http://gujarat-help.blogspot.com
ચીમનલાલ ચકુભાઈ શાહ - પીઢ પત્રકાર, વિચારશીલ
લેખક અને સમર્થ ચિંતક
ચીમનભાઈનો
જન્મ સૌરાષ્ટ્રમાં લીમડી પાસે પણસીણા ગામમાં ઈ. ૧૯૦૨ના માર્ચની ૧૧મી તારીખે થયો
હતો. પિતા ચકુભાઈની આર્થિક સ્થિતિ નબળી હતી. ચીમનભાઈ બે વર્ષના થયા અને માતા
ગુમાવી. પિતાએ બીજું લગ્ન કર્યું. અપર માતા રંભાબહેને ચીમનભાઈને પોતાના સંતાનની
જેમ ઉછેર્યા. પ્રાથમિક શિક્ષણ પાણસીણામાં લઈ અમદાવાદ-મુંબઈમાં માધ્યમિક શિક્ષણ
મેળવી ઈ. ૧૯૧૯માં મેટ્રિકની પરીક્ષા આપી. એ જ વખતે જલિયાંવાલા બાગની ધમાલ થતાં અને
ચીમનભાઈનાં લગ્ન થતાં તેમને મેટ્રિકમાં પ્રથમ વર્ગ ન મળ્યો. પરંતુ મુંબઈમાં
કૉલેજ-અભ્યાસ દરમિયાન શિષ્યવૃત્તિ મેળવી એમ. એ., એલએલ. બી.માં ઉત્તીર્ણ થયા.
એમ.એ. માટે કાશીનાથ તેલંગ સુવર્ણચંદ્રક અને એલએલ.બી. માટે ઇન્વેરારિટી
સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલ. એમની સાથે બીજા તેજસ્વી વિદ્યાર્થીઓ હતા ચં.ચી. મહેતા,
અશોક
મહેતા, યુસુફ
મહેરઅલી, મીનુ
મસાણી, બાદરાયણ,
અમીદાસ
કાણકિયા વગેરે. એમ. એ.માં તત્વજ્ઞાનનો વિષય લીધો હોવાથી પ્લેટો,
સૉક્રેટિસ,
એરિસ્ટોટલ,
કેન્ટ,
હેગલ
વગેરેના વિચારોની જબરી અસર એમના જીવન પર પડી હતી. ઈ. ૧૯૨૮માં તે સૉલિસિટર થયા.
થોડો સમય અનુભવ મેળવી સૉલિસિટરની પોતાની જુદી પેઢી ચાલુ કરી. કૉલેજકાળથી જ તેમને
જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં રસ હતો. ઈ. ૧૯૩૦થી એમણે કૉંગ્રેસની લડતમાં ભાગ લેવો
શરૂ કર્યો. બત્રીસ વર્ષની વયે તે જવાહરલાલ તથા જયપ્રકાશના સંપર્કમાં આવ્યા.
ઈ. ૧૯૩૭માં મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસ સત્તા પર આવી ત્યારે તેઓ સરકારના પ્રથમ હિંદી સૉલિસિટર થયા. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વિજયી બની છ વર્ષ તેના સભ્ય તરીકે સેવા આપી. બંધારણ સભામાં તેમણે પ્રશંસનીય કામગીરી બજાવી જવાહરલાલ, ઢેબરભાઈ તથા દાદાસાહેબ માવલંકરના ધન્યવાદ પ્રાપ્ત કર્યા. ન્યૂઝીલેન્ડ કૉમનવેલ્થ પાર્લમેન્ટરી કૉન્ફરન્સ, ઈન્ટરપાર્લામેન્ટરી યુનિયન તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિનિધિમંડળમાં એમનો સમાવેશ થયો હતો. સતત બાર વર્ષ એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે કામગીરી બજાવી. એમના ચિંતનાત્મક લેખો ‘અવગાહન‘ શીર્ષક હેઠળ પુસ્તકરૂપે પ્રગટ થયા છે. ઈ. ૧૯૩૯થી તેઓ ‘જન્મભૂમિ‘ અને એનાં બીજા પત્રો સાથે સંકળાયેલા રહ્યા હતા. પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના ડાયરેક્ટર બન્યા. મુંબઈ યુનિવર્સિટીની સેનેટના સિન્ડિકેટના એ સભ્યા બન્યા. લોકસભાના સભ્ય બન્યા ત્યારે આંતરડાંની તકલીફ ઊતી થતાં સરકારી રોકાણ રદ કર્યા અને પોતાની તમામ શક્તિ લોકસેવા પાછળ ખર્ચી.
પચીસથી વધુ સંસ્થાઓના તેઓ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી કે ટ્રસ્ટીનો હોદ્દો ધરાવતા હતા. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ પોતાના મનની સમતુલા ગુમાવતા નહોતા. સામાજિક ક્ષેત્રે, વિશેષતઃ મુંબઈમાં ચીમનભાઈનું સ્થાન ઘણું મોટું હતું. એમની ૭૧મી જન્મજયંતી પ્રસંગે મળેલી સાડાત્રણ લાખની થેલીમાં સાત લાખ ઉમેરી ‘માનવ રાહત ટ્રસ્ટ‘ ઊભું કર્યું. તેઓ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. ‘પ્રબુદ્ધ જીવન‘ના તંત્રી તરીકે તેમણે પોતાના પારદર્શક વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો.
ચીમનભાઈ એટલે સામાજિક, સાંસ્કારિક, રાજનૈતિક, ધાર્મિક, શૈક્ષણિક, રૂઢિગત પરંપરા અને આધુનિકતાનો તેમનામાં સુભગ સમન્વય હતો. તેમનું જીવન હંમેશાં પ્રસન્ન, સંયમી, સંસ્કારમય અને સેવામય રહ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેઓ અંતર્મુખ વિશેષ બન્યા હતા.

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site