વિવેકાનંદ

http://gujarat-help.blogspot.com/

વિવેકાનંદ
http://www.gurjari.net/uploaded/gallery/vishva/vivekanand.jpgશક્તિ અને સામર્થ્યનો સંદેશો આપનાર ઋષિ
ઈ. ૧૮૬૩ની ૧૨મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિ ઊજવાઈ રહી હતી તે દિવસે સૂર્યોદય પહેલાં કલકત્તાના સિમેલિયા મહોલ્લામાં ઉચ્ચ બંગાળી ખાનદાન શ્રીમંત ગૃહસ્થ ને કાયદાના તલસ્પર્શી જ્ઞાતા વિશ્વનાથ દત્તને ત્યાં વિવેકાનંદનો જન્મ થયો. મૂળ નામ નરેન્દ્ર. માતાના વાત્સલ્યમાં ડૂબાડૂબ રહેતા નરેન્દ્રનું બચપણ ખૂબ લાડકોડમાં ઊછર્યું. પારણામાંથી પરખાતા પુત્રના લક્ષણ પેઠે આ તેજસ્વી અને હઠીલા બાળકને કાબૂમાં રાખવાનું અશક્ય બની રહેતું. તોફાન કે હઠ વેળા માતા તેના માથા પર ઠંડુ પાણી રેડીને કાનમાં ધીમે ધીમે શિવનું નામ લેતાં કે તે બાળક તરત શાંત થઈ જતો.
સાધુઓ પ્રત્યે નાનપણથી જ પ્રેમ. બારણે સાધુ આવે એટલે રાજી થઈ જાય. ભણવામાં ખૂબ જ હોશિયાર. નરેન્દ્ર દેખાવડો હતો. ગૌર વર્ણવિશાળ કપાળકાળા ભમ્મર વાળ ને મોટી મોટી કમળની પાંખડી જેવી આંખો. કંઠ પણ ઘેરો અને મધુર. કૉલેજમાં એક વાર અંગ્રેજીના પ્રાધ્યાપકની ગેરહાજરીમાં વર્ગમાં તેમણે અંગ્રેજી કાવ્ય સમજાવેલું. તેમની અધ્યાપન પદ્ધતિથી પ્રાધ્યાપક ખૂબ ખુશ થયા હતા. શિષ્‍યનું પ્રોજજ્વલ તેજસ નિહાળી આ પ્રતિભાવાન શિષ્‍યને તેમણે રામકૃષ્‍ણની મુલાકાતે જવા સૂચન કરેલું. નરેન્દ્ર ગયા પણ ખરા.
નરેન્દ્રે ન્યાયશાસ્ત્રસંગીતવિજ્ઞાનઉપનિષદોવેદ-વેદાંત વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો હતો. કુશાગ્ર બુદ્ધિના એ જિજ્ઞાસુના મનમાં અનેક પ્રશ્નો ખડા થતા. પંડિત દેવેન્દ્રનાથ ઠાકુરને એની આંખોમાં યોગીનાં દર્શન થતાં. રામકૃષ્‍ણના સાંનિધ્યમાં તેમને થોડી શાંતિ મળતી. પણ સાચી તૃપ્તિ થઈ ન હતી. રામકૃષ્‍ણનો સહવાસ મળતાં નરેન્દ્ર ઘડાતો ગયો. મહાસાગરને તળિયેથી મૂલ્યવાન મોતી મળ્યું હોય એમ પરમહંસ નરેન્દ્રનું ગૌરવ કરતા. કદીક એ ન આવે તો નારાજ થઈ વિલાપ કરતા ને આવવા વિનવતા.
એક દિવસ દ‍ક્ષિ‍ણેશ્વરમાં નરેન્દ્રે રામકૃષ્‍ણને પૂછી નાખ્યું, ‘ભગવાનની હસ્તી છે ?‘ રામકૃષ્‍ણે હા કહી અને જો ભગવાન જોવા હોય તો બીજે દિવસે વહેલા આવવા કહ્યું. પોતાની અતૃ્પ્‍ત ઝંખના સંતોષવા બીજે દિવસે મહારાજની ઓરડીનું પગથિયું એ ચડ્યા. એ ચડ્યા તે ચડ્યા. રામકૃષ્‍ણે તેમની છાતી પર હાથ મૂક્યો અને પોતે જાણે અંતર્મુખ થઈ ગયા. એમની સમાધિ‍દશાની આ અપાર શાંતતા નિહાળી રામકૃષ્‍ણ બોલી ઊઠ્યા, ‘પૂર્ણાવસ્થાએ પહોંચેલો અને ધ્યાનસિદ્ધ એ ઋષિ છે.દરમિયાનમાં પિતાનું મૃત્યુ થતાં તેમને ખાવાના પણ સાંસા પડ્યા. તેમણે શ્રીરામકૃષ્‍ણને કાલીમાતા પાસેથી વરદાન અપાવવા કહ્યું. ત્રીજી વખત માતા સમક્ષ જઈ નરે્ન્દરે માગ્યું, ‘મામને તુંમય બની રહેવા દેજે.‘ ગુરુએ આ વાત જાણી ત્યારે હર્ષાવેશમાં શિષ્‍યને ભેટી પડ્યા. ઈ. ૧૮૮૬માં પરમહંસે ચિરકાળની સમાધિ લીધી ત્યારે બધા શિષ્‍યોની સંભાળ નરેન્દ્રને સોંપતા ગયા હતા. બે વર્ષ નરેન્દ્રે ભારતયાત્રા કરી. જ્યાં તે જાય ત્યાં સૌનું ધ્યાન તેના પ્રતિ ખેંચાય. કન્યાકુમારી પહોંચી ભૂમિના અંતિમ બિંદુ પર બેસી ચિંતન કર્યું. છેવટે રાનદના મહારાજાના આગ્રહથી ખર્ચની સગવડ થતાં અમેરિકામાં શિકાગોમાં ભરાયેલ વિશ્વ-પરિષદમાં ગયા. નામ બદલીને વિવેકાનંદ‘ રાખ્યું. અમેરિકા પહોંચ્યા તો જાણવા મળ્યું કે પરિષદ મોડી ભરાશે. અનેક મુશ્કેલીઓ વેઠીભિક્ષા માગી તુચ્છકાર વેઠ્યો. હેઈલ નામની એક સન્નારીએ સ્વામીજીનો હાથ પકડ્યો અને આશરો આપ્‍યો. પરિષદમાં પોતાની દિવ્ય વાણીથી લોકોને મહાન વ્યક્તિનાં દર્શન કરાવ્યાં. અમેરિકામાં યશ મળ્યો. પ્રશંસકો વધ્યા અને પૈસા પણ મળ્યા. તે લંડન ગયા. અહીં પણ હિન્દુ યોગી‘ બહુમાન પામ્યા. અરવિંદ ઘોષની મુલાકાત લઈ વિવેકાનંદે જ એમને રાષ્‍ટ્રીય આંદોલનમાં ખેંચ્યા હતા. ઈ. ૧૮૯૭માં તેમણે શ્રીરામકૃષ્‍ણ મિશનની સ્થાપના કરી. અહીંથી બ્રહ્મવાદિની‘, ‘પ્રબુદ્ધ ભારત‘ અને ઉદબોધન‘ નામનાં સામયિક શરૂ કરાવ્યાં. તેમનું સ્વાસ્થ્ય હવે કથળવા લાગ્યું. છતાં ભગિની નિવેદિતા સાથે વિશ્વપ્રવાસ કર્યો. બેલુરમાં બીજો મઠ સ્થાપ્‍યો. રામકૃષ્‍ણ મઠને વિશ્વમઠમાં ફેરવ્યો. દરમિયાન એમને મધુપ્રમેહનો રોગ લાગુ પડ્યો. એક દિવસ પંચાંગ મંગાવી તેમણે દિવસ નક્કી કર્યો. તે દિવસે સાંજે મહાસમાધિમાં બેઠા ને ધીરેધીરે તેમાં જ લીન થઈ ગયા. બીજે દિવસે એટલે કે ઈ. ૧૯૦૨ના જુલાઈની ચોથી તારીખે આ મહાપુરુષના નિષ્‍પ્રાણ દેહને તેમની આધ્યાત્મિક વારસ સિસ્ટર નિવેદિતાએ અગ્નિ મૂક્યો અને એ મહાન આત્મા મહાનલમાં સમાઈ ગયો.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular