બાબા આમટે

http://gujarat-help.blogspot.com/

બાબા આમટે

http://www.gurjari.net/uploaded/gallery/vishva/baba-amte.jpgમહારાષ્‍ટ્રના પ્રતિભાસંપન્ન સમાજસેવક
મુરલીધર નામ ધરાવતા બાબા આમટેનો જન્મ બ્રાહ્મણકુળમાં ઈ. ૧૯૧૪ના ડિસેમ્બર માસની ૨૬મી તારીખે મહારાષ્‍ટ્રમાં થયો હતો. પિતાનું નામ હતું દેવીદાસ. શિશુવયથી જ જ્યારે બીજાં બાળકો લાડચાડમાં જીવન વિતાવતાં ત્યારે બાબા આમટે પારકાંઓ ખાતર કંઈક કરી છૂટવાની તમન્‍ના ધરાવતા. માત્ર બાર વર્ષની વય હતી ત્યારે પરિવારનો સાથ છોડી આદિવાસીઓની વચ્ચે જઈને વસ્યા જેથી આત્મીય બની તે લોકોનાં સંકટ દૂર કરવામાં સહાયભૂત થઈ શકાય.
લોકસેવાના રંગે રંગાયેલા હોવા છતાં અભ્યાસ પ્રત્યે તે સજાગ હતા. નાગપુરમાં તેમણે બી.એ. તથા એલએલ.બી. ની પરીક્ષા પાસ કરી અને વર્ધા પાસે આવેલા વરોરા નામના ગામમાં વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. આ ગામને છેવાડે વલખાં મારતા એક રક્ત- પિત્તના દર્દીને જોઈને તેમના જીવનનો રાહ બદલાયો. તેની પીડા ઓછી કરવા કશુંક કરી છૂટવાનું નક્કી કર્યું. તે વખતે કલકત્તામાં સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિન નામની સ્કૂલ હતી. રક્ત- પિત્તની સારવાર કેમ કરવી તેનું શિક્ષણ મેળવવા માટે બાબા સ્કૂલમાં દાખલ થયા. પોતાના જ શરીર પર આ રોગની શી અસર થાય છે તે જોવા આમટેએ હામ ભીડી. રોગના જંતુઓને શરીરમાં દાખલ કરવામાં આવ્યાં પરંતુ તેની કશી અસર જોવા મળી નહિ. આ સર્વ પ્રયોગોને અંતે રક્તપિત્તના દરદીઓની સારવાર કરવાનું તેમણે શરૂ કર્યું. સાજા થયેલા દર્દીઓને સમાજની મુખ્ય ધારામાં પુનઃ સામેલ કરવા માટે પણ તેમણે પ્રયત્નો ચાલુ કર્યાં.
ઈ. ૧૯૫૦માં વરોરા ગામ બહાર આવેલી ઉજ્જડ જમીન તેમણે પ્રાપ્‍ત કરી અને પોતાના પત્ની સાધના તાઈના સાથમાં રક્તપિત્તિયાંઓની સારવાર ચાલુ કરી. એ સ્થાન પર જ ઈ. ૧૯૫૧માં વિનોબા ભાવેના હસ્તે આનંદવન‘ નામની સંસ્થા ઊભી કરી અને રક્તપિત્તથી પીડાનારાંઓની સેવા-ચાકરી અને સારવાર શરૂ કરી. આનંદવનમાં બે હજારથી પણ વધુ સંખ્યામાં આવા રોગીઓને વસાવવામાં આવ્યા છે. તે સૌ ત્યાં સ્વમાનભેર જીવન વિતાવે છે.
ઈ. ૧૯૭૪માં ચંદ્રપુર પાસે આવેલ દંડકારણ્યમાં આદિવાસી લોકોની સેવા માટે લોકબિરાદરી‘ નામની સંસ્થા ઊભી કરી. બાબા આમટેએ આ સ્થળે શાળાઓદવાખાનાંઉદ્યોગકેન્દ્રો વગેરે સ્થાપ્‍યાં છે. ખેતીપેદાશ માટે વિવિધ અખતરા અજમાવી ઉત્તમ નીપજ મેળવવી શરૂ કરી છે.
બાબા આમટેના બે પુત્રો વિકાસ તથા પ્રકાશ તથા તેમનાં પુત્રવધૂઓ ભારતી અને મંદા ડૉક્ટર છે. આ ચારેય ડૉકટરો બાબા આમટેએ શરૂ કરેલા યજ્ઞકાર્યમાં પૂરી લગનથી જોડાઈ ગયા છે.
આતંકવાદીઓ પંજાબમાં જે ત્રાસ ફેલાવતા હતા તેથી દુઃખી થઈ બાબાએ ભારત જોડો‘ નામની સાયકલ-યાત્રા ઈ. ૧૯૮૫માં યોજી હતી. ૧૧૦ યુવતીઓ સાથે બાબા પણ આ યાત્રામાં જોડાયા હતા. કન્યાકુમારીથી આ યાત્રા શરૂ થઈ હતી અને કાશ્મીરમાં પૂર થઈ હતી. તેઓ માને છે કે શીખોની યુવાન પેઢીને જો વિશ્વાસમાં લઈ આગળ વધાય તો પંજાબ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવી શકાય.
બાબા સાહિત્યસર્જક પણ છે. તેમણે બે કાવ્યસંગ્રહો પ્રકાશિત કર્યા છે જવાલા આણિ ફૂલે‘ તથા કરુણેચા કલામ‘.બાબા આમટેને સેવાકાર્યો માટે અનેક પારિતોષિકો અને સન્માન પ્રાપ્‍ત થયાં છે જેમાંનાં કેટલાંક છે ઈ. ૧૯૭૮માં રાષ્‍ટ્રભૂષકઈ. ૧૯૭૯માં જમનલાલ બજાજ પુરસ્કારઈ. ૧૯૮૬માં ડેનિયન ડટ્ટન પુરસ્કારઈ. ૧૯૮૫માં રેમન મેગ્સેસ પારિતોષિક તથા રાષ્‍ટ્રસંઘ શાંતિ-પુરસ્કાર તથા એ જ વર્ષે ભારત સરકારે કરેલ પદ્મભૂષણ‘.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular