http://gujarat-help.blogspot.com
ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ- તેમનો જન્મ 12, ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો અને નિધન 31મી ડિસેમ્બર, 1971ના રોજ ત્રિવેન્દ્રમ ખાતે થયું. તેમના પિતા અંબાલાલ સારાભાઈ
ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. પત્ની મૃણાલિની સારાભાઈ જાણીતાં નૃત્યકાર છે
તો પુત્રી મલ્લિકા સારાભાઈ પણ જાણીતાં કલાકાર છે. બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ
લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વગેરે. આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો.
કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ
કર્યું. એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસર રહ્યા. 1956માં અટીરા(અમદાવાદ)ની સ્થાપના કરી અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર પણ બન્યા. વિશ્વ પ્રખ્યાત ફીઝીકલ રીસર્ચ
લેબોરેટરી, અમદાવાદના તેઓ પ્રથમ ડિરેક્ટર હતા. 1962માં આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની
સ્થાપનામાં મહત્વનો ફાળો રહ્યો તો થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા
ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક તેઓ હતા. ભારતના સ્પેસ રીસર્ચના પ્રણેતા પણ
તેઓ હતા.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site