http://gujarat-help.blogspot.com/
સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
ડૉ. રાજેન્દ્રપ્રસાદનો જન્મ ઈ. ૧૮૮૪ના ડિસેમ્બરની ત્રીજી તારીખે બિહારમાં મહાદેવ સહાય નામના જમીનદારને ત્યાં થયો હતો. સાત વર્ષની વયે પિતાનું અવસાન થતાં મોટાભાઈ મહેન્દ્રપ્રસાદે એમનો ઉછેર કર્યો. ઈ. ૧૯૦૨માં તેઓ કલકત્તા વિદ્યાપીઠની પ્રાવેશિક પરીક્ષામાં પહેલે નંબરે આવતાં આવું સ્થાન પ્રાપ્ત કરનાર તે પ્રથમ બિહારી વિદ્યાર્થી હોઈ સમગ્ર બિહાર હર્ષથી પુલકિત બન્યું. ઈ. ૧૯૦૭માં એમ. એ. પાસ થઈ મુઝફરપુરની કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. પછીથી કાયદાની પરીક્ષા પણ પાસ કરી. વિદ્યાર્થીકાળ દરમિયાન તે ચર્ચાસભાઓમાં અને વિવાદમંડળોમાં આગેવાનીભર્યો ભાગ લેતા. પછીથી એમણે રાજકીય જીવનમાં ઊંડો રસ લેવા માંડ્યો. ઈ. ૧૯૧૦માં તેઓને સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાવાનું આમંત્રણ મળ્યું પણ મોટાભાઈની અનુમતિ ન મળતાં તે જોડાયા નહિ. વકીલ તરીકે ધંધો જામવા લાગ્યો. ઈ. ૧૯૧૭માં અસ્તિત્વમાં આવેલી પટના યુનિવર્સિટીની સેનેટમાં રાજેન્દ્રબાબુ ચૂંટાયા. ઉત્સાહી કાર્યકર અને સેનેટર તરીકે કેળવણીનો બોજો ઘટાડવા, અભ્યાસક્રમ હળવો બનાવવા, હિન્દીને તથા અન્ય પ્રાંતીય ભાષાઓને પ્રાધાન્ય આપવા અથાગ પરિશ્રમ ખેડ્યો. પટના વિદ્યાપીઠના ઉપકુલપતિ થવાની તક ઊભી થઈ પરંતુ અસહકારનો જુવાળ આવ્યો અને રાજેન્દ્રબાબુનો કાર્યક્રમ છેક જ બદલાઇ ગયો.
ઈ. ૧૯૧૭માં ચંપારણ્યનો પ્રશ્ન ઉપસ્થિત થયો.
એ પ્રસંગે ગાંધીજી બિહાર આવેલા. રાજેન્દ્રપ્રસાદ ત્યારે સ્વયંસેવક તરીકે હતા. તે સમયથી જ એમને ગાંધીજીની માયા લાગી અને જીવનભર એમને પડખે ઊભા રહ્યા. છેવટે સરકારને ચંપારણ્યના પ્રશ્ને સમાધાન સ્વીકારવું પડ્યું.
ગાંધીજીની વિચારસરણીએ રાજેન્દ્રબાબુના જીવન પર ભારે અસર કરી હતી. ગેરવ્યાજબી કાયદાઓ તોડવા રાજેન્દ્રપ્રસાદે કમર કસી હતી. બિહારમાં અસહકાર પ્રવૃત્તિ પગભર કરવા તેમણે તનતોડ મહેનત ઉઠાવી. ઈ. ૧૯૨૦માં પટણામાં ખિલાફતની સભા મળી. રાજેન્દ્રપ્રસાદે જુસ્સાદાર ભાષણ કર્યું. સૌને અસહકારની લડતમાં જોડાવા ઇજન આપ્યું. ધીકતી વકીલાત ત્યાગી બિહારમાં ચાલતી પ્રત્યેક રાષ્ટ્રીય પ્રવૃત્તિનું અગ્રસ્થાન ધારણ કર્યું. અસહકાર, કાનૂનભંગ, સત્યાગ્રહ, ‘હિંદ છોડો‘ ચળવળ એ સર્વમાં રાજેન્દ્રબાબુ મોખરે હતા. કૉંગ્રેસના પ્રમુખ તરીકે પણ તેમણે સેવાઓ આપી. તેમને ‘બિહારના ગાંધી‘ના નામથી સંબોધવામાં આવતા હતા. ઈ. ૧૯૩૪માં બિહારમાં થયેલા ભૂકંપ વખતે સહાયતાની તમામ જવાબદારી રાજેન્દ્રબાબુને સોંપવામાં આવી હતી.
દેશ આઝાદ થયા પછી બંધારણ-સમિતિના તે અધ્યક્ષ બન્યા. ઈ. ૧૯૫૦ના જાન્યુઆરીની છવીસમીએ ભારતને સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઘોષતિ કરવામાં આવ્યું અને ડૉ. રાજેન્દ્રપ્રસાદને સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા. આવા સર્વોચ્ચ પદે પ્રસ્થાપિત થયા છતાં અભિમાનનો અંશ પણ એમને સ્પર્શ્યો નહોતો.
ઈ. ૧૯૬૨માં રાષ્ટ્રપતિપદ પરથી મુક્ત બન્યા પછી તેઓ પાણા પાસે પોતે જ સ્થાપેલા સદાક્ત આશ્રમમાં રહેવા આવી ગયા. સ્વાતંત્ર્યઝુંબેશ દરમિયાન સદાત આશ્રમ અનેક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન બન્યો હતો.
થોડા સમયની માંદગી ભોગવી સદાક્ત આશ્રમમાં જ ઈ. ૧૯૬૩ના જાન્યુઆરીની ૨૮મીએ એમણે પ્રાણત્યાગ કર્યો.
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site