http://gujarat-help.blogspot.com
જેમને અમરકોશ મુખપાઠ હતો અને ગુજરાતી ઉપરાંત હિન્દી,
ઉર્દૂ,
ફારસી,
અંગ્રેજી,
જર્મન,
ગ્રીક
વગેરે ભાષાઓ પર જેમનો પૂરતો કાબૂ હતો તે શેખાદમનો જન્મ અમદાવાદમાં ઈ. ૧૯૨૯ના
ઑક્ટોબર માસની ૧૫મી તારીખે થયો હતો. તેમનું પુરું નામ શેખ આદમ કેવળ બાળક હતા.
પરંતુ માતા મોતીબાઈએ માતા અને પિતા બંનેનું કર્તવ્ય પૂરેપૂરું બજાવી શેખાદમનો ઉછેર
કર્યો. આથી માતા પ્રત્યે તેમને અનન્ય પ્રેમ હતો. પોતાનો હિન્દી કાવ્યસંગ્રહ ‘ઘિરતે બાદલ,
ખૂલતે
બાદલ‘ માતાને
અર્પણ કરીને શેખાદમે માતૃભક્તિની ખાતરી કરાવી આપી છે. મા પ્રત્યેનો પ્રેમ એટલો
પ્રગાઢ કે મા સાથે રહી તેની દેખભાળ કરવા ખાતર જર્મનીની મોટા પગારની નોકરી છોડી આદમ
અમદાવાદ વસ્યા હતા.
મેટ્રિકનો અભ્યાસ અમદાવાદમાં પૂર્ણ કરી ત્યાંની ગુજરાત કૉલેજમાંથી બી. એ. કર્યું. પછી ગુજરાતી-હિન્દી વિષયમાં એમ. એ. પણ કર્યું. જર્મનીમાં આવેલ બૉન બેન્ડ માઇન્ડ યુનિવર્સિટીમાં તેમણે જર્મન સાહિત્ય અને ફિલસૂફીનો અભ્યાસ કર્યો હતો.
અનુસ્નાતકની પરીક્ષા બાદ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે થોડો સમય નોકરી કરી પછીથી ‘ગુજરાત સમાચાર‘માં જોડાયા. અહીં નોકરી કરતાં જર્મની જવાની તક સાંપડતાં તેઓ ત્યાં ગયા. જર્મની વસવાટ દરમિયાન વિશ્વની સફર માણી આવ્યા. જર્મન આકાશવાણીના હિન્દી વિભાગની શરૂઆત તેમણે કરી હતી. વીસેક વર્ષ જર્મનીમાં ગાળ્યા પછી અગાઉ જોયું તેમ માતાનો સંગ મળે એથી ભારત આવી અમદાવાદમાં વસ્યા.
શાળાના અભ્યાસ દરમિયાન જ તેઓએ કાવ્ય પર હાથ અજમાવવાનો પ્રારંભ કર્યો હતો. વિદ્યાર્થી અવસ્થામાં તેમનાં ત્રણ કાવ્યો ‘સંસ્કૃતિ‘માં પ્રગટ થયાં હતાં. આથી શેખાદમને પ્રેરણા મળી અને કાવ્ય તથા ગઝલ તરફ કાળજીપૂર્વક ધ્યાન આપ્વા લાગ્યા. મુશાયરાઓમાં નિયમિતપણે હાજરી આપવા માંડી. અહીં તેમની માંગ ખૂબ જ રહેતી. શેખાદમના લગભગ ૧૪ જેટલા કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. આ કાવ્યસંગ્રહોએ તેમને પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા આપી. ગઝલે, ભા. ૧-૨, સનમ, ઘિરતે બાદલ, ખૂલતે બાદલ, અપને ઈક ખ્વાબકો દફનાકે અભિ આયા હૂં. તાજમહાલ, ચાંદની, સોનેરી લટ, અંજપો, ખુરસી અને બીજાં કાવ્યો વગેરે તેમના કાવ્યગ્રંથોમાંના થોડા છે. ‘હું એક ભટકતો શાયર છું.‘ નામના તેમના પુસ્તકમાં વિદેશપ્રવાસ વખતે તેમને થયેલા અનુભવોનું આલેખન કર્યું છે. જર્મનીમાં વસવાટ કરતા ત્યારે પણ ત્યાંથી લેખશ્રેણી મોકલતા જે ‘ઊર્મિ-નવરચના‘ તથા ‘ગુજરાત સમાચાર‘માં પ્રકાશિત થતી.
અમદાવાદ આવી અખબારોમાં હળવી-ગંભીર શૈલીમાં લેખો લખવા શરૂ કર્યા. લગભગ જીવનના અંત સુધી મુલાકાતો, અવલોકનો, વ્યક્તિચિત્રો વગેરે પરના આ લેખો પ્રકાશિત થતા રહ્યા હતા. તેમણે લખેલી નવકથાઓમાં તું એક ગુલાબી સપનું છે, જિંદગી હસતી રહી, ફૂલ બનીને આવજો, તમન્નાના તમાશા, ચાલું છું, મંઝિલ નથી, આયનામાં કોણ છે ? નીંદર સાચી, સપનાં જૂઠાં વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને ‘તું એક ગુલાબી સપનું છે‘ માટે એનાયત થયું હતું. જર્મન ભાષામાં અનૂદિત ‘શ્રેષ્ઠ જર્મન વાર્તાઓ‘ પણ આદમે પ્રસિદ્ધ કરી હતી.
ડૉ. ચિનુ મોદીએ શેખાદમના મૃત્યુ બાદ એમનાં કાવ્યોમાંથી પસંદ કરીને ‘આદમથી શેખાદમ સુધી‘ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો હતો. વિનોદ ભટ્ટે તેમના પસંદ કરેલા લેખોનું ‘સારા જહાં હમારા‘ નામથી સંપાદન કર્યું છે. શેખાદમરચિત ગીતો ગુજરાતી – હિન્દી ફિલ્મોમાં લેવામાં આવ્યાં છે. વિખ્યાત ગાયક પંકજ ઉધાસ શેખાદમનાં રચેલાં ઘણાં ગીતો આજે પણ ગાય છે.
માણસ તરીકે શેખાદમ નિઃસ્વાર્થી, અતિ ભલા અને પ્રેમાળ સજ્જન તરીકે જાણીતા થયા હતા. તેમના સાહિત્યમાંથી તેમના ગુલાબી સ્વભાવનો અહેસાસ સાંપડે છે.
ઈ. ૧૯૮૫માં તેમનું નિધન થયું.
શેખાદમ આબુવાલા - કવિ, પત્રકાર અને
નવલકથાકાર

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site