મૌલાના અબુલ કલામ આઝાદ

http://gujarat-help.blogspot.com/


મૌલાના અબુલ કલામ આઝાદ
http://www.gurjari.net/uploaded/gallery/vishva/abdul.jpgતત્વદર્શી ધર્મગુરુરાષ્‍ટ્રવાદી રાજપુરુષ અને તેજસ્વી પત્રકાર
નાની વયે જ ગાઢ વિદ્વતાકુશાગ્ર બુદ્ધિમત્તા તથા તેજસ્વી લખાણથી માનભર્યું સ્થાન પ્રાપ્‍ત કરનાર મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ ઈ. ૧૮૮૮માં મક્કા જેવા પવિત્ર સ્થાનમાં થયો. તે વખતનું તેમનું મૂળ નામ અહમદ અબુલ કલામ કુનિયત હતું. આઝાદ તો તેમણે પાછળથી ધારણ કરેલું તખલ્લુસ હતું.
દશ વર્ષની ઉંમરે તેઓ કુટુંબ સાથે ભારત આવ્યા. અરબી તથા ઉર્દૂનું જ્ઞાન પહેલેથી જ હતું. ભારતમાં કલકત્તામાં વસી તેમણે વાચન અને શિક્ષણ પાછળ ખૂબ મહેનત લીધી. વિશાળ વાચન અને તલસ્પર્શી અવલોકનોને કારણે ૧૪ વર્ષની અલ્પ વયે જ લિસાનુસ્સિદ્દક‘ (સત્યની વાણી) નામનું પત્ર શરૂ કર્યું. કવિતાનો શોખ હોવાથી મુશાયરા તથા કવિબેઠકોમાં ભાગ લેતા. ઈ. ૧૯૦૫માં ઇજિપ્‍તમાં કેરોના અલ-અઝહાર વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા. અરબી તથા ફારસી ભાષા ઉપરાંત ઇસ્લામ ધર્મ અને દર્શનશાસ્ત્રમાં પારંગત થયા. ઈ. ૧૯૦૯માં પિતાનું મૃત્યુ થતાં ઇસ્લામનું ઉજ્જવળ ભાવી બનાવવા અને દેશને આઝાદ કરવા પાછળ મંડી રહેવાનો નિર્ણય લીધો.
તેમણે અલ હિલાલ‘ (બીજનો ચંદ્ર) નામનું સાપ્‍તાહિક કાઢી ભારતના મુસલમાનોને સ્વરાજપ્રાપ્તિ માટે તૈયાર કર્યાં. સરકારે એ પત્ર બંધ કરાવતાં તેમણે બીજું પત્ર શરૂ કર્યું. સરકારે તેનું પ્રકાશન પણ બંધ કરાવી કેટલાંયે રાજ્યોમાં આઝાદની પ્રવેશબંધી ફરમાવી. છેવટે તે નજરકેદ થયા. ગાંધીજીએ અસહકાર ચળવળ શરૂ કરી. દેશને જલિયાંવાલા બાગનો અને ખિલાફતનો જોરદાર ફટકો પડ્યો. તેમણે શરૂ કરેલ કાર્યવાહીથી ખુશ થઈ લાહોરની હજાર ઉપરાંતની ઉલેમાઓની સભામાં તેમને ઈમામ નીમવાનો ઠરાવ થયો.
ઇંગ્લેન્ડના પ્રિન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્‍કાર કરવામાં આગેવાની લીધી. પરિણામે એક વર્ષની જેલની સજા થઈ. સજા પૂરી કરી ફેરવાદી‘ અને નાફેરવાદીમાં કૉંગ્રેસમાં પડેલાં તડાં વચ્ચે આઝાદે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. ત્યાર પછી તે કૉંગ્રેસના પ્રમુખ થયા. એમની કુનેહથી કૉંગ્રેસના ભાગલા થતા બચી ગયા.
ત્યારથી શરૂ કરી જીવનના અંત સુધી અનેક રીતે તેમણે રાષ્‍ટ્રસેવા બજાવી. પણ મૌલાનાનું પ્રિય સ્થાન હતુપોતાનું પુસ્તકાલય. તેઓ વાચન કે લેખનમાં નિમગ્ન હોય ત્યારે પુરબહારમાં ખીલતા. તેમણે ૨૦ ઉપરાંત ગ્રન્થો લખ્યા છે. આઝાદ પ્રાચ્યવિદ્યાવિદ્દ અને ભાષાશાસ્ત્રી હતા. તેમનું વક્તવ્ય પણ ઝમકદાર અને સચોટ હતું. તેમની રહેણીકરણી અતિ સાદી હતી. ચા તેમનું પ્રિય પીણું હતું. અમીરી હુક્કોઅરબી કાવો તથા સંગીતના પણ તે શોખીન હતા.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular