મહિલા અસ્મિતાઓ(ગુજરાતના (mahila asmitao- gujarat

http://gujarat-help.blogspot.com
મહિલા અસ્મિતાઓ
·        હોમાય વ્‍યારાવાલા
સરદારની અને ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામની અનેક યાદગાર તસવીરો ખેંચનાર -
પ્રથમ મહિલા ન્‍યૂઝ ફોટોગ્રાફર - હોમાય વ્‍યારાવાલા
હોમી વ્યારાવાલા (Homai Vyarawalla) ભારત દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (ફોટો જર્નાલિસ્ટ) છે. ઇ. સ. ૧૯૧૩માં ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી શહેરમાં મધ્યમવર્ગીય પારસી પરિવારમાં જન્મેલાં હોમાયબાનુ વ્યારાવાલાએ બોમ્બે યુતિવર્સિટીમાં સર જે. જે. કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, ઇ. સ. ૧૯૩૮માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એ સમયમાં કેમેરા જેવું ઉપકરણને એક આશ્ચર્ય તરીકે માનવામાં આવતું હતું. વળી એના ઉપર એક મહિલા દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું ખુબ અચરજ પમાડે એવી બાબત હતી. એમણે ઇ. સ. ૧૯૭૦માં વ્યવસાયિક ફોટોગ્રાફીમાંથી નિવૃત્તિ લીધી હતી.
ઇ. સ. ૨૦૧૧માં એમને ભારત સરકાર તરફથી પદ્મ વિભૂષણ પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા.
·        'સેવા'નો પર્યાય : ઇલાબહેન ભટ્ટ
જેમનું નામ SEWA (સેવા) સાથે જોડાયેલું છે અને હંમેશ જોડાયેલું રહેશે એવાં ઇલાબહેન ભટ્ટ ગુજરાતનાં એક વિશિષ્‍ટ મહિલા છે. તેમનો જન્‍મ ૭ સપ્‍ટેમ્‍બર, ૧૯૩૩ના દિવસે અમદાવાદમાં થયો હતો ૧૯૭૧ના ડિસેમ્‍બરમાં સ્‍વાશ્રયી સ્‍ત્રીઓનું એક મંડળ બન્‍યું,? SEWA. એટલે Self Employed Women’s Association. તેના પ્રમુખ હતા અરવિંદ બુચ, જેઓ મજૂર મહાજન સંઘના પણ પ્રમુખ હતા. SEWAના મંત્રીપદે ઇલાબહેન ભટ્ટની સેવા લેવામાં આવી. ભારત સરકારે તેમને પદ્મશ્રીઅને પદ્મભૂષણથી સન્‍માન્‍યાં છે.
 તેમને વિશ્ર્વપ્રસિદ્ઘ રેમન મેગ્‍સેસે ઍવોર્ડપણ અર્પણ કરવામાં આવ્‍યો છે. તેઓ કેટલીય માનદ ડિગ્રીઓનાં પણ અધિકારી બન્‍યાં છે.કેટલાંક ઍવોર્ડઝ્માં મળેલી રોકડ રકમ તેમણે સેવાને ચરણે ધરી દીધી છે.
·         નર્મદાબહેન પાઠક
ગાંધીયુગની સત્‍વશીલ નારી શક્તિ નર્મદાબહેન પાઠકનો જન્‍મ ભાવનગર પાસેના વાલુકલ ગામે ઈ.સ. ૧૯૧૫માં થયો હતો. વઢવાણમાં જાહેરસભામાં ટેબલ ઉપર ઊભા થઈને રાષ્‍ટ્રગીત ગાયેલું ત્‍યારે તેમની ઉંમર હશે પંદરેક વર્ષની. અભ્‍યાસ દરમિયાન લાઠી-લેઝિમ અને ઘોડેસવારીની તાલીમ પણ લઈ લીધી. નીડરતા એ એમના વ્‍યક્તિત્‍વનો પ્રધાનગુણ. પૂજ્ય ગાંધીજીની સંમતિ મેળવી આશ્રમમાં દાખલ થયા. અંધારાથી ટેવાયેલા નર્મદાબહેન હાથમાં લાઠી લઈને એકલા આશ્રમ ફરતો આંટો મારી આવતાં. દરમિયાન બગસરામાં ચુસ્‍ત ગાંધીવાદી લાલચંદભાઈને બાલમંદિર માટે બહાદેર બહેનની જરૂર હતી. ગિજુભાઈ બધેકાએ વર્ગમાં ઉતરાવેલા ગીતો અને વ્‍યાખ્‍યાઓની નોંધપોથી સાથે બગસરા જઈને, સહજ લાગણીભર્યા વ્‍યવહારથી બાળકો અને વાલીઓનો પ્રેમ સંપાદન કરી લીધો. આઝાદીના કેફવાળા નર્મદાબહેનને કોઈ આઝાદી બહેનતો કોઈ નાની બહેનકહીને બોલાવતા. આશ્રમના નિમંત્રણથી તેઓ બગસરા છોડીને પોરબંદર ગયા. સ્‍વાતંત્ર્યસેનાની સાહિત્‍યકાર રામભાઈ સાથે લગ્‍નગ્રંથીથી જોડાયા ત્‍યારે કહેલું કે, “સેવાની દિક્ષા માફક લગ્‍નની દીક્ષા જ છે ને !રામભાઈને સમાજસેવાનું અને લેખનનું કાર્ય કરવા હંમેશા મુક્ત રાખ્‍યા. ભારત સરકાર તરફથી સ્‍વાતંત્ર્ય સેનાનીના સન્‍માન પ્રતીકરૂપે તામ્રપત્ર એમને એનાયત થયું હતું. તા. ૩-૧૦-૧૯૮૪ના રોજ તેમણે ચિરવિદાય લીધી. શ્રી કાંતિભાઈ શ્રોફે તેમને અંજલિ આપતા કહેલું : ગાંધી વિચાર-આચારનું એક પાસું તે નર્મદાબહેન.

·         મૃદુલાબહેન સારાભાઇ
મૃદુલાબહેન સારાભાઇ (આશરે ૧૯૧૦ ૧૯૭૪)
એક સમયના અમદાવાદના ખૂબ મોટા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઇના ઘેર મૃદુલાબહેનનો જન્‍મ થયેલો. માતાનું નામ સરલાબહેન. સ્‍ત્રીઓને વિવિધ ક્ષેત્રનું જ્ઞાન મળે, અનેક હસ્‍તકલાઓ અને હસ્‍તઉદ્યોગોની તાલીમ મળે તે હેતુસર તેમણે એક સંસ્‍થા ઊભી કરવાનો વિચાર કર્યોં. ગાંધીજીના આર્શીવાદ લઇને તેમણે ૧૯૩૪ના એપ્રીલમાં જયોતિસંઘનામે મહિલા સંસ્‍થાની સ્‍થાપના કરી.
આ સંસ્‍થા દ્વારા સ્‍ત્રીઓને સ્‍વાવલંબનની તાલીમ અપાતી હતી
·         લીલાબહેન પટેલ
મહિલાઓના રાહબર લીલાબહેન પટેલનો જન્મ ૩-૨-૧૯૧૪ના રોજ વડોદરામાં થયો હતો. વિધાર્થીકાળથી જ તેજસ્વી કારકિર્દી ધરાવતા તેમણે ડીપ્લોમાં ઈન બેઝિક એજ્યુકેશન અને મોન્ટેસરી જેવી શિક્ષણોપયોગી પદવીઓ પ્રાપ્ત કરી. સ્ત્રી સામયિકમાં તેમજ સામાજિક સંસ્થા સ્ત્રી નિકેતન માં દીર્ધકાલીન સેવાઓ આપી, ઉપરાંત ગુજરાત રાજ્ય નશાબંધી સમિતિ, જેલ સુધારણા સમિતિ, બાલ ઉત્કર્ષ સમિતિ, રેડક્રોસ સોસાયટી જેવી રાજ્યની અનેકવિધ સંસ્થાઓમાં મહત્વના હોદ્દા પર રહી પોતાની સેવાઓનો લાભ આપ્યો છે. સંદેશમાં જીવનના અંતરંગ કોલમ દ્રારા સ્ત્રીઓના શોષણ અને કુરિવાજો સામે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એટલું જ નહીં, કાનૂની સલાહ માટે ખાસ તંત્ર પણ ઊભુ કર્યું હતું. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર વિધા‍ર્થિનીને સ્ત્રી નિકેતન દ્વારા સુવર્ણચંદ્રક એનાયત કરતાં હતાં સંદેશના મોભી સ્વ. ચીમનભાઈ પટેલને એક આદર્શ ધર્મપત્ની તરીકે સંઘર્ષના સાથી તરીકેની જે ભૂમિકા લીલાબહેને બજાવી તે તેમના આદર્શ દંપતીના પ્રેમભર્યા સહકારની સાક્ષી પૂરી પાડે છે. સામાજિક મહિલા કાર્યકરોની એક આખી પેઢી તૈયાર કરનાર લીલાબહેન ઈ.૨૦૦૪માં સંદેશપરિવારને અનાથ બનાવી ચિરનિદ્રામાં પોઢી ગયા.
·         માદામ ભીખાઈજી કામા
અનન્‍ય ગુજરાતી વીરાંગના માદામ ભીખાઈજીના હ્વદયમાં બાળપણથી જ દીનદુખિયાની સેવા અને દેશની સ્‍વતંત્રતાના કોડ ખીલ્‍યા હતા. પિતાના આગ્રહને વશ થઈ કે.આર.કામા સાથે તેમણે લગ્‍ન કર્યું. પણ જાહેર પ્રવૃત્તિને કારણે લગ્‍નજીવન ખંડિત થયું. લંડનમાં આગ ઝરતાં વ્‍યાખ્‍યાનો એમણે આપવા માંડ્યાં. અમેરિકામાં પણ તેજીલા વ્‍યાખ્‍યાનો આપ્‍યાં તેથી બ્રિટિશ સરકારે તેમને હિંદ આવવાની બંધી કરી. જર્મનીમાં સમાજવાદી કોગ્રેંસ મળી હતી ત્‍યાં માદામ કામાએ સર્વ દેશોના રાષ્‍ટ્રધ્‍વજો સાથે ઊભો રાખવા માટે હિંદ તરફથી બ્રિટના યુનિયન જેકને બદલે ભારતનો સર્વપ્રથમ રાષ્‍ટ્રધ્‍વજ બનાવી ત્‍યાં રજૂ કર્યો હતો. ભારતના અગ્રગણ્‍ય ક્રાંતિકારીઓએ ત્‍યાં ભારતની મુક્તિ કાજે સક્રિય કામ કરનારી અભિનવ ભારત નામની સંસ્‍થા શરૂ કરી. માદામ કામા તેના અગ્રણી કાર્યકર્તા હતા. તેમણે પાંત્રીસ વર્ષ સુધી દેશવટો ભોગવ્‍યો તે દરમિયાન ગાંધીજીની રાહબરી નીચે ભારતમાં સ્‍વાતંત્ર્ય માટેની ચળવળ શરૂ થઈ ગઈ હતી. કોઈપણ રાજકીય રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લેવાની શરતે બ્રિટિશ સરકારે ભારત આવવા પરવાનગી આપી. આઠ માસની બીમારી ભોગવી તા. ૧૩-૮-૧૯૩૬ના રોજ તેમનું અવસાન થયું. પેરિસના કબ્રસ્‍તાનમાં સચવાયેલા એકમાત્ર સ્‍મારક પર લખ્‍યું છે: જુલમશાહીનો પ્રતિકાર કરવો એ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા બરાબર છે.




·         ભાવયાત્રાના સર્જક કુન્દનિકા કાપડિયા
સાત પગલાં આકાશમાંના સર્જક કુન્દનિકા કાપડિયાએ ગુજરાતના પછાત આદિવાસી વિસ્તાર ધરમપુરમાં પોતાના પરમ સખા મકરન્દ દવે સાથે નંદિગ્રામ સ્થાપીને પોતાની કલ્પનાને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું  છે.

·         અંજલિ મેઢ
ભરતનાટ્યમ્ નૃત્યના જ્ઞાતા અને નૃત્યકાર અંજલિ મેઢનો જન્મ ભાવનગરના એક નાગર કુટુંબમાં થયો હતો. પોતાની નિસર્ગદત્ત પ્રતિભાથી અંજલિએ સૌનો પ્રેમ સંપાદન કર્યો. સૌ પ્રથમ શ્રીમતી રુક્ષ્મણીદેવીની કલાસંસ્થામાં ભરતનાટ્યમની તાલીમ લીધી. એમનો કંઠ મધુર હતો. તાલ અને લય પરનું એમનું પ્રભુત્વ ઊંડુ હતું . ભારતીય વિધાભવનની નર્તન શિક્ષાપીઠના પ્રથમ આચાર્ય બન્યાં અને ત્યારબાદ વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં નૃત્ય વિભાગનાં વડા તરીકે નિયુક્ત થયા. તાલ,રેખા સૌંદર્ય, અંગભંગનું ગૌરવ ને ઉચ્ચ ગરિમા માટે તેઓ પ્રાણ રેડતા. ભરતનાટ્યમમાં ઉત્તર-હિંદુસ્તાનની શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ એ એમનું એક મહત્વનું પ્રદાન હતું. ભરતનાટયમના શબ્દમ્ વર્ણમ્ પદમ વગરેને એમણે ગુજરાતીમાં ઢાળી બતાવ્યા, જેથી ગુજરાતી દર્શકો નૃત્યને પુર્ણત: માણી શકે. એમણે નર્તનદર્શિકા, અષ્ટનાયિકા વગેરે પુસ્તકો પણ લખ્યા છે. ૧૦-૨-૧૯૭૯ની રાત્રે વડોદરામાં નવગ્રહની ભરતનાટ્યમ્ શૈલીમાં સુંદર રજૂઆત કરી ઘેર પાછાં ફર્યા અને સૂતાં તે ફરી જાગ્યા જ નહિ. નૃત્યતસ્યાને આટોપી અંજલિ મેઢને માટે એ નિદ્રા ચિરનિદ્રા બની ગઈ.

·         પુષ્‍પાબહેન મહેતા- ગુજરાતનાં અનન્ય સમાજસેવિકા
પુષ્‍પાબહેનનો જન્મ પ્રભાસપાટણમાં ઈ. ૧૯૦૫ના માર્ચની એકવીસમી તારીખે થયો. પિતા હરિપ્રસાદ દેસાઈ જંગલ વિભાગના અધિકારી હતા. ઈ. ૧૯૩૭માં વિકાસગૃહની સ્થાપના કરી. સૌરાષ્‍ટ્રની બહેનોને પણ આશ્રયસ્થાન મળે એ હેતુથી વઢવાણ (સુરેન્દ્રનગર)માં વિકાસ વિદ્યાલય‘, હળવદમાં પંચોલી પ્રગતિગૃ્હ, રાજકોટમાં કાન્તા સ્ત્રી- વિકાસગૃહ‘, જૂનાગઢમાં શિશુમંગલએમ નારીગૃહો તથા અનાથાશ્રમનોની સ્થાપના કરી. આ સર્વ સંસ્થાઓમાં પુષ્‍પાબહેને મન મૂકીને કામ કર્યું. આજે પણ અનેક સ્ત્રીઓ એવી મળશે જેમના જીવનની આંટીઘૂંટી દૂર કરી તેમને પુષ્‍પાબહેને સાચો માર્ગ બતાવ્યો હોય.



No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular