ભારત-પાકિસ્તાન સંબંધ
http://gujarat-help.blogspot.com
ભૂમિકા:
સમાન ઈતિહાસ (આધુનિક ઈતિહાસ તાજેતરનો કેટલોક ભાગ બાદ કરતાં), સમાન સંસ્કૃતિ, (ધાર્મિક સંસ્કૃતિને બાદ કરતાં), જોડાયેલી સીમાઓ તેમજ સમાન ભવ્ય પ્રાચીન ઈતિહાસ છતાં બ્રિટિશ શાસન
બાદ બ્રિટિશ સત્તાના હસ્તાંતરણ પછીના સતત તણાવપૂર્ણ સંબંધો. આ ક્રમમાં
મુંબઇ પરના આતંકવાદી હુમલાએ આ તણાવ વધાર્યો છે,
છતાં હાલમાં જ શર્મ-અલ-શેખ (નૈમ સંમેલન)ની પરિષદથી પુન:સંબંધ સુધારનો
પ્રયત્ન થયો છે.
ભારત માટે પાકિસ્તાનનું મહત્વ.
- પાકિસ્તાન દ્વારા પોષિત કે પ્રાયોજિત સીમા પારના આતંકવાદથી ભારત ત્રસ્ત છે. આ સંજોગોમાં પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા અને સાથે સાથે આતંકવાદની સમસ્યાને જડમૂળથી ઉખાડવાનું ભારતનું મહત્વનું લક્ષ્ય છે. ભારત પ્રગતિશીલ દેશોની શ્રેણીમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે.
- ભારતે ૨૧મી સદીમાં પોતાની ઊર્જા સુરક્ષા સુનિશ્વિત કરવી હોય તો પાકિસ્તાન સામે સારા સંબંધો જાળવીને ઇરાન ગેસ પાઇપલાઇન તથા મધ્ય એશિયાથી પાકિસ્તાનના રસ્તે ગેસ (ઊર્જા)નો પુરવઠો મેળવવો ખૂબ મહત્વપૂર્ણ છે.
- ભારત-પાકિસ્તાનના મજબૂત સંબંધોથી સાર્ક જેવા સંગઠનોને મજબૂતી આપી શકાય છે. સાર્ક મજબૂત થવાથી એશિયામાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ મજબૂત બની શકે છે.
- ભારત-પાકિસ્તાનના સારા સંબંધોથી ચીન-અમેરિકા જેવા દેશોના હસ્તક્ષેપ-હેરાનગતિ અને એશિયામાં સામેથી પ્રભુત્વનો ભારતની તરફેણમાં ઘટાડો થઇ શકે તેમ છે.
- પાકિસ્તાન સાથે મજબૂત તેમજ સહકારભર્યા સંબંધોથી ડિફેન્સના ક્ષેત્રમાં કરાતા ખર્ચાઓને વિકાસના ક્ષેત્રમાં ડાયવર્ટ કરી વિશેષ પ્રગતિ શક્ય છે.
પાકિસ્તાન માટે ભારતનું મહત્વ.
- પાકિસ્તાન ભારતને પોતાનો મહત્વપૂર્ણ સહયોગી બનાવી તેની અર્થવ્યવસ્થામાં મજબૂત સુધારો લાવી શકે છે. સાથે સાથે તેની ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ હળવી થઇ શકે છે.
- ગેસ પાઇપલાઇન જે પાકિસ્તાન થઇને ભારત આવશે તેમાં પાકિસ્તાનને આવક થવા ઉપરાંત પોતાની ઊર્જાની જરૂરિયાતો ઓછા ઇન્ફ્રાસ્ટ્રકચરના ખર્ચે પૂરી કરી શકાશે.
- પાકિસ્તાન વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે (WTO, UN, WHO) વગેરેમાં ભારતની સાથે મળીને કૃષિ સંબંધી, પેટન્ટ સંબંધી મુદ્દાઓમાં ભારતનો મજબૂત અને ઉપયોગી સાથ આપી પોતાની આર્થિક સ્થિતિ ઇકોનોમીમાં સુધારો લાદી શકે છે.
- વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાન અમેરિકાની સ્વાર્થી નીતિઓને સમજવા લાગ્યું છે. ઉપરાંત તાલિબાન જેવા મુદ્દાઓ ઉપર મતભેદથી તેનો ઝોક ભારત તરફ વધે તો નવાઇ નહીં.
- પાકિસ્તાન ભારત સાથે સહયોગ કરીને તેના દેશમાં ઊભરી રહેલી અને વધી વહેલી કટ્ટરપંથી/ તાલિબાનીઓની તાકાતને ખાળીને તેની એકતા, સાર્વભૌમત્વ અખંડિતતાનું રક્ષણ કરી શકે તેમ છે.
આમ, ભારત-પાકિસ્તાન દ્રિપક્ષી સંબંધોનું મહત્વ છે.
સ્વાત-ઘાટી વિશે ટૂંકી નોંધ લખો:
ઉત્તર: સ્વાતઘાટી- લોકેશન: પાકિસ્તાનના ઉત્તરક્ષેત્રમાં સ્થિત રમણીય ઘાટી. પાકિસ્તાનનું સ્વિત્ઝર્લેન્ડ. પરંતુ કમનસીબે આ ક્ષેત્ર સહિત પશ્ચિમોત્તર સીમા ક્ષેત્રના મલાકંદ ડિવિઝન સુધી તાલિબાનનો દબદબો/વર્ચસ્વ રહેલાં છે.
વિશિષ્ટતા: અહીં ૧૪ એપ્રિલ ૨૦૦૯થી શરિયત કાનૂન અમલમાં આવ્યો છે. આ માટે નિઝામ એ અદલ અધિનિયમ ૨૦૦૯ને પાકિસ્તાન સંસદે પસાર કર્યો છે.
અસરો અને તાલિબાન પ્રભાવ:
- શરિયત કાનૂન અમલી બનવાથી આ ક્ષેત્રમાં નિઝામએ શરિયતના ચુકાદાઓ સર્વોચ્ચ અદાલતથી પણ ઉપર થઇ ગયા અને તેમને હાઇકોર્ટ/સુપ્રિમ કોર્ટમાં પડકારી શકાતા નથી. તાલિબાનનો પ્રભાવ તેનાથી વિશેષ બન્યો છે.
- તાલિબાનની સ્થિતિ પાકિસ્તાનમાં મજબૂત થવાથી ભારતમાં તેનો પ્રસાર (ખાસ તો કાશ્મીરમાં) વધી શકે છે.
- પાકિસ્તાનમાં તાલિબાન પ્રભાવિત ક્ષેત્રમાં અનેક વર્ષોથી વસવાટ કરતાં શીખ લઘુમતી પરિવારો પાસેથી જઝીયાવેરો વસૂલવાનું શરૂ થયું છે.
સ્પાર્ક પ્લગ: જે અંત તક ઝઝૂમવાનું સ્પિરિટ જાળવે છે, તેને જ અંતે ખુશીઓથી ઝુમવાનું સદ્ભાગ્ય સાંપડે છે!

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site