મોતીલાલ નહેરુ

http://gujarat-help.blogspot.com/

મોતીલાલ નહેરુ
http://www.gurjari.net/uploaded/gallery/vishva/motilal.jpgભારતીય રાજનીતિના ઉજ્જવલ તારક
મોતીલાલના વડવા મૂળ કાશ્મીરના હતા. પછીથી દિલ્હીમાં એક નહેરને કાંઠે આવેલી જમીન પર મકાન બનાવી ત્યાં વસ્યા એટલે નહેરુ‘ કહેવાયા. કેટલોક સમય તે પરિવાર આગ્રામાં રહ્યો હતો. અહીં ઈ. ૧૮૬૧ના મે માસની છઠ્ઠી તારીખે મોતીલાલનો જન્મ થયો. તેમનું પ્રાથમિક ભણતર માત્ર ફારસી-અરબીનું પરંતુ ૧૩-૧૪ વર્ષની વયે જ્યારે તેમણે અંગ્રેજી શીખવું શરૂ કર્યું ત્યારે તે ફારસીના વિદ્વાન લેખાતા. નિશાળ અને કૉલેજમાં તેમની ખ્યાતિ તોફાની વિદ્યાર્થી તરીકે. તે બુદ્ધિશાળી તો હતા જ છતાં કૉલેજની બી. એ. ની પરીક્ષા તે પાસ ન કરી શક્યા. ઈ. ૧૮૮૮માં વકાલતની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી સુવર્ણચન્દ્રક મેળવ્યો પછી કાનપુરની હાઈકોર્ટમાં વકાલત શરૂ કરી. ધંધામાં સફળતા મેળવવાના તેમણે આજસુધી સેવેલા મનોરથો ફળવા લાગ્યાકામ વધવા લાગ્યું અને ટંકશાળ પડવા લાગી.
ઈ. ૧૮૮૮માં અલ્હાબાદના કૉંગ્રેસ અધવેશનમાં તેમણે પ્રેક્ષક તરીકે હાજરી આપી હતી. ઈ. ૧૮૯૨માં સ્વાગત સમિતિમાં જવાબદારીભર્યું કામ કર્યું. ઈ. ૧૯૦૭માં ત્યારના સંયુક્ત પ્રાંત કૉંગ્રેસના તે સભાપતિ બન્યા. કૉંગ્રેસની મહાસમિતિમાં પણ ચૂંટાયા. ઈ. ૧૯૧૬થી દેશમાં લોકપ્રિય બનતી જતી હોમરૂલ લીગના તે સભ્યા બન્યા. ઈ. ૧૯૧૯માં જલિયાંવાલાના હત્યાકાંડથી એમનું દિલ દ્રવી ઊઠ્યું. તેને અંગે તે ગાંધીજીના નિકટના પરિચયમાં આવ્યા. ત્યારથી એમનો માનસપલટો એવો થયો કે એ જ વર્ષે અમૃતસરમાં ભરાયેલી કૉંગ્રેસના પ્રમુખ-પદે તે ચૂંટાયા.
ઈ. ૧૯૨૦માં તેમણે વકાલત છોડી. ઈ. ૧૯૨૧માં બહિષ્‍કારની લડતમાં મોખરે રહ્યા એટલે તેમને છ મહિનાની સજા થઈ. પછીથી તેમણે સ્વરાજપક્ષની સ્થાપના કરી પરંતુ એ પક્ષ પાસેથી મેળવવા ધારેલી અપેક્ષા સાંપડી નહિ. હવે ગાંધીજીના કાર્યક્રમમાં મોતીલાલજીને પૂરેપૂરી શ્રદ્ધા જાગી. રાજમહેલ જેવું પોતાનું અલ્લાહાબાદનું નિવાસસ્થાન આનંદ ભવન‘ એમણે દેશને અર્પણ કરી દીધું અને સંપૂર્ણ ફકીરી ધારણ કરી. ઈ. ૧૮૨૮માં ફરીથી કૉંગ્રેસ પ્રમુખ ચૂંટાયા ત્યારે રાજામહારાજાઓને પણ ઈર્ષા કરાવે તેવું માન ભારતની જનતાએ તેમને આપ્‍યું.
ઈ. ૧૯૩૦માં મહાસભાની કારોબારીના પ્રમુખ તરીકે મોતીલાલની ધરપકડ થઈ. નૈનીતાલની જેલમાં એક નાની ખોલીમાં તેમને પૂર્યા. ખોલીમાં ચોમાસામાં પાણી ચૂએ અને બધે જ ભેજ થાય. દમથી પીડાતા મોતીલાલની વેદના વધી ગઈ. સજા પૂરી કરી છૂટ્યા ત્યારે આરામ કરવા મસૂરી ગયા પણ તબિયત બગડતી ગઈ. જવાહરલાલ પણ છૂટીને તેમની પાસે આવ્યા. આ બીમારી જીવલેણ નીવડી. ગાંધીજીજવાહરલાલધર્મપત્ની સ્વરૂપરાણી અને ડૉ. જીવરાજ મહેતાની હાજરીમાં તેમણે ઈ. ૧૯૩૧ના ફેબ્રુઆરી માસની છઠ્ઠી તારીખે લખનઉમાં નશ્વર દેહનો ત્યાગ કર્યો. મોતીલાલને અંજલિ આપતાં ગાંધીજીએ કહ્યું હતું, ‘પતિ મરતાં હિંદુ વિધવાની જે સ્થિતિ થાય એ સ્થિતિ મોતીલાલજી જતાં મારી થઈ છે.સશક્ત બાંધોગોરો વાનતેજસ્વી વિશાળ કપાળમક્કમ બિડાયેલા તંગ હોઠર્દઢતાસૂચક હડપચી અને સ્મિતગર્ભવેધક આંખોવાળા પંડિત મોતીલાલ નહેરુને જોઈ ઇટલીના સંગ્રહસ્થાનોમાંના રોમન બાદશાહોનાં પૂતળાંઓની યાદ આવે. એમનું સમગ્ર વ્યક્તિત્વ પ્રભાવશાળીઆંજી નાંખનારું હતું. એમની વિરલ બુદ્ધિપ્રતિભાબાદશાહી રહેણીકરણી અને છેવટના દિવસોનું એમનું જીવન પરિવર્તન તથા દેશ માટે કરેલો સર્વસ્વનો ત્યાગ આપણા દેશમાં કહેવતરૂપ બની ગયાં છે. બુદ્ધિશાળી લોકો તેમની તીવ્ર બુદ્ધિ આગળ મહાત થતા ને નમતા મુત્સદ્દીગીરીથી અજાયબી પામતા અને વક્તાઓ તેમની વક્તૃતાનું અનુશીલન કરતા.
મોતીલાલજીએ રાજાની જેમ જીવી જાણ્યુંરાજાની જેમ દાન આપી જાણ્યું અને એવી જ રીતે મરી પણ જાણ્યું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular