વિનોબા ભાવે

http://gujarat-help.blogspot.com/

વિનોબા ભાવે
http://www.gurjari.net/uploaded/gallery/vishva/vinoba-bhave.jpgધ્યેયનિષ્‍ઠ સેવાવ્રતી
પ્રખર બુદ્ધિમત્તા અને મૂળગામી પ્રજ્ઞાવિશાળ વાચન તથા ઊંડો અભ્યાસઅખંડ સેવાવ્રત અને કડક વૈરાગ્યઅદ્વિતીય સાધુતા અને અનુકરણીય શુચિતાભેદાતીત વૃત્તિ ને સ્થિતપ્રજ્ઞતાઅદ્દભુત સ્મરણશક્તિ ને અવ્યભિચારિણી ધ્યેનિષ્‍ઠાદુર્દમ્ય ઇચ્છાશક્તિ અને સતત ઈશ્વરપરાયણતાઆજીવન તપશ્ચર્યા અને અભિજાત નમ્રતાનિયમિતતા અને નિર્ભયતા – આવા અનેક ગુણોથી વિભૂષિત વ્યક્તિ એટલે વિનાયક – વિનોબા ભાવે. કુલાબા ગોગોદેં ગામમાં ઈ. ૧૮૯૫માં સપ્‍ટેમ્બરની ૧૨મી તારીખે એમનો જન્મ થયેલો. પિતા નરહરપત શંભુરાવ શોધક વૃત્તિવાળાઉદાર તથા પશ્ચિમી શિક્ષણ અને વિજ્ઞાનના ચાહક હતા. માતા રુકિમણીબાઈનો વિનોબાજી પર ઊંડો પ્રભાવ હતો.
બાળક વિનાયકે ગોગોદેંમાં જ પ્રાથમિક શિક્ષણ લીધું. પિતાએ પછી તેમને અંગ્રેજી શિક્ષણ માટે વડોદરા બોલાવી લીધા. અભ્યાસ ઉપરાંત વિનાયકે અહીં પુષ્‍કળ વાચન કર્યું. આ રીતે તેમણે ઇતિહાસતત્વજ્ઞાનગણિત અને ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો. એમણે બાર વર્ષની વયે જ આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી હતી. કૉલેજરાળમાં એ ગદૃર પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા. એથી મુંબઈમાં પરીક્ષા આપવા નીકળેલા તેઓ બારોબાર બંગાળ અને ત્યાંથી બનારસ પહોંચ્યા. કાશીમાં એમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો તેવામાં એમને ગાંધીજીનો પરિચય થયો અને તેઓ સાબરમતી આશ્રમમાં આવી રહ્યા. ગુજરાત વિદ્યાપીઠમાં એમણે ધર્મતત્વનું અધ્યયન આદર્યું. ઈ. ૧૯૨૧માં વર્ધા આશ્રમ ગયા. ત્યાંથી સરકારે એમની ઝંડા-સત્યાગ્રહ માટે ધરપકડ કરી. ઈ. ૧૯૩૨માં ધૂળિયામાં ફરી ધરપકડ થઈ. ત્યાંથી છૂટી નાલવાડી અને પવનારમાં આશ્રમો સ્થાપ્‍યા. ઈ. ૧૯૪૦માં ગાંધીજીએ જ્યારે એમને વ્યક્તિગત સત્યાગ્રહ માટે આગળ કર્યા ત્યારથી તે વિશેષ પ્રકાશમાં આવ્યા. ઈ. ૧૯૪૨માં જેલમાં પકડાયા ત્યારે ત્યાં પોતાનું ભાષાજ્ઞાન વધાર્યું.
દેશ સ્વતંત્ર થયા પછી ગાંધીજીની હત્યા પછી તેમણે ગાંધીજીનું અધૂરું રહેલું કાર્ય ઉપાડી લીધું. આ માટે એમણે શાંતિયાત્રા આરંભી. સર્વોદય સમાજના સંમેલનમાં જતાં રસ્તામાં તેમને જમીનનું દાન મળ્યું. તેમાંથી એમની વિખ્યાત ભૂદાન-પ્રવૃત્તિનો ઉદ્દભવ થયો. ભારતની પંચવર્ષીય યોજનાઓમાં એમણે સરકારને માર્ગદર્શન આપેલું. એમની અનેકદેશીય પ્રવૃત્તિની આ આછી રૂપરેખા છે. એમણે ઉપાડેલાં કાર્યોને કદાચ આપણે પહોંચી ન શકીએ પણ એમનાં શીલચારિત્ર્યત્યાગ ને તપસ્યાનું થોડુંયે અનુકરણ કરી શકીએ તો તો જે સર્વોદય તેઓ ઝાંખી રહેલા એની ઘણા નજીક પહોંચી શકીએ. ઉત્તરાવસ્થામાંખાસ કરીને દેશ પર લદાયેલી કટોકટીના કાળ દરમિયાન અને તે પછી એમના કેટલાક વિચારો ઘણાને ગળે ઊતરવા કઠિન પણ બની ગયેલાતે છતાં એમના અભિપ્રાયો જાણવા અને તેમાંથી માર્ગદર્શન પામવાની ઉત્કંઠા તો રહેતી જ.
ઝડપથી લથડતી જતી તબિયતના પાછલા દિવસોમાં દવા અને ખોરાક નહિ લેવાનો નિર્ણય કરી એમણે જે રીતે વર્ષના અંતિમ દિવસે ઈ. ૧૯૮૨ના દિવાળીના જ દિવસે પોતાની જીવનલીલા સંકેલી લીધી તેમાં એમની આગવી જીવનપદ્ધતિનું દર્શન થાય છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular