દાદા' પાંડુરંગ શાસ્ત્રી

http://gujarat-help.blogspot.com
માનવકલ્યાણનું દિશા સૂચન કરનાર,સ્વાધ્યાય પરિવારના પ્રાણ : 'દાદા' પાંડુરંગ શાસ્ત્રી

http://www.gurjari.net/uploaded/gallery/vishva/pandurang.jpg૧૯ ઑકટોબર, ૧૯૨૦ અને આસો સુદ સાતમનો એ રૂડો દિવસ. ગામ રોહા. કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબ અને ત્યાં આ પુત્રરત્નનો જન્મ થયો. દીકરાનું નામ રાખ્યું પાંડુરંગ. પિતા વૈજનાથ શાસ્ત્રી. માતા પાર્વતીતાઈ. દાદાનું નામ લક્ષ્‍મણ આઠવલ્લે.
એક કહેવત પ્રમાણે : દીકરો પારણામાં અને વહુ બારણામાં પરખાય.
એ વિધાન પ્રમાણે પાંડુરંગે શૈશવનાં પગલાં માંડ્યાં તે ઘડીથી જ નોખા તરી આવ્યા. પાંડુરંગ પાંચ વર્ષના થયા. સરખા ગોઠિયાઓ સાથે પાંડુરંગ અવનવી રમતો રમે. ખિલખિલાટ હસે.
રમવામાં તેઓ એટલા બધા મશગૂલ થઈ જતા કે ભણવાનું પણ ભુલાઈ જતું. અરે, જમવાનું પણ ભૂલી જતા. રમવાની આ બાળસુલભ ચેષ્‍ટાના પરિણામે નિશાળે પણ જતા નહીં.
એક પછી એક દિવસો પસાર થતા ગયા. પાંડુરંગ રોહાની ધરતી પર પગલાં માંડતા મોટા થતા ગયા. પાંડુરંગનું હ્રદય એકદમ કોમળ. કોઈનું દુઃખ જોઈ શકે નહીં. સેવાભાવી જીવ. નાના-મોટા સૌનો આદર કરે અને વડીલોને પણ માન આપે. નાની ઉંમરથી જ તેઓ કોઈપણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ રાખતા નહીં. સમાન ર્દષ્ટિનો ભાવ. માનવમાત્ર ઉપર પ્રેમ રાખવાનું શિક્ષણ અને સંસ્કાર કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબમાંથી સાંપડ્યા હતા.
દિવસો પસાર થતા ગયા. પાંડુરંગ મોટા થતા ગયા. કિશોરાવસ્થાએ પહોંચ્યા. તેમની વાતચીત કરવાની છટા પ્રભાવક હતી. પાંડુરંગ પાસે જીવન મંત્રોમાં ચાર મંત્રો હતા, જે તેમના હ્રદયમાં સચવાયા હતા.
(
૧) ઉધાર લઈશ નહીં.
(
૨) વસ્તુ વગર ચલાવીશ, પણ ઉછીનું લઈ નહીં.
(
૩) ખુશામતખોરી કરવી પડે માટે કર્મકાંડી થઈ નહીં.
(
૪) વિદ્વાન, તેજસ્વી પ્રણાલી ઊભી કરવા તત્વજ્ઞાન ભણાવીશ અને પુરાણોમાં જઈશ નહીં.
પાંડુરંગના ગુરુદેવ વ્યાકરણશાસ્ત્રી હતા, તેથી તેઓ પાંડુરંગને ન્યાય, વ્યાકરણ શીખવતા.
પાંડુરંગમાં પ્રથમથી જ પાંડિત્યના ગુણો હતા. તેમની વાણીમાંથી અસ્ખલિત શુદ્ધ ભાષા પ્રવાહ વહેતો. માનવતા. અને સમરસતાની વાતોમાં તેઓ ઓતપ્રોત બની જતા. તેમની આ લાક્ષણિકતાના કારણે પછી તો તેમના ભાવકો પણ તેમને પાંડુરંગ શાસ્ત્રી તરીકે સંબોધન કરવા લાગેલા.
પાંડુરંગ શાસ્ત્રી કદી અધૂરું કામ છોડે નહીં. તેવી જ રીતે અધૂરું કામ ચલાવી પણ ન જ લે. પોતે આત્મવિશ્વાસથી કામ પૂરું કરે અને અન્યની પાસે એ પ્રકારની અપેક્ષા પણ રાખે.
પાંડુરંગ શાસ્ત્રી પિતાની સાથે અવારનવાર પ્રવાસ કરતા. સ્વાધ્યાયની પ્રવૃત્તિએ સમય-ગાળામાં ગતિશીલ હતી. નવા અનુભવની દિશા ખૂલે તે માટે પિતાજીના એક મિત્રએ શાસ્ત્રીજી માટે નોકરી શોધી આપી. ભારતીય વિદ્યા વિકાસની એ સંસ્થામાં પાંડુરંગ શાસ્ત્રીને નોકરી મળી. મનગમતું કામ હતું. સંશોધન અને અભ્યાસનું કાર્ય કરવાનું હતું. શાસ્ત્રીજી ખંત અને લગનથી પોતાનું કાર્ય કરી રહ્યા હતા.
શાસ્ત્રીજી ખૂબ અભ્યાસી. રોયલ એશિયાટિક લાઈબ્રેરીનાં નવલકથા સિવાયનાં બધાં જ પુસ્તકોનો અભ્યાસ એમણે કરેલો. તેમની સ્મૃતિશક્તિ પણ ખૂબ હતી. જે વિષય કહો તે વિષયનું પુસ્તક અને તેનો સંદર્ભ પૃષ્‍ઠ સાથે કહે. સોળ વર્ષની નાની વયથી શાસ્ત્રીજી સ્વાધ્યાય પ્રવૃત્તિના અનેકવિધ કાર્યક્રમોમાં પિતાશ્રી વૈજનાથ શાસ્ત્રી સાથે જતા. પિતા વૈજનાથ શાસ્ત્રીનું ગળું ધીમે ધીમે કામ કરતું બંધ થયું. એટલે પિતાશ્રીની પાઠશાળાની વ્યાસપીઠ સંભાળવાની જવાબદારી તેમના ઉપર આવી પડી. યુવાવસ્થાના પ્રથમ ચરણમાં જ "માંડૂક્યોપનિષદ"ના ગૌડપાદકારિકાથી શરૂઆત કરી. તેઓ કહેતા. ?"માણસ ઊભો થતો નથી. ત્યાં સુધી સમાજ ઊભો થતો નથી."
માણસ બેઠો કરવાની તથા તેને તંદુરસ્તપણે ચાલતો કરવાની દિશામાં પાંડુરંગ શાસ્ત્રીએ સેવાની જ્યોત પ્રગટાવી.દાદા પોતે નિઃસ્પૃહ હતા. માનવપ્રેમી હતા અને ખૂબ આત્મીયજન હતા. ૧૯૫૪ના ઑકટોબર મહિનામાં જાપાનમાં વિશ્વ ધર્મ પરિષદ યોજાઈ. આ પરિષદમાં વિશ્વભરમાંથી વિશ્વના શ્રેય માટે કાર્યકર્તા મહાનુભાવો પધાર્યાં. તે દરમિયાન દાદાના હુલામણે નામે લોકહૈયે વસેલા પાંડુરંગ આઠવલેજી પણ ઇન્ટરનેશનલ ફિલોસૉફીકલના આમંત્રણથી જાપાન ગયા.
દાદાજી વિશ્વશાંતિના પુરુષાર્થ માટે યોજાયેલી આ પરિષદમાં ગયા. તેમણે શ્રીકૃષ્‍ણના પ્રેરક વિચારોની વાત કરી : અર્થશાસ્ત્ર, રાજકારણ, શિક્ષણ, સમાજ, નીતિ,તત્વજ્ઞાન અને અધ્યાત્મ જેવાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં શ્રીકૃષ્‍ણનું જીવનદર્શન શ્રેષ્‍ઠ છે તેમ કહ્યું.
દાદાજીના ભારતીય સંસ્કૃતિ અને ભગવાન શ્રી કૃષ્‍ણના પ્રેરક વિચારોથી ત્યાં આવેલા ચિંતકો પણ પ્રભાવી બની ગયા.
પૂજ્ય દાદા અવિરત કામ કરતા. રાતદિવસ પણ ન જોતા. ન જુએ વરસાદ, ન જુએ તડકો. ન જુએ ટાઢ, કે ન જુએ ઝંઝાવાત. તેઓ બસ પોતાનું કાર્ય અડગપણે કરતા રહેતા, કર્મયોગની તેમની સુવાસ દિન-પ્રતિદિન ફેલાતી જતી હતી.
દાદાએ પોતાના સમગ્ર જીવન દરમિયાન સ્વાધ્યાય પરિવારના મંચ ઉપર રહીને છેવાડાના લોકોના ઉત્કર્ષમાં કામ કર્યું. પાંડુરંગ દાદાને મેગ્સેસે ટેમ્પલટનજેવો વિશ્વસ્તરનો ઍવોર્ડ પ્રાપ્‍ત થયો ત્યારે સમગ્ર વિશ્વમાં તેમની નોંધ લેવાઈ હતી.
દાદાને જ્યારે આ ઍવોર્ડ પ્રદાન થયો ત્યારે તેમણે તેનો યશ સ્વાધ્યાય પરિવારને આપ્‍યો. સ્વાધ્યાય પરિવારના પ્રેમને એમણે જીવંતપર્યંત ટકાવ્યો અને શરીરની પણ ચિંતા કરી નહીં.
ઈ. સ. ૧૯૯૬માં ભાવસંપર્ક સમારોહનું આયોજન ચાલતું હતું. દાદાની તબિયત તે વખતે નાજુક હતી. આ પૂર્વે તેમને દિલ પર પેસમેકર મૂકાવેલ હતું.
તબીબે કહેલું, ‘તમારે સંપૂર્ણ આરામની જરૂર છે.
મારા હજારો કૃતિશીલો આવી રહ્યા હોય અને પરિવાર ભક્તિફેરી કરીને આવે ત્યારે હું તેમને મળવા પણ ન જઈ શકું ? મારે તેમને મળવા જવું જ જોઈએ.
યોગેશ્વર ભક્તિ અને માનવગૌરવના મહિમાનો સંદેશ વિશ્વમાં પ્રસરાવનારા આ મહામાનવ એક પળ માટે પણ અટક્યા નહીં અને પરિવારજનોને મળવા દોડી ગયા. દાદાને પાંચ મિનિટનું ઉદ્દબોધન કરવા માટે ડૉકટરો તરફથી છૂટ મળી હતી, પણ દાદા તો પંચાવન મિનિટ બોલ્યા.
એંસી વર્ષના દાદાએ તેમના શરીર પાસેથી ત્રણસો વર્ષનું કામ લીધું. સૌનાં હૈયાં જીતી લેનાર, પરિશ્રમ અને માનવકલ્યાણનું દિશા સૂચન કરનાર આ મહાન વિભૂતિએ ૨૫ ઑક્ટોબર, ૨૦૦૩ના દિવસે કાયમ માટે સમગ્ર ભારતભૂમિની વિદાય લીધી.
દાદા સૌના પ્‍યારા હતા. પરિવારના મોભી હતા. દાદાના જન્મદિન ૧૯ ઑકટોબરને તેમના માનમાં મનુષ્‍ય ગૌરવદિનતરીકે પણ ઉજવાય છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular