૨૦૦૫માં અમલી બનેલા કેટલાક મહત્વના કાયદા ( 2005 ma amli banela ketlak mahatva na kayda

http://gujarat-help.blogspot.com
૨૦૦૫માં અમલી બનેલા કેટલાક મહત્વના કાયદા

માહિતી અધિકાર અને માનવ વિકાસ સૂચકાંકનું સગપણ-રિલેવન્સ ઓફ આર.ટી.આઇ. વિથ એચ.ડી.આઇ. ૨૦૦૫નું વર્ષ સમગ્ર ભારત માટે અર્થતંત્ર, રાજતંત્ર, સમાજતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપનતંત્ર માટે કાયદા અને અધિનિયમના પરિપ્રેક્ષ્યમાં એક નવીન ક્રાંતિનું જનક બની રહેશે તેવું જણાય છે.

SEZ Act-2005:
આ અધિનિયમ અંતર્ગત ભારતમાં ફઉુની સ્થાપનાને કાયદાકીય મંજૂરી મળી અને ભવિષ્યના ભારતના અર્થતંત્રનું સ્વરૂપ કાર્યાન્વિત થયું.

RTI-ACT 2005:
૨૦૦૫ માહિતીના અધિકારે એક કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું. ૧૯૪૭માં આઝાદ થયેલ ભારતના ૫૮મા વર્ષે એટલે કે રાજ્ય સેવાની નિવૃત્તિ વયમર્યાદા જેટલા સમયગાળા બાદ હાલના સમયમાં એવું લાગે છે કે જો આ કાયદો વહેલો આવ્યો હોય તો કદાચ લોકપાલ બિલમાટે આટલા બધા ઉધામા ન કરવા પડત. વિશ્વમાં સૌપ્રથમ માહિતી અધિકારને કાયદેસર બનાવનાર દેશ સ્વીડન છે. જાણીને નવાઇ લાગશે કે આ દેશમાં ઇસ. ૧૭૬૬માં એટલે કે ભારતમાં માહિતી અધિકાર અમલી બન્યો તેના ૨૩૯ વર્ષ પહેલાં આ માહિતી અધિકારનો જન્મ થયો!

૧૭૭૬માં અમેરિકાની સ્વતંત્રતાનું જાહેરનામાના પણ દશ વર્ષ પહેલાં સ્વીડનમાં આવી જનજાગૃતિ કે શાસકોની દીર્ઘદ્રષ્ટિ પ્રવર્તમાન હતી! અને આપણે Human Development Indexના આંકડાની સરખામણી કરીએ તો જે દેશો RTI માં સિનિયર છે એવા દેશો જ HDIમાં અગ્રેસર છે જેમ કે સ્વીડન/નોર્વે જે આ RTIમાં પહેલ કરવાની દ્રષ્ટિએ સૌથી જૂના છે તો HDIમાં પ્રથમ વિશ્વભરમાં અગ્રસ્થાને છે, જે RTI અને HDI વચ્ચેનું વાસ્તવિક સગપણ દર્શાવે છે. એટલે જ જેઓને RTIની અસરકારક્તા પરત્વે સંદેહ છે તેના માટે આ સરખામણી એક સજ્જડ પુરાવો છે કે RTI અને HDI એકબીજાની પુરક અને સહાયક છે. આમ, ભારતમાં રાજતંત્રમાં અસરકારક ક્રાંતિ આણવામાં RTIની અગ્રેસર ભૂમિકા રહેશે તે નિર્વિવાદ છે.

જે દેશોમાં RTI નથી ત્યાંના વહીવટીતંત્રની હાલત સ્પષ્ટપણે તેની ઉપયોગિતા સિદ્ધ કરે છે. ભારતના પરીપ્રેક્ષ્યમાં RTI-૨૦૦૫માં જન્મ થવાથી હજુ Baby Stageમાં ગણી શકાય. સને ૨૦૦૫થી ૨૦૧૧ માત્ર છ વર્ષનો RTIનો સમયગાળો સંક્રાંતિકાળ છે- RTIનો આધાર છે. રેકર્ડ મેનેજમેન્ટ અને E-governance જે અન્ય વિકસિત દેશોમાં પૂર્ણપણે અમલી બનેલ હોય ત્યાં RTI HDI ને સમૃદ્ધ કરવા ગતિ પકડી લીધી છે. ભારત આ દિશામાં RTIના માધ્યમથી HDIમાં અવ્વલ નંબરે પહોંચશે તેવી પૂર્ણ અપેક્ષા-શ્રદ્ધા છે. શિક્ષણ અને તેની અસરથી ઉદ્ભવી જનજાગૃતિ RTIના દુરુપયોગને પણ કાળક્રમે ઘટાડી શકશે. હાલમાં ભારત HDIમાં ૧૨૮ to ૧૩૨ના ક્રમ વચ્ચે અદલબદલ પામી રહ્યું છે. આમ, RTI, HDIનું સગપણ અનેરું છે.

Disaster Managemen-Act-2005:
ભારત જેવો ૭૫૦૦૦ kક દરિયા કિનારો તેમજ અન્ય ભૌગોલિક-પર્યાવરણીય વિષમતા ધરાવતા દેશમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે કાયદાકીય માળખું ઉત્પન્ન કરતો આ કાયદો D.M. Act 2005 સમગ્ર ભારતના આફત વ્યવસ્થાપન તંત્રને એક્સૂત્રતા અને કાયદાકીય પીઠબળ પૂરું પાડે છે. National Disaster Management Authorityઅંતર્ગત દરેક રાજ્યમાં State Disaster Mgmt અને વિસ્તારને અનુરૂપ અલગ District Dist. Mgt. PLAN (DDMP), Taluka (Block) Dis. Mgt. plan (TDMP), Vellage Dis. Mgt. Plan (VDMP) તેમજ Community Dist. Mgt. Plan (CDMP) બનાવાયા છે. ભૂમિકા અને ફરજો સુનિશ્વિત કરાયેલ છે. આમ ૨૦૦૫ના Diaster Mgt. for Act હેઠળ આપત્તિ વ્યવસ્થાપન તંત્રમાં સંક્રાંતિ શરૂ થઇ છે.

Domestic Violence Act-2005:
આ કાયદાથી ભારતના સમાજતંત્રમાં ક્રાંતિની શરૂઆત થઇ છે. સ્ત્રીઓ અને બાળકો પરના અત્યાચારોથી અસંતુલિત અને પીડિત સમાજમાં પરિવર્તનનું આ વિધાયક કદમ છે. આમ, ૨૦૦૫ વર્ષમાં આવેલા કાયદાઓ પૈકી આ ચાર કાયદાથી ભારતમાં સંક્રાંતિકાળની શરૂઆત થઇ છે. તેના માધ્યમથી જ માનવવિકાસ સૂચકાંકનાં ત્રણ પરિમાણ સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવનધોરણમાં આમુલ પરિવર્તનની દિશા સુનિશ્વિત થઇ શકે તેમ છે.

સ્પાર્ક પ્લગ: RTI અને HDI નું સગપણ સમજનાર રાષ્ટ્રપ્રેમી RTIને સદાય મજબૂતી બક્ષે છે.


No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular