મિખાઇલ ગોર્બાચોવ

http://gujarat-help.blogspot.com

મિખાઇલ ગોર્બાચોવ - સોવિયેટ સંઘની અભિનવ ક્રાન્તિના સર્જક

http://www.gurjari.net/uploaded/gallery/vishva/mikhail-gorbachov.jpgઈ. ૧૯૩૧ની માર્ચની બીજી તારીખે કોકેસસની ઉત્તરે એક ખેડૂતને ઘેર જન્મેલા મિખાઇલ ગોર્બાચોવે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટી તથા સ્નાવ્‍રોપૉલ ઍગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી ઈ. ૧૯૪૬ થી ઈ. ૧૯૫૦ સુધી ટ્રેકટર ડ્રેઇવર તરીકે કામ કર્યું હતું. ઈ. ૧૯૫૫ થી ઈ. ૧૯૬૨ના સમગગાળા દરમિયાન તેઓ કૉમ્સોમૉલ સામ્યવાદી પક્ષના યુવક મંડળમાં જોડાયા. ઈ. ૧૯૫૬માં એ પક્ષની સ્તાવ્રોપૉલ શહેર-સમિતિના પ્રથમ સેક્રેટરી બન્યા. ઈ. ૧૯૭૧માં સોવિયેટ યુનિયનના મધ્યસ્થ પક્ષના સદસ્ય તથા ઈ. ૧૯૭૮માં કૃષિ‍ - વિષયક મધ્યસ્થ કમિટિના સેક્રેટરી બન્યા. ઈ. ૧૯૭૯ દરમિયાન પોલિટ્બ્યુરોના ઉમેદવાર સભ્ય અને ઈ. ૧૯૮૦માં તેના સદસ્ય બન્યા. ઈ. ૧૯૮૪માં યુ. એસ. આર.ની વિદેશ વિભાગની કમિટીમાં તેમને ચેરમેન બનાવવામાં આવ્યા. આ કમિટી ચેરમેન તરીકે તેમણે કેનેડા અને બ્રિટનની મુલાકાત લીધી હતી. તેમની કાર્યદક્ષતાથી બંને દેશોના રાજકારણીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.
ઈ. ૧૯૮૫માં ચેરનેન્કોનું અવસાન થતાં બીજે જ દિવસે તેમને સામ્યવાદી પક્ષના સામાન્ય મંત્રી બનાવવામાં આવ્યા. તેમની આ નિયુક્તિ થતાં જ રશિયા અને દુનિયાના ઇતિહાસનું એક નવું પ્રકરણ આરંભાયું. ઈ. ૧૯૮૫થી ઈ. ૧૯૯૧ના છ વર્ષના ગાળા દરમિયાન તેઓ સત્તાસ્થાન પર રહ્યા. તે સમયે એટલે રશિયન રાજકારણ અને અર્થકારણમાં આમૂલ પરિવર્તનનો સમય. ગોર્બાચોવની નીતિની દૂરગામી અસર સ્વદેશ તેમજ પરદેશમાં ફેલાવા પામી હતી.
જ્યારે ગોર્બાચોવે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારે રશિયા કટોકટીને આરે આવ્યું હતું. રશિયાની આંતરિક તેમજ બાહ્ય નીતિમાં પરિવર્તન જરૂરી બન્યું હતું. લેનિન અને સ્ટાલિન દ્વારા જે અડીખમ વ્યવસ્થાતંત્ર યોઠવાયું હતું તેને હટાવી સર્વદેશીય નવ-વિધાન જરૂરી હતું. હા ઉદ્દેશોની સિદ્ધિ માટે ગોર્બાચોવે પેરેસ્ટ્રોઈકાઅને ગ્લાસનોસ્ટના બે સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા. પેરેસ્ટ્રોઈકાએટલે સર્વદેશીય પરિવર્તન માટે નવી રચના અને ગ્લાસનોસ્ટએટલે મુક્ત સમાજની રચના. ગોર્બાચોવે સંપૂર્ણ શાંતિમય પદ્ધતિ અજમાવી રશિયન પ્રજાને પરિવર્તન માટે પ્રતિબદ્ધ કરી.
અમેરિકન પ્રમુખ રેગન સાથે તેમણે મુલાકા ગોઠવી. પણ રેગને દાદ ન આપી. આથી ગોર્બાચોવે સ્વેચ્છાએ અણુધડાકા બંધ કરવાની નીતિ અપનાવી. લશ્કરમાં અને લશ્કરી ઉત્પાદનમાં તેમણે ઘટાડો કર્યો. અફઘાનિસ્તાનમાંથી સોવિયેટ સૈન્યને પાછું બોલાવી લીધું. આથી આંતરરાષ્‍ટ્રીય સ્તર પર ઊભરેલું ઠંડું યુદ્ધ ઓસરવા લાગ્યું. પરંતુ આ નીતિની ધારી અસર ન થઈ. અનેક વિધ્નો અને રુકાવટો ઊભાં થયાં. દેશમાં ભાવો અનહદ વધવા પામ્યા. અછતની પરિસ્થિતિ સર્જાઈ. સામ્યવાદી પક્ષે પણ નકારાત્મક વલણ અપનાવ્યું. ગોર્બાચોવને ઘરઆંગણાના તેમજ વિદેશના આર્થિક તેમજ રાજકીય ક્ષેત્રે ગંભીર સમ્યાઓનો સામનો કરવાનો આવ્યો. તેમ છતાં ગોર્બાચોવની નીતિનાં અનેક દૂરગામી સુપરિણામો જોવા મળ્યાં હતાં. ઈ. ૧૯૯૦માં આ કારણે તેમને શાંતિનું નોબલ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું.
ઘરઆંગણે ગોર્બાચોવ માટે વિવિધ પ્રશ્નો ઊભા થયા. સાથીદારો બેવફા નીવડ્યા. અંતે નિકટના સાથીદારોએ જ તેમને પદભ્રષ્‍ટ કરવાનું કાવતરું રચ્યું. તેમના સાથીદાર યેલ્તસીન સાથે તીવ્ર મતભેદ ઊભો થયો. છેવટે ગોર્બાચોવે સત્તાત્યાગ કર્યો. તેમની નબળી નીતિને કારણે રશિયાનું વિઘટન થયું. અમેરિકાની સમકક્ષ ગણાતી મહાસત્તાની અવનતિ થઈ અને સમગ્ર વિશ્વ પર તેની અવળી અસર થઈ તેવું માનવામાં આવે છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular