http://gujarat-help.blogspot.com
ઇલેકટ્રોનિક ગવર્નન્સ
ઇલેકટ્રોનિક ગવર્નન્સ એક એવી પદ્ધતિ છે જે શાસનને તેની વિવિધ સેવાઓ અને આમ જનતા સાથે જોડે છે. આપણે ગુજરાત સરકારના ‘સ્વગત’ કાર્યક્રમના સંદર્ભમાં તપાસીએ તો SWAGAT - State Wide
Attention on Grievances by Application of Technology.આ કાર્યક્રમ ઇ-ગવર્નન્સનું ઉદાહરણ ગણી શકાય.
રાજ્યસ્તરે-રાજ્યના ખૂણેખૂણે ઉદ્ભવતી ફરિયાદો-અરજીઓને ઇલેક્ટ્રોનિક્સના ઉપયોગથી અટેન્ડ કરવામાં આવે અને તેના નિરાકરણના પ્રયાસો થાય. સુશાસન એટલે
કે ગુડ ગવર્નન્સની મહત્વની બુનિયાદ તરીકે ઇ-ગવર્નન્સ પ્રસ્થાપિત થયેલું છે.
ગુજરાતમાં ઇ-ગવ. પદ્ધતિ સર્વપ્રથમ ‘માહિતી શક્તિ’ નામે અમલમાં આવેલ. ઇ-ગવ. અંગે નેશનલ એકશન પ્લાન બનાવાયો છે. જેમાં વિવિધ ક્ષેત્રોને અલગ અલગ મહત્વ અપાયેલું છે. ૨૦૦૩-૨૦૦૭ દરમિયાન ભારત સરકાર દ્વારા પદ્ધતિસરનો ઇ-ગવ. પ્લાન અમલમાં મુકાયેલો, જેમાં નીચે મુજબનાં ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવે છે: કોર પ્રોજેક્ટ્સ (૭૩ %), સંકલિત સેવાઓ (૨ %), સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર (૫ %), કોર ઇન્ફ્રાસ્ટ્રકચર (૧૦ %), કોર પોલિસીઝ (૧ %), જાગૃતિ ઝુંબેશ અને અંદાજો (૨ %), સંશોધન અને વિકાસ (૧ %), ઓર્ગેનાઇઝેશન સ્ટ્રકચર (૧ %), તાંત્રિક સહયોગ (૧ %), HRD અને તાલીમ (૪ %).
વિવિધ રાજ્યોએ ભારતમાં અલગ અલગ નામથી વિવિધ ક્ષેત્રોમાં ઇ-ગવ.નો અમલ કર્યો છે. જેમ કે, ગુજરાત (માહિતી શક્તિ, ઇ-ધરા), આંધ્રપ્રદેશ (ઇ-સેવા), ગોવા (ધરણી પ્રોજેક્ટ), કર્ણાટક (ભૂમિ પ્રોજેક્ટ, ખજાને, કાવેરી), હરિયાણા (નઇ દિશા), હિમાચલ પ્રદેશ (લોક મિત્ર), કેરળ (ઇ શૃંખલા), મધ્યપ્રદેશ (જ્ઞાનદૂત, ગ્રામસંપર્ક), મહારાષ્ટ્ર (સેતુ), રાજસ્થાન (જનમિત્ર, રાજિસ્વફ્ટ, લોકમિત્ર, રાજનિધિ), તામિલનાડુ(રાસી મૈયમ્સ, કાંચીપૂરમ્).
ઇ-ગવર્નન્સના લાભ:

- માહિતીનું સરળતાથી એકધારી પદ્ધતિએ અવતરણ
- શાસન અને પ્રજાજનો વચ્ચે (અવતરણ) પ્રત્યક્ષ આંતરક્રિયા
- સારી ઉત્પાદકતા, સુચારુ નિર્ણયપ્રક્રિયા અને આયોજન. FAST - Fast Action Services Trust
મર્યાદાઓ:
- ઇ-ગવર્નન્સના ફાયદાઓ વિશે વિવિધ સ્તરે જાણકારીનો અભાવ
- અપૂરતું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપરોકત લાભ અને મર્યાદાના પરિપ્રેક્ષ્યમાં ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ ક્ષેત્રોમાં ઇ-ગવર્નન્સ ઝડપથી આગળ વધી રહ્યું છે. નેશનલ આઇ કાર્ડ અથવા યુનિક આઇકાર્ડ ‘આધાર’ યોજનાનો સંપૂર્ણ અમલ અને તેનીફળશ્રુતિ તે ઇ-ગવર્નન્સ અને ગુડ ગવર્નનન્સની સફળતાની ધરોહર બનશે તેમાં શંકા નથી.

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site