http://gujarat-help.blogspot.com
ક્રિકેટના ક્ષેત્રમાં જામસાહેબ રણજિતસિંહે જે ચીલઝડપ
કારકિર્દી ઘડી એ જોઈને અંગ્રેજ ક્રિકેટશોખીન પ્રજાએ એમને ‘રણજી‘નું હુલામણું નામ આપ્યું હતું.
એમનું સાચું નામ ‘કર્નલ હિઝ હાઈનેસ શ્રી સર રણજિતસિંહજી
વિભાજી, મહારાજા
જામસાહેબ ઑફ નવાનગર.‘ તે જ્યારે કેમ્બ્રિજમાં ભણતા ત્યારે
કેટલાક તેમને ‘સ્મિથ‘ના નામથી પણ બોલાવતા.
કેમ્બ્રિજના અભ્યાસના પ્રથમ વર્ષ દરમિયાન એ ક્રિકેટ ટીમમાં લેવાયા નહોતા. પરંતુ તે
વખતના કેમ્બ્રિજના કેપ્ટન જેકસન એક વાર ‘પાર્કર પીસ‘
પર રમત
જોવા નીકળેલા. ત્યાં એક ઠેકાણે એમણે લોકોનું મોટું ટોળું જમા થઈને રસપૂર્વક કોઈની
રમત બિરદાવતું જોયું. ટોળામાં પેસી જુએ તો એક જુવાનિયો ઘૂંટણિયાં વાળી વાળીને લેગ
પર ફટકા મારતો હતો. છતાં તે વખતે ‘રણજી‘ની તેના પર ખાસ છાપ ન પડી અને
પહેલે વર્ષે એ ટીમમાં ન લેવાયા.
પાર્કર પીસ પરની રમત વિષે કહેવાય છે કે રણજી પોતાની ટીમ તરફથી ક્રિકેટ રમવા ગયેલા. પોતાની ટીમ બેટિંગ કરતી હતી એટલે રણજી લટાર મારવા નીકળ્યા. ત્યાંથી દૂર બીજે સ્થળે એક ક્રિકેટ મેચ રમાતી હતી. દાવ આપનાર ટીમમાં એક ખેલાડી ઓછો હતો. વિનંતી કરતાં રણજી તે ટીમમાં રમવા કબૂલ થયા અને સદી ફટકારી પછી કંઈ બન્યું ન હોય તેમ પાછા આવી પોતાની મૂળ ટીમમાં દાવ લીધો અને ત્યાં પણ સદી ફટકારી !
પ્રેકટિસ કરતાં તો રણજી બિલકુલ થાકતા જ નહિ. કહેવાય છે કે રક્ષણાત્મક રમત શીખવતા ડાન હેવર્ડ તો રણજીનો જમણો પગ બાંધી રાખતા. રણજી ‘ડિફેન્સિવ‘ રમતને ડરપોક ગણી ધિક્કારતા. એમાંથી જ ‘ક્રિકેટનો ઈતિહાસ‘ જન્મ્યો. રક્ષણાત્મક ફટકો મારવાને બદલે પોતાના કાંડાના વળાંક માત્રથી જ રણજી ઝડપી બૉલરના બૉલને લેગ ઉપર એવી તો સિફતથી મારતા કે બૉલ વીજળીની ગતિથી મેદાન વીંધી જતો.
ઈ. ૧૮૯૩માં રણજીએ ‘કેમ્બ્રિજ બ્લુ‘ પ્રાપ્ત કર્યું. હિંદ રમવા આવ્યા ત્યારે ખબર પડી કે હિંદીઓ ઝમકદાર રમત રમી શકે છે. તેમની ફિલ્ડિંગ પણ એટલી જ વખણાતી. ઈ. ૧૮૯૬માં યૉર્કશાયર સાથે રમતાં તેમણે એક દિવસમાં બે સદી નોંધાવી. એ જ વર્ષમાં ‘જેન્ટલમેન‘ વિરુદ્ધ ‘પ્લેયર્સ‘ની મેચમાં રણજી માત્ર દસ મિનિટ રમીને આઉટ થયા હતા. એ વિરલ હતું.
ઈ. ૧૮૯૭માં ફેફસાંના દર્દથી પીડાતા તેઓ હૉસ્પિટલમાં હતા ત્યારે તેમણે ‘જ્યુબિલી બુક ઑફ ક્રિકેટ‘ લખી રાણી વિકટોરિયાને અર્પણ કરી. બધી મેચમાં મળી રણજીએ ૭૨ સદીઓ નોંધાવી હતી. ઈ. ૧૯૧૫માં શિકારમાં એમણે એક આંખ ગુમાવી હતી.
ઈ. ૧૯૩૩માં જ્યારે એમનું અવસાન થયું ત્યારે ક્રિકેટજગત શોકમાં ડૂબી ગયું.
રણજિતસિંહ વિભાજી – ‘રણજી‘ - ક્રિકેટના
જાદુગર

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site