http://gujarat-help.blogspot.com
વર્ગીસ કુરિયનનો જન્મ ઈ. ૧૯૨૧ના
નવેમ્બર માસની ૨૬મી તારીખે કેરળના કાલિકટ શહેરમાં થયો હતો. પિતાનું નામ પી. કે.
કુરિયન અને માતાનું નામ અણમ્મા. વર્ગીસે બી. એસસી., બી.ઈ., એમ.એસસી. તથા ડી.એસસી.ની
ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી.
ગુજરાતમાં દૂધક્ષેત્રે શ્વેતક્રાંતિ આણવાનું શ્રેય તેમને ફાળે જાય છે. ગુજરાતના ડેરી-ઉદ્યોગના વિકાસમાં તેમણે ગણનાપાત્ર ફાળો આપ્યો છે. આ સત્કાર્યની કદરરૂપે ગુજરાત રાજ્યના ડેરી-ઉદ્યોગને લગતાં અનેક સલાહકાર મંડળોમાં તેમને નીમવામાં આવ્યા હતા. આવી સંસ્થાઓની કેટલીયે અગત્યની સમિતિઓમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. ઈ. ૧૯૬૫થી કરી આજસુધી તેઓ આણંદના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન હતા. વડોદરા ખાતે આવેલ ઇન્ડિયન ડેરી કૉર્પોરેશનના તે ઈ.૧૯૭૦થી ચેરમેન પદ શોભાવ્યું હતું. એ જ રીતે ઈ. ૧૯૭૯થી ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (આણંદ) તથા ઈ. ૧૯૮૨થી આણંદના ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા. ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પણ તેઓ ચેરમેન હતા.
બ્રસેલ્સ ખાતે આવેલી ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની કારોબારી સમિતિમાં તેઓ ઈ. ૧૯૭૪-૭૮ દરમિયાન અને ત્યાર પછી ઈ. ૧૯૮૨થી અદ્યાપિ પર્યન્ત સભ્ય છે. ભારત સરકારના ઊર્જા સલાહકાર બોર્ડના તેઓ સભ્ય છે. ભારતના ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગના તેઓ ફેલો છે. ઈ. ૧૯૬૦થી તેઓ પશુપાલન તથા ડેરી વિકાસ માટે ગુજરાત રાજ્યના માનાર્હ સલાહકાર તથા ગુજરાત પશુપાલન અને ડેરી વિકાસ મંડળના માનાર્હ કાર્યકારી પ્રમુખ છે. ઈ. ૧૯૭૩થી કરી ૧૧ વર્ષ માટે તેઓ ગુજરાત સહકારી દૂધ-વેચાણ સંઘના પ્રમુખ હતા.
ઈ. ૧૯૭૪માં દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ડેરી કૉંગ્રેસનું ઓગણીસમું અધિવેશ ભરવામાં આવ્યું હતું. તે અધિવેશનના અધ્યક્ષપદે ડૉ. કુરિયનની વરણી કરવામાં આવી હતી. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, જીવન વીમા નિગમ, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા તથા બેન્ક ઓફ બરોડાના સેન્ટ્રલ એમિનિસ્ટ્રેટિવ બૉર્ડના સંચાલક મંડળના તેઓ નિયામક છે.
તેમની શ્વેતક્રાન્તિ વિષેની પ્રશસ્ય કામગીરી બદલ અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખિતાબો, પારિતોષિકો તથા બહુમાનથી નવાજવામાં આવ્યા છે. ઈ. ૧૯૬૩માં તેમને કમ્યુનિટી લીડરશીપનો મેગ્સેસે ઍવૉર્ડ એનાયત થયો હતો. ઈ. ૧૯૮૦માં ‘વિશ્વગુર્જરી‘ ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો હતો. તદુપરાંત ઈ. ૧૯૮૩માં મથુરાદાસ વિસનજી એન્ડાઉમેન્ટ ઍવૉર્ડ, ઈ. ૧૯૮૯માં સંયુક્ત રાષ્ટ્રસંઘનો શાંતિપુરસ્કાર, ઈ. ૧૯૬૫માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી‘નો ખિતાબ અને ઈ. ૧૯૬૬માં ‘પદ્મભૂષણ‘નો ખિતાબ આપવામાં આવ્યો હતો. દેશપરદેશની કેટલીયે યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડિગ્રીઓ તથા સન્માનપત્રોથી વિભૂષિત કર્યા છે. વલ્લભવિદ્યા-નગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીએ તેમને એલ. એલ. ડી. ની પદવી અર્પણ કરી હતી.
તેમણે કેટલાક ગ્રન્થો પણ લખ્યા છે જેમાં ‘પ્રોડક્ટિવિટી ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ‘, ‘પબ્લિક સર્વિસ બાય પ્રાયવેટ પર્સન્સ‘ અને ‘વીમેન ઍન્ડ ફૂડ‘ ઉલ્લેખનીય છે.
વર્ગીસ કુરિયન - ભારતમાં
શ્વેતક્રાંતિના સર્જક અને ગુજરાતમાં ડેરી-ઉદ્યોગના પ્રણેતા
વર્ગીસ કુરિયનનો જન્મ ઈ. ૧૯૨૧ના
નવેમ્બર માસની ૨૬મી તારીખે કેરળના કાલિકટ શહેરમાં થયો હતો. પિતાનું નામ પી. કે.
કુરિયન અને માતાનું નામ અણમ્મા. વર્ગીસે બી. એસસી., બી.ઈ., એમ.એસસી. તથા ડી.એસસી.ની
ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી.ગુજરાતમાં દૂધક્ષેત્રે શ્વેતક્રાંતિ આણવાનું શ્રેય તેમને ફાળે જાય છે. ગુજરાતના ડેરી-ઉદ્યોગના વિકાસમાં તેમણે ગણનાપાત્ર ફાળો આપ્યો છે. આ સત્કાર્યની કદરરૂપે ગુજરાત રાજ્યના ડેરી-ઉદ્યોગને લગતાં અનેક સલાહકાર મંડળોમાં તેમને નીમવામાં આવ્યા હતા. આવી સંસ્થાઓની કેટલીયે અગત્યની સમિતિઓમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. ઈ. ૧૯૬૫થી કરી આજસુધી તેઓ આણંદના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન હતા. વડોદરા ખાતે આવેલ ઇન્ડિયન ડેરી કૉર્પોરેશનના તે ઈ.૧૯૭૦થી ચેરમેન પદ શોભાવ્યું હતું. એ જ રીતે ઈ. ૧૯૭૯થી ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (આણંદ) તથા ઈ. ૧૯૮૨થી આણંદના ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા. ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પણ તેઓ ચેરમેન હતા.
બ્રસેલ્સ ખાતે આવેલી ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની કારોબારી સમિતિમાં તેઓ ઈ. ૧૯૭૪-૭૮ દરમિયાન અને ત્યાર પછી ઈ. ૧૯૮૨થી અદ્યાપિ પર્યન્ત સભ્ય છે. ભારત સરકારના ઊર્જા સલાહકાર બોર્ડના તેઓ સભ્ય છે. ભારતના ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગના તેઓ ફેલો છે. ઈ. ૧૯૬૦થી તેઓ પશુપાલન તથા ડેરી વિકાસ માટે ગુજરાત રાજ્યના માનાર્હ સલાહકાર તથા ગુજરાત પશુપાલન અને ડેરી વિકાસ મંડળના માનાર્હ કાર્યકારી પ્રમુખ છે. ઈ. ૧૯૭૩થી કરી ૧૧ વર્ષ માટે તેઓ ગુજરાત સહકારી દૂધ-વેચાણ સંઘના પ્રમુખ હતા.
ઈ. ૧૯૭૪માં દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ડેરી કૉંગ્રેસનું ઓગણીસમું અધિવેશ ભરવામાં આવ્યું હતું. તે અધિવેશનના અધ્યક્ષપદે ડૉ. કુરિયનની વરણી કરવામાં આવી હતી. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, જીવન વીમા નિગમ, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા તથા બેન્ક ઓફ બરોડાના સેન્ટ્રલ એમિનિસ્ટ્રેટિવ બૉર્ડના સંચાલક મંડળના તેઓ નિયામક છે.
તેમની શ્વેતક્રાન્તિ વિષેની પ્રશસ્ય કામગીરી બદલ અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખિતાબો, પારિતોષિકો તથા બહુમાનથી નવાજવામાં આવ્યા છે. ઈ. ૧૯૬૩માં તેમને કમ્યુનિટી લીડરશીપનો મેગ્સેસે ઍવૉર્ડ એનાયત થયો હતો. ઈ. ૧૯૮૦માં ‘વિશ્વગુર્જરી‘ ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો હતો. તદુપરાંત ઈ. ૧૯૮૩માં મથુરાદાસ વિસનજી એન્ડાઉમેન્ટ ઍવૉર્ડ, ઈ. ૧૯૮૯માં સંયુક્ત રાષ્ટ્રસંઘનો શાંતિપુરસ્કાર, ઈ. ૧૯૬૫માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી‘નો ખિતાબ અને ઈ. ૧૯૬૬માં ‘પદ્મભૂષણ‘નો ખિતાબ આપવામાં આવ્યો હતો. દેશપરદેશની કેટલીયે યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડિગ્રીઓ તથા સન્માનપત્રોથી વિભૂષિત કર્યા છે. વલ્લભવિદ્યા-નગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીએ તેમને એલ. એલ. ડી. ની પદવી અર્પણ કરી હતી.
તેમણે કેટલાક ગ્રન્થો પણ લખ્યા છે જેમાં ‘પ્રોડક્ટિવિટી ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ‘, ‘પબ્લિક સર્વિસ બાય પ્રાયવેટ પર્સન્સ‘ અને ‘વીમેન ઍન્ડ ફૂડ‘ ઉલ્લેખનીય છે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site