મોરારજી દેસાઈ

http://gujarat-help.blogspot.com
http://images.bhaskar.com/web2images/www.divyabhaskar.co.in/2011/05/01/Morarji-Desai-web.jpgમોરારજી દેસાઈ- મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લાના તેમજ તાલુકામાં આવેલા ભદેલી ગામમાં થયો હતો. આ ગામ હાલમાં ગુજરાત રાજ્યમાં આવે છે. મોરારજીભાઇએ વિલ્સન કૉલેજ, મુંબઈ, મહારાષ્ટ્રથી સ્નાતકની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ ગુજરાતમાં નાગરીક (સિવિલ) સેવામાં જોડાયા હતા. એમણે ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં અંગ્રેજોની આ નોકરી છોડી દઇ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ના વર્ષમાં તેમણે સવિનય અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતાના કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમયમાં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સીમાં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી હતી. ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. મોરારજી દેસાઈ માત્ર ગુજરાતનું જ નહિ, પરંતુ આખા ભારત દેશનું ગૌરવ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે, જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન થી સન્માનિત કરવામાં આવ્યા હોય.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular