http://gujarat-help.blogspot.com
રઘુવીરનો જન્મ ઈ. ૧૯૩૮ના ડિસેમ્બર માસની પાંચમી તારીખે
બાપુપુરા ગામે થયો હતો. પિતાનું નામ દલસિંહ અને માતાનું નામ જીતીબહેન. રઘુવીરે ‘લોકાયત સૂરિ‘
અને ‘વૈશાખનંદન‘
પોતાનાં
તખલ્લુસ રાખ્યાં છે.
ઈ. ૧૯૬૦માં હિંદી વિષય લઈને બી.એ. માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ તેઓ અધ્યાપન-કાર્યંમાં જોડાયા હતા. ઈ. ૧૯૭૯માં ‘ગુજરાતી ધાતુકોશ‘ વિષય પર સંશોધન કરી પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી. ઈ. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપવા લાગ્યા.
રઘુવીરનું મુખ્ય પ્રદાન નવલકથાક્ષેત્રે છે. તેમણે પ્રસિદ્ધ કરેલી નવલકથાઓમાં તેમની કીર્તિદા કૃતિ ‘અમૃતા‘(૧૯૬૫), ‘તેડાગર‘(૧૯૬૮), ‘લાગણી‘ (૧૯૭૬), ‘બાકી જિંદગી‘ (૧૯૮૨) જેવી કૃતિઓ ઉપરાંત સમાજને લક્ષમાં રાખી લખાયેલી મહાનવલો ‘પૂર્વરાગ‘ (૧૯૬૪) અને ‘ઉપરવાસત્રયી‘ (૧૯૭૫) તથા કેટલીક પુરાણકથાઓ જેવી કે ‘ગોકુળ‘, ‘મથુરા‘, ‘દ્વારકા‘ (૧૯૮૬)નો સમાવેશ કરી શકાય. તેમણે એકલવ્ય, પંચપુરાણ અને જે ઘર નાર સુલક્ષણા જેવી હાસ્યકટાક્ષ પ્રયોજતી કથાઓ પણ લખી છે. રઘુવીરના વ્યાપક કથાવિશ્વમાં અસ્તિત્વવાદી અને ભારતીય દર્શનની સહોપસ્થિતિ, બદલાઈ રહેલા ગ્રામીણ સમાજનું વાસ્તવદર્શન અને પલટાતાં જીવનમૂલ્યોનું નિરૂપણ થયેલું જોવા મળે છે. તેઓએ શિષ્ટ તેમજ તળપદી ભાષાપ્રયોગો પણ ઉપયોગમાં લીધા છે.
તેમણે લખેલા વાર્તાસંગ્રહો એટલે ‘આકસ્મિક સ્પર્શ‘ (૧૯૬૬), ‘ગેરસમજ‘(૧૯૬૮) અને ‘અતિથિગૃ્હ‘(૧૯૮૮). એમના વાર્તાસાહિત્યમાં સ્વરૂપવૈવિધ્ય, રચનારીતિના પ્રયોગો તેમજ પ્રતીક, કલ્પન જેવા ઉપકરણોનો વિનિયોગ જોવા મળે છે. ‘તમસા‘ (૧૯૬૪ તેમજ ૧૯૭૨) અને ‘વહેતા વૃક્ષ પવનમાં‘ (૧૯૮૪) એમના કાવ્યસંગ્રહો છે. ‘દિવાળીથી દેવદિવાળી‘ રઘુવીરે લખેલો બાળકાવ્યસંગ્રહ છે. તેમણે ‘અશોકવન‘, ‘ઝૂલતા મિનારા‘ (૧૯૭૦)તથા ‘સિકંદર સાની‘ (૧૯૭૯) નામનાં નાટકો પણ લખ્યાં છે. ઉપરાંત ‘ડિમ લાઇટ‘ (૧૯૭૩) તથા ‘ત્રીજો પુરુષ‘(૧૯૮૨) એ એમણે લખેલા એકાંકીસંગ્રહો છે. તેમનાં નાટકોમાં માનવજીવનનો રહસ્યમય સંઘર્ષ ધરાવતું વસ્તુ, પાત્રના વ્યક્તિત્વને ઉદ્દઘાટિત કરતા માર્મિક સંવાદો તથા સુરેખ ર્દશ્યયોજના – આ સાહિત્યપ્રકારને સફળ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.
તદુપરાંત સહરાની ભવ્યતા, બારીમાંથી બ્રિટન, અદ્યતન કવિતા, વાર્તાવિશેષ, ગુજરાતી નવલકથા વગેરે સાહિત્યસ્વરૂપ પર વિવેચનના ગ્રન્થો લખ્યા છે. નરસિંહ મહેતા – આસ્વાદ અને સ્વાધ્યાય, જયન્તિ દલાલનાં પ્રતિનિધિ એકાંકી તથા મેઘાણીની નવલિકાઓ તેમણે કરેલાં સંપાદનો છે. વિશ્વનાથ ભટ્ટના પારિભાષિક કોશનું પણ એમણે સંપાદન કર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેઓ સક્રિય રસ લે છે.
ઈ. ૧૯૬૫માં તેમને કુમારચંદ્રક, ઈ. ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઈ. ૧૯૭૭માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ઉપરાંત ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ એનાયત થયેલ છે. ઈ. ૧૯૯૪માં દર્શક ફાઉન્ડેશન તરફથી પણ એમને એવોર્ડ આપવામાં આવેલ. ગુજરાત સરકારે પાંચ પુરસ્કાર આપી તેમનું બહુમાન કર્યું છે.
રઘુવીર ચૌધરી - વિખ્યાત ગુજરાતી
સાહિત્યસર્જક
રઘુવીરનો જન્મ ઈ. ૧૯૩૮ના ડિસેમ્બર માસની પાંચમી તારીખે
બાપુપુરા ગામે થયો હતો. પિતાનું નામ દલસિંહ અને માતાનું નામ જીતીબહેન. રઘુવીરે ‘લોકાયત સૂરિ‘
અને ‘વૈશાખનંદન‘
પોતાનાં
તખલ્લુસ રાખ્યાં છે.ઈ. ૧૯૬૦માં હિંદી વિષય લઈને બી.એ. માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ તેઓ અધ્યાપન-કાર્યંમાં જોડાયા હતા. ઈ. ૧૯૭૯માં ‘ગુજરાતી ધાતુકોશ‘ વિષય પર સંશોધન કરી પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી. ઈ. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપવા લાગ્યા.
રઘુવીરનું મુખ્ય પ્રદાન નવલકથાક્ષેત્રે છે. તેમણે પ્રસિદ્ધ કરેલી નવલકથાઓમાં તેમની કીર્તિદા કૃતિ ‘અમૃતા‘(૧૯૬૫), ‘તેડાગર‘(૧૯૬૮), ‘લાગણી‘ (૧૯૭૬), ‘બાકી જિંદગી‘ (૧૯૮૨) જેવી કૃતિઓ ઉપરાંત સમાજને લક્ષમાં રાખી લખાયેલી મહાનવલો ‘પૂર્વરાગ‘ (૧૯૬૪) અને ‘ઉપરવાસત્રયી‘ (૧૯૭૫) તથા કેટલીક પુરાણકથાઓ જેવી કે ‘ગોકુળ‘, ‘મથુરા‘, ‘દ્વારકા‘ (૧૯૮૬)નો સમાવેશ કરી શકાય. તેમણે એકલવ્ય, પંચપુરાણ અને જે ઘર નાર સુલક્ષણા જેવી હાસ્યકટાક્ષ પ્રયોજતી કથાઓ પણ લખી છે. રઘુવીરના વ્યાપક કથાવિશ્વમાં અસ્તિત્વવાદી અને ભારતીય દર્શનની સહોપસ્થિતિ, બદલાઈ રહેલા ગ્રામીણ સમાજનું વાસ્તવદર્શન અને પલટાતાં જીવનમૂલ્યોનું નિરૂપણ થયેલું જોવા મળે છે. તેઓએ શિષ્ટ તેમજ તળપદી ભાષાપ્રયોગો પણ ઉપયોગમાં લીધા છે.
તેમણે લખેલા વાર્તાસંગ્રહો એટલે ‘આકસ્મિક સ્પર્શ‘ (૧૯૬૬), ‘ગેરસમજ‘(૧૯૬૮) અને ‘અતિથિગૃ્હ‘(૧૯૮૮). એમના વાર્તાસાહિત્યમાં સ્વરૂપવૈવિધ્ય, રચનારીતિના પ્રયોગો તેમજ પ્રતીક, કલ્પન જેવા ઉપકરણોનો વિનિયોગ જોવા મળે છે. ‘તમસા‘ (૧૯૬૪ તેમજ ૧૯૭૨) અને ‘વહેતા વૃક્ષ પવનમાં‘ (૧૯૮૪) એમના કાવ્યસંગ્રહો છે. ‘દિવાળીથી દેવદિવાળી‘ રઘુવીરે લખેલો બાળકાવ્યસંગ્રહ છે. તેમણે ‘અશોકવન‘, ‘ઝૂલતા મિનારા‘ (૧૯૭૦)તથા ‘સિકંદર સાની‘ (૧૯૭૯) નામનાં નાટકો પણ લખ્યાં છે. ઉપરાંત ‘ડિમ લાઇટ‘ (૧૯૭૩) તથા ‘ત્રીજો પુરુષ‘(૧૯૮૨) એ એમણે લખેલા એકાંકીસંગ્રહો છે. તેમનાં નાટકોમાં માનવજીવનનો રહસ્યમય સંઘર્ષ ધરાવતું વસ્તુ, પાત્રના વ્યક્તિત્વને ઉદ્દઘાટિત કરતા માર્મિક સંવાદો તથા સુરેખ ર્દશ્યયોજના – આ સાહિત્યપ્રકારને સફળ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.
તદુપરાંત સહરાની ભવ્યતા, બારીમાંથી બ્રિટન, અદ્યતન કવિતા, વાર્તાવિશેષ, ગુજરાતી નવલકથા વગેરે સાહિત્યસ્વરૂપ પર વિવેચનના ગ્રન્થો લખ્યા છે. નરસિંહ મહેતા – આસ્વાદ અને સ્વાધ્યાય, જયન્તિ દલાલનાં પ્રતિનિધિ એકાંકી તથા મેઘાણીની નવલિકાઓ તેમણે કરેલાં સંપાદનો છે. વિશ્વનાથ ભટ્ટના પારિભાષિક કોશનું પણ એમણે સંપાદન કર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેઓ સક્રિય રસ લે છે.
ઈ. ૧૯૬૫માં તેમને કુમારચંદ્રક, ઈ. ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઈ. ૧૯૭૭માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ઉપરાંત ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ એનાયત થયેલ છે. ઈ. ૧૯૯૪માં દર્શક ફાઉન્ડેશન તરફથી પણ એમને એવોર્ડ આપવામાં આવેલ. ગુજરાત સરકારે પાંચ પુરસ્કાર આપી તેમનું બહુમાન કર્યું છે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site