શંકરાચાર્ય - એક મહાન તત્વચિંતક

પ્રકાંડ બૌદ્ધતત્વજ્ઞ મંડનમિશ્ર સાથે તેમનાં પત્ની ભારતીદેવીને મધ્યસ્થ રાખીને તેમણે શાસ્ત્રાર્થ કર્યો. શાસ્ત્રાર્થમાં મંડનમિશ્ર અને પછી ભારતીદેવએ હારતાં તે બંને શંકરાચાર્યના શિષ્ય બન્યાં.
માતા સુભદ્રાના મૃત્યે સમયે તેઓ વતન જઈ પહોંચ્યા હતા અને પુત્ર તરીકેના પોતાના કર્તવ્ય પાસે સંન્યાસ-નિયમો તથા લોકાપવાદને ગૌણ ગણી માતાના દેહના અંત્યેષ્ઠિસંસ્કાર કર્યા.
તેમના પ્રથમ શિષ્યનું નામ સુનંદન હતું જે પછીથી પદ્મપાદ તરીકે ઓળખાયા. તોટકાચાર્ય, હસ્તામલક વગેરે તેમના અન્ય શિષ્યો હતા. વેદ-વેદાંત ગ્રન્થો પરનાં તેમનાં ભાષ્યોમાં પ્રકટ થતું તત્વજ્ઞાન તલસ્પર્શી અને તર્ક તથા વિચારશક્તિની પરાકોટિએ પહોંચેલું છે. ‘વિવેકચૂડામણિ‘ એ તેમનો વધુ પ્રશસ્ત ગ્રન્થ છે.
શંકરાચાર્ય અને બુદ્ધની વિચારધારાની તુલના કરતાં કહેવાયું છે કે એક તમને આનંદ-સ્વરૂપ બનાવશે જ્યારે બીજો આંસુ લૂછી આનંદનો માર્ગ બતાવશે. બંને નિરનિરાળી દિશામાંથી પ્રયાણ કરી પોતાના સત્યને પહોંચ્યા છે.
૩૨ વર્ષની ભરયુવાન વયે ઈ. ૮૨૦માં હિમાલયના કેદાર ખાતે ભયંકર ભગંદર રોગની બીમારીથી તેમણે દેહત્યાગ કર્યો.
આચાર્ય શંકરે ભારતવર્ષમાં વૈદિક જ્ઞાનમાર્ગનું સ્થાપન કર્યું. તેમનાં કાવ્યોમાં મધુરતા અને અર્થગહનતા એટલા પ્રમાણમાં છે કે બધાં કાવ્યો સહેજે યાદ રહી જાય છે.
જગત્ મિથ્યા છે, સ્વપ્નવત્ છે જ્યારે બ્રહ્મ એ જ સત્ય છે – એ તેમના ઉપદેશનો મુખ્ય ભાવ છે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site