http://gujarat-help.blogspot.com/
સાયન્સ અને ટેક્નોલોજીના મુખ્યપરીક્ષામાં પૂછાઇ શકે તેવા
શબ્દ સીમા આધારિત મુદ્દા. જેમ કે,
અંતરિક્ષ (Space) કચરો એટલે શું?
અર્થ:
પ્રક્ષેપણ યાનો, અંતરિક્ષ યાનોના નષ્ટ થયેલા ભાગો, જે ઉપગ્રહો કે જેની ઉંમર/આયુષ્ય પૂર્ણ થયેલું હોય,
અંતરિક્ષમાં
મોકલેલા ઉપગ્રહો કે નકામા થઇ
ગયા હોય અથવા તેને
સંબંધિત બિનઉપયોગી ઉપકરણો અને સામગ્રીને અંતરિક્ષ કચરો Space Waste કહે છે.સમસ્યાનું સ્વરૂપ: આ કચરો જો આ જ પ્રકારે વધતો રહે
તો ભવિષ્યમાં ખતરનાક ગંભીર સ્વરૂપમાં પરિણમી
શકે અને પરિણામે મોકલેલા ઉપગ્રહોની કામગીરી અને આયુષ્ય ઉપર જોખમી
અવરોધ સર્જાય છે.
ફાસ્ટ બ્રીડર રિએક્ટર (FBR)નું પરમાણુ ઊર્જામાં મહત્વ
વ્યાખ્યા:
રિએક્ટરનો એક એવો
પ્રકાર જેમાં જેટલું પરમાણુ બળતણ વપરાય છે, તેનાથી અનેકગણું ઇંધણ/બળતણનું ઉત્પાદન થઇ જાય
છે. આ રિએક્ટરને તેના ઝડપથી એટલે કે
વપરાશથી અનેક ગણી
ઝડપથી ઉત્પન્ન થતાં બળતણનો વિશિષ્ટતાને કારણે FBR ફાસ્ટ બ્રીડર રિએક્ટર કહે છે. ભારતીય પરમાણુ
ઊર્જા કાર્યક્રમનો બીજો તબક્કો આ FBR
અંતગર્ત છે. થર્મલ
રિએક્ટર અને ફાસ્ટ બ્રીડર રિએક્ટર વચ્ચેનો મૂળભૂત તફાવત જાણીએ
થર્મલ રિએક્ટર (TR) ગુણધર્મો
૧. આ પ્રકારના
રિએક્ટરમાં
ન્યૂટ્રોનની ગતિ ઓછી તેમજ વિભાજિત ન્યૂટ્રોન્સની સંખ્યા પણ ઓછી હોય છે.૨. મંદકના સ્વરૂપમાં ગ્રેફાઇટ કે
ભારે પાણી (Heavy Water)નો પ્રયોગ કરાય છે. તેનો આકાર મોટો હોય છે.૩. આ રિએક્ટરમાં બળતણ/ઇંધણ સ્વરૂપે મુખ્યત્વે પ્રાકૃતિક/કુદરતી યુરેનિયમ
ળ૨૩૫નો ઉપયોગ કરાય છે.૪. કૂલન્ટના
સ્વરૂપમાં ભારે
પાણી/ Heavy Waterનો પ્રયોગ કરવામાં આવે છે.
ફાસ્ટ બ્રીડર રિએક્ટર (FBR) ગુણધર્મો
૧.
ન્યૂટ્રોનની ગતિ
વધારે (Fast) તેમજ વિભાજિત/વિખંડિત ન્યૂટ્રોન્સની
સંખ્યા પણ વધુ હોય છે. તે પરમાણુ વિખંડનની
પ્રક્રિયાને સતત ચાલુ રાખે છે.૨. આ
પ્રકારના
રિએક્ટરમાં મંદકનો ઉપયોગ નથી થતો તેમજ તેનો આકાર નાનો હોય છે.૩. FBRમાં પ્લૂટોનિયમ તેમજ યુરેનિયમ મિશ્રિત
કાર્બોઇડનો પ્રયોગ કરવામાં આવે
છે.૪. કૂલન્ટ
સ્વરૂપે સોડિયમનો ઉપયોગ થાય છે.
II
Zero Power Reactor (ZPR) શું છે?
આ રિએક્ટરનો મુખ્ય હેતુ ઊર્જા ઉત્પાદન
કરવાના બદલે અનુસંધાન એટલે કે
પ્રક્રિયા ચાલુ
રાખવાનો હોય છે. એટલે જ તેને અનુસંધાન એટલે કે ZPR કહે છે. બીજા શબ્દોમાં તેમાંથી ઊર્જાની ઉત્પત્તિ
નહીંવત્ હોય છે. (Zero) દા.ત. આપણા દેશના ZPR આસરા, સાયરસ, પૂર્ણિમા, ધ્રુવ વગેરે ZPR છે.
ન્યુક્લિયર વિન્ટર એટલે શું?
પરમાણુ
બોમ્બ અથવા
ન્યુક્લિયર બોમ્બમારાની સ્થિતિ, જ્યારે વાતાવરણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ધૂળ, ધુમાડો તેમજ કાર્બનયુક્ત વાયુઓનું સ્તર વાયુમંડળમાં છવાઇ જાય છે, ત્યારે તે સૂર્યના કિરણોને પૃથ્વીની
સપાટી સુધી પહોંચતા રોકે અને આ
સ્થિતિમાં
હવામાન/વાતાવરણ ઠંડું બની જતાં આ સ્થિતિને ‘ન્યુક્લિયર વિન્ટર’
કહે છે. જેમ કે
તાજેતરમાં જાપાનમાં પરમાણુ રિએક્ટરમાં ભૂકંપ-ત્સુનામી બાદની દુર્ઘટના પછી સર્જાયેલી પરિસ્થિતિ વગેરે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site