્વર મેળો શાના માટે પ્રખ્યાત છે? Ans: સ્વયંવર
33
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? Ans: નર્મદા
34
આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું? Ans: કર્ણદેવ સોલંકી
35
અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ
36
ગાંધીજીએ ‘સર્વોદય’ પુસ્તક જૉન રસ્કિનના કયા પુસ્તકથી પ્રભાવિત થઇને લખ્યું હતું? Ans: અન ટુ ધી લાસ્ટ
37
IPRનું પૂરું નામ શું છે? Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
38
ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ? Ans: રુબિન ડેવિડ
39
ગુજરાતના કયા સંસ્કૃત કવિના સર્જનમાં કાલિદાસની ઉપમા, દાંડીનું પદલાલિત્ય તથા ભારવિનું અર્થગૌરવ જોવા મળે છે ? Ans: મહાકવિ માઘ
40
એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૧૫૦થી ૧૭૦ કિ.ગ્રા.
41
ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારે મળ્યો? Ans: ઇ.સ.૧૯૬૩
42
ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? Ans: આયરાણી અમરબાઇ અને દેવીદાસજી
43
ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ? Ans: ઠાકોર
44
ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? Ans: મુઝફફર શાહ ત્રીજો
45
જેસલ - તોરલની સમાધિ કયાં આવેલી છે? Ans: અંજાર
46
ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી
47
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧
48
ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? Ans: ભરૂચ
49
‘ઉશનસ્’ કયા જાણીતા કવિનું ઉપનામ છે? Ans: નટવરલાલ કુબેરદાસ પંડ્યા
50
સયાજીરાવ મ્યુઝીયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
51
માઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું? Ans: ભીમદેવ પહેલો
52
ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? Ans: ગિરનાર
53
વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? Ans: ખત્રિયાણી
54
ભૌગોલિક દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે ? Ans: દ્વીપકલ્પીય ગુજરાત
55
હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા
56
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? Ans: નખત્રાણા
57
ગાંધીજીએ કોને ‘ગુજરાત ભૂષણ’ કહી નવાજયા હતા ? Ans: જયકૃષ્ણ ઠાકર
58
કવિ કાન્તનું મૂળ નામ શું છે ? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ
59
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ? Ans: કચ્છ
60
ચારેય વેદોની દૈવત સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે ? Ans: કિલ્લા પારડી (જિ. વલસાડ)
61
ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર
62
લાકડીનાં બે દંડા વડે રમાતો રાસ કયા નામે ઓળખાય છે? Ans: લકુટા રાસ
63
શેકસપિયર રચિત હેમ્લેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે? Ans: હંસા મહેતા
64
વણાકબોરી વિદ્યુતમથકની ક્ષમતા કેટલી છે ? Ans: ૧૪૭૦ મેગા વોટ
65
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: ભુજ
66
કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? Ans: થરપારકરનું રણ
67
નરસિંહ મહેતાનાં જીવન પર મીરાંબાઇ એ કઇ કવિતા લખી હતી? Ans: નરસિંહ કા માહયરા
68
ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા
69
ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: કમાંગરી શૈલી
70
મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા
71
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર
72
નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? Ans: વતનપ્રેમ
73
ગુજરાતમાં સૌથી વધારે અક્ષરજ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ
74
નળ સરોવર પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષમાં જાહેર થયું ? Ans: ઇ.સ. ૧૯૬૯
75
દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
76
ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી
77
પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ? Ans: કનૈયાલાલ મુનશી
78
સાબરકાંઠા જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: હિંમતનગર
79
કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
80
ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા? Ans: રમણલાલ નીલકંઠ
81
ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? Ans: ઈન્દુમતીબહેન શેઠ
82
શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત
83
મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
84
આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? Ans: ડાંગ
85
ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર
86
ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ? Ans: નળ સરોવર
87
બર્લિનમાં યોજાયેલ વિશ્વચેમ્પિયનશીપમાં ૨૦ કી.મી. વોક માટે કવોલિફાય કરનાર પ્રથમ ભારતીય રમતવીર કોણ છે ? Ans: બાબુભાઇ પનોચા
88
ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
89
ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? Ans: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની
90
વિજય હઝારે કઇ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા? Ans: ક્રિકેટ
91
‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
92
વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા
93
ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ સંસ્થા’ વિશ્વમાં શેના માટે વિખ્યાત છે ? Ans: દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા
94
ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ ? Ans: દાંતીવાડા-ઇ.સ. ૧૯૭૩
95
સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? Ans: ડૉ.કે.કે. શાહ
96
અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ? Ans: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭
97
ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે? Ans: ગાંધીનગર
98
ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનાં મુખપત્રનું નામ જણાવો. Ans: વિદ્યાપીઠ
99
કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
100
‘ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો
ક્રમ
પરિણામ
101
ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ? Ans: જામનગર
102
નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાલનપુર
103
Plazma રીસર્ચ માટે અમદાવાદમાં કઇ સંસ્થા છે ? Ans: પ્લાઝમા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર
104
વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? Ans: અમદાવાદ
105
મણિલાલ દ્વિવેદીએ લોર્ડ લીટનની કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ કર્યો છે ? Ans: ઝેનોની
106
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી? Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
107
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઈસબગુલ પાકે છે ? Ans: મહેસાણા
108
‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા
109
ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ? Ans: રવિશંકર મહારાજ
110
ભારતીય વામનકાય છછૂંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે? Ans: કચ્છનો રણ વિસ્તાર
111
‘હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? Ans: અસાઈત ઠાકર
112
કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે ? Ans: સુરજબારી
113
શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત
114
ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયાં આવેલું છે? Ans: પોરબંદર
115
તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે? Ans: કાકરપાર અને ઉકાઇ
116
ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન
117
રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? Ans: ઘસીને ઘસીને ઊજળા થઇએ
118
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? Ans: ઉના
119
‘સિંહાસન બત્રીસી’ કોની કૃતિ છે? Ans: રમણલાલ સોની
120
પ્રસિદ્ધ સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? Ans: નડિયાદ
121
હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો. Ans: નગર આયોજન અને ગટર વ્યવસ્થા
122
ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ? Ans: કેસુડો
123
પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ
124
મોરારજી દેસાઇને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી કયા એવોર્ડ મળેલ છે? Ans: ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાન
125
‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી
126
ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
127
ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ
128
ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ? Ans: ડાંગ
129
ગુજરાતના જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળને રાષ્ટ્રીય કક્ષાનો કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? Ans: પદ્મશ્રી
130
ગુજરાતના રાજય પ્રાણીનું નામ જણાવો. Ans: સિંહ
131
ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? Ans: ઇ.સ. ૧૮૭૨
132
ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમ મોરારજી
133
ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ
134
વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? Ans: ધૂમકેતુ
135
ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે ? Ans: દાહોદ
136
‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક - મનુભાઈ પંચોળી
137
ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ? Ans: હસતો ફિલસૂફ
138
જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને કયારે બાંધ્યો? Ans: ઇ.સ. ૧૭૮૪ થી ૧૭૮૯ - દિવાન મેરામણ ખવાસ
139
સહજાનંદ સ્વામી કયાંના વતની હતા ? Ans: છપૈયા
140
કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રી કૃષ્ણઃ શરણં મમ
141
મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ
142
ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
143
ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક કયું છે ? Ans: મિથ્થાભિમાન
144
કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ
145
ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? Ans: ૭૯.૮ ટકા
146
જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે? Ans: નર્મદા
147
લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
148
વસતીની દૃષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે ? Ans: અમદાવાદ
149
શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જૂનાગઢ
150
કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
151
ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ? Ans: કચ્છ
152
‘સરસ્વતીચન્દ્ર’ મહાનવલકથાના નાયક - નાયિકાનું નામ જણાવો. Ans: સરસ્વતીચન્દ્ર અને કુમુદ
153
‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ? Ans: મુકતાનંદ સ્વામી
154
ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ
155
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? Ans: મોતીભાઇ અમીન
156
શ્રી અક્ષરપુરષોત્તમ સંસ્થાનું વડું મથક કયાં આવેલ છે ? Ans: બોચાસણ
157
શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ
158
ગુજરાતનું પાટનગર કયું છે? Ans: ગાંધીનગર
159
‘પીરોટન’ ટાપુ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જામનગર
160
ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે? Ans: ચાર
161
જુનાગઢનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતાં પણ નીચો છે ? Ans: ઘેડ
162
કયા સત્યાગ્રહથી વલ્લભભાઇ પટેલ ગાંધીજી સાથે જોડાયા? Ans: ખેડા સત્યાગ્રહ
163
ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે? Ans: અમદાવાદ
164
શ્રી મોટા, શ્રી. અંબુભાઇ પુરાણી, શ્રી છોટુભાઇ પુરાણી અને શ્રી દત્તાત્રેય મજુમદાર કઇ પુસ્તકશ્રેણીની પ્રેરણામૂર્તિ તરીકે ઓળખાય છે? Ans: વ્યાયામ વિજ્ઞાન કોષ
165
અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? Ans: ગિરનાર
166
બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. Ans: અવિનાશ વ્યાસ
167
ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા? Ans: રાસલીલા
168
કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઇ યોજના કાર્યરત છે ? Ans: વિદ્યાલક્ષ્મી બોન્ડ
169
પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ
170
દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: જામનગર
171
ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા
172
વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? Ans: ૨.૪૧ ચો કિ.મી.
173
ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? Ans: અમદાવાદ
174
અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ
175
રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? Ans: શામળાજીના મેળામાં
176
ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે? Ans: ૨૩૦થી ૨૫૦
177
ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ
178
જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ
179
વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ
180
વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? Ans: નરસિંહ મહેતાની ચોરી
181
‘વર્લ્ડ હેરીટેજ’માં સ્થાન મેળવવા ગુજરાત સરકાર કઇ સાઇટને વિકસાવી રહી છે ? Ans: ધોળાવીરા
182
ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? Ans: ગરબા
183
પ્રસિદ્ધ યાત્રાળુ ટૉલેમીએ પોતાના યાત્રા વર્ણનમાં મહીસાગર નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો ? Ans: Mophis
184
ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ? Ans: અરદેશર ખબરદાર
185
કચ્છના રણ વિસ્તારો કઇ ભૌગોલિક પ્રક્રિયાથી બન્યાં છે? Ans: ખંડીય છાજલી ઊંચકાવાથી
186
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ? Ans: ઈન્ડિયન ઓપિનિયન
187
તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનના દ્રૌપદી-વિજય માટે
188
જૂનાગઢ નજીક આવેલા ઓસમ પર્વતની ઊંચાઇ કેટલી છે? Ans: ૧૦૩૨ ફૂટ
189
ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? Ans: કવિ ધીરો
190
‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ - આ વિધાન કોનું છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
191
વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે? Ans: સાયકલ
192
કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ
193
લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવેલો ? Ans: સયાજીરાવ ગાયકવાડ
194
નરસિંહ મહેતાનાં જીવન પર મીરાંબાઇ એ કઇ કવિતા લખી હતી? Ans: નરસિંહ કા માહયરા
195
કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
196
ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? Ans: જામનગર
197
નર્મદે કઇ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી? Ans: બુદ્ધિવર્ધકસભા
198
શિક્ષણ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: વલ્લભ વિદ્યાનગર
199
કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
200
પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ? Ans: કનૈયાલાલ મુનશી
http://gujarat-help.blogspot.com/

TAT EXCLUSIVE MATERIALS

TAT EXCLUSIVE MATERIALS
http://gujarat-help.blogspot.com/



BOOKS  SUGGESTED

PUBLICATION: નવસર્જન પબ્લીકેશન 

BOOK NAME: જ્ઞાન સરિતા સીરીઝ 
ભાગ - ૧ સામાન્ય જ્ઞાન 
ભાગ -૨ શૈક્ષણિક મનોવિજ્ઞાન ,ફિલસુફી અને તાર્તિક અભિયોગ્યતા 
ભાગ -૩ ગુજરાતી ભાષા અને 
ભાગ -૪ અંગ્રેજી ભાષા 






Board Examination Papers Standard 10

http://gujarat-help.blogspot.com/
Board Examination Papers Standard 10
Maths
March 2007
March 2008
March 2009
Science
March 2007
March 2008
March 2009
English
March 2007
March 2008
March 2009
Social Study
March 2007
March 2008
March 2009

મહત્વના દિવસો


મહત્વના દિવસો

http://gujarat-help.blogspot.com/
  1. 09 જાન્યુઆરી અપ્રવાસી ભારતીય દિવસ
  2. - 10 જાન્યુઆરી વિશ્વ હાસ્ય દિવસ
  3. - 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ
  4. - 15 જાન્યુઆરી સેના દિવસ
  5. - 23 જાન્યુઆરી દેશ પ્રેમ દિવસ
  6. - 25 જાન્યુઆરી ભારત પ્રવાસી દિવસ
  7. - 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ / આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ
  8. - 30 જાન્યુઆરી શહિદ દિવસ / વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ
  9. - 10 ફેબ્રુઆરી વિશ્વ વિવાહ દિવસ
  10. - 14 ફેબ્રુઆરી વેલેંટાઇન દિવસ
  11. - 20 ફેબ્રુઆરી અરૂણાચલ દિવસ
  12. - 24 ફેબ્રુઆરી કેન્દ્રીય આબકારી દિવસ
  13. - 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
  14. - 01 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ
  15. - 08 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ / વિશ્વ સાક્ષરતા દિવસ
  16. - 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ / વિશ્વ વિકલાંગ દિવસ
  17. - 18 માર્ચ આયુધ કારખાના દિવસ (ભારત)
  18. - 21 માર્ચ વિશ્વ વન દિવસ
  19. - 22 માર્ચ વિશ્વ જળ દિવસ
  20. - 23 માર્ચ વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ
  21. - 24 માર્ચ વિશ્વ તપેદિક દિવસ
  22. - 26 માર્ચ બાંગ્લાદેશ દિવસ
  23. - 05 એપ્રિલ સમતા દિવસ
  24. - 07 એપ્રિલ વિશ્વ સ્વાસ્થય દિવસ
  25. - 10 એપ્રિલ રેલ્વે સપ્તાહ (10 એપ્રિલ થી 16 એપ્રિલ)
  26. - 12 એપ્રિલ વિશ્વ વિમાનિકી અને અંતરિક્ષ યાત્રી દિવસ
  27. - 13 એપ્રિલ જલિયાવાલા બાગ દિવસ
  28. - 15 એપ્રિલ હિમાચલ દિવસ
  29. - 17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ
  30. - 18 એપ્રિલ વિશ્વ પૈતૃક સંપતિ દિવસ (હેરિટેજ)
  31. - 21 એપ્રિલ સચિવ દિવસ
  32. - 22 એપ્રિલ પૃથ્વી દિવસ
  33. - 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ
  34. - 01 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ
  35. - 03 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
  36. - 08 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ
  37. - 15 મે વિશ્વ પરિવાર દિવસ
  38. - 16 મે સિક્કિમ દિવસ
  39. - 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ
  40. - 21 મે આતંકવાદ વિરોધી દિવસ
  41. - 23 મે આફ્રીકા દિવસ
  42. - 23 મે રાષ્ટ્ર મંડળ દિવસ
  43. - 29 મે એવરેસ્ટ દિવસ
  44. - 31 મે વિશ્વ તંબાકૂ નિષેધ દિવસ
  45. - 05 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
  46. - 15 જૂન વિશ્વ વિકલાંગ દિવસ
  47. - 18 જૂન ગોવા મુક્તિ દિવસ
  48. - 20 જૂન પિતૃ દિવસ
  49. - 25 જૂન સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હસ્તાક્ષર દિવસ
  50. - 26 જૂન નશાખોરી અને અવૈધ વેપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ / આપાતકાલ વિરોધી દિવસ
  51. - 27 જૂન વિશ્વ મધુમેહ દિવસ (ડાયાબિટિસ)
  52. - 01 જુલાઇ ચિકિત્સક દિવસ
  53. - 06 જુલાઇ વિશ્વ જોનોસિસ દિવસ
  54. - 11 જુલાઇ વિશ્વ જનસંખ્યા દિવસ
  55. - 01 ઓગષ્ટ સ્તનપાન સપ્તાહ (1 ઓગષ્ટ થી 7 ઓગષ્ટ)
  56. - 03 ઓગષ્ટ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ
  57. - 06 ઓગષ્ટ હિરોશિમા દિવસ
  58. - 09 ઓગષ્ટ નાગાસાકી દિવસ / ભારત છોડો દિવસ
  59. - 15 ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ
  60. - 20 ઓગષ્ટ સદભાવના દિવસ
  61. - 29 ઓગષ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ
  62. - 05 સપ્ટેમ્બર સંસ્કૃત દિવસ
  63. - 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ
  64. - 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ
  65. - 21 સપ્ટેમ્બર અલ્જાઇમર્સ દિવસ
  66. - 22 સપ્ટેમ્બર શાંતિ અને અહિંસા દિવસ / ગુલાબ દિવસ
  67. - 26 સપ્ટેમ્બર બધિર દિવસ
  68. - 27 સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ
  69. - 02 ઓક્ટોબર ગાંધી જયંતિ / લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ / વિશ્વ પશુ દિવસ / વિશ્વ વૃદ્ધ દિવસ / વિશ્વ શાકાહાર દિવસ
  70. - 03 ઓક્ટોબર વિશ્વ આવાસ દિવસ
  71. - 04 ઓક્ટોબર વિશ્વ વન્ય જીવ કલ્યાન દિવસ
  72. - 08 ઓક્ટોબર વાયુ સેના દિવસ
  73. - 09 ઓક્ટોબર વિશ્વ ડાકઘર દિવસ
  74. - 10 ઓક્ટોબર રાષ્ટ્રીય ડાક દિવસ
  75. - 11 ઓક્ટોબર વિશ્વ એલર્જી જાગરૂકતા દિવસ
  76. - 13 ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક આપદા ન્યૂનીકરણ દિવસ
  77. - 14 ઓક્ટોબર વિશ્વ માનક દિવસ
  78. - 15 ઓક્ટોબર વિશ્વ વ્હાઇટ કેન દિવસ
  79. - 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ
  80. - 21 ઓક્ટોબર પોલિસ સ્મરણોત્સવ દિવસ
  81. - 24 ઓક્ટોબર વિશ્વ સૂચના વિકાસ દિવસ / સંયુક્ત રાષ્ટ્ર દિવસ
  82. - 27 ઓક્ટોબર શિશૂ દિવસ
  83. - 30 ઓક્ટોબર વિશ્વ મિતવ્યયિતા દિવસ
  84. - 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ / રાષ્ટ્રીય પુનઃ સમર્પણ દિવસ
  85. - ઓક્ટોબર નો બીજો ગુરૂવાર વિશ્વ દૃષ્ટિ દિવસ
  86. - 09 નવેમ્બર વિધિક સેવા દિવસ
  87. - 14 નવેમ્બર બાળ દિવસ / વિશ્વ મધુમેહ દિવસ
  88. - 17 નવેમ્બર રાષ્ટ્રીય મિરગી દિવસ
  89. - 18 નવેમ્બર સૈપર્સ દિવસ
  90. - 19 નવેમ્બર નાગરિક દિવસ
  91. - 20 નવેમ્બર આફ્રીકા ઔદ્યોગિકરણ દિવસ
  92. - 29 નવેમ્બર ફિલિસ્તાનિયો પ્રતિ વિશ્વ સહાનૂભુતિ દિવસ
  93. - 01 ડિસેમ્બર વિશ્વ એડસ દિવસ
  94. - 03 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ
  95. - 04 ડિસેમ્બર નૌ સેના દિવસ
  96. - 05 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વોલંટિયર વિકાસ દિવસ
  97. - 07 ડિસેમ્બર ધ્વજ દિવસ / સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
  98. - 10 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસ / માનવ અધિકાર દિવસ (સંયુક્ત રાષ્ટ્ર)
  99. - 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
  100. - 18 ડિસેમ્બર અલ્પ સંખ્યક અધિકાર દિવસ (ભારત)
  101. - 23 ડિસેમ્બર કિશાન દિવસ

એસ.એસ.સી. પછી કારકીર્દિ

http://gujarat-help.blogspot.com/
એસ.એસ.સી. પછી કારકીર્દિ
.ધોરણ ૧૦ પછી શું?
.ધોરણ ૧૦ પછીના ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો
.ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો
.ગુજરાતમાં આવેલ પોલિટેકનિક / સંસ્‍થાઓ... તેમાં ઉપલબ્‍ધ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો
.ઇન્‍ડો જર્મન ટુલરૂમના જોબ ઓરીએન્‍ટેડ કોર્સ
.ફાઇન આર્ટ ડિપ્‍લોમાં - મલ્‍ટીમીડિયાના અભ્‍યાસક્રમો
.બાલ-અધ્‍યાપન પ્રિ. પી.ટી.સી.
.કૃષિ યુનિર્વસિટી દ્વારા ચાલતા ધોરણ ૧૦ પછીના અભ્‍યાસક્રમો
.ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ બાદ ડિગ્રી એન્‍જિનિયરિંગ
.ધોરણ ૧૦ પછી કેટલાક પ્રોફેશનલ કોર્સ
.આઇ.ટી.આઇ. ના ટેકનિકલ અભ્‍યાસક્રમો
.ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપયોગી અભ્‍યાસક્રમો
.કિશોર વૈજ્ઞાનિક ફેલોશિપ
.કુટિર ઉદ્યોગ ખાતા હસ્‍તકનાં તાલીમ કેન્‍દ્રો
.ચાટર્ડ એકાઉન્‍ટન્‍સી (સીએ.)
.સ્‍ટાફ સિલેકશન કમિશનની મેટ્રિક લેવલ એકઝામ
.ઇન્‍ડિયન આર્મીમાં સોલ્‍જર ટેકનિકલ (એમ.ઇ.આર.) એકઝામ
.ભરતીમેળા દ્વારા આર્મીમાં સોલ્‍જર ઇત્‍યાદિ જગ્‍યાઓ માટે ભરતી
.ઇન્‍ડિયન એરફોર્સ - એરમેન (નોન- ટેકનિકલ ટ્રેડ)
.ઇન્‍ડિયન એરફોર્સમાં એરમેન ઇન ડ્રાઇવર મિકેનિકલ ટ્રાન્‍સપોર્ટ (એમ.ટી.ડી) ટ્રેડ
.ઇન્‍ડિયન એરફોર્સમાં એરમેન ટેકનિકલ (ઇન્‍ટર) ટ્રેડર્સ
.ઇન્‍ડિયન એરફોર્સ - એરમેન ટેકનિકલ ટ્રેડ
.ભારતીય નૌકાદળમાં આર્ટીફ્રેશર એપ્રેન્‍ટિસ/મેટ્રિક એન્‍ટ્રી રિક્રુટસ/ડાયરેકટ એન્‍ટ્રી ડિપ્‍લોમાં હોલ્‍ડર્સ
.ઇન્‍ડિયન નેવીમાં ડોકર્યાડ એપ્રેન્‍ટિસીસ એકઝામ
.ઇન્‍ડિયન નેવીમાં સેઇલર (નાવિક)
.સીઆરપીએફ કોન્‍સ્‍ટેબરલ (જનરલ ડયૂટી)
.બીએસએફ ( બોર્ડર સિકયોરિટી ફોર્સ ) માં કોન્‍સ્‍ટેબલ ( જનરલ ડયુટી )
.ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક
.કેટલીક મહત્‍વની વેબસાઇટસ
.કારકિર્દી ક્ષેત્રની પસંદગીમાં મુંઝવણ અને પસંદગી પદ્ધતિ
.ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રની સંસ્‍થાકીય માન્‍યતા પદ્ધતિ
.વિદેશમાં ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍તિની સરળ જાણકારી

G.P.S.C. માટે ઉપયોગી પુસ્તકો ( Useful books for G.P.S.C.


http://gujarat-help.blogspot.com/


1. ભારતીય રાજકારણ by Lakshmikanth
2. પ્રાચીન ભારત by DDKausambi ની ઐતિહાસિક રૂપરેખા
 3. મધ્યયુગીન ભારત by J.L.Mehta and Gandhi
 4. N.C.E.R.T.ની ધોરણ 11 અને ધોરણ. 12 ચોપડીઓ
 5. ગુજરાતની અસ્મિતા




 1.Indian politics by Lakshmikanth
 2.Ancient India by D.D.Kausambi’s Historical Outline
 3.Medieval India By J.L.Mehta and Gandhi
4.N.C.E.R.T. Book of Std. 11 & Std. 12 ,
 5. ગુજરાતની અસ્મિતા

આઇ.એ.એસ. ઓફિસર


http://gujarat-help.blogspot.com/

આઇ.એ.એસ. ઓફિસર બનવાનું સ્વપ્ન સાકાર કરવાનો અવસર આવી ગયો છે

જેની યુવા મિત્રો દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે એ સિવિલ સર્વિસીઝ પરીક્ષાની જાહેરાત યુનિયન પબ્લીક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત થઇ ગઇ છે. ૨જી જાન્યુઆરીના ‘‘એમ્પ્લોયમેન્ટ ન્યુઝ’’ના અંકમાં હવે જાહેરાત થઇ ગઇ છે. સિવિલ સર્વિસ પરીક્ષા-૨૦૧૦ની પ્રિલીમનરી પરીક્ષા અંગેની મુખ્ય માહિતી દર્શાવતી જાહેરાત પ્રસિઘ્ધ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જી.પી.એસ.સી.ની વર્ગ-૧ અને ૨ની પરીક્ષા પણ બહાર પડવાની સંભાવના છે. અને હવે તો આઇ.એ.એસ. અને જી.પી.એસ.સી.ની વહીવટી સેવા વર્ગ-૧ અને ૨ પરીક્ષાનો અભ્યાસક્રમ પણ એકસરખો થયો હોવાથી યુવામિત્રોને આ બન્ને પરીક્ષાઓના ફોર્મ ભરવાની ભલામણ કરું છું. જેથી એક સરખા વૈકલ્પિક વિષયો પસંદ કરીને બન્ને પરીક્ષાની તૈયારી એકી સાથે થઇ શકશે. બીજી મહત્વની બાત એ છે કે, જો તમે સિવિલ સર્વિસીઝ માટેની વ્યવસ્થિત તૈયારી કરશો તો જી.પી.એસ.સી.માં સફળ થવાની શક્યતાઓ અનેગ ગણી વધી જાય છે. માટે આ કટારના નિયમિત વાચકોને તેઓ ફોર્મ ભરવાની લાયકાત અને જંિદગીમાં કંઇક બનવાની તમન્ના ધરાવતા હોય તો સિવિલ સર્વિસનું ફોર્મ અવશ્ય ભરવા માટેની ભલામણ છે.
આ પરીક્ષા દ્વારા તમે દેશની સર્વોપરી ગણાતી ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (IAS), ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS), ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS), ઈન્ડિયન રેવન્યુ સર્વિસ(I.R.S.), ઈન્ડિયન ઈન્ફર્મેશન સર્વિસ (IIS), જેવી અનેક સેવાઓમાં ગૌરવાન્વિત સ્થાન મેળવી શકો છો. એક આઇ.એ.એસ. ઓફિસર તરીકેના માન-મોભાથી ભાગ્યે જ કોઇ અપરિચિત હશે. જિલ્લા કલેકટર, વિકાસ અધિકારી તરીકે તમે લોકોના કામો કરી કેટલી ચાહના મેળવી શકો છો. અમદાવાદના કાયાપલટ કરનારા કેશવ વર્માને, સુરતને ગંદાગોબરા શહેરમાંથી એશિયાનું સૌથી સ્વચ્છ બનાવનારા રાવસાહેબ એવા અનેક પ્રેરણાસ્ત્રોત આપણી સમક્ષ મોજૂદ છે. જિલ્લા કલેકટર, ડી.એસ.પી., વિદેશ સચિવ, ઈન્કમટેક્ષ કમિશનર, કસ્ટમ કલેકટર, દૂરદર્શનના સ્ટેશનના ડાયરેકટર, રેલવેના ડી.આર.એમ. એવા કેટકેટલા હોદ્દાઓ સુધી પહોંચવામાં આ પરીક્ષા તમારી મદદે આવે છે.
ઉત્તર ભારતના રાજ્યમાં યુવાનો ધો. ૧૦થી જ આઇ.એ.એસ. બનવાની તૈયારી શરૂ કરી દે છે. ગ્રેજ્યુએશન વખતે તેઓ સાથોસાથ સિવિલ સર્વિસીઝ માટે વાંચન, ચર્ચાઓ વગેરેમાં ગળાડૂબ હોય છે. જેથી સ્નાતક થયા પછી તેમને સિવિલ સર્વિસીઝમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત થાય. દિલ્હીની કેટલીક યુનિવર્સિટીઓમાં દેશભરમાંથી સંખ્યાબંધ યુવાનો અને યુવતીઓ આઈ.એ.એસ. બનવાની અભિલાષા સાથે આવે છે અને દિવસરાત તૈયારીમાં લાગ્યા હોય છે. તેઓ અહીંની હોસ્ટેલોમાં રહીને કોચીંગ મેળવીને આઈ.એ.એસ.ની તૈયારી કરતા હોય છે. અહીં તૈયારી માટેના સુંદર સ્ટડી મટીરીયલ્સ પણ મળી રહે છે અને આવી સુંદર પરીક્ષાની તૈયારી માટેનું વાતાવરણ પ્રાપ્ત થાય છે. એથી જ દિલ્હીને આઈ.એ.એસ. ઉમેદવારોના ‘કાશી’ તરીકે ઓળખવામાં આવે છે. નવી દિલ્હી સ્થિત યુ.પી.એસ.સી.ના વડામથકે ‘ધોલપુર હાઉસ’માંથી આઇ.એ.એસ. પરીક્ષાનું સંચાલન થાય છે. આઇ.એ.એસ.ની પરીક્ષામાં સૌપ્રથમ પ્રિલીમનરી પરીક્ષા હોય છે. આ પરીક્ષા પાસ થાઓ એટલે ‘મેઇન’ પરીક્ષામાં બેસવાનું હોય છે. ત્યાર પછી ઈન્ટરવ્યૂ બાદ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. ટોપર્સ ઉમેદવારને આઇ.એ.એસ., આઇ.પી.એસ. જેવી સર્વિસ મળે છે જ્યારે અન્યને રેલવે, એકાઉન્ટસ, ઓડિટ જેવી ગૌણ સેવામાં કલાસ વન અધિકારી તરીકેની જોબ મળે છે. એક સ્નાતક યુવાન આથી વઘુ શી અપેક્ષા રાખી શકે? હવે આપણે આ પરીક્ષામાં ઉપસ્થિત થવા અંગેની મહત્વની બાબતો ઉપર એક નજર નાંખી જોઇએ.
ઉમેદવારની લાયકાત
કોઇ પણ વિદ્યાશાખાનો સ્નાતક સિવિલ સર્વિસીઝનું ફોર્મ ભરી શકે છે. પ્રોફેશનલ અને ટેકનિકલ ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ સરકારમાન્ય અભ્યાસક્રમમાંથી ડિગ્રી મેળવી હોવી જોઇએ. આર્ટસ, કોમર્સ, સાયન્સ, ઈજનેરી, તબીબી તમામ સ્નાતકો સિવિલ સર્વિસીઝનું ફોર્મ ભરી શકે છે. ટકાવારીનો કોઇ બાધ નથી. જો સિવિલ સર્વિસીઝ જેવી દેશની ટોપમોસ્ટ સ્પર્ધાતમક પરીક્ષામાં ખંતથી અને પરિશ્રમથી તૈયારી કરવામાં આવે તો કશું જ અશક્ય નથી.
સિવિલ સર્વિસીઝનું ફોર્મ ભરવા માટે ૧-૮-૨૦૧૦ના રોજ ઉમેદવારની વય ૨૧થી ૩૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ એટલે કે ઉમેદવાર ૨-૮-૧૯૭૯ અને ૧-૮-૧૯૮૮ની વચ્ચેની જન્મતારીખ ધરાવતા હોવો જોઇએ. ઉપલી વયમર્યાદામાં અનુસૂટિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચના ઉમેદવારોને નિયમ પ્રમાણે છૂટછાટ આપવામાં આવે છે. ઉમેદવારો પરીક્ષાની જાહેરાતના એપેન્ડીક્ષ-૩માં દર્શાવેલ તબીબી ધોરણો મુજબ પણ ‘ફીટ’ હોવા જોઇએ.
અરજી કરવાની રીત
સિવિલ સર્વિસ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમે ‘એમ્પ્લોયમેન્ટ ન્યુઝ’ મેળવીને આખી જાહેરાત વાંચી જાઓ તે ઘણું જરૂરી છે. જાહેરાત સંપૂર્ણ વાંચ્યા વિના અથવા તેની તમામ વિગતોની નોંધ લીધા વિના કરેલી અરજી કેટલીક વખત ગેરલાયક પણ ઠરી શકે છે. માટે તમે આજે જ બજારમાંથી ‘‘એમ્પ્લોયમેન્ટ ન્યુઝ’’ મેળવો. જો બજારમાં ઉપલબ્ધ ન હોય તો તમારી નજીકના પુસ્તકાલયમાં તેનો અભ્યાસ કરવો. પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરોની કચેરી, અખંડાનંદ હોલ પાસે, ભદ્ર, અમદાવાદ ખાતેથી પણ તમે ‘‘એમ્પ્લોયમેન્ટ ન્યુઝ’’ની માહિતી મેળવી શકો છો. જો તમે આ સાપ્તાહિક ન મેળવી શકો તો નિરાશ થશો નહીં તમારા નજીકની સાયબર કાફેમાં જઇને WWW.upsc.gov.in એડ્રેસ ઉપરથી યુ.પી.એસ.સી.ની સત્તાવાર વેબસાઇટ ઉપરથી તમામ માહિતી મેળવી શકો છો. તેની પ્રિન્ટ પણ મેળવી શકો છો.
હવે બીજી મહત્વની બાબત, સિવિલ સર્વિસીઝ પરીક્ષાનું-૨૦૧૦નું ફોર્મ ક્યાંય છપાયેલું અથવા જાહેરાતના નમૂનામાંથી ઉપયોગમાં લેવાતું નથી પરંતુ તે નિયત પોસ્ટ ઓફિસ હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી જ મળી શકે છે. આ ફોર્મ રૂા. ૨૦ની રોકડ ચૂકવણીથી તમામ જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસેથી ઉપલબ્ધ હોય છે. કદાચ યુ.પી.એસ.સી.નું ફોર્મ અને ઈન્ફર્મેશન બ્રોચર પોસ્ટ ઓફિસેથી મળે નહિ તો સંબંધિત પોસ્ટ માસ્તર અથવા પોસ્ટ માસ્તર જનરલ (ગુજરાત સર્કલ), ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧નો પત્રથી અથવા રૂબરૂ સંપર્ક કરવો. યુ.પી.એસ.સી. ઓફિસમાં ફોર્મ અંગેની ફરિયાદ માટેનું વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેલનો ટેલીફોન નંબર (૦૧૧) ૨૩૩૮૯૩૬૬ પર સંપર્ક કરવો અથવા ફેક્સ નંબર (૦૧૧) ૨૩૩૮૭૩૧૦ ઉપર ફેક્સ કરવો. ફોર્મ મેળવ્યા પછી રૂા. ૫૦ની ફી અન્ય બિડાણો સહિત તા. ૧-૨-૨૦૧૦ સુધીમાં નીચેના સરનામે મળી જાય તે રીતે ટપાલ સ્પીડપોસ્ટ અથવા કુરિયરથી મોકલી આપવાનું છે. સેક્રેટરી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ધોલાપુર હાઉસ, શાહજહાં રોડ, નવી દિલ્હી-૧૧૦૦૬૯.
ફોર્મ ભરતી વખતે તમામ વિગતો, પરીક્ષા સેન્ટરનો કોડ, વૈકલ્પિક વિષયનો કોડ નંબર વગેરે ભરવામાં ખાસ કાળજી લેવી. ફોર્મ સમયસર યુ.પી.એસ.સી.ની કચેરીમાં મળી જાય તે માટે ખાસ કાળજી લેવી. સિવિલ સર્વિસ જેવી પરીક્ષામાં માત્ર ચાર પ્રયાસની તકો (attempt) આપવામાં આવે છે. માટે અડધીપડધી તૈયારી હોય તો ફોર્મ ભરવું નહીં કારણ કે એકવાર ફોર્મ ભરી દો અને પરીક્ષામાં ગેરહાજર રહો તો પણ પ્રયાસમાં ગણાઇ જાય છે. આથી જો તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો તોમ હોય તો જ ફોર્મ ભરવું. અનુસૂચિત દરજ્જાના ઉમેદવારો માટે પ્રયાસની મર્યાદા રાખવામાં આવી નથી. જ્યારે બક્ષીપંચના ઉમેદવારો માટે મર્યાદા ૭ની છે. આઇ.એ.એ. બનવા તરફ પ્રથમ પગલું છે ફોર્મ ભરવા અંગેનું. તમે એક વખત કાળજીપૂર્વક ફોર્મ ભરી દો એટલે પહેલું કામ પૂર્ણ થાય છે. પરંતુ ફોર્મ ભરતી વેળા તમારે વૈકલ્પિક વિષયો પસંદ કરવા અંગેનો મહત્વનો નિર્ણય લેવાનો છે. પ્રિલિમનરી પરીક્ષા માટે એક વિષય પસંદ કરવાનો છે પછી એ વિષયની તૈયારી ‘મેઇન’ પરીક્ષામાં કામ લાગે તેવું આયોજન રાખવાનું છે. માટે અત્યારે તમારી વિષય પસંદગીમાં ખાસ કાળજી લેજો. સિવિલ સર્વિસીઝની તૈયારી કઇ રીતે કરવી તે અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન અમે આગામી સપ્તાહોમાં આપીશું.
આઈએએસ બનવા માંગતા ઉમેદવારો જાણી લે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી
સિવિલ સર્વિસીઝમાં ઉપસ્થિત થવા માટે તમે ત્યારે જ લાયક ગણાઓ કે જ્યારે તમને કોલ લેટર (એડમિશન લેટર) પ્રાપ્ત થાય. તે માટે ફોર્મ વ્યવસ્થિત રીતે ભરેલું હોવું જરૂરી છે. તમારા પસંદગીના વૈકલ્પિક વિષયનો કોડ નંબર, પરીક્ષા કેન્દ્રનો કોડ નંબર વગેરે લખવામાં કાળજી રાખવી. ભૂલથી ખોટો કોડ દર્શાવી દઈએ પછી તેમાં ફેરફાર અશક્ય છે. આથી જો તમારા કેન્દ્રના સ્થાને અમદાવાદની જગ્યાએ અલ્હાબાદનો કોડ દર્શાવી દો તો ફરજિયાતપણે અલ્હાબાદ જઈને પરીક્ષા આપવી પડે. જો ખોટો વૈકલ્પિક વિષય દર્શાવી દો તો તમારો પ્રયત્ન (attempt) બગડી શકે છે. આ વખતથી નેગેટીવ માર્કીંગની પ્રથા શરૂ થયેલી હોઇ ઉમેદવારોએ જવાબ લખવામાં વિશેષ કાળજી રાખવાની રહેશે.
યુ.પી.એસ.સી.એ તેની તમામ પરીક્ષા માટેનું એક જ સંયુક્ત ફોર્મ રાખ્યું છે. તેથી ફોર્મમાં જે પરીક્ષાનું કોલમ લાગુ ન પડતું હોય તો તેમાં વિગત ભરવાની રહેતી નથી. બાકી આઈ.એ.એસ. બનવાની પરીક્ષા આપવા જતાં ઉમેદવારને ફોર્મ ભરવાની વધારે શિખામણો ન અપાય. એક જ ભલામણ છે કે, ‘‘એમ્પલોયમેન્ટ ન્યૂઝ’’માં પ્રસિદ્ધ થયેલ જાહેરખબર અને યુ.પી.એસ.સી.ના ફોર્મની વિગતો સંપૂર્ણપણે વાંચ્યા પછી જ ફોર્મ ભરવાનું શરૂ કરવું. શક્ય હોય તો ફોર્મની ઝેરોક્ષ કરાવી તેમાં વિગતો ભરી લેવી. ત્યાર પછી જ ઓરિજિનલ ફોર્મમાં વિગતો ભરી નિયત સરનામે ૧-૨-૨૦૧૦ પહેલા મળી જાય એ રીતે મોકલી આપવાનું છે.
વૈકલ્પિક વિષયની પસંદગી
સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રિલિમ અને મેઈન પરીક્ષાના ઓપ્શનલ વિષયની પસંદગી સૌથી મહત્ત્વનો નિર્ણય છે. આથી વૈકલ્પિક વિષય પસંદ કરતા પહેલા સો વખત વિચાર કરવો જરૂરી છે. તમે જે વિષય પસંદ કરો એ તમારી સફળતામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. સાવ અજાણ્યો વિષય પસંદ કરવો જોખમી કામ છે. મોટાભાગે તમે જે વિષયમાં સ્નાતક થયા હો તે રાખવો હિતાવહ છે. કારણ કે તે વિષયનું પાયાનું જ્ઞાન, વાંચનસામગ્રી, પ્રોફેસરોની ઓળખાણ એ બઘું તમારી પહોંચમાં છે.
પ્રિલીમ્સ પરીક્ષાના બે તૃત્યાંશ માર્કસ અને મેઇન્સના ૬૦ ટકા માર્કસ ઓપ્શનલ વિષય અપાવે છે. મેઈન પરીક્ષામાં બે વૈકલ્પિક વિષયો પસંદ કરવાના હોય છે. તે દરેક વિષયના બબ્બે પેપર હોય છે. પ્રિલીમ્સ અને મેઈનનો એક વિષય સરખો હોય તો તૈયારીમાં સુગમતા રહી શકે છે. સાયન્સ અને વિષયને અપનાવે એ ઈચ્છનીય છે, નહીં કે આર્ટસ, સાહિત્ય, કાયદો જેવા વિષયો. બીજું એ ઘ્યાનમાં રાખવું કે, જે વિષય પસંદ કરવાનો હોય તે અંગે ‘જનરલ સ્ટડીઝ’ના પેપરમાં કેટલું કવરેજ આવે છે. ઈતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, જાહેર વહીવટ જેવા વિષયો જનરલ સ્ટડીઝમાં પણ પૂછતા હોય છે. આથી એક જ તૈયારીમાં બે પેપરોનું કામ પતી જાય. ઈતિહાસ અને ગુજરાતી સાહિત્યનો વિષય આઈ.એ.એસ. થયેલા ગુજરાતીઓમાં ખાસ્સું આકર્ષણ ધરાવે છે. ઈન્ડિયન હિસ્ટ્રીનું પેપર દરેક શાખાના ઉમેદવારો માટે રસપ્રદ હોવાથી અને જનરલ સ્ટડીઝમાં ઈતિહાસના ઢગલાબંધ પ્રશ્નો પૂછતાં હોવાથી તે સારી પસંદગી ગણાય. આ ઉપરાંત મેઈન્સ વખતે બે પેપરો (જેવા કે કોમર્સ અને મેનેજમેન્ટ) સાથે રાખી શકતાં નથી. આથી તમારે ભાવિને ઘ્યાનમાં રાખીને પણ પ્રિલિમ્સનું આયોજન કરવાનું છે. એ વિષયમાં કેટલી વાંચન સામગ્રી તમને મળી રહેશે તેનો પણ ખ્યાલ રાખવો.
પ્રિલિમ્સની તૈયારી
પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારી ફોર્મ ભર્યા પછી તુરંત કરી દેવી જોઈએ. અગાઉ જણાવ્યું છે તેમ પ્રિલિમ્સના માર્ક પરીક્ષાની મેરીટમાં ગણતરીમાં લેવામાં આવતા નથી. પરંતુ મેઈન્સમાં બેસવાની લાયકાત મેળવવા માટે ખૂબ જ અનિવાર્ય છે. આ પરીક્ષા મે-જૂન મહિનાના અરસામાં હોય છે. એટલે ઘણો ઓછો સમય તૈયારી માટે મળે તેમ છે. પરીક્ષામાં લાખ્ખોની સંખ્યામાં ઉમેદવારો બેસે છે. તેમાંથી હજાર તેજસ્વી ઉમેદવારોને અલગ તારવી લેવા માટેની આ પરીક્ષા છે. માટે જનરલ સ્ટડીઝ અને ઓપ્શનલનું તલસ્પર્શી વાંચન અને ગહન તૈયારી આવશ્યક નહીં પરંતુ અનિવાર્ય છે.
પ્રિલીમની તૈયારી માટે જરૂરી સ્ટડી મટિરીયલ્સ, પુસ્તકો, ગાઈડ વગેરેની પસંદગીમાં ખાસ કાળજી રાખવી. જેથી સમય અને નાણાંનો દુર્વ્યય ન થાય. જનરલ સ્ટડીઝની તૈયારી માટે દિલ્હીના કોઈપણ સ્ટાન્ડર્ડ પ્રકાશન ગૃહની અંગ્રેજી ગાઈડ તેમજ નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ (NCERT) ના ધો. ૧૦ થી ૧૨ના ઈતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપરના પુસ્તકો મેળવવા જરૂરી છે. આ પુસ્તકો કેન્દ્રિય વિદ્યાલયના અભ્યાસક્રમમાં હોય છે. કેટલાંક સફળ ઉમેદવારો તો દિલ્હીથી NCERT ના પાઠ્ય પુસ્તકો મંગાવે છે. આ ઉપરાંત અગાઉની પ્રિલિમ પરીક્ષાઓના પેપર્સ પણ સોલ્વ કરવાથી ઘણો આત્મવિશ્વાસ મળે છે. શરૂઆતમાં ઓછા સ્કોર મળે તો નાસીપાસ થવું નહીં. જે વિષયોમાં કચાશ હોય તેનો વઘુ મહાવરો મેળવવો.
પ્રિલીમ પરીક્ષામાં વિષયના ખૂણે ખાંચરેથી પૂછાઈ શકે છે એટલે ઊંડું વાંચન જરૂરી છે. કેટલીક વખત નામો અને માહિતી યાદ રાખવા માટે ગોખવાની પણ ફરજ પડે. પરંતુ તેનો બીજો રસ્તો નથી. કેટલાક અગત્યના વિષયોની ટૂંકી નોટ્‌સ બનાવવાનું રાખવું જેથી પરીક્ષા પૂર્વે ઝડપી વાંચન શક્ય બને. તૈયારી અંગે તમારા મિત્રો અને શિક્ષકો સાથે ચર્ચા પણ જરૂરી છે. તમે શરૂઆતથી જ વર્તમાન પ્રવાહોના ‘ટચ’માં રહો તે માટે ‘ગુજરાત સમાચાર’ ઉપરાંત એક અંગ્રેજી દૈનિક અને બન્ને અખબારોના તંત્રીલેખો, વર્તમાન પ્રવાહો, આર્થિક વિશ્વ્લેષણ અને રાજકીય વિશ્વ્લેષણને લગતી કટારો ખાસ વાંચવી. ટેલિવિઝન ઉપરના નકામાં મનોરંજક કાર્યક્રમો જોવાનું ટાળવું. માત્ર ન્યૂઝ એનાલિસીસ, ઈન્ટરવ્યુ વગેરે જોઈ શકાય. આખરે સમયનો જેટલો બને તેટલો ઓછો બગાડ થાય તેનું ઘ્યાન રાખવું.
માર્ગદર્શક કોણ બને ?
સિવિલ સર્વિસીઝ જેવી સૌથી અઘરી પરીક્ષા માટેતૈયારી કરતા હો ત્યારે સારા માર્ગદર્શનની અત્યંત જરૂર છે. તમારી કોલેજના પ્રોફેસર, વિષય નિષ્ણાતો, આ પરીક્ષામાં સફળ નિવડેલા ઉમેદવારો, આઈ.એ.એસ. અધિકારીઓ વગેરેને તમે અવારનવાર મલીને માર્ગદર્શન મેળવી શકો છો.
આપણે ત્યાં કોચંિગ ઈન્સ્ટીટ્યુટસ પણ છે પરંતુ સારી ફેકલ્ટી વગર ત્યાં દરરોજ જઈને સમય બગાડવા જેવું થાય. આથી કોઈપણ સંસ્થામાં ફી ભરતાં પહેલાં ત્યાંની ફેકલ્ટી અને સફળ ઉમેદવારોનું પ્રમાણ ચકાસી લેવું. મોટાભાગના સફળ ઉમેદવારો પુસ્તકોને માર્ગદર્શન બનાવીને સફળતાની સીડીઓ સડસડાટ ચઢી જાય છે. આ પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે એક બાબત સાફ જણાવી દેવી પડે કે, સફળતાનો શોર્ટકટ મળે નહીં. મેઈન સુધી પહોંચવામાં અને ત્યાં પહોંચ્યા પછી દરરોજ ૧૦ કલાક જેટલું સરાસરી વાંચન અને તૈયારી જરૂરી છે.


exam guide
source:- http://www.gujaratsamachar.com/gsa/20100113/guj/supplement/jivan_panth.html

today's Popular