ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત કવિતા

http://gujarat-help.blogspot.com/

ચૌદ વર્ષની ચારણ કન્યા : ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત કવિતા

http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/zaverchand-meghani1.jpg

સાવજ ગરજે

વનરાવનનો રાજ ગરજે 
ગીરકાંઠાનો કેસરી ગરજે 
ઐરાવતકુળનો અરિ ગરજે 
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે 
માં ફાડી માતેલો ગરજે 
જાણે કો જોગંદર ગરજે 
નાનો એવો સમંદર ગરજે ! 

ક્યાં ક્યાં ગરજે

બાવળના જાળામાં ગરજે 
ડુંગરના ગાળામાં ગરજે 
કણબીના ખેતરમાં ગરજે 
ગામ તણા પાદરમાં ગરજે 
નદીઓની ભેખડમાં ગરજે 
ઉગમણોઆથમણો ગરજે 
ઓરો ને આઘેરો ગરજે 

થર થર કાંપે

http://www.gurjari.net/uploaded/gallery/gurjar%20yatra/lion3.jpgવાડામાં વાછડલાં કાંપે 
કૂબામાં બાળકડાં કાંપે 
મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે 
પહાડોના પથ્થર પણ કાંપે 
સરિતાઓનાં જળ પણ કાંપે 
સૂતાં ને જાગતાં કાંપે 
જડ ને ચેતન સૌએ કાંપે 

આંખ ઝબૂકે ! 

કેવી એની આંખ ઝબૂકે 
વાદળમાંથી વીજ ઝબૂકે 
જોટે ઊગી બીજ ઝબૂકે 
જાણે બે અંગાર ઝબૂકે 
હીરાના શણગાર ઝબૂકે 
જોગંદરની ઝાળ ઝબૂકે 
વીર તણી ઝંઝાળ ઝબૂકે 
ટમટમતી બે જ્યોત ઝબૂકે 
સામે ઊભું મોત ઝબૂકે 

જડબાં ફાડે ! 

ડુંગર જાણે ડાચાં ફાડે ! 
જોગી જાણે ગુફા ઉઘાડે ! 
જમરાજાનું દ્વાર ઉઘાડે ! 
પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! 
બરછી સરખા દાંત બતાવે 
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે 

બહાદુર ઊઠે ! 

બડકંદાર બિરાદર ઊઠે 
ફરસી લેતો ચારણ ઊઠે 
ખડગ ખેંચતો આહીર ઊઠે 
બરછી ભાલે કાઠી ઊઠે 
ગોબો હાથ રબારી ઊઠે 
સોટો લઈ ઘરનારી ઊઠે 
ગાય તણા રખવાળો ઊઠે 
દૂધમલા ગોવાળો ઊઠે 
મૂછે વળ દેનારા ઊઠે 
ખોંખારો ખાનારા ઊઠે 
માનું દૂધ પીનારા ઊઠે ! 
જાણે આભ મિનારા ઊઠે ! 

ઊભો રેજે 

ત્રાડ પડી કે ઊભો રેજે ! 
ગીરના કુત્તા ઊભો રેજે ! 
કાયર દુત્તા ઊભો રેજે ! 
પેટભરા ! તું ઊભો રેજે ! 
ભૂખમરા ! તું ઊભો રેજે ! 
ચોર-લૂંટારા ઊતો રેજે ! 
ગા-ગોઝારા ઊભો રેજે ! 

ચારણ કન્યા 
http://www.gurjari.net/uploaded/gallery/charan-kanya.jpg

ચૌદ વરસની ચારણ-કન્યા 
ચૂંદડિયાળી ચારણ-કન્યા 
શ્વેતસુંવાળી ચારણ-કન્યા 
બાળી ભોળી ચારણ-કન્યા 
લાલ હિંગોળી ચારણ-કન્યા 
ઝાડ ચડંતી ચારણ-કન્યા 
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા 
જોબનવંતી ચારણ-કન્યા 
આગ-ઝરંતી ચારણ-કન્યા 
નેસ-નિવાસી ચારણ-કન્યા 
જગદમ્બા-શી ચારણ-કન્યા 
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા 
ત્રાડ ગજાવે ચારણ-કન્યા 
હાથ હિલોળી ચારણ-કન્યા 
પાછળ દોડી ચારણ-કન્યા 

ભયથી ભાગ્યો ! 

સિંહણતારો ભડવીર ભાગ્યો 
રણ મેલીને કાયર ભાગ્યો 
ડુંગરનો રમનારો ભાગ્યો 
હાથીનો હણનારો ભાગ્યો 
જોગનાથ જટાળો ભાગ્યો 
મોટો વીર મૂછાળો ભાગ્યો 
નર થઈ તું નારીથી ભાગ્યો 
નાનકડી છોડીથી ભાગ્યો !

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular