http://gujarat-help.blogspot.com/
પ્રેમચંદ એટલે મુનશી ધનપતરાય અજાયબલાલ શ્રી વાસ્તવનો જન્મ બનારસથી છએક કિલોમીટર દૂર આવેલા લમહી નામના સાવ નાના ગામમાં ઈ. ૧૮૮૦ના જુલાઈની એકત્રીસમી તારીખે થયો હતો. કાકાએ લાડથી ‘નવાબ‘ નામ રાખ્યું. જિંદગીમાં તો ક્યારેય એ સજ્જન ધનપતિ ન થઈ શક્યા પરંતુ હિંદી-ઉર્દૂ સાહિત્યના નવાબ જરૂર થયા.
આઠ વર્ષના ધનપતરાયે માતા ગુમાવી. પિતાએ મોટી ઉંમરે બીજું લગ્ન કર્યું. ધનપતરાય ઉર્ફે પ્રેમચંદને સાવકી માતાનો પૂરેપૂરો અનુભવ થયો. પ્રેમચંદનાં લગ્ન જ્યારે તે પંદર વર્ષના હતા અને નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે થયાં પરંતુ પત્ની તરીકે અતિ અયોગ્ય પાત્ર મળ્યું હોવાથી લગ્નજીવન શરૂ જ ન થયું. દસ વર્ષ પછી સુધારક પ્રેમચંદે પોતાના ક્રાન્તિકારી વિચારોને અનુરૂપ શિવરાનીદેવી નામની બાલવિધવા સાથે પુનર્લગ્ન કર્યું. શિવરાનીદેવી ભણેલાં નહિ પણ પ્રેમચંદને ઘેર આવી એવી વિકાસ સાધ્યો કે પોતે પણ લેખિકા થઈ ગયાં.
મેટ્રિકમાં પહેલો વર્ગ ન આવતાં પ્રેમચંદથી કૉલેજ ન થઈ. પછી તો સંજોગો પ્રતિકૂળ થતા જ ગયા. છેક ઈ. ૧૯૧૯માં ૩૯ વર્ષની વયે તે ગ્રેજ્યુએટ થયા. તે પહેલાં પ્રાથમિક શિક્ષકની તાલીમ લઈ પ્રાથમિક શિક્ષકની નોકરી શરૂ કરી. ત્યાંથી ડેપ્યુટી સબ-ઇન્સ્પેકટરના પદ સુધી પહોંચ્યા. રઝળપાટની આ નોકરીથી મરડા સાથે દોસ્તી થઈ જે આખરી ઘડી સુધી રહી.
‘નવાબરાય‘ ઉપનામથી લખેલી વાર્તાએ કલેક્ટરને વાંધાજનક લાગી. ‘નવાબરાય‘ની લેખન-પ્રવૃત્તિ સમાપ્ત થઈ. પણ લેખક જીવ. લખ્યા વિના કેમ ચાલે ? એક વાર્તા લખી તેમણે ‘ઝમાના‘ નામની ઉર્દૂ પત્રિકાના તંત્રીને ગમે તે ઉપનામ સાથે છાપવા મોકલી. તંત્રીએ ‘પ્રેમચંદ‘ નામથી વાર્તા છાપી. ત્યારથી ધનપતરાય ‘પ્રેમચંદ‘ બન્યા.
પ્રેમચંદને પૈસાની ખેંચ જીવનભર રહી. પરંતુ પત્ની શિવરાનીદેવી વ્યવહારકુશળ હતાં. એટલે તેમણે બાજી જેમતેમ સંભાળી લીધી. ઈ. ૧૯૨૧માં ગાંધીજીને સાંભળ્યા અને સરકારી નોકરી છોડી કાશી વિદ્યાપીઠની માધ્યમિક શાળામાં જોડાયા. પછીથી સ્વતંત્ર લેખનકાર્ય કરવાનું નક્કી કર્યું. અત્યાર સુધીમાં વાર્તા-નવલકથાના લેખક તરીકે પુષ્કળ કીર્તિ મળી હતી. તેઓ ઝડપથી અખિલ ભારતીય લેખક થવા માંડ્યા હતા. ગાંધી-વિચારથી પ્રભાવિત થઈ ખાદી-પ્રચારને સમય આપ્યો. ગામડાંઓમાં ઘેર ઘેર રેંટિયો પહોંચાડવાનું આંદોલન કર્યું.
જીવનનિર્વાહ અને સાહિત્યસર્જન ઠીક ચાલતાં હતાં ત્યાં પોતાનું પ્રેસ કરી પત્રિકા પ્રકાશિત કરવાની ધૂન જાગી. જીવનના અંત સુધી ખોટ આપતું: પ્રેસ એમના ગળેથી છૂટ્યું નહિ. એની હાયવોયમાં જીવનમાં માંડ આવેલું સુખ ખોયું. ‘જાગરણ‘, ‘માધુરી‘, ‘મર્યાદા‘ અને ‘હંસ‘ની પત્રિકાઓ પાછળ તેમણે પોતાનું લોહી રેડ્યું પણ મહેનત ફોગટ ગઈ. તેવામાં મુંબઈથી સિનેમાની વાર્તાઓ લખી આપવાનું અને આકર્ષક વળતર મળશે એવું કહેણ આવ્યું. પ્રેમચંદે કહેણ સ્વીકાર્યું પણ ખરું, પણ એક વરસમાં કંટાળી જઈ પાછા આવી ગયા. તેમની એક નવલકથા ‘સેવાસદન‘ પરથી ફિલ્મ સાવ નિષ્ફળ ગઈ. દક્ષિણની પ્રખ્યાત ગાયિકા સુબ્બુલ્મીની પહેલી ફિલ્મ તરીકે એ જ વાર્તા ને તમિળમાં બનાવી તેણે ખૂબ ખ્યાતિ મેળવી. પ્રેમચંદના મૃત્યુ પછી ‘ગબન‘, ‘ગોદાન‘, ‘હીરામોતી‘, ‘શતરંજ કે ખિલાડી‘ વગેરે સફળ ફિલ્મો બની.
ઈ. ૧૯૩૬માં પ્રેસ માટે કાગળ ખરીદવા એમને ધોમ તડકામાં રખડવું પડ્યું. ત્યારથી તબિયત લથડી. ૧૯મી મેક્સિમ ગૉર્કીની શોકસભામાં અસ્વસ્થ શરીરે એમણે હાજરી આપી હતી. ઑક્ટોબર ૮, ઈ. ૧૯૩૬ની સવારે દાંત સાફ કરી કોગળા કરવા ગયા. મોં ન ખૂલ્યું અને તરત જ એમણે ચિર વિદાય લીધી. અગિયાર વાગે સ્મશાનયાત્રા નીકળી. સ્મશાનયાત્રામાં માંડ વીસ પચીસ માણસો હશે. રસ્તામાં એક માણસે બીજાને પૂછ્યું, ‘કોણ હતો ?‘ જવાબ મળ્યો, ‘કો‘ક માસ્તર લાગ્યો.‘ રવીન્દ્રનાથ ટાગોરે ભારે હૈયે સત્ય ઉચાર્યું, ‘એક રતન મળ્યું હતું તમને. તમે ખોઈ નાખ્યું.‘પોતાના જીવન વિષે લખવાનો બહુ આગ્રહ થયો ત્યારે લખ્યું : ‘મારું જીવન એક સપાટ, સમથળ મેદાન જેવું છે, જેમાં ક્યાંક ક્યાંક ખાડા છે, પણ ટેકરા કે પહાડ, જંગલ કે ઝાડી કશું નથી.‘
માનવતાવાદી લેખક મુનશી પ્રેમચંદ

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site