http://gujarat-help.blogspot.com/
શ્રેષ્ઠ દાર્શનિક વિદ્વાન
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ઈ. ૧૮૮૮ની પાંચમી સપ્ટેમ્બરે આંધ્રના તિરુતની ગામે થયો હતો. તિરુતથી એક તીર્થસ્થાન ગણાય છે.
રાધાકૃષ્ણનનો જન્મ તીર્થસ્થાનમાં થયો તેથી જ જાણે કે તેમણે એક સાચા ભારતીય તરીકે જગતભરમાં ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય કરાવ્યો. ડૉ. રાધાકૃષ્ણનના જીવન ઉપર નજર ફેરવવી એટલે સાચા અર્થમાં વિદ્વત્તાને જીવનમાં પચાવેલ માનવીના જીવનપાસાનું દર્શન કરવું.
પોતાના સમગ્ર અભ્યાસ દરમિયાન તેઓ પ્રથમ નંબરે જ પાસ થતા. એકવીસ વર્ષની ઉંમરે મદ્રાસ યુનિવર્સિટીમાં એમ. એ.ની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયા. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે અધ્યાપનકાર્યમાં ઝંપલાવ્યું. એક શકિતસંપન્ન શિક્ષક તરીકે તેમની નામના ઝડપ-ભેર વધવા લાગી. એક સારા વ્યાખ્યાનકાર તરીકે પણ તે પ્રખ્યાત થયા. આથી ઇગ્લેન્ડ, અમેરિકા અને ભારતમાં સ્થળે સ્થળે વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતાં. કાંઈ પણ નોંધ કર્યા વિના, અસ્ખલિત વાણીમાં તેઓ પ્રવચનો કરતા. તેમનાં પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતાં.
ઈ. ૧૯૫૦થી ઈ. ૧૯૬૨ સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે રહ્યા. ઈ. ૧૯૬૨માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા. ઉચ્ચ દાર્શનિક પ્રતિભાને કારણે તેમણે આ પદની ગરિમામાં ખૂબ જ વૃદ્ધિ કરી.
અભ્યાસકાળ દરમિયાન વેદાંત દર્શન સંબંધી એક નિબંધ તેમણે લખ્યો જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. વિશ્વભરનાં શ્રેષ્ઠ સામયિકોમાં તેમના લેખ પ્રકાશિત થતા. તેમણે ‘ઇન્ડિયન ફિલોસૉફી‘, ‘ધી રેન ઑફ રિલીજ્યન ઇન કન્ટેમ્પોરેરી ફિલોસૉફી‘, ‘હિન્દુ વ્યૂ ઑફ લાઈફ‘, ‘ફ્યુચર ઑફ સિવિલાઇઝેશન‘ આદિ પુસ્તકો લખ્યાં છે.
ભારતીય પ્રજાના એ પ્રજ્ઞાપુરુષ હતા. એમની વિદ્વત્તા અને વ્યાખ્યાનપટુતાએ દેશદેશમાં ભારતની પ્રતિષ્ઠા વધારી હતી. જ્યાં જ્યાં તેમણે પ્રવાસ કર્યો ત્યાં ત્યાં પોતાના દેશ માટે ઊંડા સદ્દભાવની તેમણે કમાણી કરી હતી. પોતાના અંગત જીવનમાં તેઓ સાદા, સરળ, નિખાલસ અને વિનમ્ર હતા. તેઓ ગંભીર તત્વજ્ઞાની, મહાન પંડિત અને કુશળ રાજપુરુષ હતા. મધુર માનવતા એ જ ડૉ. રાધાકૃષ્ણનનું સાચું સ્વરૂપ હતું.
એપ્રિલ ૧૯૭૫ની મધ્યરાત્રિએ તેમનો સ્વર્ગવાસ થયો.
સર્વપલ્લવી રાધાકૃષ્ણન્

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site