http://gujarat-help.blogspot.com/
વિશ્વવિખ્યાત શહનાઈવાદક
બિસ્મિલ્લાખાંનો જન્મ ભોજપુર રાજ્યના ડુંગરાવ ગામમાં ઈ. ૧૯૧૪ના માર્ચની એકવીસમીએ થયો હતો. દાદીમાએ દાદાને જ્યારે પૌત્રજન્મની વધાઈ આપી ત્યારે દાદાના મોંમાંથી ‘બિસ્મિલ્લાહી‘ એવો ઉદગાર નીકળી પડ્યો. કુટુંબીજનોની જીભે આ નામ ચઢી ગયું અને ત્યારથી એ બિસ્મિલ્લાખાંના નામે પ્રસિદ્ધિ પામ્યા. એમના કુટુંબમાં શરણાઈવાદન પરંપરાગત ઊતરી આવ્યું છે. એમના પૂર્વજો ભોજપુર દરબારમાં શરણાઈવાદક હતા. પિતા પયગંબરબક્ષ સંગીતજ્ઞ તરીકે વિખ્યાત હતા. બિસ્મિલ્લાએ અઢી વર્ષની વયે માતા ગુમાવતાં બાળપણ મોસાળમાં વિતાવ્યું હતું. બાળપણથી જ ત્રણ વાત તેમના મગજમાં ઠસાવવામાં આવી હતી : શરીરની સંભાળ, આબરૂનું જતન અને સત્યનું સેવન.
રિયાઝ માટે બિસ્મિલ્લાને રાતનો સમય વિશેષ ફાવતો. મધરાત પછી એકાંતમાં રિયાઝ કરવામાં એમને અનેરો આનંદ આવતો. શરણાઈ-સાધનામાં બે-અઢી વર્ષ થયાં હશે તેવામાં માદક ખુશ્બો આવતાં, આંખો ખોલતાં સામે એક મહાત્માને જોયા. તેમણે કહ્યું, ‘વાહ ! બેટા, વાહ ! બજાવ્યે જા ! તું મોજ કરીશ.‘ આવો અનુભવ તેમને બે વખત થયો.
ઈ. ૧૯૩૦માં અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયના સંગીત સમારોહમાં એમનો સૌપ્રથમ જાહેર કાર્યક્રમ યોજાયો. શરણાઈ પર કેદાર રાગ વગાડી એમણે ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. એ જ રીતે લખનૌ તથા કલકત્તાના સંગીત-સમારોહમાંથી પણ ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. ઈ. ૧૯૬૨માં તે અફઘાનિસ્તાન ગયા હતા. અફઘાનિસ્તાનના બાદશાહે શરણાઈવાદનથી ખુશ થઈ બિસ્મિલ્લાખાંનું બહુમાન કર્યું હતું. ઈ.૧૯૬૨માં એડિનબરો આંતરરાષ્ટ્રીય સમારોહમાં તથા લંડન, લિવરપુલ, આમસ્ટર્ડામ, હેગ, પેરિસ વગેરે સ્થળોએ એમણે શહનાઈવાદનના કાર્યક્રમો આપ્યા હતા અને પ્રશંસા મેળવી હતી.
�પોતાના શ્રેષ્ઠ શરણાઈવાદનથી તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અન્ય વાદ્યોનું વાદન કરવામાં અને કંઠ્યસંગીતમાં પણ તેઓ પ્રવીણ છે. લગભગ તમામ વિશિષ્ટ સમારંભોના શુભારંભ માટે તેમના શરણાઈવાદનને પસંદ કરવામાં આવે છે. સંગીત-નાટક અકાદમીએ પણ તેમને પુરસ્કૃત કર્યા છે. ભારત સરકારે પણ ઈ. ૧૯૫૧માં ‘પદ્મશ્રી‘ તથા ઈ. ૧૯૬૮માં ‘પદ્મવિભૂષણ‘ નો ઈલ્કાબ આપી તેમનું બહુમાન કર્યું હતું.
બિસ્મિલ્લાખાં

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site