આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇન

http://gujarat-help.blogspot.com
આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇન : સાપેક્ષતાની થિયરીના સર્જક
http://www.gurjari.net/uploaded/gallery/vishva/albert-einstein.jpgજન્‍મ : ઇ.સ. ૧૮૭૯ ; મૃત્‍યુ : ઇ.સ. ૧૯૫૫
અમેરિકન પદાર્થવિજ્ઞાની અને માનવ ઇતિહાસમાં સમગ્ર જીવનકાળમાં પ્રચંડ શકિતશાળી અને સર્જનાત્‍મક બુદ્ધિજ્ઞ તરીકે ઓળખાતા આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇનનો જન્‍મ ઇ.સ. ૧૮૭૯માં જર્મનીમાં અલ્‍મ ખાતે થયો હતો. શાળા-અભ્‍યાસમાં તેઓ કાચા હતા.
ઇ.સ. ૧૮૯૦માં તેમના કુટુંબે જર્મની છોડીને સ્વિટઝર્લેન્‍ડમાં વસવાટ કર્યો અને ત્‍યાં તેમણે કેળવણી પૂરી કરી. ગણિતશાસ્‍ત્રમાં રેકૉર્ડ સારો ન હોવાથી ઉચ્‍ચ નોકરી મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેઓ બર્ન ખાતેની એક ઑફિસમાં નીચલી કક્ષાના કારકુન તરીકે નોકરીએ રહ્યા. અહીં તેમને માગણી કરતાં ઓછું કામ રહેતું હોવાથી ફાજલ સમયમાં તેમણે સંશોધન શરૂ કર્યું. તેમનું મગજ પ્રયોગશાળા હતું અને માત્ર પેન્સિલ અને કાગળની જ તેમને જરૂર પડતી. તેમણે પોતાના સિદ્ધાંત બનાવવા પાયાનાં જે પગલાં ભર્યાં. તેનાથી વિજ્ઞાનનું પાયાનું ઘડતર જ ડગમગી ગયું. ઇ.સ. ૧૯૦૫માં તેમણે સાપેક્ષતાની થિયરી દ્વારા ન્‍યૂટનના સમયથી સ્‍વીકૃત અવકાશ અને સમયનાં મંતવ્‍યોને પડકાર્યા. ઇ.સ. ૧૯૧૫માં સાપેક્ષતાના સામાન્‍ય સિદ્ધાંતે અવકાશ બંધારણનું ગણિતીય વર્ણન આપ્‍યું.
મોટાભાગના વિજ્ઞાનીઓને તેમનો સિદ્ધાંત સમજાયો નહીં. ને જે થોડા ઘણા એ સમજી શકવા શકિતમાન હતા તે એની વિરુદ્ધમાં હતા. આખરે આઇન્‍સ્‍ટાઇને સિદ્ધાંત પર સંપૂર્ણપણે વિચારીને તેને સામાન્‍ય પ્રયોગ દ્વારા સાબિત કર્યો ત્‍યારે તેમની સફળતાનું પૂરું માપ સ્‍પષ્‍ટ થયું અને આ યુવાન વિજ્ઞાનીએ ન્‍યૂટન પછી વૈજ્ઞાનિક વિચારધારામાં મહાન ક્રાંતિ સર્જી.
અમેરિકાના પ્રવાસ દરમ્‍યાન અનેક રાજકીય પ્રશ્રોની છણાવટ કરતાં તેમણે જર્મનીમાં નાઝીઓની ચઢતી સામેની લડતમાં પોતાના નામનો ઉલ્લેખ કરીને માતૃભૂમિ પેલેસ્‍ટાઇનની સ્‍થાપના માટે ટેકો જાહેર કરેલો. આથી ઇ.સ. ૧૯૩૩માં નાઝીઓ જયારે સત્તા પર આવ્‍યા ત્‍યારે તેમની મિલકત સ્‍થગિત કરી અને તેમનું જર્મન નાગરિત્‍વ પાછું ખેંચી લીધું, ત્‍યારે અમેરિકાએ તેમને આદર સહિત આવકાર્યા હતા.
આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇનનો સિદ્ધાંત માનવકલ્‍યાણ માટે હતો અને તેમણે કદાપી કલ્‍પેલું પણ નહિં કે આ સિદ્ધાંત અણુબૉમ્‍બ બનાવવામાં વપરાશે. અમેરિકાએ મહાવિનાશક અણુબૉમ્‍બ બનાવ્‍યા અને ઇ.સ. ૧૯૪૫માં તેમની છેલ્‍લી મિનિટ સુધીની ઉગ્ર વિનંતી છતાં તે જાપાનનાં બે શહેરો પર ઝીકયા અને આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇને મૃત્‍યુ સુધી પોતાની જાતને માફ ન કરી.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular