વૉલ્તેર

http://gujarat-help.blogspot.com

વૉલ્તેર - રુઢિગત મતાંધતાનો ઉચ્છેદક ફ્રેન્ચ દાર્શનિક

http://www.gurjari.net/uploaded/gallery/vishva/volter.jpgપેરિસમાં એક નાટ્યગૃહમાં નવું કરુણાંત નાટક ભજવાવું શરૂ થાય તે પહેલાં એક ક્ષીણકાય વૃદ્ધે થિયેટરમાં પ્રવેશ કર્યો. તેને જોઈ બધા પ્રેક્ષકો ઊભા થઈ ગયા અને વૃદ્ધને તાળીઓના ગડગડાટથી વધાવવા લાગ્યા. એ હતી ઈ. ૧૭૭૮ના વર્ષની માર્ચની ૩૦મી તારીખ. એ વૃદ્ધ હતો ફ્રાંસ્વા મારી આરૂત, તેની વય હતી ૮૪ વર્ષની. લોકો તેને વૉલ્તેર નામથી ઓળખતા. પોતાના પ્રૌઢ અને બુદ્ધિપૂત વિચારબળનો ચિરંજીવ પ્રભાવ પાડનાર અને ફ્રાંસની પ્રસિદ્ધ લોકક્રાંતિનો જનક વૉલ્તેર તે જ વર્ષે ૩૦મી મેએ પંચમહાભૂતમાં વિલીન થયો. તેમના નિધન પછી પોતાના જીવનકાર્યના મુખ્ય લક્ષ્યસમી ફ્રેંચ લોકક્રાંતિ અગિયારમે વર્ષે આવી.
વૉલ્તેરનો જન્મ પેરિસ ખાતે એક વકીલ પિતાને ત્યાં ઈ. ૧૬૯૪ની ૨૧મી નવેમ્બરે થયો હતો. પ્રથમથી જ તે સ્પષ્‍ટભાષી અને અન્યાયનો ઉગ્ર વિરોધી રહ્યો હતો. શાહી દરબાર વિરુદ્ધ અપમાનકારક શબ્દો બોલવા માટે તેને ૨૩ વર્ષની ઉંમરે બાસ્તીલના કારાગારમાં પૂરવામાં આવેલો. કેદખાનામાં તેમણે મહાકવિતા હાંરીઆદનું લેખનકાર્ય પૂર્ણ કર્યું. જેલવાસમાંથી છૂટ્યા બાદ તેણે લખેલ કરુણાંત નાટક ઉપિ‍દથી તેને સારી પ્રસિદ્ધિ મળી હતી. ઈ. ૧૭૨૬માં તેના સ્પષ્‍ટભાષીપણા માટે ત્રણ વર્ષની દેશનિકાલની સજા તેણે ભોગવી હતી. સજા પૂરી થતાં ફ્રાંસમાં આવી તેણે લેટર્સ ઑન ધ ઇંગ્લિશનામનું પુસ્તક લખ્યું. ઇન્ગ્લેડની મતસહિષ્‍ણુતાને પડછે સ્વદેશના ગુલામી માનસ અને ગીરીબીની તે પુસ્તકમાં આડકતરી ટીકા કરી છે એવો આરોપ ફ્રેન્ચ સરકારે તેના પર મૂક્યો. પુસ્તક બાળી નાખવામાં આવ્યું અને ફરી એકવાર વૉલ્તેરને પેરિસ છોડી જવાની ફરજ પડી. આ વખતે તો પોતાની સાથે માર્કવિસ દ શેતલે નામની બીજાની પત્નીને સાથે લઈ ગયો હતો. શેતલે ૧૪ વર્ષ સુધી માત્ર તેની જીવનસંગિની જ નહિ પણ સાહિત્યસાથીયે બની.
ઈ. ૧૭૬૪માં વૉલ્તેર સલામત રીતે પેરિસ આવી શકશે એમ લાગતાં તેને ફ્રેંચ અકાદમીના સભ્ય તરીકે ચૂંટી કાઢવામાં આવ્યો. ત્યારબાદ તેણે ઝુદિગઅને લા માઇક્રોમેગાનામની નવલોનું સર્જન કર્યું. લૉરેઈનના એક ગામડાની જાગીરમાં રહી તેણે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેણે રાજા ૧૪મા લૂઈનો ઇતિહાસ, નાટકો તથા કટાક્ષાત્મક નવલો વગેરે લખ્યાં.
ઈ. ૧૭૫૦માં માર્કવિસ દ શેતલેનું અવસાન થતાં તે આઘાત ભૂલવા વૉલ્તેર પ્રુશિયાનો મહાન ફ્રેડરિક સાથે ત્રણ વર્ષ રહ્યો. અહીં તેણે પોતાની વિચાર-સાહસપૂર્ણ નિર્ભય કૃતિ એસે ઓન ધી મૉરલ્સ ઍન્ડ ધી સ્પિ‍રિટ ઑફ નેશન્સલખ્યું. ફરીથી દેશનિકાલીની સજા થતાં તે ફર્ની ખાતે સ્થિર થયો.
૬૦ વર્ષની વયે વૉલ્તેર યુરોપનો સૌથી પ્રખ્યાત લેખક બન્યો હતો. તેની અતુલનીય વિચારશક્તિ તથા લેખનકળા અનન્યપણે વિકસી હતી. એક ખાનગી થિયેટર બાંધી પોતાનાં નાટકોમાં એ પાત્રો ભજવતો. વાણીસ્વાતંત્ર્ય અને મતસહિષ્‍ણુતાનો એ પ્રખર ઝંડાધારી હતો.
ફર્ની ખાતે તેણે પોતાની વિખ્યાત નવલકથા કેન્ડિડનું લેખનકાર્ય પૂર્ણ કર્યું. અસંખ્ય પુસ્તિકાઓ તથા ચોપાનિયાં પણ તેણે પ્રસિદ્ધ કર્યાં. તે એક આદર્શ, બુદ્ધિપૂત પ્રચારક હતો. તેણે ઘડેલી સ્વચ્છ, સાદી, તર્કયુક્ત અને તેજસ્વી શૈલી આજે પણ ઉત્તમ ફ્રેન્ચ લેખનની લાક્ષણિક ગણાઈ છે.
ઈ. ૧૭૯૧માં ક્રાંતિકારીઓને વૉલ્તેરની મહાનતા સમજાઈ. ત્યારબાદ તેમના મૃતદેહને પેરિસમાં લાવી તેની પુનઃ દફનક્રિયા કરવામાં આવી. દફનક્રિયાની યાત્રામાં એક લાખથીયે વધુ માણસો જોડાયા હતા. કરોડો માણસોએ ફરીથી થયેલી દફનક્રિયા વખતે હાજરી આપી હતી.
અલબત્ત વૉલ્તેરને બીજી વખત થયેલી આ દફનક્રિયા પસંદ નહિ જ પડી હોય પરંતુ તેની કબર પર જે શબ્દો કોતરવામાં આવ્યા છે તેથી તેને સંતોષ જરૂર થયો હશે. કબર પર કોતરવામાં આવ્યું છે :
આઝાદ થવાનું આપણને તેણે શીખવ્યું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular