શબાના આઝમી


http://gujarat-help.blogspot.com/
શબાના આઝમી

http://www.gurjari.net/uploaded/gallery/vishva/shabana.jpgવિખ્યાત ફિલ્મ અભિનેત્રી
ઈ. ૧૯૫૮માં જન્મેલાં શબાના આઝમી અભિનયના સંસ્કાર પિતા પાસેથી વારસામાં મેળવી પુણેના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી ભારતીય ચલચિત્ર-ક્ષેત્રે સુકીર્તિ સંપાદન કરી શક્યાં છે. પિતા કઈફી આઝમી ઉર્દૂના સુપ્રસિદ્ધ કવિ હતા. તેમનાં કાવ્યો માટે ઈ. ૧૯૭૫માં સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને એનાયત થયું હતું. ભારત સરકાર તરફથી કઈફીને પદ્મશ્રીનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. કઈફીએ ફિલ્મગીતો પણ લખ્યાં છે. ‘ગરમ હવા‘ નામના ચિત્રપટનાં ઉત્તમ ગીતો લખવા બદલ ઈ. ૧૯૭૫માં તેમને ફિલ્મ-મહોત્સવ તરફથી શ્રેષ્‍ઠ ગીતકારનું પારિતોષિક મળ્યું હતું. શબાનાની માતાનું નામ શૌકત.
શબાનાએ કૉલેજનું શિક્ષણ લખનૌ યુનિવર્સિટીની કૉલેજોમાંથી મેળવ્યું અને બી. એ. માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયાં. પિતાએ રોપેલા અભિનયબીજને હવે અંકુર ફૂટવા લાગ્યા હતા. સ્નાતક થયા બાદ તે પુણેની ફિલ્મ-ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયાં અને અભિનયની તાલીમ અને તે અંગેનું વિશિષ્‍ટ શિક્ષણ મેળવવા લાગ્યાં. ઇન્સ્ટિટ્યૂટની અંતિમ કસોટીમાં પ્રથમ આવ્યાં અને સુવર્ણચંદ્રક પ્રાપ્‍ત કર્યો.
ફિલ્મી શિક્ષણ પૂરું થયું કે તરત જ તેમને શ્યામ બેનેગલ દિગ્દર્શિત ફિલ્મ ‘અંકુર‘માં નાયિકાનું પાત્ર અદા કરવા માટે કહેવામાં આવ્યું. ‘અંકુર‘ ફિલ્મમાં એમણે એવો તો ઉત્કૃષ્‍ટ અભિનય આપ્‍યો હતો કે ભારત સરકારે તેમને શ્રેષ્‍ઠ અભિનેત્રીના પારિતોષિકથી નવાજ્યાં હતાં. આ ફિલ્મથી રજતપટનાં અભિનેત્રી તરીકે તેમની ઉજ્જવલ કારકિર્દીનો પ્રારંભ થયો અને એ કારકિર્દી દિન-બ‍-દિન વધુ ઉજ્જ્વલ બની રહી છે.
એ જ રીતે ઈ. ૧૯૮૨માં તેમણે ‘અર્થ‘ ફિલ્મમાં કામ કર્યું ત્યારે ઈ. ૧૯૮૩માં ‘ખંડહર‘માં અદાકારી આપી તે માટે અને ઈ. ૧૯૮૪માં ‘પાર‘ ફિલ્મમાં અભિનયનાં ઓજસ પાથર્યાં તેથી ઉપરાઉપરી આ ત્રણેય વર્ષો માટે એમને શ્રેષ્‍ઠ અભિનેત્રીનાં પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં. લાગલાગટ ત્રણ વર્ષ માટે આ પારિતોષિક પ્રાપ્‍ત કરી શબાનાએ વિક્રમ સ્થાપ્‍યો હતો.
ફિલ્મક્ષેત્રમાં ઉત્તમ અદાકારી માટે ઘણી સંસ્થાઓ ફિલ્મ કલાકારોને પારિતોષિકથી નવાજે છે. આ પ્રકારની બધી સંસ્થાઓનું પારિતોષિક પ્રાપ્‍ત કરવા તે ભાગ્યશાળી રહ્યાં છે. ઈ. ૧૯૮૫માં ફ્રાન્સ ખાતે ભારત-મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં પણ એમને શ્રેષ્‍ઠ અભિનેત્રી તરીકેનું પારિતોષક અર્પણ થયું હતું.
અત્યાર સુધીમાં શબાનાએ ચાળીસથી વધુ ફિલ્મોમાં અભિનય આપ્‍યો છે જેમાં અંકુર, ફકીરા, પરવરીશ, સ્વામી, જ્વાલામુખી, સ્પર્શ, પ્‍યાસી આંખે, અમર-અકબર-એન્થની, માસુમ, કાદંબરી, થોડી સી બેવફાઈ, અવતાર, અર્થ, મંડી વગેરેને મુખ્ય ગણી શકાય.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular