http://gujarat-help.blogspot.com/
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું બચપણનું નામ મનુબાઈ હતું. તેમનો જન્મ વારાણસીમાં ઈ. ૧૮૩૫ના નવેમ્બરની ૧૯મી તારીખે થયો હતો. ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે તેમનું લગ્ન થતાં તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું.
જાતે અબળા, ઉંમરમાં વીસીનો ઉંબર તો હમણાં જ વટાવેલો, છતાં તેમણે ૧૮૫૭ની ક્રાન્તિ વખતે જે શાલીનતાથી, અડગ ધૈર્ય, અપૂર્વ શૂરાતન અને અપ્રતિમ રણકૌશલથી અંગ્રેજોનો મુકાબલો કર્યો એ ભારતના ઈતિહાસનું સુવર્ણપૃષ્ઠ છે. શૌર્ય, પરાક્રમ અને બલિદાન – એમ ત્રિવિધ પ્રકારે દેશસેવાનું વિદ્યુત સમું અનુપમ, તેજસ્વી ર્દષ્ટાંત મૂકી જનાર રાણી લક્ષ્મીબાઈની જીવનગાથા, ‘અબળા‘ ગણાતી નારી વાસ્તવમાં કેટલી ઉત્કટ અને અનંત્ય કોટિએ રાષ્ટ્રને માટે કાર્ય કરી શકે છે તેનું ઊજળું પ્રતીક બની ગઈ છે.
આકર્ષક બાંધાને તથા પાણીદાર સ્વભાવને કારણે બચપણમાં સૌ તેને ‘છબીલી‘ કહેતા. ૧૧ વર્ષનું લગ્નસુખ માણ્યા પછી પતિ ગંગાધરરાવનું ઈ. ૧૮૫૩માં અવસાન થયું. તેમના વસિયત-નામામાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે તેમનો દત્તક પુત્ર ગાદીએ આવે; પણ સામ્રાજ્યલોલુપ ડેલહાઉસીએ તેનો ઇન્કાર કર્યો અને લક્ષ્મીબાઈ પાસેથી ઝાંસી ખૂંચવી લઈ ખાલસા કર્યું. લક્ષ્મીબાઈ ત્યારે આટલું જ બોલી હતી, ‘મેરી ઝાંસી નહીં દૂંગી.‘ ૧લી જૂન ૧૯૫૭ના મીરતના બળવા વખતે અંગ્રેજો પાસેથી ઝાંસી પાછું મેળવી લીધું.
નાનાસાહેબ પેશ્વા અને તાત્યા ટોપેના સાથમાં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે ઝાંસીની રાણીએ અંગ્રેજોને બરાબર હંફાવ્યા. ૧૮મી જૂન, ૧૮૫૮ના તેના પર અંગ્રેજોએ જંગી હુમલો કર્યો. ત્રેવીસ વર્ષની કાચી વયે, પુરુષવેશમાં પીઠ પર દત્તક બાળકને બાંધી, બે હાથમાં ખુલ્લી તલવાર અને મોંમાં ઘોડાની લગામ લઈ, લશ્કરને મોખરે રહી રાણીએ જે પરાક્રમ દાખવ્યું તેનો જોટો જગતભરના ઇતિહાસમાં નથી. અંતે એક વૉકળો ઠેકતાં તે ઘેરાઈ ગઈ. માથે અને છાતીએ ઘા પડતાં મારનારને કાપી તે ઢળી પડી
એક વીરાંગના જેણે અંગ્રેજોને હંફાવ્યા

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site