કાર્લ માકર્સ

http://gujarat-help.blogspot.com/

કાર્લ માકર્સ

http://www.gurjari.net/uploaded/gallery/vishva/karl-marx.jpgસમાજવાદી વિચારધારાનો જનક
એક સમયે ખાખા જગત પર ઓળો પાથરી રહેલા સામ્યવાદના મૂળ સ્થાપક અને જગત પર પોતાની વિચારસરણીનો બહોળો પ્રભાવ મૂકી જનારસંસારની વિરલ વ્યક્તિઓમાંના એક કાર્લ માકર્સની વિચારસરણીથી અનેક દેશોની સરકાર અભિભૂત બની હતી. તે માનતો કે ઇતિહાસ આર્થિક અને ભૌતિક આવશ્કયતાઓ મુજબ બદલે છે અને બને છે. પોતાની વિચારધારાથી તે સમયની વિધારધારાને તેણે પુષ્ટિ આપી હતી.
તેનો જન્મ ઈ. ૧૮૧૯ની પાંચમી મેએ જર્મનીમાં યહૂદી કુટુંબમાં થયો હતો. વિદ્યાર્થીકાળમાં જ તેણે મૂડી કમાવાને બદલે મૂડીનો ઉપહાસ કરી માબાપની આશાઓ ભાંગી નાખી હતી. બહુમુખી પ્રતિભાવાળો એ યુવાન જીના યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયો પણ તેના બંડખોર વિચારોને લીધે ત્યાં પ્રોફેસરી ન મળતા પત્રકારત્વમાં પડ્યો અને જોતજોતામાં ક્રાન્તિકારીઓનો આગેવાન બની ગયો. પરિણામે ઈ. ૧૮૪૩માં જર્મનીથી ભાગી તેને પેરિસ જવું પડ્યું. ત્યાં તે પોતાના સમક્ક્ષ વિચારના ફ્રેડરિક એન્જલ્સના પરિચયમાં આવ્યો. એન્જલ્સ તેનો જીવનભરનો સાથી અને સહાયક બની રહ્યો. પેરિસમાંથી પણ ભાગવું પડ્યું. ત્યાંથી બ્રસેલ્સ જઈ એન્જલ્સ સાથે ઈ. ૧૮૪૭માં તેણે જગવિખ્યાત સામ્યવાદી જાહેરનામું‘ બહાર પાડ્યું. બ્રસેલ્સમાંથી પણ બેલ્જિયન સરકારે તેને હાંકી કાઢતાં પેરિસ થઈ તે ફરી જર્મની ગયો. અહીં મહાપરિશ્રમે યોજેલો ઈ. ૧૮૪૮નો બળવો નિષ્‍ફળ જતાં છેવટે ૩૨ વર્ષની વયેથાકેલો અને અકિંચન તે ઇંગ્લેન્ડ જઈ રહ્યો. શેષ જીવન ત્યાં જ વિતાવ્યું. ત્યાંના ખાણમજૂરોની સ્થિતિ જોઈ પોતાના સામ્યવાદી વિચારોને આધારે તેણે કહ્યું કે ઇંગ્લેન્ડ અને જર્મની જેવા દેશો સૌથી પહેલાં સામ્યવાદી બનશે. જ્યારે સર્વપ્રથમ સામ્યવાદ અપનાવનાર હતું રશિયા.
છાપાંઓમાં લખેલા લેખોમાંથી જે કાંઈ મળતું તે ઉપરાંત તેનો બધા ભાર એન્જલ્સ જ ખેંચતો. પોતાના જીવનના મહાકાર્ય સમો કેપિટલ‘ ગ્રન્થ એણે ઇંગ્લેન્ડમાં લખ્યો. ઊતરતી અવસ્થાએ તબિયત ખૂબ લથડતી રહેવા છતાં તેણે કેપિટલ‘ (દાસ કેપિ‍ટલ)નો બીજો ગ્રન્થ તૈયાર કરવા માંડેલો. આ ગ્રન્થ પોતાની પત્નીને અર્પણ કરવા તેણે ધાર્યું હતું પરંતુ પત્ની ગુજરી જતાં તેનું રહ્યુંસહ્યું સામર્થ્ય તૂટી ગયું અને બે વર્ષ બાદ ઈ. ૧૮૩૩ની ચૌદમી માર્ચે જગતનો એ મહાન ક્રાન્તિકારી પોતાના સિદ્ધાન્તોને ખાતર હાલાકીભરી દેશનિકાલીઓકઠોર ગરીબી અને યાતનાભરી જિંદગી ગુજારી અવસાન પામ્યો.
કાર્લ માકર્સ પ્રગતિશીલ રાજનીતિજ્ઞચિંતકસારો વક્તા તથા અસરકારક લેખક હતો. તેનો કેપિટલ‘ ગ્રન્થ સામ્યવાદીઓ માટે બાઈબલ સમાન છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular