http://gujarat-help.blogspot.com
વડી ધારાસભાના પ્રથમ પ્રમુખ :
વિઠ્ઠલભાઈ પટેલ
અન્યાયનો સામનો બહારવટાથી થતો. બહારવટિયા શસ્ત્રો લેતા.
માનેલા સત્ય માટે મરતા અને મારતા. ગાંધીબાપુની પ્રેરણા થઈ. અંગ્રેજો સામે બહારવટું
ખેલાયું. બહારવટું અહિંસક હતું. એવા બહારવટામાં બે આગેવાન. બંને સગા ભાઈ. બંને
આપણા ગુજરાતી. ગુજરાતમાં ખેડા જિલ્લો. ખેડા જિલ્લામાં કરમસદ ગામ. આ ગામના પનોતા
પુત્ર : એક સરદાર વલ્લભભાઈ. બીજા વીર વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ મોટા. એમનો જન્મ ૧૮૭૩માં
થયો. પિતા ઝવેરભાઈ પટેલ. ૧૮૫૭માં એ અંગ્રેજો સામે ઝૂઝેલા. મેટ્રિક પછી વિઠ્ઠલભાઈ
વકીલ થયા. ગોધરામાં વકીલાત માંડી. ફોજદારી કેસોમાં નામના કાઢી પછી બોરસદ આવ્યા.
ખૂબ ખૂબ કેસો જીત્યા. નામના વધી. આથી નાના ભાઈ વલ્લભભાઈને સાથી બનાવ્યા. બંનેની
જબરી કોઠાસૂઝ. વહેવાર જ્ઞાન ઘણું. હિંમતનો પાર નહિ. મહેનતુ સ્વભાવ. નીડર અને
હાજરજવાબી. પોલીસખાતા સામે સદા જીતે. સરકાર ગભરાઈ, બોરસદની કોર્ટ આણંદ ખસેડી.
સરકારને ખર્ચ વધ્યું. અહીં પણ બંને ભાઈ હાજર. બંનેનો ડંકો વાગ્યો. આપણી એક કહેવત :
‘મેલ
કરવતિયા મોચીના મોચી.’ સરકારે થાકીને એવું કર્યું. વળી કોર્ટ
બોરસદ પાછી ફેરવી.
વલ્લભભાઈએ બેરિસ્ટર થવા તૈયારી કરી. એ માટે વિલાયત જવું પડે. તૈયારી પૂરી થઈ. વિઠ્ઠલભાઈ કહે હું પહેલો જાઉં. ભાઈઓ વચ્ચે પ્રેમ. વિઠ્ઠલભાઈ માટે વલ્લભભાઈનો ત્યાગ. વિઠ્ઠલભાઈ ગયા. મહેનત કરી. પહેલા નંબરે પાસ થયા. પચાસ પાઉન્ડનું ઇનામ જીત્યા. ત્રણ વરસનું અઢી વરસમાં ભણ્યા.
મુંબઈ આવી વકીલાત માંડી. નામ જાણીતું થયું. એવામાં વિધુર થયા. પાટીદારમાં કન્યાની ખોટ નહિ. તેમાં આ તો ખાનદાન કુટુંબ. વિઠ્ઠલભાઈ ફરી ન પરણ્યા. મન ફકીરીમાં ઢળ્યું. લોકસેવાનો વિચાર કર્યો. એવામાં બીમાર થયા. આરામ માટે આણંદ આવ્યા. બાજુમાં મામલતદાર રહે. ભેટસોગાદ પડાવ્યા કરે. સરકારી તંત્ર સડેલું. તેને નાથવા ઉપાય વિચાર્યો. ઉપાય ધારાસભામાં જવાનો. ધારાસભાની સીધી ચૂંટણી નહિ – અનેક આંટીઘૂંટી નડે. આડકતરી ચૂંટણી થાય. ધનવાળાને મતનો હક. એ તાલુકાના પ્રતિનિધિ ચૂંટે. તાલુકામાંથી જિલ્લામાં જવાય. જિલ્લાના પ્રતિનિધિ ધારાસભામાં જાય. અભિમન્યુના કોઠાયુદ્ધ જેવું કામ. વિઠ્ઠલભાઈ બુદ્ધિના બળિયા. ગોઠવણો કરીને ધારાસભામાં ચૂંટાયા.
ધારાસભામાં ચૂંટાયેલા લધુમતી. ધારાસભ્યને ઝાઝા હક નહિ. પ્રશ્ન પૂછી શકે. ઠરાવ લાવી શકે. સરકાર ધારાસભાને જવાબદાર નહિ. ધારાસભાના ઠરાવને નકારવા તેને હક. ધારાસભ્ય માત્ર શોભાના. વિઠ્ઠલભાઈ જુદી માટીના માનવી. એ માનતા દયાથી હક ન મળે. તે મેળવવા આવડત જોઈએ. તેમણે બ્રિટનની આમસભાનો અભ્યાસ કર્યો. કામકાજની ઢબ સમજ્યા. સભ્યોના હકના જાણકાર થયા. વિઠ્ઠલભાઈએ રાતદિવસ મહેનત કરી. પ્રજાના પ્રશ્નો સમજ્યા. સરકારી તંત્રની રીતરસમો જાણી. પછી ધારાસભામાં સવાલો પૂછે. સરકારની બદદાનત ઉઘાડી કરે. સરકારની વાત જાહેર થાય. સરકાર મૂંઝાઈ જાય. સરકાર કામ પડતું મૂકે.
દેશમાં ઘણી વડી અદાલતો. એકસરખા કેસમાં દરેકના જુદા ચુકાદા. તેમણે આવા ચુકાદા શોધ્યા. ક્યા સાચા તે પૂછ્યું. આથી સરકારે કાયદા સુધાર્યા. સરકારે નવો કાયદો કર્યો. તે હતો રૉલેટ એક્ટ. દમનનો એ કાયદો. આ સામે અસહકારની લડત ચાલી. તેમણે લડતના ટેકામાં ધારાસભા છોડી.
વિઠ્ઠલભાઈનો કામનો પ્રભાવ. ત્યારે વાંદરા સુધરાઈમાં સભ્યની જગા. સરકારે તેમને સભ્ય નીમ્યા. થાણા લોકલ-બોર્ડમાંય નીમ્યા. વિઠ્ઠલભાઈનું કામ વધ્યું. લોકલબોર્ડમાં એ પ્રમુખ ચૂંટાયા.
વિઠ્ઠલભાઈમાં ઝાઝી શક્તિ. કામ કરવાની ઇચ્છા ઘણી. મુંબઈમાં ત્યારે નગર નિગમ. એમાં ચૂંટાવાની ઇચ્છા થઈ. એકલા ચૂંટાઈને? શું કરે ? જાહેર કામમાં જુથ જરૂરી. વિઠ્ઠલભાઈ એ જૂથ રચ્યું. એ જૂથ સ્વરાજ પક્ષ. સ્વરાજ પક્ષ ચૂંટણી લડ્યો. સાડત્રીસ બેઠકો જીત્યો. વિઠ્ઠલભાઈ શાળાસમિતિના પ્રમુખ થયા. વિઠ્ઠલભાઈએ નવો ચીલો પાડ્યો. શાળાસમિતિમાં માતૃભાષાની છૂટ આપી. ગુજરાતી, મરાઠી અને ઉર્દૂ – આવી ત્રણ ભાષા સ્વીકારી. દેશી ભાષાઓની શાન વધારી.
નગર નિગમના એ મેયર થયા. મેયર તરીકે તેમનો નવો ચીલો. એ હતો મેયરની અલગ ઑફિસ નહિ. હવે મેયર રોજ આવે. સવાલો સમજે અને ઉકેલવા મથે. આથી કમિશનરની ધાક ઘટી. તેનો એકાધિકાર ગયો. નગર નિગમમાં એક રિવાજ. વરસમાં એકવાર ગવર્નરને બોલાવવા. એમના માનમાં ખાણીપીણીનો જલસો કરવો. વિઠ્ઠલભાઈએ રિવાજ તોડ્યો.
ધારાસભાની ચૂંટણીઓ આવી. સ્વરાજ પક્ષે તેમાં ઝંપલાવ્યું. ભારતની વડી ધારાસભાની ચૂંટણી થઈ. તેમાં ૪૪ ધારાસભ્યો સ્વરાજ પક્ષના. વિઠ્ઠલભાઈ તેના ઉપનેતા થયા. તેમણે સુંદર કામગીરી બજાવી. વડી ધારાસભામાં સરકાર પ્રમુખ નીમતી. સરકારે ચૂંટણી દાખલ કરી. વિઠ્ઠલભાઈ પ્રમુખ ચૂંટાયા.
વડી ધારાસભાના તે પહેલા ચૂંટાયેલા પ્રમુખ. તે પદનું તેમણે ગૌરવ વધાર્યું. સભ્યોના હકો જાળવ્યા. બારડોલી સ્ત્યાગ્રહની લડત. દાંડીકૂચની મીઠાની લડત. બધામાં વિઠ્ઠલભાઈની ભારે મદદ. તેમની પ્રતિભા જબરી. વાઇસરૉયની તેમને મૈત્રી. સરકારી તંત્ર તેમનાથી ડરે. આનો લાભ લીધો. દેશહિતનાં કામ કર્યાં.
વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈની બંધુબેલડી. એક અમદાવાદ સુધરાઈના પ્રમુખ. બીજા મુંબઈના નગરપતિ. એક ગાંધીવિચારના અડગ હિમાયતી. તેમાં ફેરફારના વિરોધી. બીજા દેશહિતમાં વિચાર ફેરવવાના મતના. બંનેએ દેશની સેવા કરી.
કાયદાની આંટીઘૂંટીના વિઠ્ઠલભાઈ જાણકાર. અંગ્રેજોની ભાષામાં એ અંગ્રેજોને મૂંઝવે. વિઠ્ઠલભાઈની રાતદિવસની મહેનત. દેશ માટેના લાંબા પ્રવાસો. એ બધાથી તબિયત બગડી. વિયેનામાં ઑપરેશન કરાવ્યું. સારું થતાં ફરી કામ. ફરી ઊથલો. ફરી વિયેના સારવાર. સારું થયે કામની દોડધામ. આમાં એ ન બચ્યા. ૧૯૩૩માં એમનું અવસાન થયું.
મુંબઈમાં વિઠ્ઠલભાઈની સ્મશાનયાત્રા નીકળી. સ્મશાનયાત્રા માઈલો લાંબી.
નિઃસંતાન વિઠ્ઠલભાઈનું વસિયતનામું. એમના દેશપ્રેમનું પ્રતીક. મિલકત સગાંસંબંધીને ના આપી. મિલકત દેશને ચરણે ધરી. સંસદીય પદ્ધતિના એ લડવૈયા લોકશાહીના એ રખેવાળ. નાતજાતના ભેદભાવના વિરોધી. ભારતને એમની ભારે ખોટ. એમની જગા કોણ પૂરશે ?

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site