http://gujarat-help.blogspot.com
પ્રવીણ જોશી - ગુજરાતી રંગમંચના
ખ્યાતનામ કલાકાર
પ્રવીણ
જોશીનો જન્મ પાટણમાં ઈ. ૧૯૩૬ના જાન્યુઆરી માસની પહેલી તારીખે થયો હતો. પિતા
રામલાલના ત્રણ પુત્રોમાં પ્રવીણ જયેષ્ઠ.
નાટ્યકાર તરીકે, દિગ્દર્શક તરીકે એટલે કે નાટ્ય-કલાકાર તરીકે જાણીતા બનતા પહેલાં પ્રવિણને અનેક તાવણીમાંથી પસાર થવું પડ્યું હતું. મુંબઈની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. અહીં પ્રહલાદ પારેખ જેવા ગુજરાતી વિષયના ઉત્તમ શિક્ષકનું તેમને પ્રાત્સાહન મળ્યું. પ્રહલાદ કહેતા, ‘પ્રવીણે તો નાટક જ કરવું જોઈએ. નાટકની આખી દુનિયા છે – વિશ્વવિદ્યાલય કરતાંયે મોટી એવી દુનિયા.‘ અને પ્રવીણભાઈ આ વિશાળ નાટ્યવિશ્વમાં વેગપૂર્વક ધસી ગયા. પાછળથી રંગભૂમિની એકેઅક ખૂબીઓને પચાવીને પુષ્ટ બનેલા રમેશ જમીનદારનો સાથ સહારો પણ સાંપડ્યો હતો.
માધ્યમિક શિક્ષણ પુરું કરી પ્રવીણે કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ કૉલેજ-પ્રવેશ અભ્યાસ કરવા માટે નહિ પણ આંતરકૉલેજ નાટ્યસ્પર્ધામાં ભાગ લઈ શકાય તે માટે મેળવ્યો હતો. લીધેલી ધૂન પાછળ મંડી રહેવાની આદત અને પરિશ્રમની અઠંગ ઉપાસના કરવાની આદતને લીધે પ્રવીણે પંચાવન નાટકોમાં ભાગ લીધો હતો જ્યારે આડત્રીસથી વધુ નાટકોનું દિગ્દર્શન કર્યું હતું. સામે ઊભેલા કોઈ પણ કળાકારમાં અભિનયની કેટલી શક્તિ રહેલી છે તે પ્રવીણભાઈ ખૂબ સહેલાઈથી જાણી શકતા. આવી આંતરિક શક્તિ પારખતાં પારખતાં એક એવી પ્રતિભાનો તેમને પરિચય થયો જેને તેમણે પોતાનાં જીવનસાથી બનાવ્યાં. પૂર્વ જીવનનાં ઇન્દુ ભોંસલે સરિતા જોશી બન્યાં. પ્રવીણે જેનું દિગ્દર્શન સંભાળેલું તે ‘સંતુ રંગીલી‘માં સંતુ બની તે નાટકના ૩૨૧ પ્રયોગો ભજવવા સદ્દભાગી બન્યાં હતાં.
ઈ. ૧૯૬૧માં ‘આઈ.એન.ટી.‘ એ નાટ્યમહોત્સવ યોજ્યો હતો. આ પ્રસંગે રવીન્દ્રનાથ ટાગોરની વિખ્યાત કૃતિ ‘ચિરકુમારસભા‘નું ગુજરાતી રૂપાંતર ‘કૌમાર અસંભવમ્‘ રજૂ કરી દિગ્દર્શક તરીકે પ્રવીણે નામના જમાવી. ‘રંગભૂમિ‘ નામની નાટ્યસંસ્થામાં ચંદ્રવદન ભટ્ટનાં સહાયક બન્યાં હતાં. મીનપિયાસી, મોગરાના સાપ, કોઈનો લાડકવાયો, કૉફીનો એક કપ, મંજુ મંજુ, મહાપાપી – મહાભીરુ, માણસ નામે કારગાર, સપ્તપદી, મોતી વેરાણાં ચોકમાં, સપનાનાં વાવેતર, ચોર બજાર, કુમારની અગાશી, સંતુ રંગીલી, સાહ્યબો ગુલાબનો છોડ, થેંક યુ મિ. ગ્લાડ અને મોસમ છલકે જેવા નાટકો પ્રવીણભાઈએ રજૂ કરી ગુજરાતી રંગભૂમિનું નવતર સ્વરૂપ ઊભું કર્યું હતું. તેમનાં નાટકોના બધા મળી લગભગ ૨,૦૦૦ પ્રયોગો થયા છે.
૨૫ વર્ષ સુધી તેમણે ‘આકાશવાણી‘ સાથે સહયોગ સાધ્યો હતો. ત્રણેક સામયિકોનું સંપાદન કર્યું અને અખબારોમાં કટાર લખી. પ્રવીણે કેટલાંયે વિદેશી કે પરભાષાનાં નાટકોનાં રૂપાંતર કરી ગુજરાતી રંગમંચ પર સફળતાપૂર્વક રજૂ કર્યાં હતાં. આથી કેટલીક વાર પ્રવીણ પર એવો આક્ષેપ મૂકવામાં આવતો કે રૂપાંતરિત કે અનૂદિત નાટકો ભજવવાનો જેટલો શોખ તેમને છે એટલો શોખ મૌલિક નાટકો ભજવવાનો નથી. જવાબમાં પ્રવીણ કહેતા કે ગુજરાતી ભાષામાં નાટક જ નથી. તેઓ ત્યાં સુધી કહેતા કે અન્ય ભાષામાં તૈયાર થયેલાં સફળ મૌલિક નાટકોને ઝીણવટથી તપાસશું તો તેનાં બીજ કોઈ ને કોઈ પરદેશી નાટકોમાંથી મળી આવશે. ઈ. ૧૯૫૮માં, ઈ. ૧૯૬૧માં અને ઈ. ૧૯૬૫માં મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા આયોજિત નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ એમને એનાયત થયો હતો. એ જ પ્રમાણે રાજ્યકક્ષાની નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે સતત પાંચ વખત પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું.
હિન્દી ફિલ્મ ‘આક્રાન્ત‘ તથા ગુજરાતી ફિલ્મ ‘કુમકુમ પગલાં‘ માં તેમણે મુ્ખ્ય પાત્રની ભૂમિકા ભજવી હતી. હિન્દી ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી પણ તેમણે મુખ્ય પાત્રની ભૂમિકા ભજવી હતી. હિન્દી ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી પણ તેમણે સંભાળી હતી. રંગભૂમિનો અભ્યાસ કરવા તથા નાટ્યકૃતિઓનું નિરીક્ષણ કરવા તે પરદેશ પણ ગયા હતા. પરદેશ જવા માટે વિદેશી સંસ્થાઓ તરફથી તેમને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવી હતી. ઈ. ૧૯૮૪માં ગુજરાત સરકાર તરફથી એમને મરણોત્તર ‘ગૌરવ પુરસ્કાર‘ અર્પણ થયો હતો. તેમનાં પત્ની સરિતાએ ઈ. ૧૯૮૩માં ‘પ્રવીણ જોશી થિયેટર‘ની સ્થાપના કરી એ સંસ્થાને ઉપક્રમે ઉત્કૃષ્ટ નાટકો રજૂ કર્યાં છે.
ઈ. ૧૯૭૯માં ગુજરાતી રંગભૂમિનો સવા શતાબ્દીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. ૧૯મી જાન્યુઆરીએ આ ઉત્સવનો પ્રારંભ થતો હતો તે દિવસે જ વહેલી સવારે રંગમંચના આ ખેલંદાએ સાચોસાચ ‘અલવિદા‘નો અભિનય આચરી બતાવ્યો.

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site