પંડિત સુખલાલજી - ભારતભરની
તત્વવિદ્યાઓના ભૂષણ સમા પ્રજ્ઞાચક્ષુ પંડિત
ભારતભરની
તત્વવિદ્યાઓના ભૂષણ સમા પંડિત સુખલાલ સંઘજી સંઘવીનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણ
નજીકના એક નાના ગામમાં ઈ. ૧૮૮૦ના ડિસેમ્બરની આઠમી તારીખે થયો હતો. ચાર વર્ષની વયે
માતાનું અવસાન થતાં અપરમાતા જડીબાઈએ બહુ વત્સલતાથી માની ખોટ પૂરી કરી હતી. બાળક
સુખલાલના ઉછેરમાં એમના ઘરનોકર મૂળજીભાઈનો પણ ઘણો મોટો ફાળો હતો. જાતમહેનત,
કહ્યાગરાપણું,
રમતગમત
અને ઘોડેસવારીનો શોખ, સાહસિકતા, વ્યાપક જિજ્ઞાસા,
બૌદ્ધિક
ભૂખ અને તીવ્ર સ્મરણશક્તિ એ એમની બચપણની લાક્ષણિકતાઓ હતી. અભ્યાસમાં એ સગપણ
નાનપણમાં જ થયેલું પરંતુ શ્વસુરપક્ષની પ્રતિકૂળતાને કારણે એ લગ્નમાં પરિણમ્યું
નહોતું. ૧૭ વર્ષની વયે શીતળાને કારણે એમની આંખો ગઈ.
થોડો સમય માનસિક ઉત્પાત વેઠી એમણે જ્ઞાનાર્જન તપ આદર્યું. કાવ્ય, અલંકાર, ન્યાયવૈશષિક ઇત્યાદિનું ઊંડું પરિશીલન કર્યું. કાશી, મિથિલા, દરભંગા, આગરા, મથુરા, વૃંદાવન વગેરે જઈ પોતાનો વિદ્યાભ્યાસ વિસ્તાર્યો. જોકે તેમનો જ્ઞાનયજ્ઞ તો યાવદ્આયુ ચાલુ જ હતો. એઓ બનારસ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક તરીકે જોડાયા. પછીથી અમદાવાદમાં ગાંધીજીનો વ્રતબદ્ધ કાર્યક્રમ અપનાવ્યો. પણ ફરીથી બનારસ પહોંચી ગયા. ત્યાં અધ્યાપન-કાર્ય સાથે કેટલાક સંસ્કૃત ગ્રન્થોનો હિન્દી અનુવાદ કર્યો. ભારતીય દર્શનશાસ્ત્રી તરીકે અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠમાં સ્થપાયેલા પુરાતત્વ મંદિરમાં નિયુક્ત થતાં તે અમદાવાદ આવ્યા. અહીં પાલિ ગ્રન્થોનો પણ એમણે અભ્યાસ કર્યો. અંગ્રેજી ભાષા પણ શીખી લીધી. સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, હિન્દી, મરાઠી વગેરે ભાષાઓ પર એમનું પ્રભુત્વ હતું.
પુનઃ તેઓ બનારસ વિશ્વવિદ્યાલયમાં જોડાયા. અહીં તેમેણે સંશોધન જેવાં વિદ્યામૂલક કાર્યો કર્યાં અને ભારતભરના વિદ્વાનોમાં વિખ્યાત બન્યા. નિવૃત્ત થયા પછી થોડો સમય મુંબઈના ભારતીય વિદ્યાભવન અને પછી અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં જોડાયા.
જ્યાં જ્યાં એમણે કામ કર્યું ત્યાં કેવળ વિદ્યાની જ ગણતરી કરી હતી. પૈસાનો પ્રશ્ન એમને માટે ગૌણ હતો. એમનું નિવાસસ્થાન વિદ્યાનું પરબ હતું. તત્વજ્ઞાન અને જૈનદર્શન જેવા વિષયોની ગૂંચ ઉકેલવા દેશ-વિદેશના અનેક વિદ્વાનો એમની પાસે આવતા. તેઓ જંગત વિદ્યાપીઠ સમા હતા. અનેક વિદ્યાસંસ્થાઓએ એમને માનાર્હ પદવી આપી એમની વિદ્વત્તાને નવાજી હતી. એમનું સાધુચરિત, સંયમી, સાદું જીવન સદાય સ્વાધ્યાયરત જ રહ્યું હતું. વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિએ એમનું અહિન્દીભાષી તરીકે ‘મહાત્મા ગાંધી પુરસ્કાર‘ આપી બહુમાન કર્યું હતું. સાહિત્ય અકાદમી પારિતોષિક પણ એમને એનાયત થયું હતું ગુજરાત યુનિવર્સિટીએ એમને ડૉકટર ઑફ લેટર્સની ઉપાધિ આપી હતી. એમનું તપઃપૂત જીવન આત્મશિક્ષણ અને જ્ઞાનસાહસનું વિરલ અને આશ્ચર્યકારક ર્દષ્ટાંત છે. શારીરિક મર્યાદાઓને વળોટી જઈને ચિત્તશક્તિનું સ્વાધ્યાય અને લેખન દ્વારા અદ્દભૂત પ્રકટીકરણ સાધનારા ને ઋષિસમા આ વિદ્યાવારિધિ વર્ષો સુધી બૌદ્ધિકોને પ્રેરણા આપશે. જીવનના થોડા છેલ્લા દિવસોમાં કિડનીની બીમારી અને લોહીના દબાણની એમને તકલીફ હતી. સારવાર માટે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી જ એમણે ઈ. ૧૯૭૮ના માર્ચની બીજી તારીખે ચિરવિદાય લીધી.

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site