ડૉ. ઝાકીર હુસેન

http://gujarat-help.blogspot.com/

ડૉ. ઝાકીર હુસેન
http://www.gurjari.net/uploaded/gallery/vishva/dr-zakir-hussain.jpgઅવિસ્મરણીય શિક્ષાશાસ્ત્રી
ડૉ. ઝાકીર હુસેનના પિતા ફિદા હુસેનખાં કાનૂની અભ્યાસ માટે પરિવાર સહિત હૈદરાબાદ વસ્યા હતા. ત્યાં ઈ. ૧૮૯૭ના ફેબ્રુઆરી માસની આઠમી તારીખે ઝાકીર હુસેનનો જન્મ થયો હતો. ઈટાવા તથા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એમણે વિદ્યા પ્રાપ્‍ત કરી. ડૉકટરની પદવી મેળવવા તે બર્લિન ગયા હતા.
ઈ. ૧૯૨૦માં ગાંધીજીએ સરકારી શાળા-કૉલેજોનો બહિષ્‍કાર કરવાનું રાષ્‍ટ્રવ્યાપી એલાન આપ્‍યું. ડૉ. હુસેન ત્યારે કાયદાનો અભ્યાસ કરતા હતા. ત્યારે અભ્યાસ છોડી જામિયા મિલિયા ઇસ્માલિયા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં ગાંધીજીને સહાય કરી અને મામૂલી વેતનથી એ સંસ્થામાં જોડાઈ ગયા. ૩૦ વર્ષની વયે તે આ યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા. બાવીસ વર્ષ સુધી એ સ્થાન શોભાવી એક ઉત્તમ દીર્ઘર્દષ્ટિવાળા શૈક્ષણિક વહીવટદાર તરીકે કીર્તિ સંપાદન કરી. વધારામાં સંસ્થાને કોમવાદના ઝેરથી મુકત રાખવામાં પોતાની રાજકીય અને શૈક્ષણિક કાબેલિયતનો પૂરેપૂરો ઉપયોગ કર્યો.
‘
બુનિયાદી શિક્ષણ‘નો વિચાર વહેતો મૂકનાર ગાંધીજીએ આ યોજનાને મૂર્ત કરવાની તમામ જવાબદારી ડૉ. ઝાકીર હુસેન માથે નાખી હતી. ઈ. ૧૯૫૨માં એઓ રાજ્યસભામાં નિયુક્ત થયા. ઈ. ૧૯૫૪માં એમને ‘પદ્મવિભૂષણ‘ના ખિતાબથી વિભૂષિત કરવામાં આવ્યા. ઈ. ૧૯૫૭માં તેઓ બિહારના રાજ્યપાલ બન્યા. ઈ. ૧૯૬૨માં ઉપરાષ્‍ટ્રપતિ તરીકે ચૂંટાયા. ઈ. ૧૯૬૩માં તેમને ‘ભારત-રત્ન‘નું સર્વોચ્ચ સન્માન અપાયું હતું. ઈ. ૧૯૬૭માં તે આપણા દેશના રાષ્‍ટ્રપતિ બન્યા. યુનેસ્કોની કાર્યકારિણીમાં તેમણે ભારતના પ્રતિનિધિ તરીકે ઈ. ૧૯૫૬ થી ઈ. ૧૯૫૮ સુધી કાર્ય કર્યું હતું. ભારતીય સમિતિ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ સર્વિસ અને વર્લ્ડ યુનિવર્સિટી સર્વિસના તેઓ અધ્યક્ષ હતા.
પોતાના બાગમાં ગુલાબની બસો જેટલી જાતો પોતાને હાથે ઉગાડી પ્રાકૃતિક સૌન્દર્યના પ્રેમી તરીકે તેમણે પોતાનો પરિચય આપ્‍યો હતો. ડૉ. હુસેન વાચનના ખૂબ શોખીન હતા. તેમને કેટલાક ‘ગૌહત્યાના વિરોધી રાષ્‍ટ્રપતિ‘ તરીકે ઓળખાવતા. સત્યનારાયણની કથા પણ તેઓ સાંભળતા. એમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે જેમાં ‘કેપિટાલિઝમ અને એસે ઇન અન્ડરસ્ટેન્ડિન્ગ‘ અનતે હિન્દી ભાષામાં ‘શિક્ષા‘ મુખ્ય છે. તેમણે કેટલાક અનુવાદો પણ પ્રગટ કર્યા હતા. તેઓ જર્મન ભાષા પણ જાણતા હતા. સ્વભાવે શાંત, સરળ, વિનમ્ર અને મૃદુભાષી હોવા છતાં આવશ્યકતા ઊભી થતાં આખાબોલા પણ થઈ શકતા હતા.
અગ્રિમ કેળવણીકાર, ઉમદા દેશભક્ત અને સાલસ સજ્જન તરીકે તેઓ વિશ્વવિખ્યાત થયા હતા. ‘જીવનનું મૂલ્ય નફાતોટામાં અંકાતું નથી પરંતુ આત્માની ખોજ, સેવા કે ત્યાગમાં સમાયેલું છે.‘ આ તેમના જીવનનું સૂત્ર હતું. તેઓ ચુસ્ત ગાંધીવાદી અને બિનસાંપ્રદાયિક હતા.
ઈ. ૧૯૬૯ના મે માસની ત્રીજી તારીખે, રાષ્‍ટ્રપતિપદ પર હતા ત્યારે જ, બહેશ્તનશીન થયા.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular