http://gujarat-help.blogspot.com/
રાષ્ટ્રગીત ‘વન્દે માતરમ્‘ના રચયિતા
બંગાળી સાહિત્યવિશ્વમાં બંકિમચન્દ્રનો ઉદય સૂર્યોદય સમાન ગણવામાં આવે છે. તેમને કેવળ બંગાળીના જ નહિ પરંતુ ભારતીય સાહિત્યના પ્રથમ આધુનિક ઉપન્યાસકાર માનવામાં આવે છે. ‘વંદે માતરતમ્‘ના રાષ્ટ્રગીત દ્વારા પ્રત્યેક હિન્દીના હ્રદયમાં અવિચલ સ્થાન પ્રાપ્ત કરનાર તથા અર્વાચીન બંગાળી ભાષાના આદ્ય નિર્માતા બંકિમચન્દ્રના સાહિત્યે બંગાળી સાહિત્યનું જ સંમાર્જન કરવા સાથે સારા રાષ્ટ્રમાં ક્રાન્તિની એક ફૂંક મારી દીધી.
તેમનો જન્મ ઈ. ૧૮૩૮ની ૨૭મી જૂને કલકત્તા નજીક કાટાલપાડા ગામે થયેલો. પિતા યાદવચન્દ્ર ડેપ્યુટી કલેકટર હતા. નાનપણથી જ કુશાગ્ર બુદ્ધિવાળા બંકિમે વીસ વર્ષની વયે બી.એ. ની પરીક્ષા પહેલા વર્ગમાં પસાર કરી પોતાના પ્રતિભાબળે ડેપ્યુટી મેજિસ્ટ્રેટ નિમાયા. નોકરી દરમિયાન જ તેમણે લેખન શરૂ કર્યું હતું. ઈ. ૧૮૬૫થી ઈ. ૧૮૮૭ એ એમનો સાહિત્ય- નિર્માણનો ખરો કાળ. ઈ. ૧૮૭૨માં તેમણે ‘બંગદર્શન‘ નામનું માસિક શરૂ કર્યું. જે કાળે બંગાળનો સુશિક્ષિત વર્ગ બંગાળી ભાષામાં લખવું તુચ્છ સમજતો અને બોલવા-લખવામાં અંગ્રેજી ભાષાએ આદરનું જમાવ્યું હતું તે કાળે પોતાનું સર્વ લખાણ બંગાળી ભાષામાં જ કરીને તથા પોતાની તેજસ્વી કલમ દ્વારા બંગાળી ભાષાનું ઘડતર કરીને તેમણે તેને માનભર્યું સ્થાન પ્રાપ્ત કરાવી આપ્યું.
સાહિત્યની પ્રત્યેક શાખામાં પોતાની સિદ્ધહસ્ત કલમ ચલાવીને બંગાળી સાહિત્યમાં તેમણે અમૂલ્ય ફાળો આપ્યો છે. પરંતુ તેઓ આંતરપ્રાંતીય ખ્યાતિ પામ્યા પોતાની નવલકથાઓથી. તેમની ૧૧ જેટલી નવલકથાઓમાંથી કેટલીક તો રૂપેરી પડદા પર ઊતરી ચૂકી છે. પણ તેમની સર્વશ્રેષ્ઠ નવલકથા તો હિંદુ સંસ્કૃતિ માટેના જ્વલંત અભિમાન તથા સ્વદેશભક્તિની જાજલ્યમાન ભાવનાથી નીતરતી ‘આનંદમઠ‘. આ નવલકથામાં તેમણે ‘વંદે માતરમ્‘નું ગીત લખ્યું જે દેશના સ્વાધીનતા- સંગ્રામ વખતે દેશને ખૂણેખૂણે ગૂંજી ઊઠ્યું હતું. જે ગીત ગાતાં અનેક યુવક ફાંસીના તખતા પર ચઢી ગયા હતા અને પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું હતું.
તેમના વિચારો, લેખો અને નવલકથાઓને કારણે તેઓ સેવાનિવૃત્ત થયા તે પહેલાં જ તેમની સુકીર્તિ ભારતભરમાં ફેલાઈ હતી. ઈ. ૧૮૬૫માં ‘દુર્ગેશનન્દિની‘ પ્રસિદ્ધ થઈ. અન્ય વિખ્યાત નવલકતથાઓમાં કપાલકુંડલા, વિષવૃક્ષ, મૃણાલિની, ચન્દ્રશેખર, રાધારાણી, કૃષ્ણકાન્તનું વીલ વગેરેને ગણાવી શકાય.�
કૉંગ્રેસની સ્થાપના ઈ. ૧૮૮૫માં થઈ જ્યારે બંકિમચંદ્રે ‘આનન્દમઠ‘ તો છેક ઈ. ૧૮૮૨માં પ્રકાશિત કરી હતી. આમ તે રાષ્ટ્રનિર્માતાના બિરુદને પણ લાયક ગણી શકાય. તેમની લેખન-પ્રવૃત્તિના બે કાળ માનવામાં આવે છે. પ્રથમ ગાળો કવિ અને શૈલીકારના રૂપનો તથા બીજો ગાળો ઋષિ અને રાષ્ટ્રનિર્માતાના રૂપનો. મહર્ષિ અરવિન્દે એમને ઋષિ અને રાષ્ટ્રનિર્માતા તરીકે સંબોધ્યા હતા.
બંગાળના આ આદ્ય સાહિત્યકારનું ઈ. ૧૮૯૪માં મૃત્યુ થયું. બંગાળી ભાષાની તેમણે કરેલી અમર સેવાની કદર રૂપે કલકત્તા વિશ્વવિદ્યાલયેમાં તેમની પ્રતિમા ઊભી કરવામાં આવી છે.
બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site