સામાન્ય જ્ઞાન (GK


સામાન્ય જ્ઞાન - 4
જાવા મલેશિયામાં ડતા સાપ હોય છે. જે વૃક્ષોમાં ડાળીઓ ઉપર પતંગની જેમ ચપટા થઇને હવામાં સરકીને તરે છે.
આયર્લેન્‍ડમાં સૌપ્રથમ જગતની પાવરબોટ રેસ યોજાઇ હતી.
૨-૧૦-૧૯૦૧ના રોજ બ્રિટને પહેલી સબમરીન બનાવી.
તુલસીના પાનના અનેક ઉપયોગ છે. એ ચાવવાથી હોઠ અને જીભના ચાંદા મટે છે. તુલસીનો રસ શીળસ પર ચોપડવાથી શીળશ મટે છે.
કોથમીરને લાંબો સમય તાજી રાખવા સ્‍વચ્‍છ પાણીથી ધોઇ છાયામાં કે પેપર રૂમાલમાં વીટાળી પ્‍લાસ્ટિકની થેલીમાં ભરીને ફ્રિજમાં મૂકી દેવી, ડીપ ફ્રિઝરમાં નહિ.
નર કોયલનો રંગ કાળો અને માદા કોયલ બદામી રંગની હોય છે. અને તેના શરીરે સફેદ ટપકાં હોય છે.
લક્કડખોદની જસભ નાની-મોટી થઇ શકે છે.
કાન ખજૂરાના શરીરની દરેક પટ્ટીઓ સાથે બે પગ જોડાયેલા હોય છે.
હ્રદયના ધબકારા માપવાના યંત્રને સ્‍ટેથોસ્‍કોપ કહે છે.
સૌ પહેલી પવનચક્કી AD 650માં બનાવવામાં આવી હતી.
ઑસ્‍ટ્રેલિયાને ઊનની ભૂમી કહેવામાં આવે છે.
વડને વડવાઇઓ હોય છે. પાન લીલા અને ફળ લાલ હોય છે. વડને ફૂલ વિના જ ફળ બેસે છે જેને ટેટાકહે છે.
ભારતનું રાષ્‍ટ્રીય પ્રાણી વાઘ છે.
લક્કડખોદની જીભની અણીએ ટૂંકા વાળ હોય છે. જે તેને ઝાડના થડમાંથી જીવાત પકડવામાં મદદ કરે છે.
યુ. એસ. એ. ના જહોન પી. હોલેન્ડે સબમરીનની શોધ કરી હતી.
વીડિયો ટેપ અને વીડિયો રેકોર્ડરની શોધ ઇ.સ. ૧૯૫૬માં થઇ હતી.
જર્મનીના વૈજ્ઞાનિક માર્ટિન કલપ્રોધે યુરેનિયમની શોધ કરી હતી.
માઇક્રોફોનની શોધ યુ. એસ. એ. ના બર્લિનરે કરી હતી.
બેંગ્‍લોરને ભારતનો બગીચો કહેવામાં આવે છે.
મહારાષ્‍ટ્ર અને ત્રિપુરાનું રાજપક્ષી હરિયલ છે.
ઊડતી માછલીની પાંખ સાત ઇંચ લાંબી હોય છે.
દરિયાઇ પક્ષીના શરીરમાં પાચનક્રિયા ખૂબ ઝડપી હોય છે. આથી તેમણે સતત ખાધા કરવું પડે છે.
બ્રાઝિલના ગીચ જંગલોમાં મોર્નર પ્‍લાન્‍ટનામના ઘટાદાર ઝાડ દિવસે સંગીત છેડે છે અને રાતે ચીસાચીસ કરી મૂકે છે.
ચાર વેદોમાંના સામવેદમાં સ્‍વર લિપિ‍ અને સૂરોનું મહત્‍વ છે.
૧૯૫૧માં નવી દિલ્‍હી ખાતે સૌ પ્રથમવાર એશિયાઇ રમતોત્‍સવ યોજાયો હતો.
લોહીમાંના લાલ રક્તકણો ફેફસાંમાંથી પ્રાણવાયુ શરીરના બધા અવયવો સુધી પહોંચાડે છે.
સૌથી લાંબા હાથીદાંતની જોડનું માપ અગિયાર ફૂટ નોંધાયું છે.
ઘેટીનું દૂધ ખૂબ જાડું હોય છે. તેના દૂધમાંથી ચીઝ બનાવવામાં આવે છે.
દૂધરાજ માખીમાર કુટુંબનું સૌથી મોટું પક્ષી ગણાય છે.
વનમોરને પહાડી મરઘી કહેવાય છે.
ચિલોત્રો પક્ષીની ચાંચ હાથીદાંત જેવી હોવાથી નકશી કામ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
સુગરી લીલુ ઘાસ, જુવાર, બાજરીની લીલી છાલ, ડાંગર, વાસના પાનની પાતળી ચીરી કરી તેને ગૂંથીને માળો બનાવે છે.
ઘોડીને લગભગ છત્રીસ અને ઘોડાને ચાલીસ દાંત હોય છે.
લક્કડખોદ પોતાનો માળો ખૂબ ચોખ્‍ખો રાખે છે. તેના બચ્‍ચાંને કરેલાં ચરકને તરત જ બહાર ફેંકી દે છે.
મધમાખી એક મિનિટમાં બાર હજાર વખત પાંખો વીંઝે છે.
બકરીનું દૂધ પચવામાં હલકું અને ગુણકારી હોય છે. તેથી આર્યુવેદમાં બકરીનું દૂધ નાનાં બાળકો માટે ઉત્તમ આહાર ગણાય છે.
ચામાચીડિયા રાત્રે અને દિવસે જોઇ શકે છે. એની આંખોમાં સૂર્યપ્રકાશ આવતો હોય તો પણ તે જોઇ શકે છે.
કોયલના ઇંડા ઘેરા કથ્‍થાઇ છાંટવાળા આસમાની લીલા રંગના હોય છે.
સામાન્ય જ્ઞાન - 5
ગેંડાનું વજન બે હજાર કિલો જેટલું હોય છે.
દુનિયાનું સૌથી મોટું પાણીમાં તરી શકનાર પક્ષી પેંગ્વિન છે.
સૌથી વધુ ઝીબ્રા આફ્રિકામાં જોવા મળે છે.
એક મધમાખીને ૫૦૦ ગ્રામ મધ તૈયાર કરવા માટે ૪૦ લાખ કરતાં પણ વધારે ફૂલોની જરૂર પડે છે.
મોર તેતર, ગરૂડ વગેરે પક્ષી ઉપર નાગના ઝેરની અસર થતી નથી.
માખીના પગમાં સ્‍વાદેન્દ્રિય હોય છે, જેનાથી તે ખોરાકને ઓળખે છે.
વંદાનું માથું કાપી નાખ્‍યા પછી તેનું ધડ દિવસો સુધી જીવતું રહે છે.
ઊધઇ લાકડું કોરી ખાય છે. તેના આંતરડામાં થતાં બૅકટેરિયા લાકડું પચાવે છે.
અજગરના દાંતમાં સાપ જેવી વિષગ્રંથી હોતી નથી.
મધમાખીઓને છ પગ હોય છે.
આર્કટિક વા-બગલી એક વરસમાં આશરે ૩૬,૦૦૦ કિલોમીટરનું અંતર કાપે છે.
અળસિયું જમીનમાં દર બનાવીને રહે છે.
લક્કડખોદના આશરે દસેક પ્રકાર છે જેમાં સોનેરી લક્કડખોદ સૌથી મોટો છે.
એમેઝોન નદીના કિનારે બીમી ગર્મી સેટનું વાંદરું થાય છે. જેનું વજન માત્ર ૭૫૦ ગ્રામ હોય છે.
પશ્મિના નામનું કિંમતી ઊન હિમાલયમાં જોવા મળતી બકરીના પેટના નીચેના વાળમાંથી મળે છે.
ચિમ્‍પાઝી રાત્રે સૂવા માટે તેનો માળો ઝાડ પર પંદરથી એક સો વીસ ફુટ ની ઊંચાઇએ બાંધે છે.
શિકારી પ્રાણીઓમાં સૌથી નાનું હ્રદય સિંહનું હોય છે.
સૌથી વધુ પર્સનલ કમ્‍પ્‍યુટર ધરાવતો દેશ અમેરિકા છે.
વીંછી એક વર્ષ સુધી ખાધા-પીધા વગર રહી શકે છે.
કેટલાક કરોળીયા પાણીની નજીક રહી નાની માછલીઓ ખાય છે.
માદા વાણીયા પાણીમાં ઘાસ, પાન પર ઇંડા મૂકે છે.
પેગ્‍વીનની પાંખો મજબૂત સ્‍નાયુઓની બનેલી હોય છે.
દરજી કીડી પાંદડાં સીવી માળો બનાવે છે.
નોળિયો ૨૦૦ ગ્રામ ખોરાક લઇ શકે છે.
માદા માકણ દીવાલ, ટેબલ, પલંગ, ખુરશીની તીરાડોમાં ઇંડા મૂકે છે.
અડધા ચાંદા કરતાં આખો ચાંદો નવ ગણો વધુ ચમકદાર હોય છે.
સામાન્‍ય રીતે એક રાતમાં આપણે ચાલીસેક વખત પડખું બદલીએ છીએ !
વાંસના ઝાડને વરસમાં એક વખત ફૂલ આવે છે.
અંજીરનું ઝાડ પાંદડા નીકળે એ પહેલા ફળ આપે છે.
પાણીનો સાપ ૧ મીટર લાંબો હોય છે.
સસલાને ભાજી, બીટ, કોબીજ, ગાજર ખૂબ ભાવે છે.
મગરી નદીકિનારાની રેતીમાં એક સાથે વીસ કે તેથી વધુ ઇંડા મૂકે છે.
સૌથી વેગીલું જીવડું વાણિયો કલાકે ૮૯ કી. મી. ની ઝડપે ઊડે છે.
દક્ષિણ આફ્રિકામાં થતું મોટું અળસિયું રાપીછે જે છ મીટરથી વધુ લાંબુ હોય છે.
હોર્સશૂ નામના સમુદ્રી કરચલાનું લોહી ભૂરા રંગનું હોય છે.
ચાંચડના પાછલા પગ લાંબા હોવાથી છ થી બાર ઇંચ લાંબા કૂદકા મારી શકે છે.
ઘોની જીભ સાપની જેમ ફાટેલી હોવાથી તેને ઘો-સાપ કહે છે.
કિંગ કોબ્રા-૫ મીટર લાંબો હોય છે. તે દુનિયાનો સૌથી ઝેરી સાપ છે.
ઉંદરો ઇલેકિટ્રક વાયરો ખાય છે.
ચાંચડ પશુ-પક્ષીના શરીર પર ચોંટેલા રહી તેમનું લોહી ચૂસે છે.
દેડકા ઠંડા લોહીના પ્રાણી છે. તેના શરીરનું તાપમાન ઋતુ પ્રમાણે વધ-ઘટ થયા કરે છે.
માદા ખિસકોલી બે કે ત્રણ બચ્‍ચાંને જન્‍મ આપે છે.
સામાન્ય જ્ઞાન - 6
દુનિયાનું સૌથી નાનું પતંગિયું આફ્રિકામાં થતું ડવાર્ક બ્‍લુછે.
મધમાખી તેના જીવન દરમ્‍યાન આશરે દસ લાખ ઇંડા મૂકે છે.
જલમાંજર પક્ષી આઠ પ્રકારના હોય છે.
ઊંટ એક સાથે ૮૦ લીટર પાણી પી શકે છે.
એમ્‍પરર પેંગ્‍વીન એક વર્ષમાં એક ઇંડુ મુકે છે.
મનુષ્‍યના ફેફસાંમાં ૩૦૦ અરબ નાની-નાની રકતવાહીનીઓ હોય છે. તેને જોડવામાં આવે તો તેની લંબાઇ ૧૫૦૦ માઇલ થાય છે.
૨૫ વૉટના ત્રણ બલ્‍બનો સામૂહિક પ્રકાશ ૭૫ વૉટના એક બલ્‍બના પ્રકાશ કરતાં ઓછો હોય છે.
મનુષ્‍યના શરીરને એક વખતના આહારને સંપૂર્ણ રીતે પચાવવા માટે શરીરને ૪૮ કલાક લાગે છે.
સિંધુ ખીણની સંસ્‍કૃતિમાંથી મળેલા પ્રમાણોએ સાબિત કર્યુ છે કે ભારતીયોને ઇ. પૂ. ૨૫૦૦માં તાંબુ તથા જસતની જાણકારી હતી.
રાજનાગ ૧૦ થી ૧૨ ફૂટ લાંબો હોય છે તે એક જ ડંશમાં ૩૦ ટીપાં ઝેર ઓકી શકે છે જે એક ટીપાંનો પાંચમાં ભાગથી માણસ મરી શકે છે.
દેડકાના બચ્‍ચાં પાંચ વર્ષે યુવાન બને છે.
સૌથી મોટો ઑકટોપસ છ મીટર લાંબો હોય છે.
ભારતમાં પ્રથમ સેલ્‍યુલર ફોન સર્વિસની શરૂઆત કલકત્તામાં થઇ હતી.
સૌ પ્રથમ પેટ્રોલથી ચાલતી ગાડી કાર્લ બેન્‍ઝે બનાવી હતી.
સૌથી કષ્‍ટમય યાત્રા હિંદુતીર્થ કૈલાસ અને માનસરોવરની છે.
કાર બનાવતી ફેકટરીઓમાં કમ્‍પ્‍યુટરથી ચાલતા રૉબટ વૅલ્‍ડીંગ કરી શકે છે.
આફ્રિકામાં થતાં લાલ મોઢાંવાળા, વાંદરા એક મિનિટમાં સતત ત્રણ મીટરના આઠ કૂદકા લગાવી શકે છે.
દક્ષિ‍ણ આફ્રિકાનાં જંગલોમાં એવી જાતનું એક ફૂલ થાય છે જે એક મિનિટમાં સાત વાર રંગ બદલે છે.
સૌથી તાકાતવાન કૂતરો સેન્‍ટ બર્નાર્ડ પ્રકારનો હોય છે.
આપણા લોક સાહિત્‍યકાર ઝવેરચંદ મેઘાણીને બંસી વર્મા ચકોરે દોરેલું કાર્ટૂન.
જાપાનમાં ૧૯૩૬ના આજ સુધીનો સૌથી મોટો પતંગ બનાવાયો હતો. જેમાં કુલ ૮ ટન કાગળનો ઉપયોગ થયો હતો. આ પતંગને ૧૮ ઑગસ્‍ટ ૧૯૮૧માં નેધરલેન્‍ડ ખાતે ૭૦ પતંગબાજોએ ભેગા મળીને ૩૭ મિનિટ આકાશમાં ઊડાડયો હતો.
દેડકા પોતાની જીભ ચાર-પાંચ ગણી લાંબી કરી શકે છે.
ટેપીયરના બચ્‍ચાને જન્‍મ સમયે શરીર પર પટ્ટીઓ હોય છે જે મોટું થતાં નીકળી જાય છે.
કેળનું ઝાડ ફકત એક જ વાર ફાલે છે. ને એમાં કેળાની ફકત એક જ લૂમ બેસે છે.
ચલણી નોટો પર રિઝર્વ બૅંકના ગવર્નરની સહી હોય છે.
રૅફ્રજરેટરની શોધ એચ. ડબલ્‍યુ સીમીએ કરી હતી.
બાલસરીનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. તેની છાલનું ચૂર્ણ લઇ તે ઘસવાથી દાંત સારા રહે છે.
કૉલેરાની રસીની શોધ જર્મનીના રોબર્ટ કોચે કરી હતી.
યુ. એસ. એ. ના વૈજ્ઞાનીક ઇ.જી. ઓટિસે લીફટની શોધ કરી હતી.
ઉંદર સતત કંઇ ને કંઇ કોતરતા ન રહે તો તેમના દાંત સતત વધતા રહે છે. તેના દાંત એક વર્ષમાં પાંચ ઇંચ સુધી વધી શકે છે.
ન્‍યુઝીલેન્‍ડમાં અનાનસ એટલા બધા નાના હોય છે કે સો જેટલા અનાનસ ભેગા કરીએ તો પણ એક તકિયા જેટલી જગ્‍યા રોકે છે.
નૌકાપડવી દરિયાઇ પક્ષી છે. નાઉરૂ ટાપુના લોકો તેના ચરકનો ઉપયોગ ખાતર તરીકે કરે છે.
બોઆસાપ બીજા સાપની જેમ ઇંડા ન મૂકતા એક સાથે પાંચથી છ બચ્‍ચાંને જન્‍મ આપે છે.
કરચલાના પગનો જે અવયવ દુશ્‍મન સાથે ઝગડતા તૂટી જાય તે અવયવ ફરી ઊગે છે.
મધમાખીને પાંચ આંખ હોય છે.
એક ઘેટાના ઉનમાંથી છવ્‍વીસ મિલિયન દોરા બની શકે છે.
આફ્રિકામાં જોવા મળતાં કેટલાંક મગરના શરીર પર ઝિબ્રાના ચટ્ટાપટ્ટા જેવા ચટ્ટાપટ્ટા હોય છે.
સિંહ સામાન્‍ય રીતે પોતાના શિકારને ગળાના ભાગથી પકડી દબાવીને અથવા ઘણીવાર નસકોરા અને મોઢાના ભાગને પકડીને તેને ગુંગળાવીને મારી નાખે છે.
સામાન્ય જ્ઞાન - 7
માણસની ચામડીમાં આશરે ૨૫,૦૦૦ થી વધુ છિદ્રો હોય છે.
આપણા શરીર કાર્બન, હાઇડ્રોજન, ઑકિસજન, નાઇટ્રોજન, ફૉસ્‍ફરસ, કૅલ્શિયમ અને લોખંડનું બનેલું છે.
સૌ પ્રથમ કૃત્રિમ રેસા તારની ઇ.સ. ૧૮૯૨માં બનાવવામાં આવ્‍યો. જે કૃત્રિમ રેશમ હતું જેને આપણે રેયોન કહીએ છીએ.
મડાગાસ્‍કર પર ટેનરેક નામના ઉંદર ૮ થી ૩૮ સે.મી. લાંબા હોય છે.
સ્ટિકિલબૈક નામની નરજાતની માછલી પાણીમાં માળા બનાવી જેમાં માછલી ઇંડા મૂકે છે.
કરોળીયો એક મિનિટમાં લગભગ છ મીટર લાંબી જાળ વણે છે.
લામાને ઊંટની જેમ ખૂંધ હોતી નથી.
વિશ્ર્વના સંખ્‍યાબંધ દેશો ઍરપોટ પરથી પક્ષીઓને દૂર કરવા બાજનો ઉપયોગ કરે છે. જર્મનીમાં ફાલ્‍કનરીમહોત્‍સવ પણ યોજાય છે.
સૌ પ્રથમ તુલસીકૃત રામાયણના બાલકાંડમાં પતંગ ચગાવવાની પરંપરાનો ઉલ્‍લેખ છે.
દક્ષિણ ભારતમાં મકરસંક્રાંતિને પોંગલ તરીકે ઓળખે છે.
તામિલનાડુને મંદિરોનો પ્રદેશ કહેવામાં આવે છે.
મદુરાઇને મિનાક્ષી મંદિર બહારના પ્રાંગણમાં જે સ્‍તંભો છે. તેને ટકોર મારતા તેમાંથી સંગીતનાં સ્‍વરો પ્રગટે છે.
મરઘીના બચ્‍ચાં ઇંડામાંથી એકવીસ દિવસે બહાર આવે છે.
ગીધ તેની ચાંચમાં ૩૦૦ ગ્રામ વજનવાળો કાંકરો ઊંચકી શકે છે.
દરજીડા માળો બાંધવામાં પાંદડાંના રેસા, દોરા, કરોળિયાના જાળાનો ઉપયોગ કરી પાંદડાં સીવે છે.
માખીનું પેટ લંબગોળ હોય છે. જેમાં નરનું પેટ આઠ ભાગોમાં અને માદાનું પેટ નવ ભાગોમાં વહેંચાયેલું હોય છે.
પાણીમાંના કરચલાને તરવા માટે પાછળની તરફ પાતળા અને ચપટા પગ હોય છે.
વીંછીના બચ્‍ચાં માની પીઠ પર ઉછેરી મોટા થાય છે.
ધતુરાના ફૂલ શિવને પ્રિય છે. તેના ફૂલ મોટા, સફેદ સહેજ સુગંધી અને સુંદર હોય છે.
જલમુરઘો શરમાળ પક્ષી છે.
મરઘીના ઇંડાના કોચલામાં શ્ર્વાસોશ્ર્વાસ લેવા માટે ૧૫,૦૦૦ છિદ્રો હોય છે.
આફ્રિકાની સુગરીઓ સમૂહમાં સોળથી સત્તર ફૂટના ઘેરાવવાળો ખૂબ મોટો માળો બાંધી રહે છે.
જુદા જુદા કરોળિયો જુદા જુદા આકારના માળા બનાવે છે. જેમાં ગોળાકાર, ત્રિકોણાકારનો સમાવેશ થાય છે.
માખી તેના ખોરાકને પોતાના થૂંકથી પલાળી નાખે છે પછી ને સૂંઢથી ચૂસી લે છે.
અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે છે.
સફેદ ગીધનો માળો ડાળખી, ચીંથરા, ઢોરના ચામડાના ટુકડા, વાળોનો બનેલો છે.
પુખ્‍તવયના ઉરાંગઉટાંગનું વજન ૧૦૦ કિલોગ્રામ હોય છે.
અમેરિકાનું રાષ્‍ટ્રીય પક્ષી ગરુડ છે.
સ્‍ટોનફીશમાછલી પથ્‍થર જેવી દેખાય છે. તે પથ્‍થરો વચ્‍ચેની જગ્‍યામાં રહે છે.
ડુંગોગનું શરીર સીલ જેવું અને માથું વૉલરસ જેવું હોય છે.
બોહેડેડ વ્‍હેલ માછલી છ મીટર લાંબી હોય છે.
ફૂલસૂંઘણીને ફૂલચુકી પણ કહેવાય છે.
લાયરબર્ડ ઑસ્‍ટ્રેલિયાનું રાષ્‍ટ્રીય પક્ષી છે.
કાકાકૌઆ આરામ કરતી વખતે પીંછાને ચાંચ પર ગોઠવી દે છે.
ટોકોટૂકાનની ચાંચ મોટા પાઇપ જેવી હોય છે.
મધમાખીના ઇંડામાંથી ત્રણ દિવસે બચ્‍ચાં નીકળે છે.
બોઆનામનો સાપ અમેરિકાના ગરમ પ્રદેશના જંગલોમાં જોવા મળે છે.
તીતીઘોડો પોતાની પાંખોને પાછળના પગ સાથે ધસી ખાસ પ્રકારનો અવાજ કાઢે છે.
નાના કરચલા શંખમાં રહે છે.
લાયરબર્ડ સાંભળેલા અવાજની આબેહૂબ નકલ કરે છે.
ઢોમડાના અનેક પ્રકાર છે. જેમાં લડાખી ઢોમડો વધુ દેખાવડો હોય છે.

સામાન્ય જ્ઞાન - 8
કૂતરા, બિલાડી, ગાય, ભેંસ, આખલા વગેરે પ્રાણીઓની આંખો રંગ પારખી શકતી નથી.
ભારતમાં સૌથી ઓછો વરસાદ રાજસ્‍થાનમાં આવેલા જેસલમેરમાં થાય છે.
હાથ મિલાવવા એ નમસ્‍કાર કરવાની ખૂબ જ જાણીતી રીત છે. એની શરૂઆત યુનાન (ગ્રીસ) થી થઇ.
તાજા જન્‍મેલા બાળકના શરીરમાં ૩૫૦ હાડકાં હોય છે અને એ જ બાળક મોટું થાય છે ત્‍યારે ૨૬ હાડકાં બાકી રહે છે.
મુખવાસમાં સૌથી વધારે સોપારી વપરાય છે.
રીંછને તરસ સહન થતી ન હોવાથી તેનું રહેઠાણ પાણી પાસે જ હોય છે.
શિયાળ વરુની બીક લાગે ત્‍યારે કલાકના બોત્તેર કિલોમીટરની ઝડપે દોડી શકે છે.
શાહુડી સિત્તેર સે.મી. લાંબી અને એકાદ કિલો વજન ધરાવે છે.
વિશ્ર્વનું સૌથી વધુ સોનાનું ઉત્‍પાદન આફ્રિકામાં થાય છે.
સૂર્યમંડળમાં બધા ગ્રહોમાંથી શુક્ર ગ્રહનો દિવસ સૌથી લાંબો હોય છે.
મીઠું ભભરાવેલ બરફ જલદી પીગળતો નથી.
ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડવાથી વિષુવવૃત કરતાં ઓછી ગરમી લાગે છે.
વોલરસ પોતાના દાંત વડે ખોરાકની શોધમાં પાણીમાં ત્રણસો ફુટ સુધી પહોંચી જાય છે.
યાકને હિન્‍દીમાં સુરગાય કહે છે.
મધભોમિયો ઘોરખોદિયાને મધપૂડાની જગ્‍યા બતાવે છે. તેથી તેને મધભોમિયો કે અંગ્રેજીમાં હની-ગાઇડકહેવામાં આવે છે.
જન્‍મથી જ અંધ હોય તેને સ્‍વપ્‍નમાં દ્રશ્‍યોને બદલે અવાજ જ આવે !
ભારતની સૌથી ઊંચી દીવાદાંડી વિશાખાપટ્ટનમમાં આવેલી છે.
આપણે લાલ રંગને ભયનું પ્રતીક માનીએ છીએ પરંતુ વૈજ્ઞાનિક લૅબોરેટરીઓમાં ચળકતો પીળો રંગ ભયનું પ્રતીક છે.
લોન ટેનીસની શરૂઆત ૧૩ મી સદીમાં ફ્રાંસમાં થઇ.
ચૂલોપંખી લાકડા કે ડાળી પર ગોકળગાયની ઢાલ આકારનો માટીનો માળો બનાવે છે.
મધ ભોમિયો મધપૂડાનું મીણ ખાય છે.
ઝેરી કરોળીયો અઢી વર્ષ સુધી ખોરાક વગર રહી શકે છે.
એવરેસ્‍ટને ગૌરીશંકર, ગૌરીશિખર, સરગમાયા અથવા ચોમોલુગ્‍મા પણ કહેવાય છે.
વિશ્ર્વનો પ્રથમ વ્‍યાકરણ ગ્રંથ પાણિનિનો અષ્‍ટાધ્‍યાયીછે.
આતરડાં શરીરનું સૌથી લાંબુ અંગ છે.
ચારોળી પંચમહાલના જંગલોમાં થાય છે. એને બોર જેવા ફળો આવે છે. એને બોર જેવા ફળો આવે છે. એ ખવાય છે. આપણે જે બીજ વાપરીએ છીએ તે ફળની અંદરના મીંજ છે.
કાસ્પિ‍યન સમુદ્રને સૌથી મોટું સરોવર માનવામાં આવે છે.
મોનાલ વનમોર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંચલનું રાજપક્ષી છે.
માદા પોલાર રીંછ બરફમાં દર બનાવી તેમાં બેથી ચાર બચ્‍ચાંને જન્‍મ આપે છે.
કરોળિયાના પેડુમાં રેશમની ગ્રંથિઓ છે, જેનાથી તે જાળું બનાવે છે.
ડેનમાર્કમાં ક્રિસમસની રાતનું ખાવાનું ચોખાના બેલા પુડિંગની સાથે શરૂ થાય છે.
દરિયાઇ જહાજ ઠંડા પાણીમાં ઝડપથી અને ગરમ પાણીમાં ધીરે ચાલે છે.
સ્‍ટેટ બૅક ઑફ ઇન્‍ડીયાનું જૂનું નામ ઇમ્‍પીરીયલ બૅંક ઑફ ઇન્ડિયા હતું.
બ‍ર્લિગટનમાં ગપ્‍પા મારવાની હરિફાઇ યોજાય છે.
જળઘોડો માછલી છે, જેમાં નરની કોથળીમાં ઇંડાં ફળે છે.
ઑસ્‍ટ્રેલિયામાં થતી એક જાતની પિટઠાનામની ચકલીની પાંખો નવ રંગની હોય છે.
ગ્‍વાટેમાલાના ચલણી સિક્કાને પણ કિવટ્ઝલ કહેવામાં આવે છે.
ઇસુનો જન્‍મ બેથલેહામમાં થયો હતો.
માનવીએ ચંદ્ર ઉપર સૌ પ્રથમ ઉતરાણ ૧૯૬૧માં કર્યું હતું.
સામાન્ય જ્ઞાન - 9
ભારતના મધ્‍યમાંથી કર્કવૃત પસાર થાય છે.
અબરખ ધાતુનું સૌથી વધુ ઉત્‍પાદન ભારતમાં થાય છે.
સાટીન કુંજબિહારી પક્ષી ફકત વાદળી રંગની વસ્‍તુઓનો ઉપયોગ કરી માળો બનાવે છે.
કિવટ્ઝલ ગ્‍વાટેમાલાનું રાષ્‍ટ્રીય પક્ષી છે.
ટર્કી મધ્‍ય અમેરીકામાં જોવા મળતું મરઘી જેવું પક્ષી છે.
ક્રિકેટની પીચની લંબાઇ ૨૨ વાર હોય છે.
સૌથી વધુ આહારમાં લેવાતું કંદમૂળ બટાટા છે.
ગુજરાત રાજયની સ્‍થાપના ૧૯૬૧, ૧ મેએ થઇ હતી.
વિશ્ર્વનો સૌથી ઊંચામાં ઊંચો વાસ મલાયા અને ર્બોનિયોમાં થાય છે.
મગરને કોઇપણ ઇજા થાય તો તેની જાણ તેના મગજ સુધી પહોંચતા દસ મીનીટ લાગે છે.
ગાયો કરતાં ભેંસનાં ફેફસાં તથા હ્રદય નાનાં હોય છે.
પક્ષી જગતમાં ફકત ગરુડ જ સૂરજ સાથે સીધી નજર માંડી શકે છે.
લટોરો પોતાના શિકારને કાંટામાં ભરાવી રાખે છે.
ઘોડો અને ગધેડાને ફાટ વિનાની ડાબલા જેવી ખરી હોય છે.
કાંડર (ભમરી) પાંદડા કે છાલ ચાવીને માવો તૈયાર કરે છે અને તે માવા વડે દર બનાવે છે.
ભારતીય ગેંડાનું શિગડું આફ્રિકાના ગેંડા કરતાં નાનું હોય છે.
વસંત ઋતુમાં નર ટર્કીના મોઢા પર ખીલ નીકળી છે અને ગળા પાસેનો રંગ વાદળી થઇ જાય છે.
મરુન પીળક હિમાલયના ૨૪૦૦ મીટર ઊંચાઇના જંગલોમાં જોવા મળે છે.
દુનિયાની સૌથી મોટી દીવાદાંડી જાપાનમાં આવેલી સ્‍ટીલ ટાવર છે.
વૉશિંગટનમાં આવેલ વ્‍હાઇટ હાઉસની ડિઝાઇન આર્યલેન્‍ડના જેમ્‍સ હોબને કરી હતી.
વિશ્ર્વનું સૌથી મોટું કતલખાનું શિકાગોમાં આવેલું છે.
મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ સોલંકીએ બંધાવ્‍યું હતું.
ગેંડાનું બચ્‍ચું જન્‍મ સમયે પિસ્‍તાલીસ કિલોનું હોય છે.
બીવર શિયાળામાં પોતાના ઘરને કીચડથી ઢાંકી દે છે.
કાળો કોશી નિડર અને કજીયાખોર પક્ષી છે. તે બાજ અને સમડીનો સામનો કરે છે.
ક્ષ-કિરણો અને રેડિયો ઍકિટવિટીના અભ્‍યાસના વિજ્ઞાનને રૅડિયોલૉજીકહે છે.
ઇ.સ. ૧૬૦૦ માં પહેલું દૈનિક અખબાર યુરોપમાં છપાયું હતું. તે પહેલાં જયારે ખૂબ સમાચાર ભેગા થાય ત્‍યારે જ અખબાર છપાતું.
દુનિયાનો સૌથી ઊંચો મિનારો કુતુબમિનાર છે.
કલકત્તાને રાજમહેલોનું શહેર કહેવાય છે.
ખિસકોલી ૧૦૦ ફૂટ ઊંચેથી કૂદકો મારી શકે છે.
બતક પોતાના ઇંડા ફકત સવારે જ સેવે છે.
ગુજરાતનું રાજપક્ષી સુરખાબ છે.
મનુષ્‍યના જીવન કાળ દરમ્‍યાન બે વખત દાંત ઊગે છે.
ભારતનો સૌ પહેલો રિમોટ સેન્સિંગ ઉપગ્રહ ૧૯૭૨ની સાલમાં અમેરિકાએ છોડયો હતો.
મીટરગેજ રેલ્‍વેના પાટા લગભગ એક મીટર પહોળા હોય છે.
ભારતનો સૌથી પહોળો મોટરમાર્ગ યમુના નદી પર બંધાયો છે.
દશરથિયા કાબર જેવડાં નિશાચર પક્ષી છે.
પીળકના ઇંડા ગુલાબી રંગના કાળા અને બદામી રંગના ટપકાવાળા હોય છે.
પતરંગો મધમાખીના ઝેર ચાંચ વડે દબાવી કાઢી નાખી પછી ખાય છે.
ટિટોડી ખુલ્‍લી જમીન પર ચાર બાજુ કાંકરા મૂકી માળો બનાવે છે.
ચાષ પંખી ઊંચે ઊડયા પછી હવામાં દરિયાના મોજાની જેમ ગોળ તરતો નીચે ઊતરે છે.
સામાન્ય જ્ઞાન - 10
ગારખોદ કાદવનાં જીવડાં ખાય છે.
બાટણ ગોળ પથ્‍થર વચ્‍ચે પથ્‍થરિયા રંગના ઇંડા મૂકે છે.
પતરંગાને મધુમક્ષીભક્ષક પણ કહેવામાં આવે છે.
ટિટોડી જેવી દેખાતી બાટણના પગ ટિટોડીના પગ કરતાં ટૂંકા અને કાળા રંગના હોય છે.
ચાષને શુકનવંતુ પક્ષી માનવામાં આવે છે. દશેરાના દિવસે ચાષના દર્શન કરવાનું મહત્‍વ છે.
ચકલાની ડોક પર કાળું ધાબું હોય છે જયારે ચકલીને કાળું ધાબુ હોતું નથી.
નૌકાપડવી પક્ષી જયારે માળો બાંધે છે. ત્‍યારે નરના ગળાની લાલ રંગની કોથળી ફૂલી જાય છે.
નર સમડી કરતાં માદા સમડી થોડી મોટી હોય છે.
જે પક્ષીઓની પૂંછડી લાંબી અને પાંખો ટૂંકી અને ગોળાઇ વાળી હોય તે પક્ષીને પાંખ ફફડાવવા ખૂબ મહેનત કરવી પડે છે.
સોનેરી બાટણ એક ઉડાણે અટકયા વિના ૪૦૦૦ કિમીનું અંતર કાપી શકે છે.
કેટલાંક મંકોડા પાંદડાંના છેડા સીવી દર બનાવે છે.
નબળી પાંખો ધરાવતા પક્ષીઓ એક સાથે વીસેક ઇંડા મૂકે છે.
રેમેસરનરનામની ગરોળીના શરીર પર છ લાંબી પટ્ટીઓ હોય છે, જે ઉત્તર-દક્ષિ‍ણ અમેરિકામાં જોવા મળે છે. આ ગરોળી જમીન પરના બધા સરિસૃપોમાં સૌથી ઝડપી છે.
ઠંડા પ્રદેશો કરતાં ગરમ અને ભેજવાળાં દેશોમાં જીવજંતુની અનેક જાતો જોવા મળે છે.
દેડકાના બચ્‍ચાં માછલીની જેમ ચૂઈ વડે પ્રાણવાયુ લઇને જીવે છે.
ચકલીના બચ્‍ચાં ભારે ખાઉધરા હોય છે.
સુરખાબ ટોળામાં ‘V’ આકારે ઊડે છે.
કલકલિયો જમીનના દરમાં માળો બનાવી આશરે સાતેક ઇંડા મૂકે છે.
પેણ જમીન પર અથવા ઝાડ પર સાઠીકડા અને રેસાનો માળો બનાવે છે.
બતકચાંચને પાછળના બે પગની અંદરના ભાગે ઝેરી નહોર આવેલા હોય છે.
સ્‍પર્મ વ્‍હેલ એક દિવસના ત્રણ ટન ઝીંગા ખાય છે.
કથ્‍થાઇ પેણ માછલીઓનો શિકાર કરતી વખતે પાંખો સાંકડી કરી તીર જેવો આકાર કરી ઝડપથી તરાપ મારે છે.
વ્‍હેલના તેલમાંથી ફેઇસ ક્રીમ, લિપસ્ટિક, સાબુ અને દવા બનાવાય છે.
સફેદ છાતીવાળો કલકલિયો પશ્ર્ચિમ બંગાળનું રાજપક્ષી છે.
ભૂરી વ્‍હેલ દરરોજનો ત્રણ ટન ખોરાક ખાય છે. છતાં તે સમય આવ્‍યે છ મહિના ભૂખી પણ રહી શકે છે.
જળ બિલાડીની યાદશકતિ ખૂબ તેજ હોય છે.
ઘુડખર એશિયામાં એક માત્ર કચ્‍છ અને પાકિસ્‍તાનના સરહદ વિસ્‍તારમાં જોવા મળે છે.
ચાષ ઊડવામાં એટલું તો પાવરધું હોય છે કે તે શિકારી પક્ષી જેવા કે ગરુડ, બાજને પણ હંફાવે છે.
નૌકાપડવી શિકાર લઇ ઊડતા પક્ષીઓની પાછળ ઊડી શિકાર છીનવી લે છે.
ચકલી ત્રણથી છ ઇંડા મૂકે છે.
બુલબુલ ઘાસ, ચીંથરા અને વાળનો પ્‍યાલા જેવો માળો બનાવે છે.
કાબરને ખેડૂતનું મિત્ર પક્ષી માનવામાં આવે છે. તે ખેતીને નુકશાન કરતાં જીવડાંને શોધી ખાઇ જાય છે.
પક્ષીની પાંખનું હાડકું માણસના ખભાથી હાથના હાડકાં જેવું જ હોય છે.
બતકચાંચ ઑસ્‍ટ્રેલિયા અને તાસ્‍માનિયાના ટાપુ પર જોવા મળે છે.
દરિયાઇ ગાય મૈનીટી તેના બચ્‍ચાંને પાણીમાં ઊભી રહીને દૂધ પીવડાવે છે.
ઇજિપ્‍તના લોકોએ ઇ.સ. પૂર્વે ૧૫૫૦ના અરસામાં પહેલી વખત સામાન્‍ય કાચ બનાવ્‍યો હતો.
કાબરો ચિલોત્રો સમડી કરતાં મોટો હોય છે.
લેલાનો માળો ડાંખળી અને મૂળિયાનો બનેલો હોય છે.
ચીનના લોકો સૌથી વધુ સુવર પાળે છે.
કંસારાને સૌરાષ્ટ્રમા તેને ટુકટુકપણ કહે છે.
સામાન્ય જ્ઞાન - 11
ઊંટના વાળમાંથી દોરડાં, ગરમ કપડાં, પીંછીઓ, કામળી બનાવવામાં આવે છે.
ઘોડાનું ચામડું કોચ ગાદીનાં કવર બનાવવામાં ઉપયોગી છે.
કાળા રંગના હંસ ઑસ્‍ટ્રેલિયામાં જોવા મળે છે.
ટીલીવાળી બતક બીજા બતક કરતાં વધુ કુશળતાથી પાણીમાં તરી શકે છે.
ચિલોત્રો ઇંડા મૂકવાના સમયે ઝાડની બખોલમાં પૂરાઇ જાય છે. તેની ફકત ચાંચ જ બહાર દેખાય છે. આ સમય નર ચિલોત્રો તેને ખોરાક લાવી આપે છે.
કંસારો સરગવાના પોચા ઝાડની સડી જતી ડાળમાં દર કરીને તેમાં ઇંડા મૂકે છે.
દાણા, ઘાસ અને જીવજંતુ ખાતાં પક્ષીઓની ચાંચ મજબૂત અને મોટી હોય છે.
ઊડતી જીવાત ખાતા પક્ષીની ચાંચ ટૂંકી અને મોં ફાડ પહોળી હોય છે.
ફૂલોનો રસ ચૂસતાં પક્ષીઓની ચાંચ પાતળી અને લાંબી હોય છે.
ભારતની પ્રથમ બોલતી ફિલ્‍મ આલામ આરાહતી.
ઓસ્‍ટ્રેલિયાનું સિડીની ઓપેરા નામની ઇમારતનું ઉદઘાટન ઇ.સ. ૧૯૭૩માં મહારાણી એલિઝાબેથ બીજાના હાથે કરવામાં આવ્‍યું હતું.
ભીના પ્‍લાસ્‍ટર પર કરેલા ખાસ પ્રકારનાં ભીંત ચિત્રોને ફ્રેસ્‍કો કહે છે.
સુકો બરફ આઇસ્‍ક્રીમ, કૉલ્‍ડ સ્‍ટોરેજ તથા રૂમને ઠંડો કરવાના કામમાં આવે છે.
કેરળનું શાસ્‍ત્રીય નૃત્‍ય કથકલી છે.
ચિમ્‍પાન્‍ઝી આશરે ૧૦ કલાક ઊંઘે છે.
જિરાફનું વજન આશરે ૨,૦૦૦ કિલોગ્રામ હોય છે.
ઘુડખરનું આયુષ્‍ય પચાસ વર્ષનું હોય છે.
જલમુરઘી પાણી પર તરતી કે પાણીની બહાર આવેલી વનસ્‍પતીના ઢગ વચ્‍ચે મોટો માળો બનાવે છે.
શકરો (બાજ) પોતાનો માળો ઘટાદાર વૃક્ષની ટોચ પર બાંધે છે.
આપણે ત્‍યાં ધોળી પીઠવાળું ગીધ વધુ જોવા મળે છે.
બપૈયો લેલાના બાંધેલા માળામાં પોતાના ઇંડા મૂકે છે.
જિરાફ રોજના બાર કલાક ખાવા પીવામાં કાઢે છે.
ઘેટી પોતાના બચ્‍ચાંને જીભ વડે ચાટી લાળની ગંધ તેને ચિન્‍હ તરીકે આપે છે.
ગોરીલાના ટોળાની આગેવાની કરનાર ઘરડા ગોરીલાની પીઠ સફેદ હોય છે.
ગંદકી દૂર કરનાર પંખી તરીકે ગીધ માનવજાત માટે ઘણું ઉપયોગી પંખી છે.
વા બગલી તળાવ કે પાણીમાં તરતી વનસ્‍પતી પર ઘાસ, શેવાળનો ઉપયોગ કરી માળો બનાવે છે.
મધ્‍યમ એશિયાના કિર્ગિઝ લોકો વરુનો શિકાર કરવા સોનેરી ગરુડ પાળે છે.
કુકડિયો કુંભાર ખુલ્‍લા વગડામાં ઝાડીઝાંખરા વચ્‍ચે જોવા મળે છે.
દરિયાના પાણીમાં થતી મોતીની છીપ મૃદુકાય પ્રાણી ગણાય છે.
ઍકઝોસિટસ નામની માછલી ૩૦ થી ૪૦ ફૂટ લાંબા કૂદકા મારી શકે છે.
પિકટાડા ફૂટાડા નામની છીપમાં થતાં મોતી ૩ થી ૮ મી. મી. મોટા હોય છે. આ મોતી ઓરિઓન્‍ટ પલતરીકે જાણીતા છે.
ન્‍યૂયૉર્કમાં એક સાથે ૧૭૮ જેટલા પતંગ ચગાવવાનો વિક્રમ નોધાયો છે.
મંગળ ગ્રહ પરનો એક દિવસ ૨૪ કલાક અને ૩૭ મિનિટનો હોય છે. જયારે એક વરસના ૬૮૭ દિવસ હોય છે.
મંગળ ગ્રહ કદની સરખામણીમાં પૃથ્‍વી કરતાં અડધો છે.
વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષીક મેળવનાર પ્રથમ ભારતીય ડૉ. સી. વી. રામન હતા. (૧૯૩૦)
છછુંદરને ત્રણ કલાક થી વધુ સમય સુધી ખાવાનું ન મળે તો તે મરી જાય છે.
જિરાફ રોજના ચાર કલાક ઊંઘે છે.
દાણા ચણતા પક્ષીઓની ચાંચ જાડી, ટૂંકી અને મજબૂત હોય છે.
નૌકાદળના સેનાપતિને એડિમનરલ કહેવાય છે.
હાર્પિ‍ ઇગલનું વજન આશરે બાર કિલોગ્રામ હોય.
ગોકળગાય એકવાર પણ ઊભા રહ્યા વિના સતત પંદર દિવસ સુધી ચાલી શકે છે.

સામાન્ય જ્ઞાન - 12
બગીચામાં જોવા મળતાં કરોળિયા એકવારમાં ૬૦૦ ઇંડાં મૂકે છે.
કાચબાનું હ્રદય શરીરમાંથી કાઢી લીધા પછી ૪૦ કલાક સુધી જીવે છે.
ઑકટોપસ ખૂબ ભૂખ લાગે ત્‍યારે પોતાનો હાથ પણ ખાઇ જાય છે.
કીડી, વંદા, મચ્‍છર, મંકોડાના મોઢામાં જીભ હોતી નથી.
માંકડ કશું પણ ખાધા પીધા વગર એક વરસ જીવી શકે છે.
ગીધ ૩૦ હજાર ફુટની ઊંચાઇએ ઊડી શકે છે.
સહુથી નાનામાં નાના રીંછ મલાયનસન બિયરછે. જે ૧૦૪ થી ૧૪૦ સે. મી. નો હોય છે.
જાપાનમાં જોવા મળતી ટોમિલામાછલી જમીન પર આવીને લીલા ઘાસનો રસ ચૂસે છે.
ચોટલીયા સ્‍વર્ગ પક્ષીના માથે બે ચોટલા જેવા લાંબા પીંછા હોય છે, જે સાઇઠ સે. મી. લાંબા હોય છે. તેથી તેને ચોટલીયુંકહે છે.
ટપકાવાળું કુંજબિહારી પક્ષી ફકત સફેદ ચળકતી વસ્‍તુ જેવી કે સ્‍ક્રુ, સોય, ચમચી, ચલણી સિક્કા, છીપલાં વડે માળો શણગારે છે.
ભૂંડની જોવાની અને સાંભળવાની શકિત ખૂબ ઓછી હોય છે.
લોલકવાળી ઘડીયાળની શોધ ૧૬૫૭માં થઇ હતી.
સૌપ્રથમ ક્રિકેટની રમત ઇ.સ. ૧૭૭૮માં ઇંગ્લેન્‍ડમાં શરૂ થઇ હતી.
ભારતનું સૌથી મોટું મ્‍યુઝિયમ કલકતાનું ભારતીય મ્‍યુઝિયમ છે.
હિંદમાં મોગલ રાજયની સ્‍થાપના બાબરે કરી હતી.
બિલાડી પોતાની મૂછો દ્વારા આસપાસની વસ્‍તુઓ ઓળખી કાઢે છે.
ગાયના શિંગડામાંથી બટન અને કાંસકા બનાવવામાં આવે છે.
જંગલી ભેંસ વર્ષમાં એક વખત પાડરુંને જન્‍મ આપે છે.
ગાયના ચામડામાંથી બૂટ, ચંપલ, પર્સ, બેગો બનાવવામાં આવે છે.
મનુષ્‍ય એકલું દૂધ પીને જીવી શકે છે.
જંગલી બિલાડી પાળેલી બિલાડી કરતાં વધુ મોટી અને ભરાવદાર શરીરવાળી હોય છે.
જળકૂકડીના શરીરમાં તેલગ્રંથિ ન હોવાથી પાણીમાંથી નીકળી તેને પીંછાંને તડકામાં સૂકવવા પડે છે.
સસલું ઊંચાઇ પર ચડતી વખતે એક જ વખતે ચાર મીટર ઊંચો કૂદકો મારી શકે છે.
ગાયને જો દોહતા પહેલાં સંગીત સંભળાવવામાં આવે તો પછી એ દૂધ વધારે આપે છે.
ચિલોત્રો અરુણાચલ પ્રદેશ અને કેરળ રાજયનું રાજપક્ષી છે.
વાંદરાની આંખો બધા રંગો પારખી શકે છે.
લિયોનાર્ડો વિન્‍ચીનું મોનાલિસાચિત્ર દુનિયાભરમાં સૌથી વધુ વખણાયેલું અને સૌથી વધુ કિંમતી ગણાય છે.
નાળિયેરી પોતે ખારું પાણી પીએ છે. અને એના ફળમાં મીઠું પાણી સંઘરે છે.
ભારતમાં લગભગ ૮૦ જાતના ચોખા થાય છે.
જગતનો સૌથી મોટો ઍર-કન્ડિશન પ્‍લાન્‍ટ વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટરમાં હતો.
બુદ્ધનો જન્‍મ કપીલવસ્‍તુ નામના શહેરમાં થયો હતો તેઓ મગધી ભાષામાં ઉપદેશ આપતા.
સિંહ કયારેક તેના બચ્‍ચાંને પણ મારી નાખે છે.
માદા અજગર એકવારમાં આઠથી સો જેટલાં ઇંડા મૂકે છે.
ઉંદર એક સાથે ૬ થી ૨૨ બચ્‍ચાંને જન્‍મ આપે છે.
માદા માકણ દીવાલ, ટેબલ, પલંગ, ખુરશીની તીરાડોમાં ઇંડાં મૂકે છે.
ખિસકોલીના બરડા પર પાંચ પટ્ટા હોય છે.
તીતીઘોડાનાં પાછલા પગના સ્‍નાયુઓ ખૂબ મજબૂત હોય છે. જેમાં સ્પ્રિંગ જેવી રચના હોય છે.
એક મધપુડામાં આશરે સાઇઠ હજાર મધમાખીઓ રહે છે.
માદા મચ્‍છર એક વર્ષમાં પંદર કરોડ ઇંડા મૂકે છે.
સામાન્ય જ્ઞાન - 13
કાળો તેતર હરિયાણાનું રાજપક્ષી છે.
સાપ કાચ, બરફ અને અમુક પ્રકારની રેતી પર ચાલી શકતો નથી.
ઊંડા સમુદ્રમાં રહેતી માછલી તોફાન આવતા પહેલા પાણીની સપાટી પર આવી જાય છે.
ચંડોળ નામનું પક્ષી પોતાનો માળો જમીન પર બાંધે છે.
હૉકીની રમતમાં ૧૧ ખેલાડીઓ મેદાનમાં ઊતરે છે.
સિયામના લોકો પોતાના ઘરના બારી-બારણા તથા ઓરડા એકી સંખ્‍યામાં રાખે છે.
ભારતનું સહુથી પહેલું મહિલા પોલીસ સ્‍ટેશન ૧૯૭૩ની સાલમાં ઑકટોબર મહિનામાં કેરલ રાજયના કાલિકટમાં શરૂ કરવામાં આવ્‍યું હતું.
આર્કટિકમાં વસતું પોલર રીંછ સીલનો શિકાર કરતી વખતે પોતાનું નાક પગના પંજા વડે ઢાંકી દે છે.
ઊંટની ખૂંધમાં ચરબી એકઠી થાય છે.
ગોવાનું રાજપક્ષી કાળી કલગીવાળું બુલબુલ છે.
શરીરના બીજા ભાગોની સરખામણીમાં કીડની સહુથી વધુ લોહી મેળવે છે.
શતરંજના બોર્ડના કાળા રંગના બત્રીસ ખાના હોય છે.
સમાનીસમનનામનું ઝાડ ગરમ વિસ્‍તારમાં થાય છે. જે દિવસમાં પોતાની પાંદડીઓમાં પાણી ભેગું કરે છે અને સાંજે વરસાદ રૂપે એને વરસાવી દે છે.
લાયરબર્ડ નીલગીરીના ઝાડ પર ઘુંમટ આકારનો માળો બાંધે છે.
પાંડા એક સમયે એક અથવા બે બચ્‍ચાંને જન્‍મ આપે છે.
કેટલાંક ચૂલો પંખી જમીનના દરમાં માળા બાંધે છે.
રશિયાનો યુરી ગેગેરિન વિશ્ર્વનો સૌ પ્રથમ અવકાશ યાત્રી હતો.
પૃથ્‍વીની સપાટી જવાળામુખી તથા ધરતીકંપની પ્રક્રિયાથી બનેલી છે.
સૂક્ષ્‍મજીવોના વિજ્ઞાનને માઇક્રોબાયોલૉજિકહે છે.
ચિલ્‍કા સરોવર પૂર્વ ભારતના ઓરિસ્‍સા રાજયમાં આવેલું ભારતનું સૌથી મોટું સરોવર છે.
ઝારખંડ રાજયનું રાજપક્ષી કોયલ છે.
રેકુન આખો શિયાળો ઊંઘી જાય છે.
હાથીના આંતરડા લગભગ ૧૧૦ ફૂટ લાંબા હોય છે.
આખી દુનિયામાં કુલ ૮૦૦ પ્રકારનું લાકડું થાય છે.
દુનિયાનું સૌથી તીખું મરચું નાગાહરી જાતનું મરચું છે. જે ઉત્તર-પૂર્વી ભારતમાં ઉગાડવામાં આવે છે.
ચાર પૈડાના વાહન ચાલક માટે ડ્રાઇવિંગ લાઇસન્‍સ સિસ્‍ટમ સહુથી પહેલા ૧૯૦૩માં ગ્રેટ બ્રિટન દ્વારા શરૂ થઇ હતી.
ભારતનું પહેલું આઇમેકસ થિયેટર મુંબઇ શહેરના વડાલામાં બનાવવામાં આવ્‍યું હતું.
મેઘાલય અને છત્તીસગઢનું રાજપક્ષી પહાડી મેના છે.
ઘોરાડ રાજસ્‍થાનનું રાજપક્ષી છે.
નીલમ હોલી તામિલનાડુનું રાજપક્ષી છે.
ભારતીય ટપાલ ટિકિટ પર પહેલીવાર મહિલાની તસવીર મીરાંબાઇની છપાઇ હતી.
ફ્રાંસના રાજા લૂઇ- ૧૪માએ ઊંચી એડીના પગરખાં પહેરવાની ફૅશનની શરૂઆત કરી હતી.
ઇ.સ. ૧૮૪૫ની સાલમાં રબર બેન્‍ડ બનાવવામાં આવ્‍યું હતું.
જાવા ટાપુના રહેવાસીઓ લાલ ચમેલીના ફૂલનો ઉપયોગ કરી મીઠાઇ બનાવે છે.
પુખ્‍ત વયના જિરાફની ગરદન આશરે આઠથી નવ ફૂટ લાંબી હોય છે.
સૌથી લાંબા કાચીંડા ન્‍યુ ગીની ટાપુ પર વસે છે. જેને સાલ્‍વાડોરી ડ્રેગન કહે છે.
છછુંદરોની જોવાની શકિત નબળી હોય છે. તેથી તે સૂર્યપ્રકાશ બહુ જોઇ શકતા નથી.
કોયલ કુળનો કુકડિયો કુંભાર પોતાના બચ્ચાંને પોતે જ ઉછેરે છે.
સફેદ ગીધને ખેરોપણ કહેવામાં આવે છે.
હમ્‍પબેક વ્‍હેલનો અવાજ ૧૪૦૦ કિલોમીટર દૂર તરતી બીજી હેમ્‍પબેક વ્‍હેલ સાંભળી શકે છે.
સામાન્ય જ્ઞાન - 14
દુનિયાનું સૌથી વજનદાર ગરુડ દક્ષિ‍ણ અમેરિકાના જંગલોમાં જોવા મળતું હાર્ષી ઇગલછે.
આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટકનું રાજપક્ષી ચાષ છે.
નાગાલેન્‍ડનું રાજપક્ષી બ્લિથનો વનમોર છે.
માખીના શરીરમાંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે. જે જગ્‍યાએ માખી બેસે ત્‍યાં તે પદાર્થ શરીરમાંથી છોડે છે જેનાથી તે કોઇ પ્રકારની સપાટી પર પોતાનું સમતોલન જાળવી શકે છે.
પિઝાના ટાવરની રચનાની શરૂઆત બોનેનો પિઝાએ ઇ.સ. ૧૧૭૪માં કરી હતી.
આપણા દેશમાં સૌથી વધુ કપાસ અને મગફળી ગુજરાતમાં થાય છે.
આયુર્વેદના દેવ ધન્‍વંતરિકહેવાય છે.
દુનિયાની સૌથી મોટી બેંક બૅંક ઑફ અમેરિકાછે.
સારસ ઉત્તર પ્રદેશનું રાજપક્ષી છે.
નૌકા પડવી પક્ષી વાદળ પાસે સરેરાશ ૬૦૦ ફૂટ ઊંચે રહીને ઊડે છે.
ઊડતી માછલીનું વજન આશરે ૫૦૦ ગ્રામ હોય છે.
કાકાપો પોપટનું વજન ૩.૫ કિલોગ્રામ હોય છે.
ગોલ્‍ડન ગેટ બ્રિજ ૨.૫ કિ.મી. લાંબો છે. જે ૨૩૦ મીટરની ઊંચાઇ પર બાંધવામાં આવ્‍યો છે. જેનો રસ્‍તો ૨૫ મીટર પહોળો છે.
પિઝાના ટાવરનું બાંધકામ ૯૯ વર્ષ સુધી ચાલ્‍યું હતું.
કેરળમાં ભોજન માટે કેળના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં સૌથી પ્રથમ મેડિકલ કોલેજ એસ્‍કોલા મેડિકાગોવામાં સ્‍થાપાયી.
સાન ફ્રાંન્સિસ્‍કોને પેસેફિક મહાસાગરની રાણી કહેવામાં આવે છે.
વાંદરા કે સાપથી બચવા સુગરી કાંટાળ ઝાડોની પાતળી ડાળીના છેડે પોતાનો માળો બાંધે છે.
હોલી બચ્‍ચાંને પોતાના ગળામાંથી દૂધ આપે છે.
તેતર માળો બનાવવા જમીનમાં છીછરો ખાડો કરીને તેમાં ઘાસના થર કરે છે.
માખી એક દિવસમાં આશરે દોઢસો જેટલા ઇંડા મૂકે છે.
સૌથી વેગીલો સૂર્યકરોળિયો છે જે કલાકે ૧૬ કિ.મી. દોડે છે.
શિયાળામાં મધમાખી ઉપરથી તેમનો મધપૂડો બંધ કરે છે.
જમ્‍મુ કાશ્‍મીરનું રાજપક્ષી કાળી ડોકવાળું કુંજ છે.
કાકાપો પોપટ જગતનો મોટો પોપટ છે. જે કદી ઊડી શકતો નથી.
સામાન્‍ય ચામાચિડિયા જમીન પર ચાલતા નથી પણ વેમ્‍પાય નામનું ચામાચિડિયું કયારેક જમીન પર ઠેકડા મારે છે.
પૂર્ણ ચંદ્રગ્રહણ થાય ત્‍યારે ચંદ્રનો રંગ લાલ નારંગી થઇ જાય છે.
અંગૂંઠા કરતા આંગળીના નખ વધુ ઝડપથી વધે છે.
ચીઝ એ ચરબી અને દૂધમાં રહેલા કેસીન નામના પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે.
ટોલ્‍ક નામની ખનીજ એટલી મુલાયમ હોય છે કે જેને નખથી ભૂકો કરી શકાય છે.
લંડનની સૌથી મોટી નદી ટેમ્‍સછે.
મધ્‍ય પ્રદેશનું રાજપક્ષી દૂધરાજ છે.
નૌકા પડવી જીદંગીનો મોટાભાગનો સમય ઊડવામાં પસાર કરે છે.
સૌથી મોટી તારામાછલી મૅકિસકોના અખાતમાં થતી મિકગાર્ડિઆ છે. જેને બાર હાથ હોય છે.
માખીના પગના છેડે ગુચ્‍છાદાર વાળ હોય છે.
લાંબો સમય સુધી ટી.વી. જોવાનો રેકોર્ડ ૪૭ કલાક ૧૬ સેકેન્‍ડનો છે.
અમેરિકાના બોસ્‍ટન શહેરમાં કમ્‍પ્‍યુટરોનું એક મ્‍યુઝિયમ આવેલું છે. જેમાં શરૂઆતના કમ્‍પ્‍યુટરથી માંડીને આધુનિક કમ્‍પ્‍યુટરો રાખવામાં આવ્‍યા છે.
સૂકો બરફ કાર્બન ડાયોકસાઇડ ગૅસમાંથી બનાવવામાં આવે છે, જે પીગળતો નથી.
ભારતમાં સૌથી વધુ હળદર આંધ્રપ્રદેશમાં થાય છે.
ઘુવડની આંખની રચના એવી છે કે આપણી જેમ એની આંખ હિલચાલ કરી શકતી નથી. તદ્દન સ્થિર રહેતી એવી આંખની ઊણપનું કુદરતે બીજી રીતે સાટું વાળી આપ્‍યું છે !
ઘુવડની ગરદનની રચના એટલી તો સ્થિતિસ્‍થાપક છે કે એ પોતાનું માથું સંપૂર્ણ વર્તુળાકાર ગોળ ગોળ ફેરવી શકે છે.
સામાન્ય જ્ઞાન - 15
માછલીઓની આંખોને પાંપણ હોતી નથી. એટલે તેને પાંપણ પટપટાવવાની માથાકૂટ હોતી નથી. તેની આંખો મોટી હોય છે પણ બે બે ફૂટથી વધારે દૂરની વસ્‍તી જોઇ શકતી નથી.
વેપાર માટેના વહાણોના બહારના ભાગ પર પ્‍લમસોલરેખા દોરવામાં આવતી જેના પરથી વહાણમાં આ રેખા સુધી માલ સુરક્ષીત ભરી શકાય છે. એવું જાણી શકાય છે.
દુનિયામાં નેપાળ એક એવો દેશ છે જે કયારેય ગુલામ બન્‍યો નથી.
અમેરિકામાં ડીનકાજાઉ નામનું પક્ષી ઝાડની ડાળી પર પૂંછડી પર લટકે છે.
૧૯૧૫માં બ્રિટનમાં હાઇડ્રોફોનની શોધ કરવામાં આવી.
ભેંસ ત્રણ વર્ષે બચ્‍ચાંને જન્‍મ આપે છે.
કરેણના લાલ, પીળા અને સફેદ ફૂલો હોય થાય છે. સૂર્ય પૂજામાં વપરાય.
હાથી શુદ્ધ શાકાહારી પ્રાણી છે.
લિમ્‍પોપો નદીને મગરોની નદી કહેવામાં આવે છે.
ઑસ્‍ટ્રેલિયામાં આવેલો આર્યેસ રોકસૌથી મોટો પથ્‍થર છે, જે અઢી કીલોમીટરમાં પથરાયેલો છે અને ત્રણસો અડતાલીસ મીટર ઊંચો છે.
પ્રકાશના કિરણની તરંગ લંબાઇ માપવાના યંત્રને સ્‍પેકટ્રોમીટર કહે છે.
એવરેસ્‍ટ શિખર પર જવા કુલ ૧૫ જેટલા રૂટ છે.
સૌથી લાંબો પર્વત એન્ડિઝ છે.
વીજળીના દીવાની શોધ થોમસ આલ્‍વા એડિસને કરી હતી.
નાચણ માખી, મચ્‍છર અને જીવાત ખાય છે.
શક્કરખોરો ફૂલોનો રસ તેની ભૂંગળી જેવી જીભ વડે પીએ છે.
પીકળનો માળો તરણાં અને કરોળિયોના જાળાનો ગૂંથેલો ગોળાકાર વાટકા જેવો હોય છે.
દૈયડના ઇડાં નીલાપીળા રંગના હોય છે.
પતરંગો હવામાં ઊડતાં માખી-મચ્‍છર ખાય છે.
રામચકલી ફળ, બોર અને દાણા ખાય છે.
દેડકો ગંદા પાણીમાં રહે છે એટલે તેના શરીરમાં ઝેરી પદાર્થો હોય જેનાથી તેને ફુગ, લીલ વગેરેની તેના શરીર પર ખરાબ અસર થતી નથી.
ખડચિતરો સાપના શરીરે સાંકળ જેવી કાળા ડાઘની ત્રણ હારમાળા હોય છે.
સૌથી નાનો ઑકટોપસ અઢી સે.મી. નો હોય છે.
સૌ પ્રથમ ઇલેકટ્રોન માઇક્રોસ્‍કોપ ૧૯૧૩માં બન્‍યું હતું.
ગુજરાતમાં જહાજો તોડવાનું કામ અલંગમાં થાય છે.
ઑસ્‍ટ્રેલિયા ખંડની શોધ કેપ્‍ટન કૂકે કરી હતી.
સિડની શહેર ઑસ્‍ટ્રેલિયાનું સૌથી જૂનું અને આજનું સૌથી મોટું શહેર છે.
પાંડાનું બચ્‍ચું છ મહિનાનું થાય ત્‍યારે વાંસ ખાવાનું શરૂ કરે છે.
ગ્રે- વ્‍હેલ પૅસેફિક મહાસાગરમાં રહે છે. તે ખોરાકની શોધમાં ૨૦,૦૦૦ કી. મી. નું અંતર કાપે છે.
ચકલીનું બચ્ચું પંદર દિવસ પછી ઇંડાંમાંથી બહાર આવે છે.
ચમચો દસથી બારના ટોળામાં જોવા મળે છે.
લાયરબર્ડ નીલગીરીના ઝાડ પર ઘુંમટ આકારનો માળો બાંધે છે.
કાકાકૌઆ તેની કલગીનો ઉપયોગ એકબીજાને ઇશારો કરવા માટે કરે છે.
ગીધના અનેક પ્રકાર હોય છે, જેમાં ચમર ગીધ સૌથી મોટું ગીધ છે.
અજગર શિકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે.
ભાંગરો ધુપેલ કે આંબળા કેશતેલમાં વપરાય છે. તે ધોળા થતા વાળને અટકાવવા ભાંગરો વપરાય છે.
ઇલેકિટ્રક ઇસ્‍ત્રીના શોધક પાર્કિન્‍સ હતા.
બ્રહ્માંડને લગતા અભ્‍યાસના વિજ્ઞાનને કૉસ્‍મોલૉજીકહેવામાં આવે છે.
આપણા શરીરમાં આંખ, નાક, કાન, જીભ અને ચામડી અને સંવેદઅંગો (જ્ઞાનન્દ્રિય) છે.


No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular