http://gujarat-help.blogspot.com/
બંગાળના કામારપુકુર નામના ગામડામાં ઈ. ૧૮૩૬ની ૧૮મી ફેબ્રુઆરીએ રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. પિતા ખુદીરામ ચટ્ટોપાધ્યાય ધાર્મિક પ્રકૃતિના આદમી હતા. માતાનું નામ હતું ચંદ્રમણિ. રામકૃષ્ણનું મૂળ નામ ગદાધર હતું. વારસામાં ઊતરેલી માતા-પિતાની ભગવદ્દભક્તિને લીધે સાધુસમાગમ, ભજનકીર્તન તથા ભગવાનની લીલાના ખેલોમાં જ તે મસ્ત રહેતા. એટલી નાની વયે પણ એ સમાધિસ્થ થઈ જતા.
બચપણમાં પિતાનું અને ત્યારબાદ મોટાભાઈનું મૃત્યુ થતાં વીસ વર્ષની વયે કલકત્તાના દક્ષિણેશ્વરના પૂજારી બન્યા. અહીં મા કાળીનાં દર્શન કરવા માટે તેમનું હ્રદય વિહ્વળ બની ઊઠતું. કલાકો સુધી તે સમાધિસ્થ રહેતા. માતાનાં પ્રત્યક્ષ દર્શન કરવાની ધૂનમાં તેમણે ખાવાપીવાનું છોડી દીધું. કહેવાય છે કે તેમને કાલિમાતાનાં સાક્ષાત્ દર્શન થયાં હતાં. માતાજીના ધ્યાનમાં મગ્ન રહી ખાવાપીવાનું છોડ્યું હોવાથી શરીર ખૂબ જ દુર્બળ થઈ ગયું. પુત્રને આમ તદ્દન વિરક્ત બની જતો જોઈ માએ ૨૩ વર્ષની વયે પાસેના જયરામવટી ગામના રામચંદ્ર મુખોપાધ્યાયની પુત્રી શારદામણિ સાથે એમનું લગ્ન કરાવ્યું. પરંતુ પોતાનું ગૃહસ્થજીવન કામુક ન થવા દેવાનો નિરધાર પત્નીને જણાવી તેમણે પોતાને આધ્યાત્મિક માર્ગે જ જવા દેવાની રજા માગી. પત્ની શારદામણિએ ખુશીથી આવી રજા આપી. તેમની સમાધિમાં વિધ્ન નાખવાને બદલે પત્ની તેમને અનુરૂપ રહેવા લાગ્યાં.
આગળ જતાં તોતાપુરી નામના સંન્યાસી પાસેથી વેદાંત તથા યોગિક સાધનાનું જ્ઞાન મેળવી સમાધિ-સાધના આદરી. તોતાપુરીએ તેમનું નામ રામકૃષ્ણ રાખ્યું. જે સાધના કરતાં તોતાપુરીને ખુદને ચાળીસ વરસ લાગેલા તે સાધના રામકૃષ્ણે કેવળ ત્રણ જ દિવસમાં સિદ્ધ કરી. આમ પરમજ્ઞાન પ્રાપ્ત કરી તે રામકૃષ્ણ પરમહંસ કહેવાયા. ઇસ્લામ, ખ્રિસ્તી આદિ અન્ય ધર્મોનો પણ જાતઅનુભવ લઈ એમણે તારવ્યું કે બધા ધર્મો એક જ છે અને તેથી આદરપાત્ર છે. અલબત્ત આત્મતૃપ્તિ સર્વધર્મથી જ થાય છે. સંસારમાં રહીનેય કોઈ પણ માણસ શ્રદ્ધા અને ભક્તિથી આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકે છે. તેમની વિશુદ્ધ અને ઉત્કટ ભક્તિથી આકર્ષાઈ બધી જ જાતિઓ, વર્ણો અને સંપ્રદાયના લોકો એમના સત્સંગનો લાભ લેતા. તેમણે કોઈ નવો સંપ્રદાય પ્રવર્તાવ્યો નહોતો. પોતાને રાહે ચાલવા કોઈને આગ્રહ કર્યો નહોતો. માત્ર અખૂટ પ્રેમ, અચળ શ્રદ્ધા ને એકાગ્ર ભક્તિથી ઉન્નત બની માણસ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે એમ સાબિત કરી આપ્યું.
એ સમયના સમર્થ બંગાળીઓ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, રાખાલદાસ ચટ્ટોપાધ્યાય, સુરેન્દ્રનાથ બેનરજી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વગેરે એમનાં પ્રવચનો પાછળ મુગ્ધ હતા. એક વખતે તેમણે વિદ્યાસાગરને કહ્યું હતું, ‘ઈશ્વરની પ્રાપ્તિ વિદ્યા કે બુદ્ધિબળથી થતી નથી. તે માટે શ્રદ્ધા અને ભક્તિ આવશ્યક છે.‘એમનો સૌથી અધિક પ્રિય શિષ્ય હતો નરેન્દ્ર. પછીથી તે સ્વામી વિવેકાનન્દના નામથી સુવિખ્યાત થયા. વિવેકાનંદે પરમહંસના ઉપદેશનો વિદેશમાં પ્રચાર કર્યો હતો.
૧૫મી ઑગસ્ટ, ઈ. ૧૮૮૬ના તેમનું દેહાવસાન થયું.
મા કાલીના ઉપાસક : રામકૃષ્ણ પરમહંસ

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site