http://gujarat-help.blogspot.com

પ્રબળ એવી બ્રિટિશ સલ્તનતનાં મૂળ થોડા કાળ માટે પણ ભારતની ભૂમિમાંથી સત્તાવનના સ્વાતંત્રયયુદ્ધે હચમચાવી નાખ્યાં હતાં. એ સ્વાતંત્ર્યયુદ્ધની યોજના, ગુપ્ત સંગઠન તથા સંચાલન કરનાર અગ્રણીઓમાંના એક નાનાસાહેબ મૂળ તો માધવરાવ નારાયણ ભટ્ટના પુત્ર. એમનો જન્મ માથેરાન પાસે આવેલા વેણુ ગામમાં ઈ. ૧૮૨૪ની આઠમી ડિસેમ્બરે થયેલો. એમનું મૂળ નામ ઘોંડોપંત. અંગ્રેજોએ પેન્શન પર ઉતારેલા બીજા બાજીરાવ પેશ્વાએ તેમને દત્તક લીધા હતા. પણ બાજીરાવના અવસાન પછી, તેનું વસિયતનામું સ્પષ્ટ હોવા છતાં અંગ્રેજોએ નાનાસાહેબના હક્કો ખૂંચવી લીધા. આમ નાનાના મનમાં અંગ્રેજોને હિન્દમાંથી નામશેષ કરી નાખવાનો સંકલ્પ કરવાનું કારણ ઊભું થયું. નાનાના હ્રદયમાં ભભૂકેલા એ ભડકાએ ચોદિશ આગ ચાંપવા માંડી.
હિંદુ-મુસલમાનોએ એકત્ર થઈને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢી, વૃદ્ધ બાદશાહ બહાદુરશાહને દિલ્હીની ગાદીએ બેસાડી નવેસરથી શાસન-પ્રારંભ કરવા માટે દેશવ્યાપી એક ગુપ્ત સંગઠન ઊભું કરવાનો નિરધાર કર્યો. ઈ. ૧૮૫૭નું પ્રથમ સપ્તાહ વિપ્લવ માટે નક્કી કર્યું. પરંતુ મેરઠમાં ધાર્યા કરતાં વહેલું બંડ થયું ને યોજના વણસવા લાગી. નાનાએ ધીરજ રાખી અંગ્રેજો સાથે એટલો તો સારો વર્તાવ દાખવ્યો કે તેમના પર વિશ્વાસ મૂકી અંગ્રેજોએ તેમને કાનપુરનો ખજાનો અને દારૂગોળાનો ભંડાર સાચવવા સોંપ્યો. વગર મહેનતે આ બધું મેળવી નાનાએ ચોથી જૂનની મધરાતે સંકેતાનુસાર બંડ શરૂ કરી કાનપુર દબાવ્યું અને પહેલી જુલાઈએ બિઠુર જઈ ત્યાં વિધિસર પેશ્વાની ગાદીએ બેઠા. પરંતુ જનરલ હેવલોક પાછો કાનપુર પર ચઢી આવતાં તેમને જાતે મેદાન છોડવું પડયું. અંગ્રેજોના શિસ્તબદ્ધ ને જોરદાર ધસારા સામે તે ટકી શક્યા નહિ. ઉત્તરોત્તર બધી લડાઈઓ બંડખોરો ગુમાવતા ગયા.
શિસ્તબદ્ધ અંગ્રેજોએ યુદ્ધ આપવું મુશ્કેલ હોઈ નાનાએ ગેરીલા છાપા મારવા માંડ્યા ને સાધનસામગ્રી તથા માણસોની અછતના કપરા કાળમાં પણ બંડ ચાલુ રાખ્યું. અંતે ૧૮૫૮ની ૧૩મી જૂને હજારો સ્વયંસેવકો લઈ બાલાસાહેબ, વિલાયતશાહ ને અલીખાં મેવાતી આદિ નેતાઓ સાથે નાનાએ લખનૌ પર છેલ્લો હલ્લો કર્યો. તેમાં અપ્રતિમ બહાદુરી બતાવવા છતાં આખરે તોપોને કારણે અંગ્રેજો જીતી ગયા. આ જબરી શિકસ્ત ખાધા પછી પણ નાનાએ અવારનવાર હલ્લા કરી બીજા છ માસ સુધી અંગ્રેજોને તોબાહ પોકરાવી. આખરે જ્યારે યુદ્ધ અશક્ય જ થઈ પડ્યું ત્યારે ઈ. ૧૮૫૯ના એપ્રિલમાં મદદની આશાએ તે નેપાળ ગયા. પણ ત્યાં તો ઊલટું રાણા જંગબહાદૂરે એમના ક્રાન્તિકારી સાથીદારોને પકડાવવામાં અંગ્રેજોને સગવડ આપી. તેમાં ઘણા માર્યા ગયા, ઘણા કેદ પકડાયા અને કેટલાય જંગલોમાં ચાલ્યા ગયા. એમાં નાનાસાહેબ પણ ગુમ થયા. આ પછી તેમનું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું તે હજુ અચોક્કસ છે.
સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની
નાનાસાહેબ પેશ્વા : જન્મ જયંતિ

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site