http://gujarat-help.blogspot.com
ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ
ચૂંટણીપંચ જે ટૂંકમાં ECI- Election Commission of INDIA તરીકે ઓળખાય છે.
- ચૂંટણી પંચ ઉર્ફે નિવૉચન આયોગ (ભાગ-૧૫)
- સમજૂતીના મુખ્ય પાસાં આ મુજબ વર્ગીકૃત કરી શકાય: બંધારણીય ઉલ્લેખ, સંરચના, બંધારણીય સંરક્ષણ, કાર્યો, મર્યાદાઓ.
- સમજૂતીના મુખ્ય પાસાં આ મુજબ વર્ગીકૃત કરી શકાય: બંધારણીય ઉલ્લેખ, સંરચના, બંધારણીય સંરક્ષણ, કાર્યો, મર્યાદાઓ.
બંધારણીય ઉલ્લેખ અને સંરચના: ભારતના બંધારણના આર્ટિકલ-૩૨૪ મુજબ
સંસદ, રાજ્યોની વિધાનસભા, વિધાનપરિષદ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા એક ચૂંટણી પંચ/નિવૉચન આયોગ રહેશે, જેની રચના મુખ્ય ચૂંટણી કમિશનર (મુખ્ય નિવૉચન
આયુક્ત) અને અન્ય ચૂંટણી કમિશનરો મળીને કરશે (જેની મર્યાદા રાષ્ટ્રપતિ
સુનિશ્વિત કરશે).
બંધારણીય સંરક્ષણ/સ્વતંત્રતા:
૧. મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવા માટેની રીત (procedare) અને એ જ કારણો/ આધારો(Support) જોઇશે, જે રીત/ આધારોથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવી શકાય.
૧. મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવા માટેની રીત (procedare) અને એ જ કારણો/ આધારો(Support) જોઇશે, જે રીત/ આધારોથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવી શકાય.
૨. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતોમાં સામાન્ય રીતે તેમની
નિયુક્તિ બાદ કોઇ ગેરલાભદાયક પરિવર્તન નહીં કરવામાં આવે.
૩. કારોબારી (Executive) ચૂંટણી
કમિશનને એટલા કર્મચારીઓ/અધિકારીઓ ઉપલબ્ધ કરાવશે, જેટલા ચૂંટણી આયોગના સંચાલન માટે ચૂંટણી આયોગ માગશે. Article 324(6) હેઠળ આ મુદ્દો ચૂંટણી ફરજમાં જોડવામાં આવતા
કર્મચારીઓ/અધિકારીઓને ફરજિયાત ફરજો બજાવવાની સૂચના કરે છે.
૪. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ સરકારી કર્મચારીઓ પંચના
નિયંત્રણ તેમજ નિર્દેશન હેઠળ કામ કરશે.
ચૂંટણી પંચનાં મુખ્ય કાર્યો:
ચૂંટણી પંચનાં મુખ્ય કાર્યો:
૧. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદનાં બંને ગૃહો, રાજ્ય
વિધાનમંડળોનું ચૂંટણી પર નિયંત્રણ, સંચાલન, નિર્દેશન કરે છે.
૨. મતદાર યાદીઓ તૈયાર કરવી.
૩. રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન કરવું.
૪. ચૂંટણી અયોગ્યતા વગેરે અંગે રાષ્ટ્રપતિને સલાહ આપવી.
૫. ચૂંટણી આચાર સંહિતાનું નિધૉરણ તેમજ અમલ સુનિશ્વિત કરવાં.
ચૂંટણી પંચની મર્યાદાઓ:
૨. મતદાર યાદીઓ તૈયાર કરવી.
૩. રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન કરવું.
૪. ચૂંટણી અયોગ્યતા વગેરે અંગે રાષ્ટ્રપતિને સલાહ આપવી.
૫. ચૂંટણી આચાર સંહિતાનું નિધૉરણ તેમજ અમલ સુનિશ્વિત કરવાં.
ચૂંટણી પંચની મર્યાદાઓ:
૧. એ સત્ય છે કે ચૂંટણી પંચમાં બહુમતિ દ્વારા લોકશાહી
પ્રક્રિયાને સ્થિત કરાઇ છે, જ્યારે
બીજી બાજુ મુખ્ય ચૂંટણી કમિશનર સિવાયના અન્ય ચૂંટણી કમિશનરની
ફરજમુક્તિ/ પદમુક્તિમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર નિર્ભર રહીને (તેમની ઇચ્છા અનુસાર) એક તરફ બિનલોકશાહી પ્રક્રિયા અપનાવાઇ છે.
૨. ચૂંટણી પંચનું પોતાનું કોઇ વિશિષ્ટ સંગઠન Self deficiency
નથી અને તે પોતાનાં
કાર્યો માટે આજની સરકારી મશીનરી ઉપર સંપૂર્ણ આધારિત છે. આ સ્થિતિમાં
લોકશાહીની મૂળભૂત ભાવનાઓને અનુરૂપ તે પોતાની નિષ્પક્ષ ભૂમિકા નિભાવવા
સંપૂર્ણ સક્ષમ નથી.
૩. રાજકીય પક્ષોની નોંધણી તેમજ સ્પષ્ટ આચારસંહિતા વગેરેના
અભાવમાં ઘણીવાર ચૂંટણી પંચ અસહાયતા અનુભવતું નજરે પડે છે.
વેવેલ યોજના
પૂર્વભૂમિકા: ભારતમાં બ્રિટિશ
રાજ દરમિયાન વધી રહેલા સતત પ્રજાકીય અસંતોષ તેમજ ભારતના બંધારણીય પ્રશ્નનો ઉકેલ
કરવાના દ્રષ્ટિકોણથી બ્રિટિશ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલે, લોર્ડ વેવેલને આ
વિષયમાં ભારતના નેતાઓ સાથે મંત્રણા કરી સમજુતી કરવા જણાવેલું. આ
ઉપક્રમમાં લોર્ડ વેવેલે જુન, ૧૯૪૫માં સિમલામાં એક સંમેલન બોલાવ્યું. આ
સંમેલનમાં જે યોજના તૈયાર કરાઇ તે વેવેલ યોજના કહેવાઇ.
મુખ્ય મુદ્દા: વેવેલ યોજનાનું
બ્રિટિશ સરકાર તરફથી જ્યાં સુધી નવું બંધારણ ન બને, ત્યાં સુધી વાઇસરોયની કારોબારીની
પુન:રચનાનો પ્રસ્તાવ રખાયો. યોજનાની મુખ્ય જોગવાઇઓ આ હતી:
- ગવર્નર જનરલ તેમજ કમાન્ડર ઇન ચીફ સિવાય
ગવર્નર જનરલની કારોબારીના તમામ સભ્ય ભારતીય હશે.
- કારોબારી સમિતિમાં હિંદુ અને મુસલમાનોની સંખ્યા સમાન રખાશે.
- આ ૧૯૩૫ની પુન:ગઠિત કાઉન્સિલ એક્ટના ફ્રેમવર્ક હેઠળ વચગાળાની સરકારના સ્વરૂપમાં કાર્ય કરશે.
- ગવર્નર જનરલનો નિષેધાધિકાર (VETO) સમાપ્ત નહીં કરાય, પરંતુ તેનો પ્રયોગ કરવો જરૂરી નહીં હોય.

વેવેલ યોજનાની વિવિધ પ્રતિક્રિયા :
મુસ્લિમ લીગ: મુસ્લિમ લીગ એ
ઇચ્છતી હતી કે લીગને જ સમસ્ત મુસલમાનોનું પ્રતિનિધિ માનવામાં આવે અને વાઇસરોયની
યાદીમાં મુસ્લિમ લીગથી બહારનો કોઇ મુસલમાન ન હોવો જોઇએ.
કોંગ્રેસ: કોંગ્રેસનું
માનવું હતું કે વેવેલ જો મુસ્લિમ લીગના મતને સ્વીકારે તો પછી કોંગ્રેસની છબી એક ‘વિશુદ્ધ સવર્ણ
હિન્દુ પક્ષ’ની બનીને ઊભરી આવે જે કોંગ્રેસના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
રિન રિવોલ્ટ: RIN =Royal Indian Navy Revolt. ભારતીય શાહી નાવિક
વિદ્રોહ
સમય: ૧૮ ફેબ્રુઆરી, ૧૯૪૬, સ્થળ: મુંબઇ.
કારણ: રોયલ ઇન્ડિયન નેવીના આ બળવાની શરૂઆત મુંબઇમાં થઇ. જ્યારે H.M.I.S.તલવાર (દરિયાઇ જહાજ)ના ૧૧૦૦ નાવિકોએ નીચેનાં કારણોથી બળવો કર્યો:
કારણ: રોયલ ઇન્ડિયન નેવીના આ બળવાની શરૂઆત મુંબઇમાં થઇ. જ્યારે H.M.I.S.તલવાર (દરિયાઇ જહાજ)ના ૧૧૦૦ નાવિકોએ નીચેનાં કારણોથી બળવો કર્યો:
૧. આઝાદ હિંદ ફોજના આંદોલનકારીઓ ઉપર
ચલાવાતા વિવિધ મુકદ્દમા અને તેનાથી ઉત્પન્ન થયેલી રાજકીય પ્રવૃત્તિ અને ભાવનાત્મક
લાગણીઓ.
૨. બ્રિટિશ સરકાર દ્વારા નૌ સૈનિકો સાથેનો જાતીય ભેદભાવપૂર્ણ વ્યવહાર.
૩. આપવામાં આવતું અખાદ્ય-અપૂરતું ભોજન અને કાર્ય-અનુરૂપ વાતાવરણનો અભાવ.
૪. બી. સી. દત્ત નામના નાવિક દ્વારા ‘H.M.I.S.તલવાર’ નામના જહાજની દીવાલ પર ‘ભારત છોડો’ નારો લખવાના આરોપસર તેની ધરપકડ કરાઇ હતી. તેની મુક્તિ માટે નાવિકો માગણી કરી રહ્યા હતા.
૫. ૧૯૪૦ના દસકાની ઘટનાઓએ ભારતીય રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં નવીન પરિસ્થિતિઓનું નિર્માણ કરેલું હતું.

RIN વિદ્રોહ/ બળવાનું મહત્વ: આંદોલનકારીઓએ
તિરંગો ધ્વજ ફરકાવેલો અને જહાજીબેડામાં અલગ અલગ જગ્યાએ આવા ઝંડા
લગાવીને વિદેશી સત્તાના વિરોધમાં કેટલીક જગ્યાએ આક્રમક કાર્યવાહી કરીને એ
સાબિત કરી દીધું કે...
- ભારતીય જનતા વિદેશી શાસનના અપમાનને હવે
વધુ સહન કરવા તૈયાર નથી.
- RIN વિદ્રોહ લડવાની તીવ્ર અને લોકપ્રિય અભિવ્યક્તિ સ્વરૂપે હતો.
- આ વિદ્રોહનો ભારતીય જનમાનસ ઉપર વ્યાપક પ્રભાવ પડ્યો જેની અંતિમ ફલશ્રુતિ ભારતની સ્વતંત્રતાના રૂપમાં પરિણમી.
- RIN વિદ્રોહ લડવાની તીવ્ર અને લોકપ્રિય અભિવ્યક્તિ સ્વરૂપે હતો.
- આ વિદ્રોહનો ભારતીય જનમાનસ ઉપર વ્યાપક પ્રભાવ પડ્યો જેની અંતિમ ફલશ્રુતિ ભારતની સ્વતંત્રતાના રૂપમાં પરિણમી.
કોની મધ્યસ્થતા? : સરદાર વલ્લભાઇ પટેલ
તથા મો. અલી ઝીણાના કહેવાથી વિદ્રોહી સૈનિકોએ આત્મ સમર્પણ કરેલું. આમ, RIN Revolt ભારતીય સ્વતંત્રતા
ચળવળમાં ખૂબ
મહત્વ ધરાવે છે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site