http://gujarat-help.blogspot.com
બિશનસિંગ બેદીનો જન્મ અમૃતસરમાં ઈ. ૧૯૪૬ના સપ્ટેમ્બર માસની
૨૫મી તારીખે થયો છે. તેમના પિતાનું નામ ગ્યાનસિંગ બેદી હતું. જેઓ આજે હૈયાત નથી.
માતાનું નામ રાન્દ્રિકૌર. બિશનસિંગે પ્રથમ લગ્ન ગ્લેનિથ જીલ સાથે ઈ.૧૯૬૯માં કરેલું
જેનાથી એક પુત્ર અને એક પુત્રી થયાં.બીજું લગ્ન ઈ. ૧૯૮૦માં ઇન્દરજિત સાથે કર્યું.
પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ તેઓ નવી દિલ્હી ખાતે સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની નોકરીમાં જોડાયા. તેમને વાચન, ફોટોગ્રાફી, તરવાની તથા પત્ર લખવાનો શોખ છે. બેદીને બાળપણમાં ફૂટબૉલનું આકર્ષણ હતું પણ અજાણપણે ક્રિકેટ તરફ અને એ જ રીતે સ્પિન બૉલિંગ તરફ વળ્યા. માત્ર ૧૫ વર્ષની ઉંમરે પોતાની કૉલેજની ટીમમાં પસંદ થયા હતા અને ત્યારથી જ નામના મેળવી હતી.
૧૭ વર્ષની વયે તેઓ રણજી ટ્રૉફી મેચો રમવા માંડ્યા. ઈ. ૧૯૬૬-૬૭ની સોબર્સની ટીમ સામે દિલ્લી ખાતે વડા પ્રધાનની ટીમ વતી રમતાં તેમણે પ્રવાસી ટીમના પહેલા દાવમાં ૧૩૯ રન આપી છ વિકેટો હાથ કરી હતી. ભારત વતી તેઓ ૬૭ ટેસ્ટ મેચોમાં રમ્યા છે અને ૨૨ ટેસ્ટમાં તેમણે સુકાની તરીકે જવાબદારી નિભાવી છે. દિલ્હી ક્રિકેટ ઈલેવન, રણજી ટ્રોફી ઇલેવન તથા દુલિપ ટ્રોફી દરમિયાન ઉત્તર વિભાગની ટીમના તેઓ કેપ્ટન રહ્યા હતા.
ઈ. ૧૯૮૧થી તેઓ એમ.સી.સી.ના માનદ આજીવન સભ્ય છે. ભારતની ક્રિકેટ ટીમ પસંદ કરનાર સમિતિમાં પણ તેમણે કામ કર્યું છે. ઈ. ૧૯૬૯માં ભારત ‘અર્જુન ઍવૉર્ડ‘ એનાયત કરવામાં આવ્યો હતો. બેદી ડાબેરી સ્પિનર અને ડાબેરી બેસ્ટમેન તરીકે રમતા. બૉલિંગ કરતી વખતે તેઓ બે-ત્રણ ડગલાં ભરતા આથી તેમનો બૉલ સરળ લાગતો પણ બેટ્સમેન પાસે પહોંચતાં તે તીક્ષ્ણ હથિયારની ગરજ સારતો અને વિનુ માંકડની યાદ આપતો. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને પક્વ છે. લાક્ષણિક શીખ દાઢી અને મોટે ભાગે નારંગી રંગની પાઘડી, વધુમાં ક્યારેક ચશ્માં આ તેમનો દેખાવ છે. સ્વભાવે ગંભીર હોવા છતાં મિત્રો અને સાથીઓ સાથે ખૂબ છૂટથી હળેભળે છે. ક્યારેક પ્રેક્ષકો સાથે પણ ગમ્મત કરવા લાગતા.
કલાકો સુધી બૉલિંગ કરતા છતાં તેઓ થાકતા નહોતા. જે આંગળીથી બૉલને સ્પિન કરતા તે – ડાબા હાથની પહેલી આંગળી – આજે પણ એવી ને એવી જ મૃદુ છે. બેસ્ટમેનને લલચાવવા માટે તેઓ સતત પ્રયત્ન કરતા. ઘણીવાર તેઓ કાંડા-આંગળીની કરામતથી એવો બૉલ નાખતા જે સ્પિન થશે એમ બેટ્સમેનને લાગતું પણ એવો બૉલ સીધો સ્ટમ્પમાં ઘૂસી ગયો હોય.
તેઓ સાચાબોલા સ્વભાવના છે. આથી તેમને જે કશું કહેવાનું હોય છે તે નિર્ભયપણે કદી દે છે. આ કારણે તેમને અનેક વેળા વિરોધનો સામનો કરવો પડ્યો છે. સાચી રમત રમવા માટેના તેઓ પૂરેપૂરા આગ્રહી છે.
બૉલિંગ કરતી વેળા તે સ્મિત ફરકાવતા પરંતુ દડા ફેંકતા વેધક આથી ટોની લુઈસે તેમને ‘માયાળુ હુમલાખોર‘ તરીકે ઓળખાવ્યા છે. બેદી વિષે એટલું કહી શકાય કે માંકડ, અન્ડરવૂડ, વેલેન્ટાઇન, લૉક અને દુરાની જેવા પ્રખર પ્રતિભાવાન ડાબોડી સ્પિનરોમાં પણ તેઓ સર્વોચ્ચ સ્થાને રહેશે.
બિશનસિંગ બેદી - ભારતના ભૂતપૂર્વ
ક્રિકેટ ખેલાડી
બિશનસિંગ બેદીનો જન્મ અમૃતસરમાં ઈ. ૧૯૪૬ના સપ્ટેમ્બર માસની
૨૫મી તારીખે થયો છે. તેમના પિતાનું નામ ગ્યાનસિંગ બેદી હતું. જેઓ આજે હૈયાત નથી.
માતાનું નામ રાન્દ્રિકૌર. બિશનસિંગે પ્રથમ લગ્ન ગ્લેનિથ જીલ સાથે ઈ.૧૯૬૯માં કરેલું
જેનાથી એક પુત્ર અને એક પુત્રી થયાં.બીજું લગ્ન ઈ. ૧૯૮૦માં ઇન્દરજિત સાથે કર્યું.પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ તેઓ નવી દિલ્હી ખાતે સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની નોકરીમાં જોડાયા. તેમને વાચન, ફોટોગ્રાફી, તરવાની તથા પત્ર લખવાનો શોખ છે. બેદીને બાળપણમાં ફૂટબૉલનું આકર્ષણ હતું પણ અજાણપણે ક્રિકેટ તરફ અને એ જ રીતે સ્પિન બૉલિંગ તરફ વળ્યા. માત્ર ૧૫ વર્ષની ઉંમરે પોતાની કૉલેજની ટીમમાં પસંદ થયા હતા અને ત્યારથી જ નામના મેળવી હતી.
૧૭ વર્ષની વયે તેઓ રણજી ટ્રૉફી મેચો રમવા માંડ્યા. ઈ. ૧૯૬૬-૬૭ની સોબર્સની ટીમ સામે દિલ્લી ખાતે વડા પ્રધાનની ટીમ વતી રમતાં તેમણે પ્રવાસી ટીમના પહેલા દાવમાં ૧૩૯ રન આપી છ વિકેટો હાથ કરી હતી. ભારત વતી તેઓ ૬૭ ટેસ્ટ મેચોમાં રમ્યા છે અને ૨૨ ટેસ્ટમાં તેમણે સુકાની તરીકે જવાબદારી નિભાવી છે. દિલ્હી ક્રિકેટ ઈલેવન, રણજી ટ્રોફી ઇલેવન તથા દુલિપ ટ્રોફી દરમિયાન ઉત્તર વિભાગની ટીમના તેઓ કેપ્ટન રહ્યા હતા.
ઈ. ૧૯૮૧થી તેઓ એમ.સી.સી.ના માનદ આજીવન સભ્ય છે. ભારતની ક્રિકેટ ટીમ પસંદ કરનાર સમિતિમાં પણ તેમણે કામ કર્યું છે. ઈ. ૧૯૬૯માં ભારત ‘અર્જુન ઍવૉર્ડ‘ એનાયત કરવામાં આવ્યો હતો. બેદી ડાબેરી સ્પિનર અને ડાબેરી બેસ્ટમેન તરીકે રમતા. બૉલિંગ કરતી વખતે તેઓ બે-ત્રણ ડગલાં ભરતા આથી તેમનો બૉલ સરળ લાગતો પણ બેટ્સમેન પાસે પહોંચતાં તે તીક્ષ્ણ હથિયારની ગરજ સારતો અને વિનુ માંકડની યાદ આપતો. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને પક્વ છે. લાક્ષણિક શીખ દાઢી અને મોટે ભાગે નારંગી રંગની પાઘડી, વધુમાં ક્યારેક ચશ્માં આ તેમનો દેખાવ છે. સ્વભાવે ગંભીર હોવા છતાં મિત્રો અને સાથીઓ સાથે ખૂબ છૂટથી હળેભળે છે. ક્યારેક પ્રેક્ષકો સાથે પણ ગમ્મત કરવા લાગતા.
કલાકો સુધી બૉલિંગ કરતા છતાં તેઓ થાકતા નહોતા. જે આંગળીથી બૉલને સ્પિન કરતા તે – ડાબા હાથની પહેલી આંગળી – આજે પણ એવી ને એવી જ મૃદુ છે. બેસ્ટમેનને લલચાવવા માટે તેઓ સતત પ્રયત્ન કરતા. ઘણીવાર તેઓ કાંડા-આંગળીની કરામતથી એવો બૉલ નાખતા જે સ્પિન થશે એમ બેટ્સમેનને લાગતું પણ એવો બૉલ સીધો સ્ટમ્પમાં ઘૂસી ગયો હોય.
તેઓ સાચાબોલા સ્વભાવના છે. આથી તેમને જે કશું કહેવાનું હોય છે તે નિર્ભયપણે કદી દે છે. આ કારણે તેમને અનેક વેળા વિરોધનો સામનો કરવો પડ્યો છે. સાચી રમત રમવા માટેના તેઓ પૂરેપૂરા આગ્રહી છે.
બૉલિંગ કરતી વેળા તે સ્મિત ફરકાવતા પરંતુ દડા ફેંકતા વેધક આથી ટોની લુઈસે તેમને ‘માયાળુ હુમલાખોર‘ તરીકે ઓળખાવ્યા છે. બેદી વિષે એટલું કહી શકાય કે માંકડ, અન્ડરવૂડ, વેલેન્ટાઇન, લૉક અને દુરાની જેવા પ્રખર પ્રતિભાવાન ડાબોડી સ્પિનરોમાં પણ તેઓ સર્વોચ્ચ સ્થાને રહેશે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site