કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી, જનનીની જોડ સખી, દીકરો મારો લાડકવાયો., ભોમિયા વિના મારે ભમવા`તા ડુંગરા.,,

http://gujarat-help.blogspot.com/

કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી


http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/zaverchand-meghani1.jpgજનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ; વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ; મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ
પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ; શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ; બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ; દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજમને લાગ્યો કસુંબીનો રંગ - 
લાગ્યો કસુંબીનો રંગ !





જનનીની જોડ સખી

http://www.gurjari.net/uploaded/gallery/religious/4_1.jpg 
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ 
એથી મીઠી તે મોરી માત રે 
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ, અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, એનો નહિ આથમે ઉજાસ રે 
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

દીકરો મારો લાડકવાયો..
http://www.gurjari.net/uploaded/gallery/git-gazal-shayri/dikro-maro.jpg
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયોરમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયોકેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયોફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયોહાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,શમણે આવી વાત કરે છે રાજકુમારી કો,રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો

ભોમિયા વિના મારે ભમવા`તા ડુંગરા

ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,જંગલની કુંજકુંજ જોવી હતી;જોવીતી કોતરો ને જોવીતી કંદરા,રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,પડઘા ઉરબોલના ઝીલવા ગયો;વેરાયા બોલ મારાફેલાયા આભમાં,અકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,જંગલની કુંજકુંજ જોવી ફરી;ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,અંતરની આંખડી લ્હોવી જરી. 

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular