http://gujarat-help.blogspot.com/
કૃષ્ણસમર્પિત સાક્ષાત્ ભક્તિ
કૃષ્ણભક્ત કવિઓમાં મીરાંનું સ્થાન બહુ જ ઊંચું છે. તેણે પોતાનું સમસ્ત જીવન કૃષ્ણને સમર્પિત કર્યું હતું.
મેડતાના રાવની દીકરી અને ચિતોડની એ રાજવધૂ નાચી રહી હોય, કૃષ્ણભક્તિનાં ગીતો ગાઈ રહી હોય, અને અધૂરામાં પૂરું પતિનું કુટુંબ ચુસ્ત શૈવ. કેટલું અસહ્ય !
બલ્યાવસ્થામાં જ દાદા રાવ દુદાજી પાસે આકંઠ ભક્તિરસ પીધો હતો. રમતરમતમાં માતાએ તેને ‘શામળિયો સ્વામી‘ આપ્યો, પણ માતાને ક્યાં ખબર હતી કે તે રમત જ તેનું જીવન બની જશે ! પરંતુ મીરાં તો ખરેખર ‘લક્ષચોરાસી મારો ચૂડલો રે, મેં તો વર્યા ગોપાળનાથ‘ કહીને તનમનથી શ્યામસુંદરની ‘દાસી જનમજનમની‘ બની ચૂકી હતી. ‘બીજાનાં મીંઢળ નહિ રે બાંધુ‘ કહેવા છતાં ચિતોડના રાણા સંગ્રામસિંહના પાટલીકુંવર ભોજરાજા સાથે લગ્નગાંઠથી તેને બંધાવું પડ્યું. રાજકુટુંબે નક્કી કર્યું કે મીરાંએ કાં તો ‘કૃષ્ણભક્તિ‘ નો કુછંદ છોડવો, કાં તો જીવન‘. વિષના મોકલાએલા પ્યાલાને ‘અમૃત માની મીરાં પી ગયાં રે ! અને પછી મીરાં ચાલી તેના મનમોહનની વ્રજભૂમિમાં. ત્યાંથી તે પહોંચી શ્રીકૃષ્ણની દ્વારકા નગરીમાં અને અહીં પોતાના અસ્તિત્વને કૃષ્ણમાં લીન કરી દીધું.
ઊર્મિસભર ગેય પદોમાં તેણે સ્ત્રીહ્રદયના ભાવો માર્મિકતાથી વ્યક્ત કર્યા છે. પદોમાં કોમળતા છે; મધુરતા છે, ઊર્મિની સંવેદના ને સંગીતમયતા છે; અનુરાગ અને એકનિષ્ઠા છે. અહીંતહીં ઝળકી જતાં જ્ઞાન અને દર્શનનાં ‘ઘૂંઘટકા પટ ખોલ‘ જેવાં પદોએ તથા ‘રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર‘ જેવાં પ્રકૃતિદર્શનોએ તેનાં કાવ્યોને સુમધુર, હ્રદયંગમ બનાવ્યાં. હિંદી તેમજ ગુજરાતીમાં તેના ત્રણસોએક પદો મળી આવે છે.
કેટલાક વિદ્વાનો તેનો જન્મ ઈ. ૧૪૩૦માં થયો તો કેટલાક ઈ. ૧૪૯૮માં થયો માને છે. તેનો સ્વર્ગવાસ ઈ. ૧૫૬૩ અને ૧૫૭૩ની વચ્ચે થયો હશે એમ માનવામાં આવે છે.
મીરાં
કૃષ્ણસમર્પિત સાક્ષાત્ ભક્તિકૃષ્ણભક્ત કવિઓમાં મીરાંનું સ્થાન બહુ જ ઊંચું છે. તેણે પોતાનું સમસ્ત જીવન કૃષ્ણને સમર્પિત કર્યું હતું.

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site