http://gujarat-help.blogspot.com/
કાલિદાસ

કાલિદાસના જીવન વિષે ઇતિહાસ કે કાલિદાસની કૃતિઓમાંથી કશી માહિતી પ્રાપ્ત થતી નથી. તેના સમય વિષે પણ સંશોધકો એકમત થઈ શકતા નથી. પ્રારંભમાં તે ગમે તેટલો મૂર્ખ હશે પરંતુ તેમની કૃતિઓ પરથી જાણી શકાય છે કે તે લલિતકલાઓનો-ખાસ કરીને કાવ્ય,ગાન, નૃત્ય ને નાટકનો રસિક વેત્તા હતો. સ્વદેશની ભૂગોળનું પર્યાપ્ત ને સૂક્ષ્મ જ્ઞાન ધરાવતો હતો; ધારાશાસ્ત્રનો નિષ્ણાત હતો અને તત્વજ્ઞાનની શ્રેણીઓનો તજજ્ઞ હતો; ધાર્મિક સિદ્ધાન્તોનો, પ્રણાલિકાઓનો અને ઉત્સવ-અનુષ્ઠાનોનો તે નિષ્ઠાશીલ પૂજક હતો. તેની આ શક્તિમત્તા તેને જગતભરની પ્રથમ શ્રેણીની સાહિત્યમૂર્તિઓ જેવી કે હોમર, પ્લેટો, સૉફૉક્લિસ, વર્જિલ, દાન્તે, શેક્સપિયર અને મિલ્ટનની સાથે મૂકે છે.
કાલિદાસના જીવન વિષે અનેક અને અટપટી દંતકથાઓ સાંપડે છે પરંતુ એક પણ દંતકથાને ઐતિહાસિક આધાર મળતો નથી. એક દંતકથા મુજબ તે બ્રાહ્મણપુત્ર હતો. પાંચ છ મહિનાની ઉંમરે માતાપિતા અવસાન પામતાં એક કઠિયારાએ તેને પાળ્યો-પોષ્યો. ત્યાંની રાજકુમારીએ લગ્ન માટે અનેક લાયક મૂરતિયાઓને નાપસંદ કર્યા તેથી અંતે તેને અણઘડ બુદ્ધિના યુવાન કાલિદાસ સાથે પરણાવી દીધી. પતિની મૂર્ખતાની પ્રતીતિ થતાં રાજકુમારીએ તેને કાલિમાતાની ભક્તિ કરીને સુબુદ્ધિ પ્રાપ્ત કરવા કહ્યું. દેવી કાલી પ્રસન્ન થયાં. ત્યારથી કાલિદાસ પર સરસ્વતી દેવીની પૂર્ણ કૃપા ઊતરી અને તે અત્યંત બુદ્ધિમાન અને પ્રતિભાવાન સાહિત્યકાર બની રહ્યો.
કાલિદાસ બંગળનો, મુર્શિદાબાદના ગડ્ડાશિંગરુ ગામનો, કાશ્મીરનો, વિદર્ભનો, બિહારનો તેમજ બારકાઈ જિલ્લાના મંદાસર અને વિદિશાનો હોવાના જુદા જુદા મતો વિદ્વાનોએ પ્રતિપાદન સાથે દર્શાવ્યા છે પરંતુ હજુ સુધી એ સર્વ મતોમાંથી એકેય આધારભૂત રીતે સ્વીકારાયો નથી.
કાલિદાસની આગરી તરી આવતી સાત કૃતિઓ છે : ‘અભિજ્ઞાન શાકુંતલ‘, ‘વિક્રમોર્વશીય‘ અને ‘માલવિકાગ્નિમિત્ર‘ નાટકો; ‘રઘુવંશ‘ મહાકાવ્ય; ‘કુમારસંભવ‘ પુરાણકાવ્ય; ‘મેઘદૂત‘ દીર્ઘ ઊર્મિકાવ્ય અને ‘ઋતુસંહાર‘માં નિરૂપાયેલાં પ્રાકૃતિક સૌન્દર્યો હોય, ‘કુમારસંભવ‘ માં ચિત્રિત થયેલાં પૌરાણિક ર્દશ્યો હોય, ‘શાકુંતલ‘માં રજૂ થયેલા નાટ્યીકૃત માનવી-પાત્રો હોય કે ‘મેઘદૂત‘માં અક્ષરબદ્ધ થયેલો શુદ્ધ ઊર્મિકાવ્યમૂલક, કલ્પનાદર્શી વિષય હોય; કાલિદાસનો ગ્રાહ એ સમૃદ્ધ માનવી અને આદર્શોનો સર્વોન્નત ગ્રાહ છે. કાલિદાસનો પ્રકૃતિપ્રેમ અને પ્રાકૃતિક સૌન્દર્યને શોધતી તેમની ર્દષ્ટિ તેનાં બધાં નાટકો અને કાવ્યોમાં એકસરખી નજરે પડશે. પ્રકાંડ અનુભૂતિ અને સમતોલ વિવેક ધરાવતો કોઈ વિરલ સહાનુભૂત સાહિત્યકાર જ એવી સિદ્ધિ એકસામટી દાખવી શકે. કવિ જયદેવે તેને ‘કવિકુલગુરુ‘ના બિરુદે જવાજ્યો છે.
સંસ્કૃત રસજ્ઞોએ ‘ઉપમા વગલિદાસસ્ય‘ એમ મુક્તકંઠે પ્રશંસા કરી છે. કવિનું અનુભવક્ષેત્ર એવું વિશાળ છે કે યોગ્ય ઉપમા એમને જીવનની નિરવિધિ વિવિધતામાંથી ક્યાંકથી ને ક્યાંકથી મળી રહે છે. કાલિદાસની કોઈ વિશેષતા હોય તો તે જીવનનું અખિલાઈપૂર્વક દર્શન કરવાની એની ઉચ્ચ કોટિની શક્તિ. આથી તેની કાવ્યાનુભૂતિમાં કાંઈક અપરિમેયતા વરતાય છે, અખિલાઈને આવરી લેતો કલાનો અણસારો મળે છે.
કાલિદાસ ભારતના સાચા રાષ્ટ્રકવિ છે. આ પૃથ્વીને-એના પ્રકૃતિસૌંદર્યને અને માનવજીવનની લીલાને એમણે જીવનભર ગાયાં છે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site