મફત અને ફરજિયાત બાળ શિક્ષણ અધિનિયમ- ૨૦૦૯ ( mafat ane farajiyat bal shikshan adhiniam 2009

http://gujarat-help.blogspot.com
મફત અને ફરજિયાત બાળ શિક્ષણ અધિનિયમ- ૨૦૦૯
પ્રારંભિક પરિચય: ૬થી ૧૪ વર્ષના વર્ષના બાળકોને મફત તથા ફરજિયાત/અનિવાર્ય શિક્ષણની જોગવાઇવાળું વિધેયક સંસદનાં બંને સત્રોમાં જુલાઇ-ઓગસ્ટ- ૨૦૦૯માં પસાર કરવામાં આવેલું અને આ વિધેયકને રાષ્ટ્રપતિએ ઓગસ્ટ-૨૦૦૯માં મંજુરીની મહોર મારી. આ અધિનિયમને એપ્રિલ-૨૦૧૦થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો. આ સંબંધમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો ફાળો/ગુણોત્તર ૬૫:૩૫ રાખવામાં આવ્યો છે. પૂર્વોત્તર રાજ્યો માટે આ ફાળો કેન્દ્ર/રાજ્યનો ૯૦:૧૦ રાખવામાં આવ્યો છે.

મફત/વિના મૂલ્યે: અહીં મફત શબ્દનો અર્થ વ્યાપક છે અને તેની વ્યાખ્યાની રીતે જોઇએ તો બાળકોને શાળાથી વંચિત રાખવામાં ભાગ ભજવતા નાણાકીય અવરોધો જેવા કે શાળાની ફી, પુસ્તકો, સ્ટેશનરી, કપડાં, પરિવહન અથવા અન્ય કોઇ પણ ખર્ચા જે શાળાકીય શિક્ષણ મેળવવા કરવા પડે અને જેને કોઇ પણ સૂચિમાં સ્થાન ન મળ્યું હોય તે ખર્ચાઓ ભરપાઇ કરવાની સરકારની ભૂમિકા/કર્તવ્ય બની રહેશે.

અનિવાર્ય/ફરજિયાત: ફરજિયાતનો મતલબ આ શિક્ષણના અધિકારને બંધારણના અનુચ્છેદ ૨૧અ હેઠળ મૌલિક અધિકારના રૂપમાં વ્યાખ્યાયિત કરાયો છે તે મુજબ અધિનિયમમાં સમાવિષ્ટ જોગવાઇઓને લાગુ કરવાનું સરકાર માટે બંધનકર્તા રહેશે.

બાળ-શિક્ષણ: આ અધિ. મુજબ સમગ્ર દેશના ૬થી ૧૪ વર્ષની ઉંમર ધરાવતા બાળકોના પ્રાથમિક શિક્ષણના અધિકારને મૌલિક અધિકારના સ્વરૂપમાં પ્રદાન કરવો. આ અધિનિયમ ૧ એપ્રિલ, ૨૦૧૦થી સમગ્ર દેશમાં લાગુ કરાયો છે. બંધારણના ૮૬માં બંધારણ સંશોધન (સુધારા) અધિનિયમ (૨૦૦૨)ના દ્વારા બંધારણના અનુચ્છેદ ૨૧માં ૨૧(અ) જોડવામાં, ઉમેરવામાં આવ્યો અને તેમાં જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકારો ૬થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. આ જ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે કદમ ભરીને ૨૦૦૯માં આ અધિનિયમ બનાવીને એક નવી દિશા ખોલી.

જોગવાઇઓ: આ અધિનિયમની મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે :

૧. ૬થી ૧૪ વર્ષના પ્રત્યેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે.
૨. આવા બાળકોને ૮મા ધોરણ સુધીનું શિક્ષણ નજીકની શાળામાં પ્રાપ્ત થાય તે જોવાની સરકારની જવાબદારી છે.
૩. તમામ કેન્દ્રિય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ તેમજ અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં ઓછામાં ઓછાં ૨૫ ટકા સ્થાન/જગ્યાઓ આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના લોકો માટે રહેશે.
૪. પ્રત્યેક બાળક શાળાએ જાય એ જવાબદારી સર્વે શાસકો અને સ્થાનિક અધિકારિતાની રહેશે.
૫. ચૂંટણી, વસ્તી ગણતરી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવાય શિક્ષકોને કોઇ અન્ય કાર્યોમાં ફરજ નહીં સોંપાય.
૬. ટ્યૂશન પ્રથા પર પ્રતિબંધ.



ફાયદા: આ અધિનિયમના અમલથી નીચેના લાભો થઇ શકે છે:

૧. પ્રત્યેક બાળકોને શિક્ષણ પ્રાપ્ત થશે અંતે સાક્ષરતા દરમાં વૃદ્ધિ થશે.
૨. પ્રત્યેક બાળકની નજીકના વિસ્તારમાં પ્રાથમિક શાળાની ઉપલબ્ધતા.
૩. બાળકો-શિક્ષકો વચ્ચે સંપર્કો સુધરવાથી પ્રાથમિક શિક્ષણમાં સંખ્યાત્મકની સાથે ગુણાત્મક સમૃદ્ધિ વધશે.
૪. ૬-૧૪ વર્ષના બાળકોને સમાવિષ્ટ કરવાથી કન્યા કેળવણીમાં વૃદ્ધિ થશે.
૫. બાળ મજુરી, બાળવિવાહ જેવી પ્રતિબંધિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે.
૬. શિક્ષણનો અધિકાર મૌલિક અધિકાર હોવાથી તેમજ અનુચ્છેદ ૨૧(A)માં સમાવિષ્ટ હોવાને કારણે સામાન્ય સ્થિતિ ઉપરાંત કટોકટી કાળમાં પણ છીનવી ન શકાય.
૭. ગરીબ બાળકો માટે ખાનગી શાળાઓમાં પણ ૨૫ ટકા અનામત, પરિણામે સામાજિક-વિકાસની સંકલ્પના પરિપૂર્ણ થશે.
૮. માનવ સંશાધનના વિકાસથી અન્ય બાકી સંશાધનોનો આપોઆપ વિકાસ.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular