http://gujarat-help.blogspot.com
દાદા ધર્માધિકારી - અગ્રગણ્ય, ધ્યેયનિષ્ઠ
બુદ્ધિશાળીઓમાં આગવું સ્થાન ધરાવનાર
એમનું
પૂરું નામ શંકર ત્ર્યંબક ધર્માધિકારી. જન્મ. ૧૮૯૯માં મધ્યપ્રદેશમાં બેતુલ જિલ્લાના
મૂળ તાપી ગામમાં. ધર્મશાસ્ત્ર, પાંડિત્ય વગેરેના સંસ્કાર એમના
કુટુંબમાં સહજ હોઈ બચપણથી જ તેઓ અચ્છા વક્તા તરીકે જાણીતા બનેલા. મોટા સંયુક્ત
કુટુંબમાં એમને શ્રોતાઓની ખોટ નહોતી. એમની વાક્પટુતાનું એક અંગ કોઈના પણ બોલવાની
આબેહૂબ નકલ કરવાનું પણ હતું. વિદ્યાર્થી આલમના તેઓ લાડકા નેતા હતા. વ્યાપક વાચન,
વિષય
પરની સર્વગ્રાહી પકડ ને સુરેખ પ્રભાવશાળી રજૂઆત તેમને સહજ હતાં.
ભણવામાં તેજસ્વી અને પિતા ન્યાયાધીશ એટલે દાદા આઈ.સી.એસ. થશે એમ સૌ માનતા. પરંતુ દાદાએ તો ગાંધીજીના અસહકારના આંદોલનથી આકર્ષાઈને ઈ. ૧૯૨૦માં કૉલેજ છોડી દઈ ટિળક વિદ્યાલયમાં માસિક ત્રીસ રૂપિયાના પગારે નોકરી સ્વીકારી દેશસેવા આદરી. એ નજીવી આવકમાં ઘર કેમ ચાલશે એની દાદાને ફિકર નહોતી. હાથમાં પૈસા હોય તો સારાં પુસ્તકો ખરીદતાં કે કોઈને સહાય આપતાં એ જરા પર ખચકાતા નહિ. ટૂંકી આમદાનીમાં ઘરના વ્યવહારની ન તો એમણે કદી ચિંતા રાખી હતી કે ન તો એમનાં ધર્મપત્નીએ. એમને ત્યાં મહેમાનગતિમાં કદી ઓછપ વર્તાતી નહિ. વર્ધામાં રહેતા ત્યારે શ્રી જમનાલાલ બજાજ પછી બીજા નંબરે મહેમાનોની ભીડ દાદાને ઘેર જ જોવા મળતી.
વિશાળ વાંચન, વ્યાપક જ્ઞાન, ઊંડી સમજ, મૌલિક ચિંતન અને વિદ્વત્તાના સુવર્ણ સાથે વકતૃત્વની સુગંધ ભળેલી. સ્વાતંત્ર્ય આંદોલનમાં જેલવાસ પણ ભોગવેલો. દેશભરના નેતાઓ સાથે એમને પરિચય. પણ દાદાને અજ્ઞાતતા વધુ પ્રિય. એક મઠના મઠાધિકારી બનવાની તક તેમને માટે ઊભી થઈ હતી તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનવાનું કહેણ પણ તેમને મળેલું. અંતે ગાંધીજી તથા વિનોબાના દબાણથી વિધાનસભામાં ગયેલા પણ શરત હતી કે કોઈ હોદ્દો નહિ સંભાળું. ગાંધીજીના કહ્યાથી બંધારણસભાના પણ સભય બન્યા હતા.
વિનોબાજીના ભૂદાનયજ્ઞે એમને રાજદરબારમાંથી મુક્તિ અપાવી. વિનોબા સાથે જૂનો પરિચય તો હતો જ. સર્વોદયની માસિક પત્રિકા કાઢવા વિચારાયું ત્યારે સહસંપાદક તરીકે દાદા એમાં જોડાયા. દાદાએ આ કામ સર્વોત્તમ રીતે બજાવ્યું. પછીથી તેઓ ભૂદાન, ગ્રામદાન અને સર્વોદય વિચારના જ્યોતિર્ધર બની દેશભરમાં ઘૂમતા રહ્યા. એમને પૂરેપૂરા નહિ ઓળખનારને તેમનો તર્ક કઠોર લાગતો. ખાવા સુદ્ધામાં ગ્રામોદ્યોગની જ વસ્તુઓ વાપરવાનું એમનું વ્રત. ભૂદાન યજ્ઞ નિમેત્તે દેશભરમાં ફરીને એમણે ગાંધીવિચાર પર વ્યાખ્યાનો આપ્યાં. દાદાનું સળંગ દર્શન એમનાં ત્રણ પુસ્તકો ‘વિચાર-ક્રાન્તિ‘, ‘સર્વોદય દર્શન‘ અને ‘અહિંસક ક્રાન્તિની પ્રક્રિયા‘ વાંચવાથી મળી શકે છે.
જયપ્રકાશજીના આંદોલનના સંદર્ભમાં એમનું સ્મરણ અનિવાર્ય છે. વિનોબાજી સાથેના મતભેદ અને ગેરસમજને કારણે સર્વોદય સમાજ જ્યારે અંધારઘેરી અવસ્થામાં હતો ત્યારે જયપ્રકાશજીને પડખે રહીને દાદાએ જે વિશ્વાસ અને હૈયાધારણા આપ્યાં હતાં તેનું તો મૂલ્યાંકન કરવું કઠિન છે. વિમૂઢ ચિત્તદશાવાળા અનેક સાથીઓ માટે દાદાના શબ્દ-પ્રામાણ્યે પ્રાણની ગરજ સારી છે. યુદ્ધમોરચે લડતા સૈનિકો માટે પાછળ આવતા પુરવઠા જેટલું મહત્વ એ દિવસોમાં દાદાનું હતું.

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site