રમણ મહર્ષિ‍ -

http://gujarat-help.blogspot.com

રમણ મહર્ષિ‍ - ઉત્તમ કોટિના સંત
http://www.gurjari.net/uploaded/gallery/vishva/raman-maharshi.jpgભારતના ઉત્તમ કોટિના સંત અને અધ્યાત્મવાદી તરીકે દુનિયાભરમાં ખ્યાત, આ યુગના પ્રત્યક્ષ તત્વજ્ઞ તથા દિવ્યર્દષ્‍ટા સાધુપુરુષ રમણ મહર્ષિ‍નો જન્મ ઈ. ૧૮૭૬ની ૩૦મી ડિસેમ્બરે દક્ષિ‍ણ ભારતના મદુરામાં થયો હતો. બાળપણનું એમનું નામ વ્યંકટરામન હતું. સત્તર વર્ષ સુધી સાધારણ જીવન ગાળ્યા બાદ એક દિવસ પોતે મરણાસન્ન છે એવી જાગેલી બીક સાથે જ મોતનો સામનો કરવાની એમનામાં અદમ્ય ઇચ્છા જાગી. અનંતના એ પોકારના દોર્યા માતા તથા ભાઈને કહ્યા કારાવ્યા વિના ત્રણ રૂપિ‍યાની મૂડી લઈ ઘેરથી ચાલી નીકળ્યા અને ઈ. ૧૮૯૬ની ૧લી સપ્‍ટેમ્બરે તિરુવણ્ણમલાઈના અરુણાચળ મહાપ્રભુને આશ્રયે જઈ બેઠા. ત્યાં સુધીમાં એક કૌપિ‍ન વસ્ત્ર જ શેષ રહેલું.
મંદિરમાં કે આસપાસના વસવાટમાં ધ્યાનસ્થ પડ્યા રહેતા આ તરુણ યોગીની આસપાસ જામવા માંડેલી લોકમંડળીને એમના મૌનવ્રતને કારણે એમની જાગ્રતાવસ્થાનો લાભ જ્વેલ્લે જ મળતો. અઢી વરસ બાદ તેઓ ટેકરી પર જઈ વસ્યા. એક પછી એક ગુફામાં ત્યાં વીસ વર્ષ ગાળ્યાં.
શંકરાચાર્યના વિવેક ચૂડામણિતથા ર્દષ્‍ટાદૃશ્યવિવેચકનું એમણે સરળ ભાષાંતર કર્યું છે. સાચા જિજ્ઞાસુ માટે તેઓ હિંદુધર્મના કોઈ એક જ તત્વપંથને પર્યાપ્‍ત ન માનતા. એમની રમણગીતાતથા અનૂદિત થયેલ ઉપદેશસારમ્ઘણાં ઉપકારક નીવડ્યાં છે.
ઈ. ૧૯૧૬માં એમની સાથે એમનાં માતા પિતા અને થોડા સમય માટે નાના ભાઈ પણ જોડાયા. ઈ. ૧૯૨૨ની ૧૯મી મેના રોજ માતા અઝહકમાલનું અવસાન થયું. માતાના પવિત્ર શરીરને પલીતીર્થમ્ નામના અરુણાચલના દક્ષિ‍ણ ઢોળાવ પર આવેલા એક તળાવને કાંઠે દફનાવવામાં આવ્યું. રમણ પછીથી અહીં જ વસ્યા અને તે જગ્યાએ વર્તમાન રમણાશ્રમનું રૂપ ધારણ કર્યું.
ઈ. ૧૯૪૯માં તેમને ડાબા હાથના ઉપરના ભાગમાં, નીચે સાર્કોમાંનામનું ભયંકર ગૂમડું થયું. ચાર વાર ઑપરેશન કરાવ્યા છતાં તે મટ્યું નહિ. ઈ. ૧૯૫૦ના એપ્રિલની ૧૪મી તારીખે સંધ્યા સમયે તેમનું શરીર પદ્માસનમાં સ્થિત હતું. છેવટે તેમના શ્વાસોચ્છવાસ હ્રદયમાં લીન થઈ ગયા અને ભગવાન રમણ મહર્ષિ‍ અમાપ કરુણાવકાશની પારમાર્થિક અવસ્થામાં પ્રકાશી રહ્યા.
બરાબર તે જ ક્ષણે કેટલાક ભક્તજનોએ ઓરડાના પ્રવેશદ્વાર પાસે તેજસ્વી ચમકારો જોયો. એ જ્યોતિ ઉત્તર તરફ જઈ અરુણાચલના શિખર પાછળ વિલીન થઈ ગયો.
ભગવાન શ્રી રમણે બતાવ્યું છે કે સમગ્ર માનવજાતનો એકમાત્ર ઉદ્દેશ સંપૂર્ણ સુખ મેળવવાનો જ છે. આ સુખ છે શું ? સુખ એ બીજું કશું નહિ પણ આત્મા જ છે. આપણો સ્વભાવ જ સ્વયં સુખ છે પણ લોકો પોતે આત્મા છે એ વાત જાણતા નથી.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular