http://gujarat-help.blogspot.com
વીસમી સદીના માનવજીવનને
ફ્રૉઇડના વિચારોને અતિ મહત્વપૂર્ણ રીતે પ્રભાવિત કર્યું છે. મનોવિશ્લેષણ દ્વારા
આંતરમનના અભ્યાસનો સિદ્ધાંત તેણે શોધ્યો. માનસશાસ્ત્રને વિજ્ઞાનની એક સ્વતંત્ર
શાખા તરીકે વિકસાવી મનોવિશ્લેષણની વર્તમાન પદ્ધતિ સ્થાપિત કરવાનું બહુમાન સિગમુંડ
ફ્રૉઇડને ફાળે જાય છે. ઑસ્ટ્રિયાના ફ્રિબર્ગ મુકામે એક યહૂદી કુટુંબમાં ઈ. ૧૮૫૬ના
મે માસની છઠ્ઠી તારીખે તેનો જન્મ થયો હતો.
મનોવિજ્ઞાનના તેના સિદ્ધાંતોથી વિકૃત માનસ ધરાવતી વ્યક્તિઓને ઘણો લાભ થયો છે. શરૂઆતમાં તેને વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પ્રત્યે જ આકર્ષણ હતું. પરંતુ પછીથી એ રસ જ્ઞાનતંતુઓના રોગો વિષેનાં સંશોધનો તરફ ઢળતો ગયો. ઈ. ૧૮૮૪માં હિસ્ટીરિયાના એક એવા કેસ વિષે તેને જાણવા મળ્યું કે જેમાં સંમોહન (હિપ્નૉટિઝમ)ની મદદથી દર્દીને સુપ્ત અવસ્થામાં ઉતારી તેને પાછલા અનુભવોની યાદ આપવાથી રોગ દૂર થઈ શકે છે. પછી તો ફ્રૉઇડે ખોળી કાઢ્યું કે હિપ્નૉટિઝમને બદલે દર્દીને સંપૂર્ણ સ્વસ્થતાથી બેસાડીને મુક્તપણે પાછલા અનુભવોની યાદ પ્રેરવાથી વધુ સારી અસર થતી હતી. આ પદ્ધતિને તેણે ‘ફ્રિ ઍસોસિયેશન‘નું નામ આપ્યું. શરૂઆતમાં જોકે આ પદ્ધતિ ઉપહાસપાત્ર બની હતી.
તેણે જોયું કે માનવમનની બે અવસ્થા છે – બાહ્યમન અને આંતરમન. બાહ્યમન પર સંસ્કારોની અને સમાજની અસર પડેલી જોવા મળે છે જ્યારે આંતરમન પર માનવજાતની આદિ લાગણીઓનું જોર હોય છે. આંતરમનની વૃત્તિઓ બાહ્યમનના સંસ્કારો વડે હમેશાં ઢંકાતી રહે છે. આંતરમનની વૃત્તિઓ કોઈને કોઈ સ્વરૂપે વ્યક્ત તો થાય જ છે. ફ્રૉઇડ આગ્રહપૂર્વક માનતો કે આંતરમનની આ વૃત્તિઓમાં માણસની જાતીય (જિન્સી) વૃત્તિઓનું પ્રાબલ્ય હોય છે. જોકે� એક વખતના તેના સાથીઓ ઍડેલર અને જુંગે આ સિદ્ધાંતોમાં પાછળથી ફેરફાર કર્યા હતા.
બ્રિલ, ફેરેન્ઝી, અર્નેસ્ટ જોન્સ, સેડગર, સ્ટેકેલ વગેરેના સાથમાં આ સૌએ ઈ. ૧૯૦૮માં પ્રથમ આંતરરાષ્ટ્રીય મનોવિશ્લેષણ પરિષદ યોજી. આ વિષયનો ‘આંતરદેશીય સંઘ‘ પણ તે લોકોએ સ્થાપ્યો. ઈ. ૧૯૦૯માં ફ્રૉઇડ અમેરિકા ગયો. ત્યાં તેનું બહુમાન કરી તેને ‘ડૉકટર ઑફ લૉઝ‘ની પદવી આપવામાં આવી.
અન્ય ભાષાઓમાં અનુદિત થયેલાં ‘ઇન્ટરપ્રિટેશન ઑફ ડ્રીમ્સ‘, ‘ટૉટેમ ઍન્ડ ટેબૂ‘, ‘ એ જનરલ ઇન્ટ્રોડકશન ટુ સાઇકો ઍનાલિસિસ‘ જેવા ઘણાં પુસ્તકો ફ્રૉઇડે લખ્યાં છે. તેણે સ્થાપેલી મનોવિજ્ઞાનની નવતર પદ્ધતિને લીધે તથા તેના આગવા ક્રાંતિકારી વિચારોને લીધે જીવનના પાછલા કાળમાં તે ઘણી વિખ્યાતિ પામ્યો હતો. ઈ. ૧૯૩૮માં નાઝીઓની યહૂદીવિરોધી સતામણીને કારણે તે લંડન ચાલ્યો ગયો ને ત્યાં ઈ. ૧૯૩૯ના સપ્ટેમ્બરની બાવીસમી તારીખે અવસાન પામ્યો.
આજે તો માનસશાસ્ત્રનો ઘણો વિકાસ થયો છે. પરિણામે ફ્રાઇડના કેટલાક વિચારોનું પણ થયું છે. છતાં તેણે આગવી રીતે આ અલગ વિજ્ઞાનશાખાને જે વેગ આપ્યો અને તેમાં પ્રચલિત માન્યતાઓમાં ક્રાન્તિ સર્જી તેને માટે એ સદા યાદ રહેશે.
સિગમુંડ ફ્રૉઇડ - મનોવિશ્લેષણની
વર્તમાન પદ્ધતિના આદ્યસ્થાપક

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site